Kanna labkara books and stories free download online pdf in Gujarati

કાનના લબકારા (બજેટ સત્ર)

દર્દી: સાહેબ આ કાન લબકારા મારે છે , કઈ લબકારા મારે છે રહેવાતું નથી , સાહેબ રહેવાતું નથી !
ડોક્ટર :કાન ચેક કરીને ,તમારા બંને કાન નોર્મલ લેવલ ઉપર કામ કરી રહ્યા છે કોઈ દેખીતો પ્રોબ્લમ દેખાતો નથી ! મને લાગે છે કે તમને કોઈ માનસિક પ્રોબ્લમ હોય એવું લાગે છે !
દર્દી : શું સાહેબ તમે પણ ! હું સીધો જ માનસિક ડોક્ટર પાસેથી તમારી પાસે આવ્યો છું તેને જ મને તમારી પાસે મોકલ્યો છે !
ડોક્ટર : પરંતુ ભાઈ મે તમારા બંને કાન વ્યવસ્થિત ચેક કર્યા છે કોઈ પ્રોબ્લમ દેખાતો નથી ખોટા પ્રોબ્લમ ઊભા કરીને હું થોડી તમારી સારવાર કરું ! અચ્છા તમે એક કામ કરો તમને માનસિક ડોકટરે શું કહ્યું ?
દર્દી : સાહેબ એને મને બધી રીતે ચેક કરીને પછી કહ્યું , તમને કોઈ માનસિક પ્રોબ્લમ છે નહીં , પરંતુ તમારા કાન લબકારા મારે છે તો તમે કાન ના ડોક્ટર પાસે જ પહોચી જાવ એજ સારું રહેશે એટલે હું તમારી પાસે આવ્યો .
ડોક્ટર :આવું તમને ક્યારથી થાય છે ? કોઈ એવો સમય કે જયારે તમારા કાનના લબકારા વધી જતાં હોય?
દર્દી : હા ચોકકસ સાહેબ એવા સમયે જ આ લબકારા વધી જાય છે બાકી તો બંને કાન નોર્મલ લેવલે જ હોય છે !
ડોક્ટર : એવો કોઈ ચોકકસ સમય બતાવશો કે જ્યારે તમારા કાનના લબકારા વધી જતાં હોય ?
દર્દી : ખાસ તો સાહેબ ઇલેક્શન નો સમય નજીક આવે છે ત્યારે કાનના લબકારા વધી જાય છે અને ખાસકરીને આ લોકો જાણે મોટા જાદુગરો હોય એવાં વચનો આપે છે ત્યારે! દેશમાં આમ થઈ જશે તેમ થઈ જશે પછી જાદુઈ વચનના જોરે સરકાર બને છે, પછી નાણાં પ્રધાનની નિમણૂક થાય છે,પછી બજેટ આવે છે , બજેટ પછી દરેક નાણાં પ્રધાન કહે છે મારી પાસે કોઈ જાદુઇ લાકડી નથી કે હું રાતોરાત દેશની કાયા પલટાવી શકું ! આવું દરેક નવી સરકારો ના નાણાપ્રધાનો બજેટ પછી બોલે છે આ સાંભળી , સાંભળી ને ખાસ કરીને બજેટ પછી ના અરસામાં અને ઇલેક્શન પહેલાના પ્રચારના અરસામાં મારા કાન સખત લબકારા મારે છે !!
ડોક્ટર : એટલે જ હું તમને કહેતો હતો કે તમને કઇક માનસિક પ્રોબ્લમ છે , કાન માં કઈ નથી !
દર્દી :વાહ સાહેબ , વાહ ! આ વસ્તુ આવા સમયે જ બને પછી નોર્મલ થઈ જાય એને શું માનસિક પ્રોબ્લમ કેહવાય ? દૂ:ખાવો તો કાન માં થાય છે પછી ભલે તે આવા સમયે જ થતો હોય !
ડોક્ટર : તમે એક કામ કરો આવો સમય જયારે આવે ત્યારે તમારે કાન તથા મગજ ને સંપૂર્ણ આરામ આપવો એ લોકો શું બોલે છે એ સાંભળવું નહીં અને એ લોકો શું કરે છે તે પણ ધ્યાન માં લેવું નહીં આ બધી પોલિટિક્સ ની રૂટિન પ્રોસેસ હોય છે જે છેલ્લા પંચોતેર વર્ષ થી ચાલી આવે છે એટલે તમારે કાન અને મગજ બંને ને બાજુએ મૂકી ફક્ત આંખ થી સાક્ષી ભાવે જોયા કરવાનું આ રીતે કરશો એટલે તમારો પ્રોબ્લમ કાયમ માટે સોલ્વ થઇ જશે સમજ્યા ? હવે તમે જઈ શકો છો.
તમે એક બિલકુલ નોર્મલ વ્યક્તિ છો તમને નખમાય રોગ નથી તો પછી કાનમાં અને મગજ માં તો ક્યાથી હોય ?
દર્દી : વાહ સાહેબ વાહ ! આ તમે તો થ્રી ઈન વન ટાઇપ ના ડોક્ટર છો ! એક તો કાન ના ,બીજા મગજ ના અને ત્રીજા આર્થિક બાબતોના ! યૂ આર જીનીયસ સર જીનીયસ ! પરંતુ .....
ડોક્ટર : હવે શું બાકી રહયું છે આ પરંતુ ! જલ્દી બોલો !
દર્દી : હવે જાણે તમારી બધી વાત સાચી છે પરંતુ આ બધુ કર્યા પછી આ સાક્ષીભાવે આંખ થી જોયા કરવાથી મારી આંખમાં તો કઈ પ્રોબ્લમ નહીં થાય ને ?
ડોક્ટર : હવે તમારે અહીથી જવું છે કે નહીં ? હવે ભાઈસાબ તમે અહીથી જાવ , નહીં તો પછી મારે કોઈ સારા મગજ ના ડોક્ટરને બતાવવું પડશે તમે જાવ યાર અહીથી જલ્દી જાવ !!!
દર્દી : થેન્ક યૂ ડોક્ટર , બાય,બાય !!
ડોક્ટર: આહ ,આહ, આહ... પાણી નો શિશો મોઢે માંડતા ,માંડતા હા , હા ભાઈ, ભાઈ !! આહ ,આહ, આહ...એમ કહી ડોક્ટર પાણી નો પૂરે પૂરો શિશો ઘટઘટાવી ગયા !! અને દર્દી હોસ્પિટલ માથી રવાના થયો !!
લિ. બિપિન આઇ ભોજાણી ( ચમકાઓ 32 સ્ટાર્સ પુસ્તક ના લેખક.)
તથા મૌલિક ભોજાણી (B.E. Mechanical)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED