રીવેન્જ - પ્રકરણ - 28 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રીવેન્જ - પ્રકરણ - 28

પ્રકરણ-28

રીવેન્જ

હીંગોરીએ લાઇટ, કેમેરા, એકશન એમ કીધું અને અન્યાએ એની જ સ્ક્રીપ્ટ હોય એવી રીતે પહેલીજ ડેબ્યુ ફીલ્મ હીટ ગઇ એનો ઇન્ટરવ્યુ આપ્યો હોય એવો એકદમ નેચરલ સીન આપ્યો. હીંગોરીએ આ શોટ ઓડીશનનો હતો એવું લાગ્યું જ નહીં રેગ્યુલર ફીલ્મનો શોટ લેવાયો હોય એમ એકપણ રીટેક વગર જ જાણે ફાઇનલ થઇ ગયો.

રોમેરો - હીંગોરી બધાં આશ્ચર્ય ચકીત થઇ ગયાં. અને તાળીયોનાં ગડગડાટથી અન્યાને વધાવી લીધી. રોમેરો અને હીંગોરીએ કટ કરીને શોટ ફાઇનલ ફીલ્માયા પછી અન્યા પાસે આવી કોન્ગ્રેચ્યુલેશન કર્યું "હીંગોરી બોલ્યો બેબી યુ આરી જીનીયસ સાચે જ તેં ખૂબ અનુભવી આર્ટીસ્ટની જેમ એકપણ ભૂલ - ગભરાયા વિના સરસ કોન્ફીડન્સથી શોટ આપ્યો. વેલ ડન.

રોમેરોએ ક્હ્યું "આખી સ્ક્રીપ્ટ તને વાંચવા મળી જશે પણ ઓડીશન જ આજે જાણે સીલેકશનુ અને ફીલ્મનો ભાગ બની ગયું સ્ક્રીપ્ટનાં પણ હીરોઇન પહેલીવાર ડેબ્યુ કરી પહેલીજ ફીલ્મ હીટ
આપીને ઇન્ટરવ્યુ આપે છે... કોન્ગ્રેચ્યુલેશનનાં વરસાદ વચ્ચે પાર્ટી થઇ રહી છે. અને પછી... ફલેશબેકમાં આખી ફીલ્મ બને છે કે આટલે પહોંચતા પહોંચતા એને કેવા કેવા અનુભવ-કપરી, કસોટીઓમાંથી પસાર થવું પડે છે. આ ફીલ્મી લાઇનમાં કાસ્ટીંગ કાઉચ, શોષણ અને કેવાં કેવાં ચહેરા મહોરા પ્હેરાં માણસો સાથે કામ પાર પાડવાનું હોય છે એની નગ્ન વાસ્તવિક્તા ઉપર આખી સ્ક્રીપ્ટ છે. એમ કહીને રોમેરો ખડખડાટ હસવા લાગ્યો.

હીંગોરીએ કહ્યું "આતો સાચું છે તું આપણા કેમ્પમાં ડેબ્યુ કરી રહી છે બાકી આ લાઇન ખૂબ બદનામ છે. ડગલે ને પગલે ગીધ વરુઓનો સામનો કરવો પડે છે. ત્યાંજ અન્યાનાં પર્સનલ નંબર પર સેમની રીંગ આવી. સ્પોટબોય સલીમે અન્યાને ફોન આપ્યો.

અન્યાએ એક્સક્યુઝ મી કહી બધાથી દૂર આવી ફોન ઉંચક્યો સામે સેમે હર્ષ અને દુઃખ જેવા મિશ્ર ભાવે વાત શરૃ કરી.. અન્યાએ કહ્યું "પાપા શું શું ? સેમે કહ્યું દીકરા ખૂબ મોટી નવાજૂની થઇ ગઇ છે. મારું અહીનું કામ ખૂબ પસંદ આવ્યું પણ રાજકારણીઓને હું ખૂબ નડ્યો. ખૂબ ઊચું પોલીટીક્સ રમાયું છે દીકરા મને આમ ઇન્ક્રિમેન્ટ અને આમ સજા જેવો ઓર્ડર થયો છે. મને કોલકત્તામાં પાછો ડિપોર્ટ કર્યો છે આખા વેસ્ટ ઇસ્ટનો વડો બનાવીને પાછો કોલકત્તા જ મોકલ્યો કાલ સવારથી જ ડ્યુટી પર હાજર થવાનુ છે. હું ઘરે બધી તૈયારી કરુ છું ખબર નથી પડતી કે તારી અહીં કેરીયર શરૂ થઇ અને મારે.... કંઇ નહીં જસ્ટ ઇન્ફર્મ કરી.

અન્યાએ કહ્યું "ઓહ પાપા એમ કેમ ? આ સારું કે ખોટું ? સેમ કહૈ મારે તો હાજર થવું જ પડશે. અહીં સિધ્ધાર્થ બધુ જોશે એ પણ ખૂબ નિરાશ છે પણ મારાં ડેઝિગ્નેશનથી ખુશ છે ઇન્ટર સ્ટેટ પોલીટીસમાં સેન્ટ્રલ ગર્વમેન્ટ નિર્ણય લીધો છે સરકાર સેન્ટ્રલની ખુશ છે પણ પોલીટીશીયન્યસ શું કરું પછી વાત તારું પછી વિચારીએ છીએ ડાર્લીંગ હું અને તારી મોમ બધી તૈયારી કરીએ. માસી અને માસા આજે રાત્રીની ફલાઇટમાં પાછા જવાનાં તું તારું શીડ્યુલ પતાવીને વ્હેલી ઘરે આવી જજે. પછી વધુ રૂબરૂમાં વાત.

અન્યાનું તો જાણે મગજ જ બંધ થઇગયું એણે ક્યું "પાપા ઠીક છે તમે તૈયારી કરો હું ત્યાં સુધી... મને કંઇ હવે સૂંજતું જ નથી પાપા.. હું રાજવીર સાથે વાત કરું.. એ પણ ટેન્શનમાં છે પણ આ વાત તો કરવી જ પડશે... એમ વિચારતાં વિચારતાં એણે રાજવીરને ફોન કર્યો.

"યસ ડાર્લીંગ ચાલુ રાખ રાજવીરે ફોન ઊંચકીને કહ્યું, અને એ ICU ની બહાર નીકળ્યો. અને અન્યાએ કહ્યું રાજવીર અચાનક જ પાપાની ટ્રાન્સફર થઇ છે કાલેજ ત્યાંની ઓફીસમાં હાજર થવાનું છે એમ કહીને વિગતવાર માંડીને બધી વાત કરી. રાજવીરે કહ્યું "ઓહ નો કંઇ નહીં પણ તું ચિંતા ના કર... હું પાપા સાથે વાત કરુ છું. અનુ એક વાત કહું ? જો પાપા પરમીટ કરે તો તું મારી સાથે જ રહેવા આવી જજે મારાં પાપાને સમજાવવાનું કામ મારું અને ... ઠીક છે તું નિશ્ચિંત રહેજો હું જ કરુ છું હવે બધુ તુ તારું ઓડીશન પતાવીને ઘરે પહોંચ અને ત્યાં સુધી બધું હું જ નક્કી કરું છું.... ચીલ માય જાન... એમ કહીને ફોન મૂક્યો.

હીંગોરીએ અન્યાને બૂમ પાડીને કહ્યું" અન્યા બીજો સીન રેડી આવી જા. પછી બીજુ આગળ આજનું શીડ્યુલ પુરો કરી લઇએ. અન્યા સખ્ત વિચારોનાં ભારમાં આવી આ બધું શું થઇ રહ્યું છે મારી જીદંગીમાં ? અને એ સેટ પર પાછી આવી સલીમને ફોન આપતાં સૂચનાં આપી કે કોઇ પણ ફોન આવે ચાલુ શુટીંગમાં પણ મને આપજે.

હીંગોરીએ અન્યાનાં ચહેરાં પર આંકાયેલી ચિતાની રેખાઓ જોઇને પૂછ્યું કેમ બેબી શું થયું ? અન્યા એ કહ્યું નથીંગ સર... ઇટ્સ ઓકે.... યુ પ્લીઝ સ્ટાર્ટ અવર સીન મને નેક્ષ્ટ ડાયલોગ્સ આપો અને સીન સમજાવો.

હીંગોરી અન્યાનો મૂડ અને કોન્ફીડન્સ પાછો ફરતો જોઇ ખુશ થઇ ગયો એણે પેપર્સ આપીને ડાયલોગ્સ સમજાવ્યા અને સેટ એ રીતે સ્ટાફને સેટ કરવા કહ્યું વધારાની ખબર કે સેટ પરથી હટાવી અને સેટ પર એકદમ અંધારું કરીને ફલેશ ફક્ત અન્યાનાં ચહેરા પર નાંખવા કહ્યું. ફીલ્મી પાર્ટી પછી પોતે બધું પામી ગઇ પછી એ નાંખવા કહ્યું ફીલ્મી પાર્ટી પછી એ અત્યાર સુધીની સફરનો નિચોડ મનમાં વિચારી રહી છે અને અનુભવો યાદ કરતાં એની પ્હેલી ફીલ્મ કરતાં પ્હેલાંની પળો યાદ કરીને ડાયલોગ બોલે છે. "યે ફીલ્મકી સક્સેસ મુઝે ઐસે હી નહીં મિલી હૈ મેરે રુપ સ્વરૂપ તન બદન કો મૈને ઇસ સફલતાકે યજ્ઞમેં ઝોંક દીયા હૈ ઔર હવસખોરોને મેરી બોટી બોટી કો ઉન્હોને ચૂસ લીયા હૈ યે શોહરત કે નજારે ઐસે હી ગદીશમેં નહીં હૈ યે પહેલે મેરી આત્માકો માર દીયા હૈ.... સુન લો સબ વાહ વાહ કરને વાલો આપકી વાહ મેં મેરી આહ છુપી હુઇ હૈ.. અને અન્યા શાંત થઇ ગઇ. હીંગોરીએ કટ કટ કહીને તાળીયોનાં ગડગડાટ સાથે આખો શોટ વધાવી લીધો. હીંગોરી-રામેરો - ફ્રેડી ત્થા અન્ય. સ્ટાફ દંગ રહી ગયાં કે નવી નવી આવેલી છોકરી આટલી મેચ્યોર એક્ટીંગ કેવી રીતે કરે છે ? અને ડાયલોગ્સ પણ કેવાં સરસ રીતે જાણે નાભીમાંથી અવાજ નીકળે છે.

ક્યાંય સુધી તાળીયોનાં ગડગડાટ થતાં રહ્યાં અને એ ગડગડાટમાં અન્યાનાં ફોનની રીંગો દબાઇ ગઇ. રાત્રીનાં 9 થઇ ગયાં બે શોટ આપતાં આપતાં. અન્યાએ હું સર આજનું શીડયુલ પુરુ ? હીંગોરીએ કહ્યું "બેબી બસ આજે એક લાસ્ટ સીન છે એ તારે બેડરૂમ સીન આપવાનો છે

અન્યાએ આશ્ચર્યથી પૂછ્યું બેડરૂમ સીન ? હીંગોરીએ હસતાં હસતાં કહ્યું "ડોન્ટ વરી એમાં એવું કંઇ નથી પણ આ ફીલ્મની અસલીયત બતાવવાની છે કે ઇન્ડસ્ટ્રીમાં કાસ્ટીંગ કાઉચ કેવી રીતે થાય છે કેવું શોષણ થાય છે એનો સીન અને ડાયલોગ્સ છે. પણ અહીં તો ફીલ્મી છે હકીકત થોડી છે ? સેટ તૈયાર થાય છે ત્યાં સુધી તું બ્રેક લે રીલેક્ષ થા.

અન્યાએ કહ્યું "ઇટ્સ ઓકે પણ પછી મારે ઘરે જવું પડે એમ છે તો જલ્દી પતાવો. રોમેરોએ કહ્યું "બેબી ટ્રાય કરીશું પણ શીડયુલ પ્રમાણે કામ તો પુરુ કરવું જ પડશે મેં આ સેટ પાછળ લાખોનો ધુમાડો કર્યો છે નહીંતર મારું તો નુકશાનો જાય એટલે આ આખો સીન થઇ જાય. પછી જ જવાશે એમ સ્પષ્ટ સીધું કહી દીધું.

અન્યા સમસમી ગઇ પણ શાંત અહી. એણે સલીમ પાસેથી ફોન લીધો અને જોયું રાજવીરનાં મીસકોલ છે એણે રાજવીરને ફોન કર્યો .. બીઝી આવ્યો એણએ ફરી ફીરી ટ્રાય કર્યો પણ સતત એંગેજ આવ્યા પછી એણે પાપાને બે ત્રણવાર કર્ય પણ એંગેજ આવ્યો. એને થયુ રાજવીર અને પાપા જ અંદર અંદર વાત કરતાં લાગે છે.

થોડીવાર પછી સેટ તૈયાર થયો હીંગોરીએ અન્યાને બોલાવી. બેડરૂમ સીન હતો. અન્યા અને ડાયરેકટરનાં રોલમાં કોઇ અભિરથ કરીને આર્ટીસ્ટ હતો. અન્યાને નાઇટી પહેરાવીને સેટ પર બોલાવી. નાઇટીની ડીઝાઇન એવી હતી કે જાણે પારદર્શી બધાં અંગો ડોકીયા કરતાં હતાં. અન્યા ચીઢાઇ પણ કંઇ ચાલ્યું નહીં અને વધારાનો સ્ટાફ નહોતો કેમેરામેન - હીંગોરી-રોમેરો ફ્રેડી અને અન્યાએ અભિરથ-સીન માટે અન્યાને કહ્યું તું સેક્સી અદાઓ કરીને અભિરથને લલચાવ, અને પછી અભિરથ હાથમાં ડ્રીંક લઇને અન્યાને પીવરાવે છે અને થોડાં સમયમાં લાઇટ સાવજ ધૂંઘળી થઇ જાય છે અને.... સીન ઓકે નથી થતો. પાછો રીશુટ માટે કેમેરા ચાલુ થાય ત્યારે અન્યાને ફરીથી ડ્રીંક આપવામાં આવે છે ત્યારે અભિરથની જગ્યાએ હીંગોરી હોય છે અને હીંગોરી અન્યાનાં અંગોને સહેલાવી જાય છે અન્યા બેશુધ્ધ થતી જાય છે. હીંગોરી લાઇટ્સ ઓફ કરાવે છે અને અન્યાની સાથે સીન સાચો જ ભજવાઇ જાય છે.

પ્રકરણ -28 સમાપ્ત.