રીવેન્જ - પ્રકરણ - 15 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

રીવેન્જ - પ્રકરણ - 15

પ્રકરણ - 15

રીવેન્જ

મીસીસ બ્રિગેન્ઝાએ ફોન મૂકીને બધાની સામે જોયું બધાં જ ખૂબ ખુશ હતાં. મીસીસ બ્રિગેન્ઝાએ કહ્યું હું થોડાં મોડાં ફોન કરું છું. પછી એ સમયે મીટીંગ નક્કી કરીશું અને અન્યાની પાસે આવી બોલ્યાં "યુ આર સો લકી માય ચાઇલ્ડ ગોડ બ્લેસ યું કહીને કોફીને ન્યાય આપવા બેઠાં. બધા સાથે કોફી અને બ્રેકફાસ્ટ કર્યો પછી રૂબીએ કહ્યું "મીસીસ બ્રિગેન્ઝા તમે અહીં જ બેસો થોડીવાર પછી ફોન કરીને બધુ જ ફાઇનલ થઇ જાય ચાલો ત્યાં સુધી ટીવી પર કોઇ શો જોઇ લઇએ.

અન્યાએ કહ્યું તમે લોકો બેસો હું આવુ છું એમ કહીને પોતાનાં રૂમમાં ગઇ. સેમે ઘડીયાળ સામે જોયું પછી પોતાની ઓફીસ ફોન કરીને કહી દીધું તે મોડો આવશે એટલે રાહના જુએ.

અન્યા રૂમમાં આવીને એણે તરત જ મંગેશને ફોન કર્યો. જેવી રીંગ વાગી મંગેશે ફોન ઉઠાવ્યો. "હાય બેબી..... અન્યાએ કહ્યું "હાય મંગેશ મેં ખાસ એક ન્યુઝ આપવા ફોન કર્યો છે હું ડાન્સ શીખવા માટે તૈયાર છું પણ થોડો સમય આપવો પડશે મને. હું ફીલ્મમાં પણ કામ કરવાનું ચાલુ કરવાની છું એક ખૂબ એક્ટ્રેક્ટિવ ઓફર છે નકારી શકું એમ નથી એટલે હમણાં ગુરુજીનાં સમયે એમને ફોન કરીને આશીર્વાદ લઇશ આમ પણ એમની સલાહ હતી જ કે સારી તક હોય જતી ના કરીશ.

મંગેશ બે મીનીટ કંઇ બોલી જ ના શક્યો સાવજ મૂર્તિ બની ગયો. થોડીવાર પછી એણે ખોખારો ખાઇને ક્યું "આર યુ સીરીયસ ? અન્યાએ કહ્યું "યસ આઇ એમ. બટ આઇ એમ ઓલ્સો વર્ક વીથ યુ ડોન્ટ વરી. બટ ઇટ્સ ફાઇનલ ધેર આઇ વીલ વર્ક ઇન ફીલ્મસ. એની વે થેંક્સ મંગેશ.. એમ કહીને અન્યાએ ફોન મૂકી દીધો. મંગેશ હાથમાં ફોન પકડીને ઉભો જ રહ્યો એને લાગ્યું એનાં સ્વપ્ન કોઇએ ચકનાચૂર કરી દીધાં છે. અને આજે અન્યાએ જાણે રૂડલી વાત કરી છે.

અન્યા વાત કરીને એકદમ હળવી થઇ ગઇ એણે વિચાર્યું ગુરુજીને બધું નક્કી થયા પછી જણાવીશ. એમ કહીને ફોન બાજુમાં મૂકીમાં બેડમાં લંબાવ્યું બેડમાં પીલોને છાતીએ વળગાવીને પાછી યાદોમાં સરકી ગઇ ત્યાં ફોનમાં મેસેજનો ટ્યુન આવ્યો તેણે ફોન હાથમાં લઇ જોયું.... એણે........એણે જોયું રાજવીરનો મેસેજ છે. આઇ લવ યું ડાર્લીંગ આઇ મીસ યું વેરી મચ એમ લખીને નીચે થોડાં ફોટાં અને વીડીયો મોકલ્યો હતો. રોમાન્સથી ભરપુર ફોટાં જોવાની અન્યાને મજા પડી પછી વીડીયો ડાઉનલોડ થયો એણે જોયો તો સાવ એડલ્ટ હતો એણે આગળ જોવા વિનાજ ડીલીટ કરી દીધો. અને ફોન બાજુમાં મૂકીને થોડીવાર સૂઇ ગઇ.

લગભગ કલાક પછી મોમનો બૂમ પાડવાનો અવાજ ચાલ્યો. અન્યા... અનુ... અનુ... અને અન્યા એકદમ ઝબકી ને જાગી એણે સાંભળ્યુ મોમ બૂમ પાડે છે એણે કહ્યું આવું છું અને ફ્રેશ થઇને નીચે ગઇ.

નીચે ડ્રોઇંગરૂમમાં સેમ, રૂબી, મીસીસ બ્રિગેન્ઝા બધા ખુશ દેખાતાં હતાં. અન્યા કંઇ પૂછે એ પ્હેલાંજ મિસીસ બ્રિગેન્ઝાએ કહ્યું "માય બેબી કોન્ગ્રેચ્યુલેશન્સ પેલો નેલ્સનનો કૂદી રહ્યો છે તને ફીલ્મમાં લેવાં અને પ્રોડ્યુસર સાથે વાત થઇ ગઇ છે એણે ક્યું અત્યાર સુધી કોઇ ન્યૂકમરને નહીં મળી હોય એટલી તગડી રકમ ચૂકવીશું પણ અન્યા અમારી સાથે કામ કરે. શુક્રવારે સવારે 10.00 વાગે મીટીંગ ફીક્ષ કરી છે. અને બાકીની ટર્મ્સ એણે રૂબરૂમાં વાત કરીશું એમ કીધું.

અન્યાએ કહ્યું "એકશેલન્ટ પણ બાકીની વાત એટલે શું મીસીસ બિર્ગેન્ઝાએ કહ્યું "અરે અન્યા સ્ટોરીને અનુલ્ક્ષીને અને બીજો કેરેકટર્સ, શુટીંગ, ડ્રેસીંગ આ ઘણી બાબતો હોય છે જેમાં તારો એગ્રી થવાનું હોય છે તું રૂબરૂ ચર્ચા કરીને ફાઇનલ કરવાનું.

અન્યાએ કહ્યું "ઓકે પણ પ્રાઇઝ હું કહીશ એજ લઇશ અ બધીજ ફી એડવાન્સ... મીસીસ બ્રિઝેન્ઝા બોલી ઓહો હો.. આ મારી મુર્ગી તો બહુ પક્કી છે યસ તને ઠીક લાગે એમ દીકરા. પ્રાઇસ મળી જશે કોઇ શક નથી તું છે જ એવી બ્યુટીફુલ ફુટડી... ટર્મ્સ પણ સમજજે બરાબર કોન્ગ્રેટ્સ દીકરા. સેમે અને રૂબીએ પણ એને અભિનંદન આપ્યા અને જીસસનો આભાર માન્યો.

મીસસ બ્રિગેન્ઝાએ કહ્યું બધું નક્કી જ હવે.. કાલે તું આવીશ ચર્ચમાં જીસસનો પણ આભાર માની લઇએ તે સેમે કહ્યું કાલે આપણે બધાં જ સાથે જ જઇશું. મારી કારમાં અને બધાએ એક સાથે વાત વધાવી લીધી. રૂબી ઉભી થઇને અન્યા પાસે આવીને એને ગાલે ચૂમી ભરીને વ્હાલ કરી કીધું અન્યા થોડી લાગણીભીની થઇ ગઇ વાતાવરણ જોયું એવો સંપૂર્ણ થઇ ગયું. એમની આંખમાં ઝાકળ આવી એણે કહ્યું અરે મારી અન્યા એટલી મોટી થઇ ગઇ છે કે પોતે સ્વતંત્ર કામ કરશે અને આટલી પ્રસિદ્ધિ અને નામ સાથે ? અને અન્યા એમને વળગી પછી અને આનંદના આંસુ સરી ગયાં.

સેમે એ હિંમત આપતાં કહ્યું ચિંતા ના કરીશ આ લાઇનની બીજી નેગેટીવ સાઇડ પણ મને ખબર છે અને તારો મિત્ર રાજવીર સાથમાં છે હું સિધ્ધાર્થને પણ કહી રાખીશ તને ક્યારેય જરૂર પડે સિદ્ધાર્થ અકંલને ફોન કરી દેજે. જોકે મારી દીકરીનું જીસસ રક્ષણ કરશે કોઇ ચિંતા નથી.

અન્યાએ પરીવારનો પ્રેમ નિહાળ્યો એને સ્પર્શયો છતાં થોડી ઢીલી થઇ ગઇ લાગણીનો પુરે એને થોડી સંવેદનશીલ બનાવી દીધી. એ કયાંય સુધી સેમને વળગી રહી અને કારણ ખબર નથી છતાં રડતી રહી. સેમે વળગાવીને માથે હાથ ફેરવી રહ્યો.

****************

"હેલ્લો રાજવીર તું ક્યાં છું હું ક્યારની અહીં જીમ પર આવી છું. તારો કોઇ પતો જ નથી. ... સાંજે અન્યા જીમ પર સીધી જ પહોંચી ગઇ. રાજવીરે કહ્યું "અરે આવ્યો મેં તને જોઇ હું બાઇક પાર્ક કરતો હતો એક અરજન્ટ કામે જવું પડેલું મને ડેડે સોંપેલું પતાવીને જસ્ટ બાઇક પાર્ક કરી આવ્યો. એમ કહીને રાજવીર અન્યા પાસે પહોચી ગયો.

અન્યા કહે ઓહો તારું ફટફટીયું એમ કહીને હસવા લાગી. રાજવીર કહે જેને તું ફટફટીયું કહે છે ને વન ઓફ ધ બેસ્ટ બાઇક છે મારી... બેબી તને ખબર છે મારી બાઇકની કોસ્ટ ? ગાડી કરતાં મોંઘી છે મારાં શોખને કારણે ડેડ અપાવી છે.. કાવાસાકી નીન્જા 35 લાખની બાઇક છે ફટફટીયું કહી એનું અપમાન ના કર.

અન્યા કહે શું વાત કરે છે ? તારો બાપ તો ઘણો માલદાર લાગે છે યાર.. આટલી મોંઘી બાઇક અપાવી છે ?

રાજવીર કહ્યું "હું પણ તારી જેમ લકી છું. મારો બાપ ખુબ મોટો સ્ટોડીયો છે અને શેરબજારમાં સ્ટોક કરીને ખૂબ કમાયો છે મારી બધીજ માંગણી પૂરી કરે છે હું એકનો એક છું મારી જાન તારી જેમ જ. જીમ ખોલીને આપ્યું છે એમાંથી કાળાનાં સફેદ કરે છે બહુ હુંશિયાર છે મને કહે છે થોડો સમય કાઢી ઓફીસે બેસ તને બધુ શીખવાડી દઊં પણ હવે ખોટા રિસ્ક નથી લેતાં નાનકદેવની કૃપાથી ધણું બધુ બચાવ્યું છે ડાર્લીંગ તને ખબર છે સીફેઝ પર પાપાએ ટોપફલોરનું મોટું એપાર્ટમેન્ટ લીધુ છે અને બધાં ફીલ્મી સ્ટાર્સનાં ત્યાં ઘર છે પાપા કહે સારામાં સારું ઇન્ટીરીયર અને ફેસીલીટ થયાં પછી રહેવા જઇશું.

અન્યાએ કહ્યું "તારી તો ચલ પડી ભાઇ તું પણ નસીબ વાળો છે કહેવું પડે. બાય ધ વે હું તને એક ટનાનટ ન્યૂઝ આપવા આવી છું. રાજવીરે કહ્યું તું આવી લેંગ્વેઝ ક્યાંથી શીખી લાવી ? અન્યાએ હસતાં હસતાં કહ્યું "અરે મારે ત્યં બાઇ આવે છે એનો નાનો છોકરો આવું બધું બોલે છે મને મજા આવે છે. સાંભળવાની......

રાજવીરે અન્યાને કેડમાંથી પકડીને કહ્યું ચાલને અંદર ચેમ્બરમાં બેસીએ પછી શાંતિથી વાત કરીએ. અન્યાતો ખુશ થઇ ગઇ ઓકે અંદર ? અને આંખ મીચકારી હસવા લાગી.

અન્યાએ અંદર જઇને પ્હેલાં રાજવીરને ચુંબન કરતાં કહ્યું એય લવ યું મેં ફીલ્મ કરવાનું ફાઇનલ કરી દીધું. રાજવીર થોડો પાછો હટ્યો એ થોડો શિથિલ થઇ ગયો એનું મોં પડી ગયું. એણે કહ્યું "સાચે જ ! ફાઇનલ કર્યું... ઘરે થી બધાં રાજી છે? અન્યાએ કહ્યું "હાં બધાંજ રાજી છે કેમ શું થયું ? મેં તને કીધેલું જ આવું ઠડું ઠડું કેમ રીએક્ટ કરે છે ? રાજવીરે સ્વસ્થ થતાં કહ્યું "અરે કંઇ નહીં તું પછી બીઝી થઇ જઇશ. મળવા માટે સમય લેવો પડશે એવા વિચારોથી થોડો ડીસ્ટર્બ થઇ ગયો. અન્યાએ કહ્યું "તારાં માટે ક્યારેય એવું નહીં હોય તું ક્યારેય પણ ફીલ્મ શોટ વચ્ચે પણ મારી પાસે આવી શકીશ કોઇ રોકી નહીં શકે. એમ બોલીને રાજવીરનાં હોઠ પર હોઠ મૂકી દીધાં.

પ્રકરણ-15 સમાપ્ત.

અન્યાનું ફીલ્મ ફાઇનલ કરવાથી મીટીંગમાં શુ થશે ?""""""""""""""""

રેટ કરો અને રિવ્યુ આપો

Nitesh Shah

Nitesh Shah 2 વર્ષ પહેલા

Gordhan Ghoniya

Gordhan Ghoniya 2 વર્ષ પહેલા

Neepa

Neepa 2 વર્ષ પહેલા

Priyanka Desai

Priyanka Desai 2 વર્ષ પહેલા

Rajiv

Rajiv 2 વર્ષ પહેલા