Revenge Prem Vasna Series 2 books and stories free download online pdf in Gujarati

રિવેન્જ - પ્રકરણ - 41

રિવેન્જ પાર્ટ 41

અન્યાનો જીવ એનો પ્રેતાત્મા કોલકોતા પહોંચી ગયો હતો એ પહેલી જ મહાકાળી મંદિર.. રામકૃષ્ણ મઠ આવી ગઇ હતી એની આંખમાંથી આંસુ વહી રહેલાં.. એને સમજાતું નહોતું કે શું કરું ? માં પાસે જવું છે. મુક્તિ નથી માંગવી કંઇક અલગજ માંગવુ છું... માં પાસે જવું કેવી રીતે ? મઠ પાસે આવીને તરત જ જાણે એની બધી જ શક્તિ હણાઇ ગઇ હતી એને કોઇ જ જોઇ શકતું નહોતું એનું પ્રેત મઠનાં દરવાજા પાસે આવી ગયું એ પ્રેત સ્વરૃપે માં ને આજીજ કરી રહી હતી કે માં મારી મદદ કરો એ પ્રેત સ્વરૃપે પણ ખૂબ કરગરી રહી હતી.

રામકૃષ્ણ મઠ અને વિશાળ કાળી મંદિર.. મંદિરની ભવ્યતા જોઇને શીશ નમી જાય.. ત્યાંની પવિત્ર ભૂમિમાં પ્રવેશ કેવી રીતે મેળવવો. અન્યા બે હાથ જોડીને માંને આજીજી કરી રહી. જીવતાં જીવંત તે છેક અંદર જઇને દર્શન કરતી અને આજે.. આજે એ વિવશ થઇને ઉભી છે. એણે માં ને કહ્યું. "મારો ભવ તો ભલે બગડ્યો પણ પ્રેતયોનીમાં પણ રહીને હું અધૂરા કામ પૂરા કરવા માંગુ છું માંને શક્તિ આપો મને મદદ કરો...

અન્યાનો જીવ પ્રેત સ્વરૃપે માં મહાકાળીને પ્રાર્થી રહ્યો છે અને ત્યાંજ મઠની અંદરની કોઇ સાધુનો અવાજ આવ્યો.. એણે અન્યા તરફ જોઇને કહ્યું "ઐય.. તું આમ ચંડીકે સામે ઉભી ઉભી શું ગણ ગણે છે. અન્યાની નજર એ સાધુ તરફ પડી.

અન્યાએ જોયું કે એક મોટી શીખા-વાળા મોટી દાઢી મૂંછ અને વિશાળ આંખો વાળો કોઇ સાધુ એને જ બોલાવી રહ્યો છે એને થયું એ મને જોઇ શકે છે... એ મને જોઇ શકે છે એ એકદમ આનંદમાં આવી ગઇ એણે માંનો આભાર માન્યો અને પલકારામાં સાધુ પાસે આવી ગઇ અને પ્રણામ મુદ્રામાં ઉભી રહી.. પેલાં સાધુએ કંઇક ત્રાટક કર્યું અને પછી પાણીનાં છંટકાવ કર્યા પછી કહ્યું. "ચાલ મારી પાછળ પાછળ આવ.. અન્યા કંઇ બોલવા ગઇ તો કહ્યું "મને ખબર છે બધી બસ તું મારી પાછળ પાછળ આવ કોઇ બોલ્યા વિના.. પેલો સાધુ આગળ ચાલતો રહ્યો અન્યા પાછળ પાછળ ... સાધુ ઘણું આગળ ચાલ્યો મઠની છેક પાછળનાં ભાગમાં જાણે કિલોમીટર ચાલી ગયા હોય એવું અન્યાને લાગ્યું. પાછળનાં ભાગે માં ગંગા વહી રહી છે ત્યાં બેલૂરમઠની પાછળનાં મોટાં સુંદર અને સ્વચ્છ ઘાટ પર પહોચ્યો.. ત્યાંથી થોડેક આગળ નાની ઝૂંપડી જેવું હતું. એમાં સાધુ નીચો નમીને અંદર પ્રવેશી ગયો અને પછી અંદર બેસીને અન્યાને કહ્યું "બોલ કેમ આવી છું શું કામ છે તારે ? તું તો જન્મે પરધર્મી છું તો માં નાં આંગણે કેમ આવી છે ?

અન્યાએ રડતી આંખે કહ્યું "બાબા મારી મદદ કરો તમે મને જોઇ શકો છો વાત કરો છો હું સમજી ગઇ છું કે તમને માં એજ આદેશ કર્યો છે... ભલે હું પરધર્મ કુટુંબમાં જન્મી હોઊં પણ હું માં કાળીને ખૂબ ભજુ છું. આ જન્મ પ્હેલાં ચોક્કસ માં પાસે હોઇશ.. હવે પછી પણ માં પાસે જ રહીશ પેલા સાધુએ કહ્યું "બસ થોડીવાર શાંત થઇ જા એમ કહીને એણે આંખ બંધ કરીને ધ્યાન અવસ્થામાં ચાલ્યા ગયાં.

અન્યાનું પ્રેત સાધુની સામે અપેક્ષા અને આશા સાથે જોઇ રહી હતી. થોડીવાર પછી સાધુએ આંખો ખોલીને બોલ્યાં એય છોકરી મેં તારો આ જન્મનો શું ત્રણ જન્મોતો ઇતિહાસ જાણી લીધો છે. બોલ તારે શું મદદની જરૂર છે ? હું તને મદદ કરીશ. પણ એક શરત છે કે તારું નિર્વાણ પણ અહીં જ અને મારી હાજરીમાં જ થશે. બોલ તું...

અન્યાએ ખુશ થતાં કહ્યું "ભલે મારે મંજૂર છે પરંતુ આ પ્રેતયોનીમાં ગયાં પછી પણ મારી અતૃપ્ત ઇચ્છાઓ અને માંને સમર્પિત સામે ચઢીને થયા પછી અમુક શક્તિઓ રહી છે પણ મને એવી શક્તિ -સિધ્ધિની જરૂર છે કે હું ઇચ્છું એ મને જોઇ શકે.. એની સાથે સંવાદ અને શારીરિક ચેષ્ઠા પણ કરી શકું ભલે હું લાગણીથી અનુભવું નહી. પણ મારાં કાર્ય કરવા માટે મને બધું જ ઉપલબ્ધ થઇ રહે. અને પ્રેતયોનીનાં બીજા પ્રેત સામે પણ મને સંપૂર્ણ સંરક્ષણ અને શક્તિ મળે.

સાધુતો અન્યાની માંગણીઓ સાંભળીને હસવા લાગ્યા અને કહ્યું તું તો જીવીત માણસ જેવી માંગણીઓ કરે છે જે શક્ય નથી તારું ખોળીયું જ રહ્યું નથી તારી પાસે અત્યારે પ્રેતયોનીનું શરીર છે જે સ્વયંભુ શક્તિથીજ સંચાલિત થાય છે. અધૂરી વાસના -ઇચ્છાઓને કારણે જ પ્રેતયોનીમાં પ્રવેશ થયો છે.

અન્યાએ કહ્યું "તમે જ મારાં ગુરુ છો, માં એ તમને જ સંકેત-નિર્દેશ આપ્યો છે મારી મદદ માટે. તમે મારી મદદ કરો તું તમારી દરેક શરત માનવા તૈયાર છું. મારે મારી કોઇ ઇચ્છા કે સુખ નહીં પણ.... મારે... હું એક અબળા છું મારાં ઉમર મારી ઇચ્છા વિરૃધ્ધ બનાવટથી દગો દઇને બળત્કાર થયા છે જુલમ થયાં છે મેં મારું શિયળ લૂટાવ્યું છે મારે એનો બદલો લેવો છે મને શક્તિ આપો. મારી મદદ કરો. સામે જે શરત હોય હું કબૂલૂ છું. મારી પાસે ખોળીયું નથી પણ જે પ્રેત શરીર છે એમ હું મારી ઇચ્છા મુજબ દર્શાવી શકું. અનુભવી શકુ ઉપયોગ કરી શકુ મારી કોઇ એવી વાસના નથી પણ જે પીશાચો અને નરાધમોએ મને પીંખી છે એમનો બદલો લેવો છે એ લોકોનો જીવ લઇને આસાન મૃત્યુ નથી આપવું પણ જીવીતની જેમ વર્તી... સામે રહીને તડપતાં તપડપતાં મારવા માંગુ છું. મારો બદલો પુરો થશે અને હું તમારાં શરણમાં આવી જઇશ તમારી હાજરીમાં મારુ નિર્વાણ સંપૂર્ણ થશે.

ગુરુજીએ કહ્યું ? જો જીવ સાંભળ તારું નિર્વાણ થતાં પહેલાં હું માં કાળીની સાધના.. અઘોરી સાધના માટે તારાં જીવનો ઉપયોગ કરીશ બોલ મંજૂર છે ? મારી સિધ્ધી મને પ્રાપ્ત થાય પછી જ તારું નિર્વાણ કે છૂટકારો થશે.

અન્યાએ કહ્યું "તમે મને આ સિધ્ધી શક્તિઓ આપો મને તમારી બધી જ શરતો મંજૂર છે. હું તમારાથી છૂટકારો નહીં માંગુ..

ગુરુજી "મારું નામ અધોરનાથ છે અને આ મઠનો અઘોરી પંથનો આચાર્ય છું મારાં પર માંની સીધી કૃપા છે. અઘોરી વિદ્યામાં તારાં જીવનને ખૂબ તાપીશ તને પીડા થશે તું છૂટવા માટે તરફડીયા મારીશ પણ તને છોડીશ નહીં વિચારીને બોલ- તારાં આત્માને પૂછીને જવાબ આપ.

અન્યાએ પળને વિલંબ કર્યા વિના કહી દીધું. ગુરુજી મને.. મને મંજૂર છે મને મારી કાળી અને તમારાં ઉપર પૂરો ભરોસો છે ભરોસો મૂક્યા વિનાં હું સિધ્ધી પણ કેવી રીતે પ્રાપ્ત કરીશ ? મને બધું જ મંજૂર છે ગુરુદેવ.... આશિષ આપો. આદેશ આપો.

અઘોરનાથે કહ્યું "પણ આ જન્મે તું પરધર્મી હતી તું ખ્રિસ્તી કુટુંબમાં જન્મ લીધેલો છે તો તું એ પંથની જે શક્તિઓ હોય એનાંથી હોંશિયાર રહેજે ત્યાં પણ કાળાજાદુ ઘણાં થાય છે તને હું ચેતવી રહ્યો છું.

અન્યાએ પૂરા વિશ્વાસ સાથે કહ્યું "ગુરુજી આ જીવ આ આત્મા... આ પ્રેત તમારાં શરણમાં આવ્યો છે હવે પરધર્મી-વિધર્મ કે આ ધર્મ કંઇ જ નથી રહ્યું મારામાં હું બસ તમારી શિષ્યા.... તમારો પ્રેતાત્મા અ મારી માં નાં શરણમાં આવી છું મને કોઇ બીજા વિચાર કે શક્તિઓનો ડર ના બતાવશો હું નહીં ડરું બસ આશીર્વાદ આપો.

ગુરુ અઘોરનાથ ખૂબ રાજી થયાં એમણે કહ્યું" તારાં વિશ્વાસની પરીક્ષા લઇ રહેલો પણ તને આટલી શ્રધ્ધા છે તો તને કોઇ મુશ્કેલી નહીં આવે. તને હું તારી જોઇતી બધી જ શક્તિ અને સિધ્ધી આપું છું. અને તે તારાં નિર્વાણ થવાનાં સમય સુધી જ રહેશે. એમ કહીને અન્યાને બહાર લઇને આવ્યા ત્યાં દૂર સ્મશાનનાં લઇ ગયાં ત્યાં બળેલાં શબ પર બેસી ગયાં અને મોટે મોટેથી મંત્રોચ્ચાર કરવા લાગ્યા. એમનાં મંત્રોચ્ચારનાં વિશાળ પડધા છેક ઘાટ સુધી સંભળાતાં હતાં.

ગુરુજીએ બળતાં શબની રાખ અગ્નિમાં હાથ નાંખીને કાઢી અને અન્યાનાં પ્રેતશરીર પર ચોપડી દીધી આખું શરીર કપાળથી પગ સુધી સ્મશાનની રાખથી જાણે લીંપી દીધું. અને અન્યાને બળતા શબ પર બેસાડી દીધી.... અન્યાને કંઇ અનુભવાતું નહોતું એની ચારે બાજુ ભડભડ અગ્નિ સળગી રહેલો.

અને અંતે ગુરુજીએ એને બહાર કાઢીને એનાં કપાળ પર હાથ રાખીને મંત્રોચ્ચાર કર્યા અને ખૂબ મોટેથી હાંક મારી... અને જાણે ધરતી ઘણ ધણી ઉઠી.

અન્યાનું પ્રેત પણ થથરી ગયુ અઘોરનાથે કહ્યુ "જા તું મુક્ત છે તારામાં સિધ્ધી શક્તિ પ્રવેશી ગઇ છે તારાં કર્મો સિધ્ધ કર તને કોઇ પરેશાની નહીં થાય અને અંતે મારી પાસે પાછી આવી જઇ. અને સાંભળ એક ખાસ વાત... તારાં પ્રેમી પાસે.. આ શરત છેલ્લે કીધી.

પ્રકરણ-41 સમાપ્ત.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED