દાસ્તાને ની. ભૂ.(ની. ભૂ. એક સંઘર્ષશીલ એંજીનિયર) Bipinbhai Bhojani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દાસ્તાને ની. ભૂ.(ની. ભૂ. એક સંઘર્ષશીલ એંજીનિયર)

દાસ્તાને ની.ભૂ. (ની.ભૂ. એક સંઘર્ષશીલ એંજીનિયર)
આશા નું કોઈ કિરણ બચ્યું ન હતું , નિરાશા-નિરાશા અને નિરાશા નો જ માહોલ ચારે બાજુ છવાયેલો હતો . ચાર વરસ પહેલાં ની.ભુ. એ એંજીન્યરિંગ પાસ કરેલું હતું . એક વરસ ડીગ્રી નો ભાર લઈ આમ-તેમ આટા ફેરા કર્યા હતા .નોકરી ક્યાય મળતી ન હતી પરંતુ આમ થી તેમ, તેમ થી આમ નોકરી માટે આટા ફેરાથી ની.ભુ. શારીરિક રીતે ખુબજ ફિટ થઈ ગયેલ હતો ! પરંતુ નોકરી નું કરવું શું ? ઘરના વડીલે સલાહ આપી કે જો ની.ભુ. તારી આવક અત્યારે ન થાય તો પણ આપણું જિવનનિર્વાહ અટકે તેમ નથી એટલે તું તારે આગળ ભણવું હોય તો ભણી શકે છે ! આથી ની.ભુ. એ માસ્ટર ડિગ્રી લેવાનું નક્કી કર્યું હતું ! બે વરસ માટે માસ્ટર ડિગ્રી માં એડમીશન લીધું હતું . બે વરસ ખુબજ ફિટ રહીને , સખત મહેનત કરીને ની.ભુ. એ માસ્ટર પાસ કર્યું હતું !
કુટુંબ માં ખુશી નો માહોલ છવાય ગયો હતો ,પરંતુ ની.ભુ. ની અંદર ગમ નો માહોલ હતો ! કારણકે વળી પાછી નોકરી મેળવવા દોડા -દોડી કરવાની હતી ! વળી પાછું ભૂતકાળનું પુનરાવર્તન ! ની.ભુ. શારીરિક રીતે ફીટ પરંતુ માનસિક રીતે ફેઈલ ! પાછી એક વરસ હડિયાહડી કરી નોકરી માટે ! પરંતુ ક્યાય પણ ની.ભૂ. નો મેળ ન ખાધો ! કંપનીઓવાળા અનુભવી ઉમેદવારો માંગતા હતા , ની.ભૂ. ને ફક્ત દોડા-દોડી નો અનુભવ હતો ,ફિલ્ડ નો શૂન્ય ! આથી ની.ભૂ. સતત રિજેક્ટ થતો હતો , નિરાશાનો માહોલ હતો ત્યાં પાછું આશા નું કિરણ દેખાયું ! ઘરના વડીલ શ્રી , પિતા શ્રી, શેઠ શ્રી ભૂલકામલે કહ્યું ,જો નીત્ય નવીનમલ ! આપણે રોટલા ની કોઇ ચિંતા છે નહીં ! આથી તું એ વિચારવાનું છોડી દે અને મહેનત કર્યા કર જરૂરથી કોઇ સારા વાના થશે ! ખુબજ મહેનત ના અંતે પણ નિષ્ફળતા મળતા ની.ભૂ. ને માનસિક અનફિટતા ની સાથો- સાથ હવે શારીરિક અનફિટતા દેખાવા લાગી હતી ! વળી પાછું આશા નું કિરણ પ્રગટ્યુ ! કોઇ એ પકોડાની લારી કરવાનું ની.ભૂ. ને સુચવ્યું ! ની.ભૂ. ની અંદર વિચારોનું વાવાજોડું સર્જાયુ ! અંતે વાવાજોડું શાંત થતાં ની.ભૂ. એ મન મનાવ્યું અને લારી ભાડે લઈને પકોડા નો બિઝનેસ શરૂ કર્યો !
ની.ભૂ. ને લાગ્યું કે હવે વાંધો નહીં આવે, નશીબ આડેથી પાંદડુ ખસી ગયું છે ! 500 ગ્રામ , 1 કિલો , 2 કિલો ,5 કિલો પકોડા ના ઓર્ડર ઉપર ઓર્ડર આવવા લાગ્યા . ની.ભૂ. નો સિતારો બુલંદી ઉપર બેઠો ! હજુ તો માંડ એકાદ વરસ સિતારો ચમક્યો હશે ત્યાં તો ફિટનેસ ની હવા શરૂ થઇ ! પકોડા ખાય ને અદોદરા થયેલા ગ્રાહકો ફિટનેસ તરફ જૂકવા લાગ્યા ! સવારે 4 વાગ્યે ઉઠીને ની.ભૂ. 50 કિલો પકોડા નું મટીરીયલ બનાવતો અને સવારે 10 વાગ્યે ચપો-ચપ બધા પકોડા ઉપડી જતાં હતા ! પાછો પવન ફરતા, અદોદરા ગ્રાહકો ફિટનેસ તરફ વળતાં, 2 કિલો પકોડા વેચવા ની.ભૂ. માટે આકરા થઇ પડ્યા !
પાછો ની.ભૂ. ના જીવન માં નિરાશા નો દોર શરૂ થયો ! વળી પાછું આશા નું કિરણ દેખાયું ! કોઈ એ સલાહ આપી કે ની.ભૂ. ફિટનેસ ના વર્ગો ચાલુ કર એમાં સારું છે !
અત્યારે ની.ભૂ. પકોડાની લારી બંધ કરીને ફિટનેસ ના વર્ગો ચલાવી રહયો છે ! કારણ કે ની.ભૂ. પાસે મોટો કસ્ટમર બેઝ છે, પેલા પકોડા ખાવા વાળા જ ની.ભૂ. ના ફિટનેસ ના વર્ગો માં આવે છે , ‘ફીટ’ થવા !!!
બહુ સરસ ચાલે છે ની.ભૂ. ના ફિટનેસ ના વર્ગો ! પરંતુ , ની.ભૂ. ને બીક છે કે પાછો દોર બદલાશે તો ? તો હું શું કરીશ ? આવા વિચારો ને વિચારો માં ની.ભૂ. ને હમણાં ‘દિલ નો દોર’ પડ્યો છે ! એટલે કે ‘દિલ કા દોરા પડા હે’ ! પેલા હિન્દી ફિલ્મ નો ‘પ્રખ્યાત ડાયલોગ’ ની.ભૂ. ના જીવનમાં વાસ્તવિકતા નું રૂપ લઈને આવ્યો છે ! આપ સૌને વિનંતી છે કે કોઇ નવો આઇડીયા (જે પાછો ફરીથી બદલાય ન જાય, દોર બદલાય ન જાય તેવો ! ) આપની પાસે હોય તો તુરત જ મોકલી આપશો જેથી કરીને ની.ભૂ. પહેલા જેવુ જ સ્વસ્થ જીવન જીવી શકે , નિરાશા વગર નું આશા સાથે , એક દમ મસ્ત , હિટ તથા એક દમ ફીટ !!!
લિ. બિપિન આઇ ભોજાણી (ચમકાવો ૩૨ સ્ટાર્સ ના લેખક)