Fafda ni kamaal books and stories free download online pdf in Gujarati

ફાફડા ની કમાલ


ક્રિટિકલ પોજીસન હતી પવન દાદા ની ! હોસ્પીટલમાં સગા વ્હાલા બધા ભેગા થઈ ગયા હતા ! ડોકટરોએ કહી દીધું હતું પવનદાદા ને ઓકસીજન ઉપર રાખવા પડશે , કેટલા દિવસ ? એ અમે લોકો કહી ન શકીએ ! પવનદાદા ના મોટા પુત્ર પિયુષે ડોક્ટર ને પૂછ્યું - ડો. સાહેબ પવનદાદા ને ઓકસીજન ઉપર રાખવા જરૂરી છે ? કોઇ સાઇકોલોજિકલ ટ્રીટમેંટ કામ ન આવે ?
ડોક્ટર પિયુષ ઉપર ભડકી ઉઠ્યા અને કહ્યું- તમ તમારે દાદા ને ઘરે લઇ જવા હોય તો લઇ જઇ શકો છો.પરંતુ અમે લોકો દાદા ની જવાબદારી ન લઈ શકીએ , તમારી જવાબદારી એ લઇ જઇ શકો છો. દાદા વધુ માં વધુ ઓકસીજન વગર 12 કલાક કે પછી 24 કલાક કાઢી શકે તેમ છે , એથી વધારે ખેચે તેવું લાગતું નથી ! આવા સમય માં તમે લોકો ભણેલા-ગણેલા થઈ ને આવી ગાંડી- ઘેલી વાતો કરો છો , થોડું સમજવું જોઈએ ! આવા કેસ માં તમે લોકો શું સાયકોલોજી અપનાવી શકો ? જે માણસ પૂરો ઑક્સીજન પણ લઈ શકતો નથી અને તમે આવી ગાંડી-ગાંડી વાતો કરો છો ?! જેવી તમારી ઈચ્છા અને જેવી પ્રભુ ની ઈચ્છા ! તમે લોકો ઘરે જઇ શકો છો ! પિયુષ બોલ્યો , ભલે સાહેબ ભલે , અમે લોકો અમારી જવાબદારી એ દાદા ને ઘરે લઈ જઈએ છીએ બસ ! હવે તમે અમને અહીથી ઝડપથી છુટા કરો એટલે અમે લોકો ઘરે જઈએ !
પવનદાદા ના મોટા પુત્ર પિયુષે હોસ્પિટલ માથી ડો. ની મંજૂરી લઈ ને રજા લઈ લીધી ! સગાવ્હાલા તથા પવનદાદા નું કુટુંબ દાદા ને લઈ ને ઘરે આવી પહોંચ્યું. થોડીવારે બધા પાણી-બાણી પી ને ચર્ચા કરવા એકઠા થયા. કુટુંબ ના એક વડીલે પિયુષ ને કહ્યું, તારે આ રીતે ડો. ની ઉપરવટ જઇ ને આવી રીતે ન્હોતું કરવું જોઈતું ! ડોકટરે જે કીધું હશે તે બરોબર જ હોય , માટે તે બહુ મોટી ભૂલ કરી છે પિયુષ !
પિયુષ બોલ્યો, મે કઈ ભૂલ કરી નથી , હોસ્પિટલ માં ડોકટરે સ્પષ્ટ કહી દીધું હતું કે દાદા ની તબિયત ક્રીટીકલ લેવલે છે , અમે લોકો કઈ કરી ન શકીએ , પ્રયત્નો કરીએ છીએ , ઓકિસીજન ઉપર રાખીએ છીએ આગળ ભગવાન ની મરજી ! એટલે મે ડોકટર ને સાયકોલોજી ટ્રીટમેન્ટ ની વાત કરેલ એમાં ખોટું શું છે ?
હવે , આપણે બધા દાદા ને ઘરે લાવ્યા છીએતો એ બાબતમાં દરેક ભેગા મળીને કઈક વિચારીએ અને પ્રભુ નું સ્મરણ કરીએ આગળ ભગવાન ની મરજી , આયુષ્ય હશે તો દાદા બેઠા થઈ ને ચાલવા લાગશે, નહીં તો બીજું શું ? ચાલો બધા ભેગા થઈ ને, મિટિંગ કરીએ અને દાદા ની સાઇકોલોજી ટ્રીટમેંટ વિષે વિચારીએ છેવટ બાકી ભગવાન ની ધૂન તો છે જ ને ? બધા ભેગા મળીને વિચારવા લાગ્યા પરંતુ કોઈ ને કહી સુજતું ન્હોતું કે શું કરવું ? એટલામાં પિયુષ નો 12 વરસ નો પુત્ર સાયકો બોલ્યો , મને પપ્પા એક વિચાર આવે છે તમને બધા ને કઈ વાંધો ન હોય તો કહું ? બધા વિચાર માં પડી ગયા કે આવડો અમથો 12 વરસ નો છોકરો આવી બાબત માં શું જાણે ? ત્યાં એક વડીલ બોલ્યા , હા , હા, બેટા ,બોલ દાદા ને સારું થઇ જતું હોય તો શું વાંધો ? તને કોઈ મગજ માં આઈડીયા સુઝતો હોય તો બતાવ !
સાયકો બોલ્યો, તમે લોકો મને ખીજાશો નહીં ને ? પ્રોમિશ આપો તો કહું ! બધા લોકોએ પ્રોમિશ આપતા સાયકો બોલ્યો, એક વાત મારા મગજ માં ક્યારુની રમે છે , જ્યારે દાદા હોસ્પિટલ માં હતા અને મારા પપ્પા એ સાઇકોલોજિકલ ટ્રીટમેંટ ની વાત ડોક્ટર ને કરેલી , ત્યારે જ મને આ વિચાર આવ્યો હતો ! પરંતુ તે સમયે હું કઈ બોલ્યો ન હતો , કારણકે મને બીક હતી કે ક્યાંક બધા ભેગા મળીને મારો વારો પાડી ન દે ?! એ બીક માં હું કશું બોલ્યો ન હતો ! બધા લોકો બોલ્યા, હવે જલ્દી બોલ બેટા આપણી પાસે ટાઇમ બહુ ઓછો છે !
સાયકો બોલ્યો ,બધા લોકો મારી વાત ધ્યાન થી સાંભળો ,આપણે છેલ્લા ઉપાય તરીકે દાદા ની સાયકોલોજિકલ ટ્રીટમેંટ કરવાની છે, તેનો આ આઇડીયા છે, જે બતાવું છું. હવે જાણે વાત એમ છે કે આ આપણાં દાદા છે ને ? પવન દાદા, એમને એક ગજબ નો શોખ છે , નાનપણ થી જ , શું ખબર છે ? તો સાંભળો- આપણાં દાદા ને એક દિવસ પણ એવો નહીં હોય , જે દિવસે આપણાં દાદા એ ગરમા-ગરમ ફાફડા ગાંઠીયા ન ખાધા હોય ! હવે આપણે બધા મારા આઇડીયા મુજબ એક કામ કરીએ દાદા ને ગાડી માં બેસાડી દઈએ , ગાડી ના કાચ ખુલ્લા રાખીએ અને દાદા ને પેલી ફરસાણ ની દુકાન છે ને ? કે.કે.સ્વીટ માર્ટ ત્યાં લઈ જઈએ એટલે બે કામ થશે - એક તો દાદા ને ખુલ્લી હવા મળશે , બીજું દાદા ને ગરમા-ગરમ ગાઠીયા ની સુગંધ મળશે !
અત્યારે પેલો કે.કે.સ્વીટ માર્ટ વાળો ફાફડા ના ઘાણવા નાખતો જ હશે ! ચાલો બધા દાદા ને બેસાડી દો ગાડીમાં ! આવેલ બધા સગાઓ એકબીજાની સામું જોવા લાગ્યા ! વિચારવા લાગ્યા- આ છોકરાની વાણી માં હસવું કે પછી રડવું ! શું કરવું ? એમ બધા વિચારતા હતા ત્યાં પિયુષ બોલ્યો, હા દીકરા, તારી વાત સાચી છે ! લઈ આવ ગાડીની ચાવી આપણે લઇ જઈ એ દાદા ને ફરસાણ ની દુકાને !
પિયુષે ગાડી બહાર કાઢી ! ગાડી માં પાંચ-છ જણ ગોઠવાઈ ગયા , ગાડી મોટી હતી નવ ની કેપેસિટિવાળી પરંતુ લીધા પાંચ-છ ને જ ! એક સીટ આખી દાદા માટે હતી , દાદા ને સુવડાવવા બારી પાસે , કાચ ખુલ્લો રાખી ને ! તો જ દાદા ને ખુલ્લી હવા મળે અને રાહત થાય ! ગરમા-ગરમ ગાઠિયા ની સોરમ મળે ! ગાડી સ્ટાર્ટ થઈ , બધા પહોચ્યા કે.કે સ્વીટ માર્ટ ! ત્યાં પહોંચી ને 2 મિનિટ માટે દાદા ને રાખ્યા ખુલ્લી હવા માં , જેથી કરીને દાદા ને ગરમા-ગરમ ફાફડા ગાંઠીયા ની સુગંધ આવે ! તાજી હવા મળે ! સાયકો નો આજ મુખ્ય સાયકોલોજિકલ પ્લાન હતો !!
2 મિનિટ ગરમા-ગરમ ગાંઠીયા ની સુગંધ લઈ ને ગાડી સ્ટાર્ટ થઈ , દાદા ને ગરમા-ગરમ ફાફડા ની સુગંધ આપીને ,દાદા ને ગાર્ડન ફરતે ચક્કર મરાવીને ,પછી પાછી કે.કે.સ્વીટ માર્ટે પરત આવવા ! સાયકો ના પ્લાન મુજબ આ રીતે એક વખત ફાફડા ની સુગંધ , એક વખત ગાર્ડન ની શુદ્ધ હવા એ રીતે 3 થી 4 વખત કરવાનું હતું ! જેથી કરીને દાદા ને ઝડપ થી શુદ્ધ હવા- સુગંધ મળતા- ઝડપ થી શુદ્ધિ આવે !આ રીતે પહેલો પ્રયાસ, પહેલો પ્રયત્ન,પહેલુ ચક્કર પુરુ થયું ! બધાની નજર દાદા ઉપર, શું કોઈ સળવળાટ થાય છે કે કેમ ? ઘરે થી નીકળ્યા ત્યારે દાદા ના ધબકારા અન ઈવન ધબકતા હતા , પેલા ચક્કર પછી થોડા નોર્મલ થયા હોય એવું બધા ને દેખાયું !
બીજું ચક્કર સ્ટાર્ટ થયું ! પાછા બીજા ચક્કર ને અંતે દાદા ની નોર્માલીટી વધી ગઇ હોય એવું દેખાવા લાગ્યું ! બધા નો ઉત્સાહ બેવડાયો હોય એવું દેખાવા લાગ્યું ! બધા એકી સાથે બોલ્યા , સાયકો ની થીયરી કામ કરી જશે એવું લાગે છે દાદા નોર્મલ લેવલે આવતા જાય છે ! અને આ રીતે ત્રીજું ચક્કર પણ પુરુ થયું અને ચોથું ચક્કર ચાલુ થયુ ! ચોથા ચક્કર ને અંતે ગાડી ઊભી રહી ,પ્લાન મુજબ ! કે.કે. સ્વીટ માર્ટ સામે , ગરમા-ગરમ ફાફડા ગાંઠિયા ની સુગંધ લેવા કે પછી દાદા ને આપવા ?!
કે.કે.સ્વીટ માર્ટ વાળો કાંતિ કંદોઈ આ જોઈ ને આશ્ચર્ય પામ્યો અને બોલ્યો ,શું પિયુષ ભાઈ કેટલા ગાંઠિયા બાંધી આપું આ ચક્કર ઉપર ચક્કર મારો છો , તો શું છે કઈ ? અને આ બધા ના મોઢા ટેન્સન માં કેમ લાગે છે ? અને બીજું , પિયુષભાઈ તમે કે તમારો દીકરો ત્રણ દિવસ થી મારે ત્યાં થી ફાફડા લેવા આવ્યા નથી તો શું કઈ પ્રોબલ્મ છે? દાદા ની તબિયત તો સારી છે ને ? કાંતિ કંદોઇ એ સવાલો ઉપર સવાલો પિયુષભાઈ ને પૂછી નાખ્યા ! પિયુષ ભાઇ બોલ્યા, હાલો આપણે નીચે ઉતરીને કાંતિ કંદોઈ ને પરિસ્થિત થી વાકેફ કરીએ , અહી ગાડી માં બેઠા , બેઠા રાડો પાડવાનો કોઈ મતલબ નથી ! બધા નીચે ઉતરીને કે.કે પાસે ગયા પૂરી વિગત સમજાવવા !
કે.કે પૂરી વિગત થી વાકેફ થતાં બોલ્યો, હું જલારામ બાપા ને પ્રાર્થના કરીશ કે પવન દાદા ને જલ્દી સારું થઇ જાય ! હજુ તો કે.કે. પ્રાર્થના કરવાનું બોલ્યો ત્યાં તો...... ગાડી માથી કોઈક નો અવાજ આવ્યો.... અલ્યા કાંતિ ! ગરમા-ગરમ ફાફડા નો ઘાણવો ઉતરે છે તો તેમાથી ગાડી માં ખાવા 300 ગ્રામ જલ્દી-જલ્દી આપી દે ! અને બીજા 500 ગ્રામ ઘર માટે ખાવા બાંધી આપ !!!
અવાજ ની દિશા માં કાંતિ કંદોઈ , પિયુષ તથા તેના સગાઓએ જોતાં......પવન દાદા ગાડી માથી મોઢું બહાર કાઢી ને ગરમા-ગરમ ફાફડા નો ઓર્ડર આપતા હતા ! કાંતિ કંદોઈ, પિયુષ તથા સૌ સગાઓ દિગ્મૂઢ
બની ગયા ! આશ્ચર્ય થી ! સૌ દાદા ની સામું જોઈ રહ્યા , અવાચક નયને ! દાદા બોલ્યા, હાલો , જલ્દી કરો બધા , પહેલા આપણે અહીંયા ગાંઠિયા ખાઈ લઈએ અને પછી ઘરે જાઇ ને બીજી પ્લેટ ખાવાની છે ,ચા ની સાથે !
કાંતિ કંદોઈએ ગાડી માં ખાવા 300 ગ્રામ ફાફડા ગાંઠિયા ગરમા-ગરમ આપતા બધા ગાંઠિયા ને ઝડપ થી ન્યાય આપવા લાગ્યા ! દાદા નું દર્દ ગાંઠિયા ની પાર્ટી માં થોડો સમય માટે ભૂલાય ગયું ! પાર્ટી પૂરી થતાં 500 ગ્રામ બંધાવેલા ગરમા-ગરમ ફાફડા લઈને ગાડી ઉપડી ઘર તરફ ! રસ્તા માં પવન દાદા ને બનેલી બધી વાત થી વાકેફ કરતાં પવન દાદા બોલ્યા, પહેલા બધા મને એ વાત નો જવાબ આપો કે આ ત્રણ દિવસ થી ગરમા-ગરમ ફાફડા ખાવા માથી કોને મને વંચિંત રાખ્યો હતો ?! આ બધી રામાયણ એમાં જ સર્જાંણી હતી , સાચું કહું ને તો , હવે બીજી વખત આવી ભૂલ , કોઈ ન કરતાં સમજ્યા ! કોઈ કઈ બોલી શકયું નહીં દાદા ની સામે ! બધા અવાચક ! શું બોલવું ? શું ન બોલવું ? ત્યાં ગાડી પરત ઘરે પાછી ફરી ,અલબત, સાજા સારા દાદા ને લઈ ને !
ઘર આવતા જ બધા પવન દાદા ની જય, પવન દાદા ની જય બોલાવા લાગ્યા ! કુટુંબી જનો તથા ઉપસ્થિત સગા-વ્હાલા અને આડોશી-પાડોશી નું મોટું ટોળું જે પવન દાદા ના ઘર પાસે જમા થયું હતું તે આ બધી ચમત્કારિક ઘટના જોઈ ને સ્તબ્ધ બની ગયું ! બધા દાદા ને અંતિમ યાત્રા એ લઈ જવા ની તેયારી સાથે આવ્યા હતા ! બધા દાદા ની આ અનોખી ઘટના ના સમાચાર સાંભળી , આનંદ વ્યક્ત કરી મોટાભાગના પોત-પોતાના ઘરે જવા રવાના થયા ! સાયકો ની અદભુત સાયકોલોજીએ કમાલ કરી હતી !
બધા સાયકો ના બે મોઢે વખાણ કરવા લાગ્યા , પરંતુ સાયકો ગુમ-સુમ , કોઈ સાથે બોલે નહી , ચાલે નહીં બધાએ સાયકો ને ઢંઢોળ્યો બેટા , શું વિચાર કરશ ? આટલું મોટું તે ખુબજ સરસ કામ કર્યું હોવા છતાં તું કેમ ગુમ-સુમ છે ? ત્યાં જ સાયકો વિચાર સ્મૃતી માંથી બહાર આવતા બોલ્યો , હું આ વાત આવતીકાલે સ્કૂલે જઈશ ત્યારે મારા ટીચર શ્રી , પ્રિન્સીપાલ શ્રી તથા મારા વિધાર્થી મિત્રો ને કહીશ તેમજ દરેક નો સાથ સહકાર લઈને એક ઠરાવ પસાર કરવા વિનંતી કરીશ કે વરસ માં એક વખત – જે રીતે બધા દિવસો ઉજવવા માં આવે છે જેમકે ફાધર્સ ડે,મધર્સ ડે, વેલેન્ટાઈન ડે , પર્યાવરણ ડે વગેરે, વગેરે , વગેરે તે રીતે પુરા ગુજરાત માં ‘ફાફડા ડે’ ઉજવવા માં આવે ! મને આશા છે કે બધા નો સાથ સહકાર મને પૂરતો મળી રહેશે તેમજ ગુજરાત વિધાનસભા માં મારૂ આ બિલ 182/0 મત થી સર્વાનુંમતે પાસ થશે ! તમે જો , જો , બધા ! 12 વરસ ના સાયકો ની કમાલ ની સાયકોલોજિકલ બુદ્ધિ , નવા વિચાર , નવી થીયરી થી ઉપસ્થિત તમામ સાયકો ઉપર ઓળ-ઘોળ બની ગયા અમુક લોકો મનોમન બોલી ઉઠ્યા , આ આપણી નવી ઊગતી પેઢી ને અને તેની કુતૂહલતા ને તેમજ તેની અસામાન્ય સંશોધન વૃતિ ને આપણે પુર્ણ રીતે માન આપવુ જ જોઈએ , જો ખરેખર આપણે પુર્ણ વિકાસ , નવો અભિગમ પ્રાપ્ત કરવો હોય અને દેશ ને 21 મી સદી માં લઈ જવો હોય તો !!!
આ રીતે ફાફડા ની કમાલ વાર્તા અહિયાં પૂરી થાય છે- સૌને જય જલારામ, જય ગુરુદેવ સાથે !!!

લિ. બિપિન આઈ. ભોજાણી ( હળવી હાસ્ય કથા તથા કટાક્ષ કથા ના લેખક )

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED