રીવેન્જ - પ્રકરણ - 33 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

રીવેન્જ - પ્રકરણ - 33

પ્રકરણ-33

રીવેન્જ

સલીમે કીધું "યસ સર, માઇકલ અને ફ્રેડી મેમ પીવાનાં અને... મૂડમાં હતાં. અન્યા મેમ ખૂબ પરેશાન હતાં એમણે કહ્યું હું મારાં ડેડને ફોન કરું મેં કહ્યું "મેમ હું મૂકી જઊં છું એટલે માઇકલ પાસેથી ચાવી લઇને હું મૂકવા ગયેલો પછી કાર સરનાં બંગલો મૂકીને સીધો ઘરે ગયો પણ શું થયું ? સર ?

હીંગોરીએ દાત કચકચાવતાં કહ્યું "ઓકે કંઇ નહીં પછી વાત પણ તું ક્યાં છું ? સલીમે કહ્યું "સોરી સર મારી અમ્માને અહીં દવાખાને લઇને આવેલો હવે ઘરે મૂકીને સ્ટુડીયોજ આવું છું મને કાસમે કહેલું તું પરવારીને આવ હું અહીં સંભાળી લઇશ.

હીંગોરી બગડયો "તમારે અંદર અંદર બધું સમજી લેવાનું મને નહીં કહેવાનું ? અને ત્યાં સ્ક્રીન પર રોમેરેનો ફોન આવ્યો એણે સલીમની વાત કાપીને રોમેરો સાથે ફોન કનેક્ટ કર્યો. રોમેરો કહે "કયારનો ક્યાં ફોન ચલાવે અહીં આવીજા તું ફટાફટ ગોરેગાવં પોલીસ સ્ટેશન પર હું રાહ જોઊં છું.

હીંગોરીએ કહ્યું "ઓકે આવું છું અને હીંગોરીએ ફોન મૂકીને અભિરથને પૂછ્યુ "અન્યા ક્યાં છે ? અભિરથતો આજે સાવ નર્વસ હતો એણે કહ્યું "અરે અન્યાને તો મેં આજે જોઇ જ નથી એનો પહેલીવાર અવાજ નીકળ્યો.

હીંગોરી ભડક્યો એણે કહ્યું "અરે તું સીનીયર આર્ટીસ્ટ ના હોત તો મેં તને... તારી સાથે તો આખો સીન મેં એની સાથેનો શુટ કર્યો છે અને ... છોડ તારું આજે ઠેકાણે નથી મારે આર્ટીસ્ટ જ ચેન્જ કરવો પડશે માંડ તારાં 3-4 સીન હતાં આમ પણ ચાલ મારે મોડું થાય છે અને અકળાતો અન્યાને શોધતો એ કાર તરફ વળ્યો.

ગેટ પર રણજીતને સૂચના આપી કે અન્યાને જવું હોય તો હમણાં સલીમ આવશે જે એને કહે મૂકી આવે. હું અને નેલસન પોલીસ સ્ટેશન જઇને આવીએ. નેલસન ત્યાંજ છે મારી રાહ જુએ છે અને એણે કાળી BMW કાઢીને નીકળી ગયો.

અન્યા સૂક્ષ્મ સ્વરૃપે એની પાછળ જ હતી અને એની નજર ગાડી ઉપર પડી... ઓહ.. આ તો એજ કાર છે જેમાં પેલા ચાર જણાએ કીડનેપ કરી હતી.... ઓકે આ બધી આજ ટોળકી છે... સા...લા.. બા.. અને એણે હોઠ વચ્ચે આવેલી ગાળ દબાવીને કાર પાછળ ગઇ..

હીંગોરી BMW લઇને નીકળ્યો એ કારમાં એકલો જ હતો. રોમેરોનો ફોન આવ્યો અચાનક જ જવાનું થયું અને એણે ઉતાવરમાં BMW જ કાઢી.. સ્ટુડીયોમાંથી નીકળીને કાર મુખ્ય માર્ગ ઉપર આવી અને ટ્રાફીક પસાર કરતાં કરતાં એની કાર પોલીસ સ્ટેશન તરફ જઇ રહી હતી.

અચાનક હીંગોરીને થયું એની કારનું સ્ટીયરીંગ ભારે થઇ ગયું છે એણે ખૂબ પ્રયાસ કર્યો પરંતુ સ્ટીયરીંગ ફરે જ નહીં એનાંથી હોર્ન વાગી ગયો એણે જોયું કારની સ્પીડ એની મેતેજ વધી રહી છે એણે કલચ દબાવી બ્રેક મારવાની ખૂબ પ્રયાસ કર્યો કાર કંટ્રોલમાં જ નહોતી આવતી. એનાં કપાળે પરસેવો બાઝી ગયો ખૂબ ગભરાયો આ શું થઇ ગયું પણ પાછુ અચાનક સ્ટીયરીંગ ફરી ભારે થઇ ગયું અને એણે હોંશ કરી એને સમજાયું નહીં આમ એકાએક શું થઇ ગયું આગળની કાર સાથે હમણાંજ ભટકાઇ જાત હજી એનાં હૃદયનાં ધબકારા ખૂબ ઝડપતી ચાલી રહ્યાં હતાં એ ખૂબ ગભરાયેલો હતો. હવે પોલીસ સ્ટેશન માંડ અડધો કિ.મી. બાકી હતું ને ત્યાંજ ફરીથી એની કાર એકદમ સ્પીડમાં ચાલવા લાગી હીંગોરીનાં કંટ્રોલમાં જ ના રહી એ ખૂબ પ્રયત્ન કરવા લાગ્યો પણ સ્પીડ વધતી જ ચાલી પો.સ્ટેશનનીની બહાર રોમેરોની મર્સીડીઝ ઉભી હતી અને જાણે એનેજ ટાર્ગેટ કર્યો હોય એમ BMWનું સ્ટીયરીંગ એ તરફ ડાયરેકશનમાં થયું અને ખૂબ સ્પીડ સાથે મસીર્ડીઝ સાથે જોરથી ભટકાઇ એટલો મોટો ધડાકો થયો કે બધાં ભેગાં થઇ ગયાં અને રોમેરો સાથે પોલીસ સ્ટેશનમાંથી બહાર બધા દોડી આવ્યો.

રોમેરોએ જોયું એણે બૂમો પાડી ઓ ઓ ઓ મારી મર્સીડીઝ ઓહ નો.. પછી એની નજર પડી તો હીંગોરીની BMW બ્લેક કાર જ ભટકાઇ હતી એણે ગુસ્સામાં બૂમ પાડી હીંગોરી.. પણ હીંગોરી તો ખૂબ ડેમેજ થયેલો મર્સીડીઝની પાછળનો અને BMW ની આગળનો ભાગ સાવ ફુરચા ઉડી ગયાં હતાં હીંગોરી ખૂબ ધાયલ હતો.

પોલીસવાળા દોડી આવ્યા તાત્કાલીક એમ્બ્યુલન્સ બોલાવી અને બધાં કાર પાસે દોડ્યાં તો કારની હાલ તો સાવ ભંગાર થઇ ગઇ હતી.

પોલીસવાળાએ મર્સીડીઝની દશા જોઇ.. જોઇને થયુ આ કાર હમણાં કેવી ઉભી હતી અને અત્યારે ? BMW નજીક આવ્યા આગળનું બોનેટ સાવ ભટકાઇને બેડોળ થઇ ગયેલું. દરવાજાનો ભાગ આખો તૂટી ગયો હતો ચારે બાજુ કાચ વેરાયેલાં હતાં આગળનાં ફ્રન્ટ કાચ સાથે બધાં જ કાચનાં નાના નાનાં દાણાં થઇ ગયેલાં હીંગોરી ખૂબ લોહી લુહાણ હતો.... ઊંહકારા ભરતો હતો એ ગાડીનાં ડોરથી નીકળે એવો જ નહોતો. પોલીસવાળાએ ગેરેજવાળાને બોલાવી લીધો.

આજુબાજુથી દોડી આવેલાં માણસોનું ટોળી વળી ગયું બધાં પોત પોતાની રીતે પ્રયત્ન કરવા લાગ્યાં. પોલીસને મદદ કરવા લાગ્યાં.. થોડીવારમાં ગેરેજ વાળો આવ્યો એણે બધાંને હટાવ્યાં અને ગેસ કટરથી આખો આગળનાં ભાગ સાથે દરવાજો કાપ્યો પછી એમ્બ્યુલન્સ વાળાએ હીંગોરીને માંડ માંડ કાઢ્યો. એનાં પગમાં સખત વાગેલું અને થાપા પાસે તો માંસના લોચા લટકતાં હતાં છતાં અર્ધબેભાન અવસ્થામાં ઊંહકારા બોલાવતો હતો અને ત્યાં સાક્ષી બની ઉભેલો રોમેરો કંઇ સમજી જ ના શક્યો કે આ શું થઇ ગયું ? એને થયું માત્ર પાંચ મીનીટમાં આખો ખેલ ખેલાઇ ગયો. એમ્બ્યુલન્સ તાત્કાલીક સારવાર માટે હીંગોરીને એસ.આર.સી. હોસ્પીટલમાં લઇ ગયાં.

હીંગોરીને લઇ ગયાં બાદ ગોરેગાંવ પી.આઇ.એ રોમેરોને કહ્યું "તમને હોસ્પીટલ જવા સમય આપું છું પહેલાં તમે તમારાં મિત્રને જોઇલો પછી આપણે તમારાં સ્ટેટમેન્ટ લઇશું. બીજુ કે તમારાં મિત્રને ભાન આવે પછી હોસ્પીટલમાં જ એમનું સ્ટેટમેન્ટ લઇ લઇશું. એટલે તમે જઇ શકો છો તમારી સ્થિતિ સમજી શકું છું.

રોમેરોએ કહ્યું થેંક્યુ સર બટ મારે જાણવું છે કે તમારી પ્રાથમિક તપાસમાં શું આવ્યું છે ? આમ અચાનક મારાં સ્ટુડીયોનાં બે માણસ એક સાથે માઇકલ અને સીનીયર આર્ટીસ્ટ સુસાઇડ કેવી રીતે કરે ? એવું કોઇ કારણ જ નથી કે તેઓ સુસાઇડ કરે. હાં એ લોકો વચ્ચે મિત્રતા જરૂર હતી પણ... કંઇ સમજાતું નથી અને ગળે પણ ઉતરતું નથી.

પી.આઇ.એ કહ્યું જુઓ હજી તપાસ ચાલુ છે અને તમારાં સ્ટુડીઓ આવીને પણ બધાની જુબાની લેવાશે આતો સ્થળ પર શંકાસ્પદ રીતે ટ્રેઇન નીચે બે કચડાયેલા શબ મળ્યાં અને ટ્રેઇન નીચે એમનાં શરીર એવાં ચગદાયાં કે કોઇ રીતે ઓળખ શકય નહોતી પરંતુ રેલવે લાઇન પાસે તમારાં સ્ટુડીયોની કમ્પાઉન્ડમાં મોટાં મોટાં બાકોરાં છે ત્યાંથી રેલ્વે લાઇનની વચ્ચે મોબાઇલ -ચેઇન-રીસ્ટ વોચ અને પર્સ મળ્યા છે એનાં દ્વારા આલોકોની ઓળખ થઇ છે અને તમારાં સ્ટુડીયોમાંજ કામ કરતાં હતાં. એમની ચીજવસ્તુઓ અહીં જમા છે તમને રૂબરૂ બોલાવી ઓળખ કરાવાની હતી અને તમારાં સ્ટેટમેન્ટ લેવાનાં હતાં બીજુ કે શબની તપાસમાં પ્રાથમિક જાણવાં મળ્યું કે એલોકો ચિક્કાર દારૂ પીધેલો હતો.

બધી ડીટેઇલમાં ખબર પોસ્ટમોર્ટમ રીપોર્ટ આવે પછી જ પડશે અને ત્યારે તમને બોલાવીશું જાણ કરીશુ. એ લોકો વચ્ચે એવો કોઇ સંબંધ જરૂર હોવો જોઇએ જેનાંથી આટલી મોડી રાત્રે એ લોકો સાથે બેસીને આમ દારૂ પીતા હોય પછી અચાનક કંઇક બન્યુ હોવું જોઇએ કે તેઓ સુસાઇડ કરવાં પ્રેરાયા હોય કારણ કે ખૂન થયુ હોય એવાં સીમટન્સ નથી દેખાંતા છતાં કંઇ કહેવાય નહીં બધી આખરી તપાસ અને રીપોર્ટ થી જ સાચી ખબર પડે. રોમેરો તો વિચારમાં પડી ગયો કે આવું થાય જ કેવી રીતે ? પીઆઇએ કહ્યું જે હશે તે જાણ થઇ જશે તમે તમારાં મિત્ર પાસે જઇ આવો.

રોમેરોએ થેંક્સ સર કહીને જવા માટે ટર્ન થયો અને ત્યાં પી.આઇ.ની બરોબર બાજુમાં ઉભી રહીને અન્યા બંન્નેની વાતો સાંભળી રહેલી એને અદમ્ય આનંદ આવી રહોલો એણે રોમેરોને ટેક્ષી બોલાવી અંદર બેસી હોસ્પીટલ જતાં જોયો અને એ પણ નીકળી...

***************

"એય રાજ... રાજે જોયું કે અન્યા બંગલે આવી ગઇ છે એને અચરજ થયુ આમ એકદમ જ અન્યા બંગલે આવી ગઇ ના કોઇ ફોન મેસેજ અન્યાએ હૂંફ ભરી કીસ આપીને કહ્યું "રાજ લવ યુ કેમ છે પાપાને ? રાજે કહ્યું "એમનાં રૂમમાં છે સૂઇ ગયાં છે હવે ઘણું સારુ છે. પણ મારી ડોલ આમ તું અચાનક કેવી રીતે આવી ગઇ ? ના તારી કાર કે ટેક્ષી કોઇનો અવાજ અને એકદમ ? અન્યાએ કહ્યું "સરપ્રાઇઝ" અન્યાએ રાજનાં ગળામાં ચહેરો છૂપાવી લીધો.

પ્રકરણ -33 સમાપ્ત.

રેટ કરો અને રિવ્યુ આપો

Seema Shah

Seema Shah 8 માસ પહેલા

Parul

Parul 12 માસ પહેલા

Gordhan Ghoniya

Gordhan Ghoniya 2 વર્ષ પહેલા

Nitesh Shah

Nitesh Shah 2 વર્ષ પહેલા

Rajiv

Rajiv 2 વર્ષ પહેલા