Shikaar - 20 books and stories free download online pdf in Gujarati

શિકાર - પ્રકરણ ૨૦

શિકાર
પ્રકરણ ૨૦
"SJ કેટલે પહોંચ્યાં ..?" SD એ સવારમાં જ ફોન કરી લીધો..
"બસ! હવે દસેક મિનિટ માં નીકળીશું એવું લાગે છે.."
સંદીપભાઈ એ હસતાં હસતાં જવાબ આપ્યો,
"અરે! ભાભી ને ઉતાવળ ના કરાવશો કોઈ જલ્દી નથી દોઢેક કલાકનો તો રસ્તો છે અને આજે બીજું કાંઈ કામ કરવાનું પણ નથી જ... "
SD સમજી ગયાં એ જાણી સંદીપભાઈ ને થોડો ક્ષોભ થયો...
"ના બસ! હવે નીકળીએ એટલી જ વાર... "
"કાલાવાડ રોડ પર આવો એટલે કહેજો , પહેલાં ચોટીલા જઈશું આપણે પછી શાંતિ થી આવી જમીશું બેસીસું... "
ઝીણીબા ને મળ્યા પછી આમતો હાંશકારો થવો જોઇતો હતો પણ એને ઉત્પાત વધ્યો , કારણ પાછળ લખેલું વાક્ય.. આ બધાં પાછળ જે કોઈ હોય એ , એને એ પણ ખબર છે કે આ ફોટાનું એવું કોઇ મુલ્ય જ નથી કે જેનાં માટે પૈસા આપવા પડે , સાલું આવું તો ગણ્યાં ગાંઠ્યાં ને જ ખબર છે, એક ઝીણીબા બીજો શ્વેતલ...... શ્વેતલ.... શ્વેતલ માટે તો શંકાનું કોઈ કારણ જ ન હોય પણ એ છે ક્યાં....?
"કેમ ફોન હાથમાં પકડીને ઉભા છો પણ...?"
શ્વેતલે એ વખતે જ સોફા પર બેસતાં કહ્યું...
"તું જીવવાનો તો લાંબુ... "
હા હોં એ પાક્કી તમારા પહેલાં આપણી એક્ઝિટ નથી જ તમને ક્યાંય વચાળે મુકી ને નહી જાવ... "
"પાક્કુને શ્વેતલ!? " શ્વેતલ ઉભો થઈ SD ભણી જાય એ પહેલાં જ ગૌરીએ એનો ખભો દબાવ્યો..
"એ ય તમે બે ય કેમ આજ ઇમોશનલ અત્યાચાર પર ઉતરી આવ્યા છો? જૂવો હું તૈયાર પણ થઇ ગઇ ....."
"આ તારો પપ્પો... "
શ્વેતલ SD ને ભાગ્યે જ તુંકારો દેતાં પણ ગૌરી ને ઘણી વાર આમ કહેતાં કારણ ગૌરી નાની હતી ત્યારે ખીજાતી આમ કહેતાં એટલે...
SD એ ગૌરીને કહ્યું ," SUV નું કહ્યું છે ને? પેલી બ્લેક ના કાઢે અને તું ચલાવી લેજે પપ્પા ને વાત કરવા દેજે તું નાની નથી હવે... "
"અરે હાં? પણ શું છે આ બધું ..?"
ગૌરીએ SD ના ગાલ ખેંચતા કહ્યું.
"પણ આજ મારી દીકરી લાગે છે બાકી રાજકુમારી જ... "
"હા હોં !SDસંધ્યા ની જોડે આનો ય રાજકુમાર ગોતી જ લેવી "
એ..... સવાર સવારમાં શું ધારી છે બે ય જણાં એ? "
"આને તો મારે પરણાવવી જ નથી .. મારી જોડે જ રાખીશ મારી દીકરી ને.. "
"સારૂં સારૂં ... તમારે બે ય જણાએ ઘુસર પુસર કરવાની હશે ને પાછી જલ્દી પતાવીને નીચે આવો શી ખબર આખો દાડો જોડે હોય તોય વાત ન ખુટે... " શ્વેતલ હસી પડ્યો સાંભળી ને... ગૌરી ને જતાં જોતાં બોલ્યો SDએક દિકરી તો હોવી જ જોઇએ.." શ્વેતલ ની ઉમેશથી મોટી દીકરી જન્મનાં સાતમાં માસે જ ગુજરી ચૂકી હતી...

"શ્વેતલ ...! ગાંડા એમ રોવાય...? "
શ્વેતલ ને છાતી સરસો લઇ લીધો SD એ... અને એ સાથે SD ની શ્વેતલ માટે રહી સહી શંકા ય ઓગળી ગઈ... શ્વેતલ ને છુટો કરી SDએ કહ્યું ," શ્વેતલ એક વાત મને નો સમજાઈ ... "
શ્વેતલ પ્રશ્નાર્થ સાથે જોઈ રહ્યો....
"પેલો ફોટો છે એનું કશુંય મુલ્ય નથી કે અર્થ નથી એ તને ખબર કે મને ખબર પણ કોઈ ત્રાહિત ને તો અંદાજ જ ન હોય ને એનો??? "
"હા વાત તો સાલી વિચારવા જેવી ખરી .."
"એવું કોણ હોય કે જે આટલું જાણતું હોય ... સાલુ અમૂક બાબત છાપામાં છે એ જગજાહેર છે તો આ કોઈ બહું જ બારીકી થી આપણી પાછળ હોય... ખેર અત્યારે ચલ પણ આ ઘુંટાતું જાય છે હમણાં એવું કશુંય ન કરતો કે ઉલમાંથી ચૂલમાં પડીએ. "
"SD એક વાત કહું આમ તો માણેકભુવન સિવાય એવી એકેય મેટર નથી કે જેના માટે આપણે બ્લેક મેલ થવું પડે.... આપણે શું કામ ચુકવીએ છીએ આ રકમો... એક વાર જો આમને સામને થઇ જાય તો.... "
"માણેકભુવન એક એવી મેટર છે જે હજી અડધી જ ઉકલી છે એ જે લોહિયાળ સાંજ હતી એ અડધી જ ઉકલી છે... "
"એટલે ..."
એ આપણે કાલે વાત કરશું અડધું હજુ હું પણ જાણતો નથી હવે માણેકભુવન નો નકશો ફેરવવો જ પડશે SJને એટલે જ શાંતિ થી મળવું છે આપણે પછી કાંઈક વિચારશું. "
"એટલામાં રીંગ વાગી ફોન ની બસ દશેક મિનિટ માં અમે કાલાવડ રોડ પર હશું..."
"સારૂં સારૂં અમેય નીકળીએ છીએ... તમે તમારી કાર શ્વેતલ ને આપી દેજો એ ઓફિસ ના પાર્કિંગ માં મુકી દેશે પછી આપણે સાથે જ જશું... "
"સારૂં... સામાન છે એ ..."
"એ ચિંતા ન કરો શ્વેતલ ને કહી દેજો શું કરવાનું છે એ બધુંય એ મેનેજ કરી લેશે.. "
"સારૂં, એ ત્રણ રસ્તે તમારી રાહ જોશું.. "
"ત્રણ રસ્તે પહોંચી ડ્રાઈવિંગ સીટ શ્વેતલભાઇ એ ગૌરીને સોંપી દીધી , પોતે સંદીપભાઈ ની ગાડીનો હવાલો સંભાળ્યો ખાલી બે હેન્ડબેગ કારમાં સાથે લઈને બાકીનો સામાન લઇને સુધીર ભાઈ ની કાર SD ની ઓફીસ ભણી દોરી ગયાં .
ચોટીલા હાઇવે સુધી સંધ્યા સંજય ની સંદીપભાઈ ને વીણાબેન સાથે વાતચીત કરતાં રહ્યાં...
"SJ પહેલાં માતાજી નાં દર્શન કરી લેવી પછી રઘુવીર માં જમી લઇશું ત્યારબાદ આપણે રાજકોટ ઘેર જઈશું. "
બંને વેવાઇ સાથે ચોટીલા નો ડુંગરો ચડતાં રહ્યાં, ચંડ મુંડ ને હણનારી મા ચામુંડાનની સમક્ષ તો રાજા રંક શક્તિશાળી કે રાંક બધાં શરણાગતિ ભાવ આવી જ જાય. ત્યાં કોણ SJ કોણ SD કે પછી.... કોણ ભરતસિંહ ?
ભરતસિંહ રાઠોડ સંદિપ ભાઇનો એક સમયનો પટાવાળો... ત્રણેય લગભગ એક સાથે જ માને માથુ નમાવતા હતાં...
દર્શન બાદ સંદીપભાઈ જ્યારે SD સાથે વાતોએ વળગ્યા હતાં ત્યારે જ ભરતસિંહ તેમની પાસે આવ્યા શ્રીફળ નો પ્રસાદ લઇ આવ્યો
" ઓહો!.... સાહેબ ઘણાં વર્ષો પછી મળ્યાં, લો લો પ્રસાદ... "
" અરે ભરતસિંહ ઘણાં સમય પછી દેખાયા.. ઓળખી કાઢ્યા એમને? ક્યાં છો અત્યારે?"
સાહેબ તમને ભુલાય? આ ઠાકોર પટાવાળા ને તમે એક જ માનથી બોલાવતાં હતાં.. અત્યારે તો સાહેબ નોકરી મુકી દીધી વી આર એસ લઇ ને છોકરા કમાય છે ને હું પણ ખેતી કરૂં છું ."
બંનેની વાતચીત ચાલતી હતી SD શાંતિથી સાંભળી રહ્યાં હતાં પણ એક વાત પર એમના કાન સરવા થયા.....
"સાહેબ, પેલા રોહિતભાઇ નું શું થયું ?" વધું ઓળખ આપવા ઉમેર્યું
"આર. અમીન સાહેબ!"
"સંદિપભાઈ થોડા ખચકાયા .."
" એ એમના ભાણા માટે જ જીવતાં હતાં એટલે એના માટે નોકરી પણ મુકી દીધી એને અમદાવાદ ભણાવવા.."
બીજી થોડીક વાત પછી ભરતસિંહ તો ગયા પણ એમનું બોલેલું નામ SDના મગજમાં ઘુમરાતું હતું ...
જમતી વખતે જ SD એ એ વાત ઉખાળી,
" તમે પેલા ભાઈને કહેતાં હતાં એ આર. અમીન એટલે... "
રોહિત અમીન ચરોતર ના છે એમણે વિઆરએસ લઇ લીધું છે મળવા જેવો માણસ છે ક્યારેક મુલાકાત કરાવીશ રેવન્યુ ડીપાર્ટમેન્ટ નો એનસાયક્લોપીડીયા જેવો.. "
લગભગ શંકા નીર્મુલ થાય એ રીતે બધું જ કહી દીધું સંદિપભાઈ એ...
વળતી વખતે SDએ મૂળ વાત કરી , "સંદિપભાઈ તમને તો ખબર જ છે માણેકભુવન ની મારે માણેકભુવન ને આખુ જમીનદોસ્ત કરી ફરી રીકન્સટ્રક્ટ કરવું છે એના માટે તમારી કેટલીક સહાય જોઈશે આમ તો સંપત્તિ સંપૂર્ણ પણે અમારા HUF ના નામે છે પણ કેટલીક અડચણો છે એમાં તમે મને સહાયરૂપ થાવ તો આખો મામલો ઉકલી જશે. બાકી ઘરે જઈને તમને બધાં કાગળ માહિતી શ્વેતલ તૈયાર કરી ને જ બેઠો હશે એ આપણે જોઇ લઇએ"
***************** *******************
આર. અમીન ની વાત તો સંદિપભાઈ એ સિફતપણણે ટાળી તો હતી પણ એ જ કર. અમીન દીવાન ના નામે ધર્મરાજ સિંહ સાથે SD ને મળવા માટે ફરી તૈયારરી કરી રહ્યાં હતાં...
(ક્રમશઃ.... )
(ડીસ્કલેમર : પેહલાં જ અંકમાં સંદિપભાઈ ને પાછળ નાં કેટલાંક અંકો માં સુધીરભાઈ તરીકે સંબોધાયયા હતાં જે સંપૂર્ણ પણે મારી ક્ષતિ હતી તે બદલ સૌનો ક્ષમાપ્રાર્થી છું ફરી થી આપણે તમને સંદિપભાઈ તરીકે સંબોધી કથા આગળ વધારીશું . જોકે મૂળ કારણ મારા દ્વારા કથામાં બહુ જ લાંબો વિલંબ છે જેના માટે પણ સૌની ફરીથી માફી ચાહીશ અને હવે કથા પ્રવાહ જળવાઈ રહે તે રીતે મુકતો રહીશ....)









બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED