Badi si baat books and stories free download online pdf in Gujarati

બડી સી બાત


ન જાને ક્યુ હોતા હૈ યે જિંદગી કે સાથ , અચાનક યે મન કિસી કે જાને કે બાદ , કરે ફિર ઉસકી યાદ, છોટી છોટી સી બાત , ન જાને ક્યુ.......... ટ્રાફીક પોઈન્ટ ઉપર ફસાયેલો અમલ - અમોલ પાલેકર , વિદ્યા સિંહા અભિનીત ફિલ્મ છોટીસી બાત નું વિદ્યા સિંહા ઉપર ફિલ્માવાયેલ લતાજી ના ખુબસુરત અવાજ માં ગવાયેલુ ગીત ગણ-ગણતો હતો !
એ દશ મિનિટ બંધ ટ્રાફિક માં અમલ ગીત ગણ-ગણવા સિવાય ન જાણે કેટ-કેટલી યાદો માં ખોવાઈ ગયો ! જે રીતે અમોલ પાલેકર છોટી સી બાત માં નોકરી માથી ઘરે આવતી વિદ્યા સિંહા ની પાછળ-પાછળ જાય છે તે રીતે કોલેજ કાળ માં અમલ પોતે પણ કોલેજ છૂટ્યા પછી અનુકા ની પાછળ- પાછળ જતો ! આમ અનેક દિવસો ના પરિશ્રમ પછી નસીબ ખૂલતાં અનુકા સાથે થયેલા લગ્ન અને લગ્ન પછી અનુકા સાથે ના સંસાર જીવન દરમ્યાન 12 વરસ માં થયેલી બે સંતાનો ની પ્રાપ્તિ- પુત્ર સોબર અને પુત્રી સંગી , 11 વરસ નો પુત્ર સોબર અને 9 વરસ ની પુત્રી સંગી !
કૌટુંબિક જીવન સફળ પરંતુ આર્થિક જીવન ડામાં-ડોળ ! જો આજે ‘ છોટી સી બાત’ ફિલ્મ નો પાર્ટ-2 બને તો ખ્યાલ આવે કે મધ્યમ વર્ગ અત્યારે લગ્ન જીવન પછી કેટ-કેટલી હાડમારી માથી પસાર થઈ રહ્યો છે ! આજે સવારે જ પુત્ર સોબર તથા પુત્રી સંગી એ ખુબજ વ્હાલ થી મને સાંજે દિવાળી ના ફટાકડા લઈ આવવાનું કહ્યું હતું , મે કહ્યું હતું હા દીકરા હું જરૂર લાવી આપીશ , બંને કેટલા ખુશ હતા !
પરંતુ આ પ્રાઈવેટ નોકરી માં જે પેલા ઓવરટાઇમ મળતો હતો તે પણ હવે બંધ થઇ જતાં રૂટિન ખર્ચા કાઢવા પણ મુશ્કેલ થઈ રહ્યા છે- ઘર ભાડું ,ઘર ખર્ચ , પર્સનલ લોન ના હપ્ત્તા , વ્યવહારિક ખર્ચ , છોકરાવ ની સ્કૂલ ફી વગેરે, વગેરે, વગેરે ! ઉપર થી આજે વધારામાં છોકરાવો દ્વારાં દિવાળીના ફટાકડા ની ફરમાઇશ , આ મોઘવારી માં મોઘા ફટાકડા ની ! છોકરાવો ને ખુશ તો રાખવા પડે , આપણે જા-જા નહીં તો થોડા તો લાવી જ આપવા પડે ને ? છોકરાવો ની પણ એક લાઇફ તો હોય જ ને ?કેવી રીતે નિરાશ કરવા ? પરંતુ કરવું શું ? કંપની માથી આ વખતે વધારે ઉપાડ કરેલ હોય, હવે વધારે લઈ શકાય તેમ ન હોય તેમજ મિત્ર ઉદય પાસે થી પણ હમણાં જ ઉછીના લીધેલા તે પણ હજુ ચૂકવી શકાયા નથી ! તો શું કરવું ? અમલ આ બધો વિચાર કરતો હતો ત્યાં જ સાઈડ સિગ્નલ ખુલતા અમલે ક્યાં જવું અને ક્યાં નહીં ના વિચાર માં સ્કૂટર ને હનુમાનજી ના મંદિર તરફ શનિવાર હોય દર્શન કરવા વાળ્યું ! મંદિરે જઇ અમલે ખુબજ શ્રદ્ધા પૂર્વક હનુમાનજી મહારાજ ને પ્રાર્થના કરી અને મનોમન હનુમાનજી મહારાજ ને કઈક રસ્તો કરી આપવા વિનંતી કરી ! દર્શન કરી મન માં મુંજવણ સાથે અમલ ઘરે પરત ફર્યો , મન માં રંજ સાથે કે આ પેલી વખત હું છોકરાવો ની જવાબદારી માથી ઉણો ઉતર્યો છુ ! છોકરાવ પુછશે તો હું શું જવાબ આપીશ ? અમલ ઘરે આવતા છોકરાવો તેને ઘેરી વળ્યા અને બોલ્યા આઇ લવ યૂ પાપા , આઇ લવ યૂ ! અમલે પણ બંને છોકરાવો ને આઇ લવ યૂ માય ચાઇલ્ડ કહીને પછી આગળ બોલવા જતાં વચ્ચે થી જ અટકાવીને પુત્ર સોબર બોલ્યો , પાપા આજે તમને અમારે એક સરપ્રાઇસ આપવી છે !
અમલ મુંજાતા-મુંજાતા બોલ્યો , શું સરપ્રાઇસ છે બેટા ? એ પણ મારા માટે ? સોબર બોલ્યો , હા પાપા તમારા માટે આજે અમારે સરપ્રાઇસ આપવાની છે ! એમ કહી પુત્ર એ પિતા ને 2 મિનિટ આંખો બંધ કરવા કહ્યું ! 2 મિનિટ પછી અમલે આંખો ખોલતા જ આનંદ થી બોલી ઉઠયો- ફટાકડા ?! નવા કપડાં બધ્ધા ના?!કોણ લાવ્યું ? સોબર બોલ્યો , પાપા અમે લોકો લાવ્યા ! અમલે કહ્યું , તમે લોકો ? પરંતુ પૈસા ક્યાથી કાઢ્યા ? પુત્ર સોબરે બધી વાત અમલ ને કરી- અમે લોકો તમે અમોને જે વાપરવાના પૈસા આપતા હતા ને , તેમાથી બચત કરી કરી ને તે પૈસા અમે લોકો મમ્મી ના કહેવાથી ગલ્લા માં નાંખતા હતા, તેમાં જા-જા બધા પૈસા ટીપે ટીપે કરી ને ભેગા થતાં અમે લોકો એ વિચાર્યું કે – હમણાં હમણાં પાપા ખુબજ ટેન્શન માં રહે છે આથી આપણે એક કામ કરીએ , આપણે જે ગલ્લા માં બચત કરી છે તેમાથી આ વખત ની દિવાળી ની તમામ ખરીદી કરી લઈએ જેથી કરી ને પાપા નું એટલું ટેન્શન હળવું થાય ! આમ વિચારીને ગલો તોડીને અમે લોકો તમારા આવ્યા પહેલા દિવાળી ની બધી જ ખરીદી કરી લાવ્યા છીએ ! સવાર,સવાર માં ! જેથી કરી ને સાંજે તમારે ટેન્શન ન લેવું પડે !
દીકરા સોબર ની સરપ્રાઈસ જોઈ અને તેને કરેલી વાતો સાંભળી ને અમલ ગળ-ગળો થઈ ગયો ! મનો-મન હનુમાનજી મહારાજ નો આભાર માની વિચારવા લાગ્યો –છેલ્લા ચાર-પાંચ વરસ થી હું ખુબજ મુશ્કેલી થી ઘર ચલાવતો હતો પરંતુ ક્યારેય પણ અટક્તું ન હતું જો કે આ વખતે પહેલી દિવાળી એવી જાત કે હું મારા કુટુંબીજનો ની જરૂરિયાત કોઈ કાળે પૂરી કરી ન શકત ! પરંતુ પ્રભુ આપના આશીર્વાદ અને કુટુંબીજનો ના સાથ સહકાર થી આ દિવાળી પણ સુખરૂપ જશે ! ધન્યવાદ પ્રભુ , ધન્યવાદ !
આ રીતે અમલ પ્રભુ નો તેમજ કુટુંબીજનો નો ખરા દિલ થી આભાર માની ,પોતાના રૂમ માં જઇ રજા હોવાથી પોતાની અધૂરી પ્રથમ સ્ટોરી આગળ લખવા બેસી ગયો . જે મધ્યમ લોકો ને અનુલક્ષી ને હતી. જેમાં તેને લખ્યું હતું- મધ્યમ લોકો નો સંસાર ‘છોટી સી બાત’ થી શરૂ થાય છે અને આગળ જતાં ખુબજ તકલીફો , હાડમારીઓ , કષ્ટો તથા જવાબદારીઓ સાથે આગળ વધે છે , જે આગળ જતાં બડી સી બાત માં ફેરવાઈ જાય છે !
આ રીતે અમલે પોતાની પ્રથમ સ્ટોરી ‘બડી સી બાત’ લખવાનો પ્રારંભ કર્યો , દિવાળી ની રજાઓમાં પુરી કરવાના દ્રઢ સંકલ્પ સાથે !!!

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED