Rafell ni shararat books and stories free download online pdf in Gujarati

રાફેલ ની શરારત


'ચમકાઓ 32 સ્ટાર્સ'

અરડુસી ટીચર : દીકરા રાફેલ કેમ કઈ કરતો નથી ? વળી પાછી શેતાની કરીને તારે ભણવું નથી લાગતું ? રોજ-રોજ નવી શેતાની કરીને તું બહાના કાઢી ભણવાનું ટાળે છે આજે કઈ પાછી નવી શેતાની કરી લાગે છે? બોલ જોઈએ કેમ કઈ કરતો નથી,મૂંગો –મૂંગો બેઠો છે?
રાફેલ : અરડુસી ટીચર મારે તો ઘણું બધુ કામ કરવું છે પણ જોવોને આ બે બહેનો કઈ કરવા દેતી જ નથી અને મને સતત ના પાડયા જ કરે છે .
અરડુસી ટીચર : કોણ બે બહેનો તને કામ કરવાની ના પાડે છે ? તારી મોટી બહેનો છે કે શું ?અને એ તને કેમ ભણવાની કે આવી બધી કોઈ કામ કરવાની ના કેમ પાડે છે ?
રાફેલ : ટીચર એ મારી બહેનો નથી મારા પપ્પા ની બહેનો છે જે કોઈ પણ કામ કરવાની ચોખી ના પાડે છે પછી તે ભણવાનું હોઈ કે ગમે તે કામ હોઈ .
અરડુસી ટીચર : અચ્છા તો એ તારી ફોઈ છે એમજ ને ?
રાફેલ : હા હા એમજ .
અરડુસી ટીચર : તો તો મારે તારા પપ્પા ને સ્કૂલમાં બોલાવવા પડશે અને તારા પપ્પા ને સમજાવવા પડશે કે તમારી બહેનોને કઈ કહો કે તમારા દીકરા ને કેમ કઈ કરવા દેતી નથી ? તો કાલે તારા પપ્પા ને સ્કૂલ માં તેડી લાવજે એટલે હું તેને બરોબર સમજાવી દઇશ પછી તને તે બહેનો ના નહીં પાડે.
રાફેલ : મારા પપ્પા ને પણ કઈ કામ કરવું હોઈ તો તેને પણ આ બહેનો ના પાડે છે અરે ટીચર શું વાત કરું ? તમારે કઈ કામ કરવું હોઈ કે પછી પ્રિન્સિપાલ સાહેબને કઈ કામ કરવું હોઈ કે પછી કોઈ વિધાર્થી મિત્રો ને કોઈ કામ કરવું હોઈ આ બહેનો ચોખી ના જ પાડી દે છે બોલો ટીચર હવે શું કરવું ?
અરડુસી ટીચર: લો કરો વાત ! મારે કઈ કામ કરવું હોય તો ના પાડે , વિધાર્થી મિત્રોને ના પાડે ,પ્રિન્સિપાલ સાહેબને ના પાડે તો આ બને બહેનો છે કોણ ? તેમનું નામ શું છે ?
રાફેલ: એ બને બહેનો ફિલ્મની હિરોઈન છે .
અરડુસી ટીચર : લો કરો વાત ! તો તારા પપ્પા ની બને બહેનો હિરોઈન છે એમ ને ? વાહ !
રાફેલ ; હા ટીચર !
અરડુસી ટીચર : બેટા જરા મારી પાસે આવ તો ! મારા ખોડામાં બેસીને મને તેના વિશે કહીશ જરા !
અને તને કઇ પણ કામ કરવાની અને દરેકને કઇ પણ કામ કરવાની આ હીરોઈનો ના પાડે છે તો
તેના જરા મને નામ આપીશ મારા પ્યારા દીકરા !
રાફેલ : હા,હા જરૂર ટીચર ! પહેલા મને પ્રોમિસ આપો કે તમે મને ખીજાશો નહીં કે મારશો નહીં તો હું મારા
પપ્પા ની બને હિરોઈન બહેનો ના નામ આપું બોલો મંજૂર છે શરત ?
અરડુસી ટીચર : હા તારી દરેક વાત મંજૂર બોલ હવે જલ્દી બોલ એ હિરોઈન ના નામ અને
મારો કૉન્ટૅક્ટ એ હિરોઈન સાથે જલ્દી કરાવી આપજે મારા વહાલા દીકરા રાફેલ ! બહુ ડાહ્યો
મારો દીકરો! બોલ હવે તેના નામ !
રાફેલ : ટીચર આંખો બંધ કરી દો એટલે બંને હિરોઈન ના નામ હાજર કરી દઉ !
અરડુસી ટીચર : આ આંખો બંધ બોલ હવે હિરોઈનો ના નામ !
રાફેલ : હા તો તે બે હિરોઈન મને તેમજ દરેક ને કોઈ પણ કામ કરવા ની ના પાડે છે. તે છે…..
1) કરિશ્મા !! અને
2) કરીના !!!
અરડુસી ટીચર : શેતાન ઊભો રહે , ઊભો રહે એમ કહી રાફેલ ની પાછળ ફૂટપટી લઈ દોડ્યા !
રાફેલ : ટીચર તમે કસમ ખાધી છે કે હું તને ખીજાઇશ નહીં અને મારીશ પણ નહીં !
આ સાંભળી અરડુસી ટીચર અને આખો વર્ગ રાફેલ ની એક ઔર શેતાની થી હસી હસી ને બેવડ વળી ગયો !!!
લેખક શ્રી બિપિનભાઈ ભોજાણી

સહયોગ: મૌલિક બિપિનભાઈ ભોજાણી (B.E. Mechanical)

What's app no: 84604-48318

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED