જાણે-અજાણે (25) Bhoomi Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

  • તલાશ 3 - ભાગ 21

     ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તે...

શ્રેણી
શેયર કરો

જાણે-અજાણે (25)

સમી સાંજ થઈ ગઈ હતી અને આખો દિવસ દોડધામમાં વીત્યું એટલે ધીમે ધીમે ત્રણેય જણાં બસસ્ટેન્ડે પહોચ્યા. બસ આવી એટલે રેવા ફટાફટ બારી વાળી સીટ લઈને બેસી ગઈ. તેની પાછળ કૌશલ ચડ્યો અને રેવાની બાજુમાં બેઠો. વિનયને તે બંનેની પાછળની સીટ મળી. વિનય તો પોતાનાં વિચારો માં જ ખોવાયેલો હતો. રચના સાથે જોયેલા તેનાં દરેક સપનાં તેની આંખો આગળથી ખસતા જ નહતાં. રેવા થોડી વધારે જ થાકેલી હોવાથી તે પોતાનું માથું બારીએ ટેકવીને બસ એકીટશે બહાર જોવાં લાગી. પોતાને વિચારોમાં ને વિચારોમાં આખો દિવસઅને દિવસની બધી ઘટનાઓ યાદ આવી રહી હતી. ધીમેથી તેની આંખો મીંચાઈ અને એટલામાં કૌશલ બોલ્યો " તું ઠીક છે?... "
રેવાએ કૌશલ તરફ વળીને કહ્યું " હા, ઠીક છું. બસ થાકી ગઈ છું. અને સરપંચજી એ વાળ...( બોલતાં બોલતાં અટકી) ... એટલે માથું દુખે છે બસ... " રેવાનાં અવાજમાં ઢીલાશ સંભળાય રહી હતી. કૌશલે વાત વધારી " ખરેખર મેં તને આટલી હીંમતથી પરિસ્થિતિને સંભાળતાં નથી જોઈ. જે રીતે તે બધી વાત સાચવી તે કદાચ મારો ગુસ્સો પણ ના કરી શક્યો હોત... તારાં વિનયનાં ઘેર આવવાનાં નિર્ણયથી લઈને સરપંચજી ને સમજાવવાં સુધીનાં બધાં નિર્ણય કટોકટ સાચાં પડ્યાં. બસ એ નથી સમજાતું કે કેવી રીતે?... વિચારવાની શક્તિ તો મારી પાસે પણ છે... અને ઉંમર પણ તારાં જેટલી જ છતાં તારાં દરેક નિર્ણય અને પગલાં જાણે સચોટ માપેલાં હોય તેમ લાગે છે... " રેવાએ કૌશલની વાત પર એક ઝલક સ્મિત આપ્યું અને વાત બદલતા બોલી " એ તો આવડત જોઈએ... રેવા માત્ર એક જ હોઈ શકે... કોઈ બીજામાં એટલી શક્તિ ક્યાં કે મારાં જેવું બની શકે!... અને શું કહેતો તો તું સવારે જ્યારે હું વિનયનાં રૂમમાં જવાની કોશિશ કરતી હતી!... કે મારાથી નહીં થાય...હવે શું બોલવું છે?... કરીને બતાવી દીધું ને... હવે મને કોઈ દિવસ ઉશ્કેરતો નહીં..."

કૌશલ પોતાનું માથું નકારમાં હલાવી વિચારવા લાગ્યો " હેં ભગવાન આ છોકરી એક તક પણ નથી છોડતી પોતાની બડાઈ કરવાની... કશું બોલવાં જેવું જ નથી.." એટલામાં રેવા બંધ આંખે ફરી બોલી " હા બરાબર... ફરી બોલવાનું વિચારતો પણ નહીં..." કૌશલ વિચારમાં પડી ગયો કે તેને કેમનું સંભળાય ગયું.... પણ રેવાનાં ચહેરાં પર નિરાંતે ઉપજેલી મુસ્કાન જોઈ તે કશું બોલ્યો નહી. જોતજોતામાં રેવા સુઈ ગઈ. કદાચ એટલી હદ સુધી થાકી હતી કે આંખ મીંચવતા જ ઉંઘ આવી ગઈ. અને તેનું માથું ઘડી ઘડી બારીની ધાર પર પકડાતું હતું. પણ ભાન ભૂલીને સૂતી રેવાને અસર નહતી થતી. કૌશલનું ધ્યાન એ તરફ ખેંચાયું અને રેવાને થોડી સરખી કરી પણ ફરીથી તેનો ઝૂકાવ બારી તરફ જ હતો આ જોઈ કૌશલે તેની હથેડી બારીએ અડકીને મુકી જેથી જો કદાચ ફરી રેવાનું માથું પટકાય તો પણ તેને વાગે નહીં. કૌશલનો હાથ લાંબો હતો જેથી પોતાની જ બેસેલી જગ્યાથી તે બારી સુધી પહોંચી શકતો પણ હાથ લંબાવાને કારણે રેવા જાણે કૌશલમાં સમાતી હોય તેમ ભાસી રહ્યું હતું. કૌશલે આજથી પહેલાં કોઈ દિવસ આટલું ધ્યાન કે ચિંતા રચના, વંદિતા અને પ્રકૃતિ સિવાય કોઈનાં માટે નહતું બતાવ્યું. કૌશલનો ગુસ્સાથી દૂર જાણે એક અલગ જ રૂપ દેખાય રહ્યું હતું. વિનયની નજર હતી તેની પર પણ તે કશું બીજું વિચારવા જ નહતો માંગતો એટલે ધ્યાન ના આપ્યું.

ઉતરવાનું થયું એટલે ડ્રાઇવર એ જોરથી બ્રેક મારી આથી રેવા આગળની સીટ પર પટકાવાની હતી ત્યાં કૌશલે હાથ આપી બચાવી અને રેવાનક ઉંઘ તુટી. રેવાને પકડેલી જોઈ તેણે કૌશલનો હાથ છટકારી નાખ્યો અને બોલી ય"વાંધો નહીં... હું જાતે કરી શકું છું... બીજા કોઈ પાસે આટલી મદદની આશા નથી ને એટલે ગમતું પણ નથી.." કૌશલે તેનો હાથ પાછો ખેચી લીધો અને ત્રણેય બસમાંથી નીચે ઊતર્યા. રેવા રચનાનાં ચહેરાં પરનાં ભાવ જોવાં આતુર હતી અને વિનય રચનાને મળવા માટે... રેવાએ કહ્યું " વિનય રાત થઈ ગઈ છે તો આજે તો તારું દીદીને મળવું શક્ય નથી...જો કાલે સવારે મળીશ તો તું વધારે સમય આપીને તેમને સમજાવી શકીશ... એટલે આજે રાત્રે તું કૌશલને ઘેર સૂઈ જા કાલે સવારે મંદિરમાં રાહ જોજે હું દીદીને લઈ આવીશ... " વિનય અને કૌશલ રેવાની વાતથી સહમત થયાં અને પોત પોતાના ઘેર ચાલ્યા ગયાં. સવાર પડી... રેવા જાગે તે પહેલાં તો વંદિતા તેની પથારી પાસે આવીને બેઠેલી હતી. રેવા તેને એકદમ જોઈ ગભરાઈ ગઈ અને સફાળી બેઠી થઈ ગઈ... " વંદિતા.. તું આટલી સવારે અહીંયા?... આમ કેમ બેઠી છે?.. હું ગભરાઈ ગઈ.." રેવાએ આંખ ચોળતા કહ્યું. "દીદી.... હું કાલની બધી વાત સાંભળવા બેઠી છું... કાલે રાત સુધક મેં કેટલી રાહ જોઈ પણ તમેં દેખાયા જ નહીં એટલે સવારે જલદી આવી ગઈ... શું થયું કાલે?!... વાત સુધરી? " વંદિતા એ આતુરતાથી પુછ્યું. રેવા એકદમ જોશમાં આવીને ખુશીથી ઊભી થઈ ગઈ અને વંદિતાને બધી વાત વિસ્તૃત રીતે જણાવી.

વંદિતાને પોતાનાં કાન પર વિશ્વાસ જ નહતો થતો કે ખરેખર સાચું છે!.. એટલે રેવાએ વંદિતાને કહ્યું " હવે સાંભળ... હું વિનયને ગામમાં લઈ આવી છું.. દીદીને મળવા માટે.. એટલે તું રચનાદીદીને મંદિરમાં દર્શનનાં બહાને લઈ આવ.. અને હા... સાથે સાથે પ્રકૃતિ અને અનંતને પણ લઈ આવજે.. હું તૈયાર થઈને પહોંચું છું..." વંદિતા જોરજોરથી કૂદવાં માંડી એટલે રેવાએ તેને શાંત કરાવી કામે લગાડી દીધી. "આજનો દિવસ ખાસ છે ભગવાન... બસ હવે બધું સારું કરી દેજો " રેવાનું મન ગભરાતું હતું.

રેવાનાં કહ્યાં પ્રમાણે દરેક લોકો મંદિરે પહોંચી ગયાં. વિનય સંતાઈને ઉભો હતો. રચના પણ ત્યાં દર્શન માટે આવી પહોચી. દર્શન કરી જેવી જ રચના નીચે ઊતરવા લાગી તો તેને બધાએ જીદ્દ કરી મંદિરનાં પાછળનાં ભાગે મોકલી. બધાની નજર તેમની તરફ જ હતી. ધીમેથી સંતાઈને બધાં વિનય અને રચનાની વાતો સાંભળવાની કોશિશ કરતાં હતાં. પણ રેવા મંદિરની મૂર્તિ આગળથી જરાં પણ ખસી નહીં. બે હાથ જોડી બસ ભગવાન સામે જ ઉભી રહી. પોતાનાં ગભરાતાં મનને કારણે તેને કોઈ મસ્તી કરવાનું મન નહતું. રેવા ભગવાન સાથે જ વાતોમાં લાગી ગઈ " ભગવાનજી., હવે તો બધું સારું થવાં લાગ્યું છે ને.. તો મારાં મનમાં આ હલચલ કેમ?... હું દીદી માટે ખુશ છું તો આ ગભરામણ કેમ?.. અને કાલે પેલું વિચાર?!... જ્યારે વિનય સાથે વાત કરતી હતી ત્યારે આવેલો એ વિચાર જેમાં હું દીદીને બચાઓ.. બચાઓ દીદીને... પપ્પા..પપ્પા ને બધું એકદમ મારાં મનમાં આવેલાં એ વિચારો શું હતાં ભગવાન?... કશું સમજાતું નથી... જો એ મારાં ભૂતકાળમાં બનેલી વાતો હશે તો શું મારાં પરિવારમાં કોઈ મુશ્કેલીમાં છે?... અને જો હા તો શું છે એ મુશ્કેલી અને તેનો મારાં નદીમાં તાણવાથી શું સંબંધ? ... ઘણાં બધાં પ્રશ્નો છે મનમાં... જે વંટોળે ચડ્યાં છે... સમાધાન કરો પ્રભુ, સમાધાન કરો મારાં દરેક પ્રશ્નોનું... " રેવાનાં નયનો અશ્રુભીનાં થઈ ગયાં

બીજી તરફ દરેકના કહેવાં પ્રમાણે રચના મંદિરની પાછળ જોવાં તો ગઈ પણ તેને ત્યાં કશું દેખાયું નહીં એટલે મારી સાથે મજાક કર્યો છે તેવી કલ્પના કરી તે પાછી વળી પણ પાછળથી એક જાણીતો અવાજની બુમ પડી " રચના!...." રચના હજું પાછળ વળીને જોવે તે પહેલાં જ તેનાં આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી એક ક્ષણમાં જાણે તેણે વિનયનો અવાજ ઓળખી લીધો હતો. પાછળ વળવાની અને વિનયને જોવાની હીંમત બચી નહતી એટલે તે ત્યાં જ સ્થૂળ ઉભી રહી. વિનયે ફરી સાદ કર્યો " રચના... એકવાર તો જો મારી તરફ..!..." વિનયનો અવાજ ગળગળો થઈ ચુક્યો. પણ રચનાએ વળીને ના જોયું. પોતે જ પોતાની લાગણીઓ છૂપાવી રહી હતી. " શું કામ આવ્યો છે તું?... આટલાં વર્ષ એ જોવા તો નથી આવ્યો ને કે હજું જીવું છું કે નહીં?!" રચનાએ પીઠ કરીને કહ્યું. વિનયનાં મનનો ભાર વધવા લાગ્યો અને તે જમીન પર ઢળી પડ્યો. ઘુંટણીયે પડેલી સ્થિતિ એ વિનયે પોતાની લાગણીઓ ખોલવાની શરું કરી " પોતે જ જીવનથી હારેલો-થાકેલો માણસ બીજાનાં જીવવાનું શું ધ્યાન રાખે?!... જ્યારે પોતાનો જીવ જેનામાં વસ્યો હોય અને તે જ તમારો ચહેરો જોવાં પાછળ ના વળી શકે તેને ક્યાં કોઈનો મોહ હોય !... હું તો માત્ર મારો જીવ પાછો લેવા આવ્યો છું... હું તો માત્ર તને લેવાં આવ્યો છું... હા, વર્ષો વધારે વીત્યાં છે પણ ખરેખર મારે તને સમજાવવાની જરૂર છે કે કોણ છે મારો જીવ?.."

"જ્યારે વાયુનાં વાવાઝોડામાં જીવને હોમી દેવામાં આવે તો શું સમજવું? " રચના રડું રડું થઈ ચૂકી. પોતાની વિતેલી દરેક વાતો તેની આંખો સમક્ષ આવી ગઈ. વિનયે હજું વધાર્યું " હું મારી દરેક વાતો ને સમજાવવાં તૈયાર છું બસ તું એકવાર મારી તરફ વળીને જો તો ખરી!.. તારી નારાજગી મારું હૈયું ખોતરે છે રચના ... એકવાર તો જો..." "ચાલ્યો જા અહીંથી.... એકવાર તુટીને વિખરાયી છું. પોતાને સમેટી છે પણ બીજી વખત વિખરાયી તો પોતાને સાચવી નહીં શકું. હવે હું તુટીને વિ..વિનય તો પોતાને ઉઠાવી નહીં શકું..." રચના ચોધાર આંસુએ રડી પડી. વિનય સહિત ત્યાં સંતાઈને ઉભેલાં દરેકની આંખોમાં આંસુ હતાં. વિનયથી રચનાની હાલત સહન ના થઈ તેણે રચનાનો હાથ પકડી જોરથી છટકાર્યો અને રચના ગોળ ફરી વિનયનાં હાથોમાં જકડાયી. વિનયે રચનાને પોતાનામાં એમ સમાવી હતી જાણે આખી દૂનિયાથી છુપાવીને, જીવનનાં દરેક દૂખથી તેને આવરણ આપતો હોય. જોરથી વિટાંયેલા વિનયનાં હાથ જાણે રચનાને છોડવાનો વિરોધ કરતાં. વર્ષો પછી મળેલો એ સ્પર્શ મંદિરની જગ્યા સમાન જ પવિત્ર હતો. તાપમાં ધગધગતી ધરતીને જેમ વરસાદનાં નાનાં નાનાં છાંટા શાંતિ અને ઠંડક આપે તેમ રચના અને વિનયનાં મન જે ઘણાં લાંબા સમયથી વિરહનાં તાપમાં ધગધગતા હતાં તેને એક નાનકડો સ્પર્શ ઠંડક આપી રહ્યો હતો. આલિંગન આપેલી સ્થિતિએ વિનયે ફરી કોશિશ કરી " મારી વાત એકવાર સાંભળી લે... આ વખતે તને વિખરાવા નહીં દઉ. વિખરાશે તો પણ તારે મારાંમાં જ સમાવવાનું છે... વિશ્વાસ મુકીને તો જો..." વિનયથી દુર ખસતાં રચનાને પોતાની ભૂલનો અનુભવ થવાં લાગ્યો. " આ શું કરી રહીં છું હું?.. ફરીવાર એ જ વ્યક્તિ તરફ આકર્ષિત થવું જે મારી દરેક તકલીફનું કારણ છે એ કેટલું યોગ્ય?..." રચના વિનય સાથે આંખ મેળવવાં યોગ્ય પણ નહતી સમજતી.

વિનય તેનાં ચહેરાંનો દરેક ભાવ ઓળખતો હતો એટલે ઘણું શાંતિથી અને ધીરજથી તેણે રચનાને દરેક વાત સમજાવવાનું શરું કર્યું. વિનય બોલતો ગયો ને રચના ઈચ્છા વગર પણ ખબર નહીં કેમ ત્યાં ઉભી તેની દરેક વાત સાંભળતી ગઈ.

શું વિનય તેની વાત સમજાવી શકશે?...



ક્રમશઃ