જાણે-અજાણે (24) Bhoomi Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

શ્રેણી
શેયર કરો

જાણે-અજાણે (24)

આંખો બંધ કરી રચનાનો વિચાર કર્યો એક ઊંડો શ્વાસ લીધો અને બોલી " મને મારાં જીવની કદર નથી. મારાં જીવને બચાવવાની જવાબદારી ભગવાનની છે... મને તમારી શર્ત મંજુર છે..." શેરસિંહ હસ્યો અને બોલ્યો " છોકરી તું જાતે જ પોતાની મોતનું આમંત્રણ લખી રહી છે..." રેવાએ વિશ્વાસ સાથેનાં સ્મિતથી કહ્યું " તેની તમેં ચિંતા ના કરો. બસ મારી વાત સાંભળો " રેવાની હીંમત જોઈ શેરસિંહ બોલ્યા " હા... બોલ તારે શું કહેવું છે?.."

રેવાએ બોલવાનું શરૂ કર્યું " હું માનું છું કે તમેં તમારાં દિકરાને બહું પ્રેમ કરો છો અને હંમેશા તેને ખુશ અને કામિયાબ માણસ બનાવવા પ્રયત્ન કરો છો. તમારાં પ્રેમને કારણે જ તે આટલે સુધી પહોચી શક્યો છે આટલું વધારે ભણી શક્યો છે... પણ તમેં કોઈકને કોઈક જગ્યાએ કાચાં રહી ગયાં. તમેં તમારાં દિકરાની માટે સજાવેલા સપનામાં એટલાં હદ સુધી ગૂંચવાઈ ગયાં કે પોતાની બધી સમજશક્તિ ગુમાવી બેઠાં છો. હું એમ નથી કહેતી કે એ ખોટું છે. પણ એકવાર તમારાં જ સૌથી વહાલાં દિકરા સામે જોઈને કહો કે શું તેનાં મોં પર ખુશીની ઝલક દેખાય છે?... જો ના તો શા માટે નથી દેખાતું એ તમેં જાણવાની કોશિશ કરી?... "

રેવાનાં એક પછી એક આવતાં પ્રશ્નોના ઉત્તર શેરસિંહ પાસે નહતાં. રેવાએ વધાર્યું " વિનય અને અમી કિસ્મતથી ધનવાન છે કે તેમનાં જીવનમાં તમારી માફક પ્રેમ કરવાં માટે એક પિતા છે. પરિવાર છે. પોતાનું જન્મ થયેલ ગામ છે.... બાકી દરેક લોકોને આ અવસર નથી મળતો અને કદાચ મળે તો પણ છીનવાઈ જાય છે.... મને નથી યાદ મારાં પિતા કોણ છે અને મારું ઘર ક્યાં છે... પણ મને એટલી ખાતરી જરુર છે કે એ પણ મારાં માટે એ જ પગલું ભરતાં જે રચનાદીદીના પિતાએ ભર્યું હતું... પોતાની દિકરીની ખુશી માટે નતમસ્તક એક એવાં ઘેર આવ્યાં હતાં જેનાં વિશે તેમને પુરતી માહિતી પણ નહતી. તેમને માત્ર પોતાની દિકરીની ખુશી દેખાતી હતી. દરેક પિતાને તેમની સંતાનની ખુશીની ચિંતા હોય... તમને પણ છે બસ ફર્ક એટલો હતો કે તમેં તમારી ખુશીને વિનયની ખુશીઓ પર થોપી દીધી. અને વિનય એક સંસ્કારી છોકરો બની તમારી વાત માની ગયો. પણ તમને ખરેખર લાગે છે કે સરપંચ બનવું એ વિનય માટે રચનાદીદી કરતાં વધારે મહત્વનુ હતું.. કે અત્યારે છે?.... શું સરપંચ બન્યાં પછી તેને જીવનની દરેક સુખ મળી જશે?...અને શું ખરેખર તમને લાગે છે કે તમારાં દિકરાએ જે છોકરીને ચાહી છે... માંગી છે તે એટલી નિર્દયી હશે કે તમને નુકશાન કરશે?... શું તમને લાગે છે કે વિનય કોઈ એવી છોકરક જોડે સંબંધ બાંધશે કે જે તમારી ઈજ્જત નહીં કરતી હોય?.... સરપંચજી તમારાં પોતાનાં દિકરાંની પસંદ પર તો ભરોસો કરો...."

રેવાની વાતોથી શાંતિ પ્રસરી ગઈ અને કોઈપણ હલચલ થઈ નહીં. રેવા આ જોઈ થોડી અટકી પણ શેરસિંહનાં બદલાતાં ભાવ જોઈ બોલી " એક પિતાની કીંમત એને પુછો કે જે પોતાનાં પિતાથી છૂટી ચુક્યાં છે. એક બાપની છાંયા જે માથે ના હોયને તેને પુછો કેટલી મુશ્કેલ હોય છે જિંદગી. અને વિનય.. જે તમારી દરેક વાત આંખો બંધ કરી માને છે તેનું જ જીવન તમેં બાપ હોવાં છતાં બાપવિહોણો ના બનાવો...

જ્યારે આટલી વાત કરું જ છું તો બીજી વાત સાંભળી લો... આજે હું વિનયને અહીથી ભગાવી જવાં આવી હતી. તેને કહ્યું કે તે મારી સાથે ચાલે પણ તેને પોતાનાં કરતાં તમારી ચિંતા હતી. અને એકતરફ તમેં છો કે પોતાનાં એક સપનાં માટે દિકરાની બલી ચડાવવા તૈયાર છો...
મને મારાં પિતાનો સ્વભાવ યાદ નથી પણ એટલું જરુર નક્કી છે કે તેં મારી ખુશી માટે કોઈપણ હદ સુધી જવાં તૈયાર હોત... પ્રશ્ન માત્ર એટલો જ છે કે તમને તમારો અહંકાર રૂપી સરપંચ પદ જોઈએ છે કે દિકરાની આંખોમાં ખુશી અને સંતોષ! "... રેવા આટલું બોલી ચુપ થઈ ગઈ. અને દરેકની નજર શેરસિંહ પર હતી. કશુંક વિચાર કરી શેરસિંહ ઉભાં થયાં. પોતાની બંદૂક ઉઠાવી લીધી. અમી, વિનય અને કૌશલની સાથે દરેક ગામવાસીઓની આંખોમાં પાણી હતું. રેવાને મરતા જોવી કોઈ પણ માટે શક્ય નહતું. રેવા ધીરજ ધરી સ્મિત સાથે ઉભી રહી. પોતાની મોતનું દુઃખ જાણે જરાં પણ અસર નહતું કરતું.

શેરસિંહનાં વધતાં કદમ સાથે દરેકને શ્વાસ થંભી રહ્યાં હતાં. પણ શેરસિંહનાં પગલાંની દિશા એકદમ બદલાય ગઈ. અને તે વિનય તરફ જવાં લાગ્યાં. વિનય સામે જોઈને બોલ્યા "મને માત્ર એક જવાબ જોઈએ છે... એક જ શબ્દોમાં જવાબ... શું તેં કોઈ દિવસ રચનાને સાચાં દિલથી પ્રેમ કરતો હતો?.. શું તું હજું તે છોકરીને પોતાનાં મનમાં રાખીને ફરે છે?..." વિનયની જીભ અટકવા લાગી. પોતાની સામે પિતાને બંદૂક લઈને ઉભેલાં જોઈ તે શું બોલે તે સમજાયું નહીં. બધા વિનયને જ જોઈ રહ્યાં હતાં. રેવા પણ એક આશા ભરેલી નજરે વિનયને તાકી રહી. વિનયે ઊંડો શ્વાસ ભરી કહ્યું " હા...હું તેને પ્રેમ કરતો હતો, કરું છું અને તેને જ પ્રેમ કરતો રહીશ " આ સાંભળી શેરસિંહે બંદૂક ઉઠાવી એટલે વિનયે આંખો મીંચી ગોળી ખાવાંની તૈયાર થઈ ગયો. અને ફટાક..... કરતી ગોળી ચાલી. દરેકને અવાજ સાંભળી હ્રદયનો ધબકાર રોકઈ ગયો. પણ તે ગોળી વિનયને નહીં હવામાં ચાલી હતી. જે પછી શેરસિંહ બોલ્યા " ગામનાં ઘરઘરમાં શણગાર કરો.... મારાં દિકરાનું લગન થશે... સરપંચ પહેલાં તે વરરાજા બનશે.... રચના સાથે તેનો સંસાર બંધાશે...." આ સાંભળી બધા ખુશીથી ઉછળી પડ્યાં અને ઠોલ નગારાં વાગવા લાગ્યાં. રેવાની જીવમાં જીવ આવ્યો . વિનય આશ્ચર્યથી તેનાં પિતા સામે જોઈને બોલ્યો " પણ પપ્પા..!.... તમને તો એ છોકરી ગમતી નહતી ને? " શેરસિંહ એ હસીને જવાબ આપ્યો " જીવન તારે વિતાવવાનું છે... તો પસંદ પણ તારી હોવી જોઈએ ને... આ વાત સમજતાં ભલે મને થોડો સમય લાગી ગયો પણ આ છોકરીની વાતો સાંભળી મને અનુભવાય છે કે હું ખોટો હતો. મારી જેટલી પણ ઈચ્છાઓ હોય તે હું તારાં પર જબરજસ્તી ના કરી શકું... તું મારું અભિમાન છે દિકરાં અને તારી સંભાળ મારી જવાબદારી " વિનય આ સાંભળી ખુશીથી રડી પડ્યો અને તેનાં પિતાને વળગી પડ્યો અને બોલ્યો " તમેં પણ મારું અભિમાન છો...તમેં મને આજે જે ખુશી આપી છે તેનો હું જીવનભર રૂણી રહીશ... અને આજે હું એ વચન પણ આપું છું કે તમને એક આદર્શ સરપંચ બનીને બતાવીશ, પણ બધા ગામલોકોની સહમતીથી..."
શેરસિંહ રેવા પાસે જઈને બોલ્યાં " બેટા... મને માફ કરજે.. મેં જે રીતે તારી જોડે વ્યવહાર કર્યો તે યોગ્ય નહતો. અને બીજી વાત... ફરી ક્યારેય ના કહેતી કે તને તારાં પિતા યાદ નથી... હું તારાં પિતા સમાન જ છું ને... મને ગર્વ થશે જો મારે તારાં જેવી નિડર, સાહસિક અને બુધ્ધિશાળી દિકરી હશે..." રેવાનુ મન લાગણીથી ઉભરાઈ આવ્યું જે તેની આંખોમાંથી આંસુ રૂપે બહાર આવી રહ્યું હતું. ઘણાં દિવસો પછી પિતાનો પ્રેમાળ હાથ તેનાં માથે ફેરવાયો હતો. એક ઠંડકનો અનુભવ થયો અને રેવા શેરસિંહને ભેટી પડી. આ જોઈ દરેકની આંખો છલકાઇ ગઈ...શેરસિંહનુ હ્રદય પરિવર્તન કોઈ ના કરી શક્યું તે રેવાએ કરી બતાવ્યું. રેવાએ પોતાની લાગણીઓને કાબુમાં રાખતાં પોતાનાં ઘર તરફ પાછાં વળવાની પરવાનગી માંગી અને સાથે સાથે કહ્યું કે " મને આશા છે કે તમેં જલદીથી રચનાદીદીના ઘેર લગનની વાત કરવાં આવશો.." શેરસિંહ હસીને બોલ્યા " હા હા બેટા તું ચિંતા ના કરીશ હું મારી વાતથી ફરીશ નહિ. " રેવા હજું કશુંક કહેવાં માંગતી હતી પણ ગૂચવાતી હતી એટલે શેરસિંહ એ પોતાની વાત ખુલ્લા મનથી કહેવા કહ્યું. રેવા બોલી " તમેં તો આજે બધું જ આપી દીધું છે, હવે કશું માંગવું તે યોગ્ય તો નથી પણ એક વિનંતી છે ... શું અમેં વિનયને અમારી સાથે લઈ જઈ શકીએ?... ખાલી એક દિવસ માટે... અહીંયા તો બધું સુધરી ગયું છે પણ રચનાદીદીનું જીવન તો ત્યાં જ અટક્યું છે!..."

શેરસિંહ એ રેવાને માથે હાથે ફેરવી કહ્યું " તારાં જેવી નિસ્વાર્થ ભાવ ભરેલી છોકરી અને આ ઉંમરે મેં આજ સુધી નથી જોઈ. પોતાની ચિંતા વગર તું બસ બીજા માટે જ જીવે છે... લાગે છે કે તેં ઉંમર કરતાં વધારે જીવન જોઈ લીધું છે... વાંધો નથી, તું વિનયને લઈ જા અને રચના પાસે મારાં તરફથી પણ માફી માંગી લેજે..." વિનયનાં મુખ પર ખુશી સમાતી નહતી... સપનાંની માફક લાગી રહ્યું હતું. રેવા અને કૌશલ વિનય સાથે ઘર તરફ પાછા ફર્યા.


ક્રમશઃ