ડેવિલ રિટર્ન-1.0 - 16 Jatin.R.patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ડેવિલ રિટર્ન-1.0 - 16

ડેવિલ રિટર્ન-1.0

(16)

દરિયામાંથી આવેલાં ભાઈ બહેનો એ પોલીસદળ પર હુમલો કરી દીધો..જેમાં મોહનકાકા અવસાન પામ્યાં.આ ઘટનાઓનો ઉકેલ શોધવા અર્જુન જઈને ફોરેન્સિક ડિપાર્ટમેન્ટ હેડ શેખ ને મળે છે..જ્યાં શેખ અર્જુનને એ લોકોનો યુવી કિરણો થકી નાશ થશે એમ જણાવે છે..શેખની જોડેથી મળેલી જાણકારી નો ઉપયોગ કરી અર્જુન રક્તપિશાચ લોકોને પકડવાની યોજના બનાવે છે..ટ્રીસા કોઈ કારણોસર એકલી જ શિકાર કરવાં રાધાનગર આવી રહી હોય છે.

ટ્રીસા નાં મનમાં ચાલતી અકળામણ અને ગુસ્સો એનાં ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો..એ નક્કી કંઈક ઝઘડો કરીને આવી હોય એવું એનાં હાવભાવ દર્શાવતાં હતાં.

"આજે તો હું એકલી જ શિકાર કરીશ..અને ક્રિસ ભાઈ તથા પેલી ડેઈઝી ને એ સાબિત કરી આપીશ કે હવે હું નાની નથી.."રાધાનગર ની હદમાં પ્રવેશતાં જ ટ્રીસા મનોમન બોલી.

ટ્રીસા ને પોતાની જાતને સાબિત તો કરવી હતી..પણ પ્રથમ વખત આ રીતે કોઈ મનુષ્ય નું રક્ત પીવા માટે પોતાનાં ભાઈ બહેનો ને કહ્યાં વગર આવવાની વાતનો ખેદ જરૂર હતો..એવું નહોતું કે ટ્રીસા સાહસી અને હિંમતવાન નહોતી..પણ સતત પોતાનાં મોટાં ભાઈ બહેન ની સાથે જ રહી હોવાથી થોડો ઘણો ડર જરૂર એનાં મનમાં થયો હતો.

એકવાર તો ટ્રીસા એ એવું પણ વિચાર્યું કે પોતે પાછી જહાજ પર ચાલી જાય..પણ કંઈક તો એવું કારણ હતું જેનાં લીધે પીછેહઠ કરતાં એ અચકાઈ રહી હતી.

ટ્રીસા પોતાનો શિકાર શોધતી-શોધતી મસ્જિદ જોડે આવેલાં ખુલ્લા ભાગમાં આવી પહોંચી..અહીં વર્ષો જુનાં વડનાં વૃક્ષ હતાં જેની નીચે બેસવા માટે ચોરો હતો..આ ચોરા ઉપર ચાદર ઓઢી કોઈ સુતું હોય એવું ટ્રીસા ની નજરે ચડ્યું..પોતાનાં શિકારને આમ ગાફેલ સ્થિતિમાં જોઈ હરખાતી હરખાતી ટ્રીસા એ ચાદર ઓઢીને સુતેલા વ્યક્તિ તરફ આગળ વધી.

હકીકતમાં એ ચાદર ઓઢીને અબ્દુલ સૂતો હતો..અબ્દુલ અત્યારે અર્જુનની યોજના મુજબ કોઈ જાતની હિલચાલ કર્યાં વગર ચુપચાપ સુવાની એક્ટિંગ કરી રહ્યો હતો..અર્જુને પોતાનાં સ્ટાફ કર્મીઓને એક યોજના કહી હતી..જે મુજબ પોલીસ ની ફક્ત બે ટુકડીઓ આજે રાધાનગર ચોકી કરશે..જેમાં એક હશે મસ્જિદ જોડે અને બીજી સરદાર પટેલ ગાર્ડન જોડે..પણ એમાંથી કોઈ પોલીસકર્મી નજરે ના ચડવો જોઈએ..પરંતુ છુપાઈને ડ્યુટી કરવો જોઈએ.

આ સિવાય જાની અને નાયક જીપ લઈને ઈમરજન્સી માટે ખડેપગે હાજર રહેશે..આ સાથે જ અર્જુને અબ્દુલ ને મસ્જિદ જોડે અને સરતાજ ને બગીચા જોડે શાંતિથી સુવાની એક્ટિંગ કરવાની ડ્યુટી આપી હતી..અર્જુન થોડાં કોન્સ્ટેબલો સાથે મસ્જિદ જોડે જ્યારે વાઘેલા અને અશોક બાકીનાં કોન્સ્ટેબલો સાથે બગીચા જોડે છુપાઈને સાવધાનીપૂર્વક પોતાની ડ્યુટી નિભાવી રહ્યાં હતાં.

પોતાને અને વાઘેલાને યુવી લાઈટ નો જરૂર પડે ઉપયોગ કઈ રીતે કરવો એ પણ અર્જુને કોનફરન્સ હોલમાં સમજાવી દીધું હતું..અર્જુને ગોઠવેલાં છટકામાં ફસાઈને આબાદ રીતે ટ્રીસા ચાદર ઓઢીને સુતેલા અબ્દુલ ભણી આગળ વધી રહી હતી.

ટ્રીસા અબ્દુલથી માંડ વીસેક ડગલાં દૂર હતી એ સમયે અર્જુને કાનમાં ઈયરફોન ભરાવીને સુતેલા અબ્દુલને એક યુવતી જે શક્યવત રક્તપિશાચ હતી એ એની તરફ આગળ વધી રહી હોવાનું જણાવ્યું..મોત પોતાની તરફ આગળ આવી રહ્યું હોવાં છતાં આમ ચૂપચાપ સ્થિતપ્રજ્ઞ અવસ્થામાં સુતું રહેવું ખરેખર અઘરું કાર્ય હતું..છતાં અબ્દુલ બેજીજક ડર્યા વગર આ કામ કરી રહ્યો હતો એનું કારણ હતું એસીપી અર્જુન તરફનો એનો વિશ્વાસ..કે અર્જુન પોતાને કંઈપણ નહીં થવા દે.

અચાનક ટ્રીસા ની છઠ્ઠી ઇન્દ્રિય એ એને કંઈક ગેબી સંકેત આપ્યાં.. આમ પણ અર્જુને અબ્દુલ સાથે જે કંઈપણ ફોન પર વાત કરી એનાં લીધે ઉત્તપન્ન થયેલાં મોબાઈલ તરંગો એ સાંભળવાની ગજબની શક્તિ ધરાવતી ટ્રીસા ને કંઈક તો અજુગતું બનવાનાં એંધાણ આપી દીધાં હતાં.

અબ્દુલ થી હવે ટ્રીસા દસ-બાર ડગલાં દૂર પહોંચી ત્યાં પોતાની છઠ્ઠી ઇન્દ્રિય ની વાત માની ટ્રીસા આગળ વધતાં અટકી ગઈ..અને પાછી વળવા લાગી..હવે એક સેકંડ પણ બગાડવાનો કોઈ અર્થ નથી એવું વિચારી અર્જુને પોતાની જોડે મોજુદ કોન્સ્ટેબલો ને હાથનાં ઈશારાથી યુવી લાઈટ ચાલુ કરી એનો પ્રકાશ ત્યાંથી પાછી વળતી ટ્રીસા પર ફેંકવાનું કહ્યું.

અર્જુનનો આદેશ મળતાં જ બધાં જ કોન્સ્ટેબલો એ એમની જોડે મોજુદ બધી જ યુવી લાઈટ ચાલુ કરી અને એનો પ્રકાશ ટ્રીસાની ઉપર ફેંક્યો..આ બધી હિલચાલ દરમિયાન પેદા થયેલી નાનામાં નાના ધ્વનિ સાંભળી પોતે મહામુસીબત માં હોવાનો અંદાજો ટ્રીસાને આવ્યો અને એ દોડવા જતી હતી..પણ ત્યાં સુધી મોડું થઈ ચૂક્યું હતું અને દિવ્ય પ્રકાશ આપી રહેલી યુવી લાઈટ નાં પ્રકાશનાં લીધે ટ્રીસા ત્યાંજ ઉભી થઈ ગઈ.

યુવી લાઈટ નો સીધો પ્રકાશ ટ્રીસા નાં દેહ પર પડતાં ની સાથે જ એનાં દેહમાં કોઈએ જાણે આગ લગાડી દીધી હોય એવી પીડાદાયક ચીસો ટ્રીસા પાડી રહી હતી.. આ દરમિયાન છુપાઈને બેસેલો અર્જુન અને ચોરા ઉપર સૂતેલો અબ્દુલ પણ આખરે એ યુવતી કોણ હતી એ જોવાં ટ્રીસા ની સામે આવીને ઉભાં રહી ગયાં.

ટ્રીસા નાં શરીરની ચામડી ધીરે-ધીરે કાળી પડી રહી હતી..અને એ દયા ની ભીખ માંગી રહી હતી..અર્જુનને એકવાર તો થયું કે યુવી લાઈટ બંધ કરાવી દે..પણ આ યુવતી પોતાનાં ઘા ને તુરંત સાજા કરવાની શક્તિ ધરાવે છે એ જાણતો હોવાનાં લીધે એનો ખાત્મો કરવામાં જ ભલાઈ છે એવું અર્જુનને લાગ્યું.

ટ્રીસા ની નજર પોતાની સામે ઉભેલાં અર્જુન તરફ પડી..ચહેરા પર નીડરતા અને વિશ્વાસ ધરાવતાં અર્જુનને જોતાં જ ટ્રીસા સમજી ગઈ કે આ એ જ વ્યક્તિ છે જેનાં થી સાવધ રહેવાનું પાયમોન દેવતાએ કહ્યું હતું.

"અર્જુન...તું અર્જુન છો ને...? "હાથ વડે પોતાનાં ઝૂલસતાં ચહેરાને છુપાવવાની વ્યર્થ કોશિશ કરતાં ટ્રીસા અર્જુનને ઉદ્દેશીને બોલી.

"હા..હું જ એસીપી અર્જુન છું..અને મારી હયાતીમાં તું કે પછી તારાં સાથીદારો મળીને પણ આ શહેરનાં લોકોનો વાળ પણ વાંકો નહીં કરી શકો.."અર્જુનનાં અવાજમાં ક્રોધ હતો.

"એ તો સમય જ બતાવશે કે કોણ કોની ઉપર સવાયું સાબિત થાય છે..આ ટ્રીસા નું વચન છે કે મારો અંત કર્યાં બાદ મારાં ભાઈ-બહેનો આ શહેર માં લાશોનાં ઢેર લગાવી દેશે.."આટલું બોલી રહી ત્યાં તો ટ્રીસા ની બધી જ શક્તિ યુવી લાઈટ નાં તીવ્ર પ્રકાશમાં હણાઈ ગઈ..આ સાથે જ એનાં શ્વાસ અટકી ગયાં અને એ મૃતપાય હાલતમાં જમીન પર ઢળી પડી.

અડધી મિનિટ સુધી અર્જુન ટ્રીસા ની ઉપર નજર રાખીને ઉભો રહ્યો કે એ નાટક તો નથી કરી રહીને..પણ જેવું એને લાગ્યું કે સાચેમાં ટ્રીસા નું મૃત્યુ થઈ ચૂક્યું છે તો એને પોતાનાં કોન્સ્ટેબલો ને યુવી લાઈટ બંધ કરી સાદી લાઈટ ચાલુ કરવાં કહ્યું.

લાઈટ નાં પ્રકાશમાં અર્જુન હાથમાં રિવોલ્વર લઈને સાવચેતીપૂર્વક ટ્રીસા નાં દેહ તરફ આગળ વધ્યો..ટ્રીસા ની જોડે પહોંચી અર્જુને પોતાનાં હાથ ને એનાં નાક અને મોં આગળ લઈ જઈને એનાં શ્વાસોશ્વાસ ચેક કર્યાં.. સાથે હાથની નાડી પણ.આ સાથે જ અર્જુને ઊંચા અવાજે પોતાનાં સાથીદારોને ઉત્સાહિત સ્વરે પોતાની ટીમને મળેલી પ્રથમ સફળતા વિશે જણાવ્યું.

આખરે શહેર માટે ખતરારૂપ બનેલ એક રક્તપિશાચ નો અંત થતાં સમગ્ર પોલીસ સ્ટાફમાં ઉમંગ પ્રસરાઈ ગયો..અર્જુને ટ્રીસા નાં શરીરનું ઉપરછલ્લું નિરીક્ષણ કર્યાં બાદ અબ્દુલ ને ફટાફટ ટ્રીસા નાં મૃતદેહ ને ફોરેન્સિક લેબમાં મોકલવાનો આદેશ આપ્યો.

અર્જુન નો આદેશ મળતાં જ અબ્દુલે જાની ને કોલ લગાવી અહીં જે કંઈપણ બન્યું એ વિષયમાં ટૂંકમાં જણાવી..ત્યાં આવી જવાં જણાવ્યું..વીસેક મિનિટમાં જાની ત્યાં જીપ લઈને આવી પહોંચ્યો..ખૂબ સાવચેતી સાથે ટ્રીસાનાં મૃતદેહને જીપમાં રાખી અબ્દુલ અને જાની જીપમાં બેસી ફોરેન્સિક લેબ તરફ નીકળી પડ્યાં.

આ દરમિયાન અર્જુને કોલ કરી ફોરેન્સિક ડિપાર્ટમેન્ટ હેડ યાસીર શેખ ને આ વિશે માહિતી આપી..શેખે જણાવ્યું કે પોતે કોઈ સામાજિક કારણોસર સપરિવાર વડોદરા ગયો છે..આમ તો એ મોં સૂઝણું થતાં નીકળવાનો હતો..પણ હવે એ અત્યારે જ ત્યાંથી રાધાનગર માટે રવાના થાય છે કેમકે એક ફરજનિષ્ઠ અધિકારી માટે એની ડ્યુટી સૌથી મહત્વની છે એવું શેખ નું માનવું હતું.

અર્જુને શેખ નો આભાર માન્યો અને એની અનુપસ્થિમાં દિપક ને ફટાફટ લેબમાં પહોંચી જવાં જણાવ્યું..જવાબમાં પોતે અન્ય બે જુનિયર ફોરેન્સિક અધિકારીઓ સાથે પંદર મિનિટમાં લેબમાં હાજર થઈ જશે એવું દિપકે અર્જુનને જણાવ્યું.

ટ્રીસા નો ખાત્મો કરવા છતાં અર્જુન કોઈ જાતની ઢીલ છોડવા નહોતો માંગતો..એટલે એને પહેલાં ની જેમ જ અબ્દુલ ની જગ્યાએ હરિ ને સુવાનું કહ્યું અને પોતે અન્ય કોન્સ્ટેબલો સાથે જ્યાં હતો ત્યાં પાછો છુપાઈ ગયો..અર્જુને કોલ કરી વાઘેલા ને ટ્રીસા ની મોત વિશે તો જણાવ્યું પણ સાથે-સાથે હવે વધુ સાવધાની રાખવાની સલાહ પણ આપી દીધી.

આ બધી કાર્યવાહીમાં રાતનાં અઢી વાગી ચુક્યાં હતાં અને પુનઃ અર્જુન અને રાધાનગર પોલીસસ્ટેશનનો સમગ્ર સ્ટાફ રાધાનગર શહેરનાં નાગરિકોની સુરક્ષામાં તૈનાત થઈ ચૂક્યો હતો.

****

ટ્રીસા ની મોત બાદ અર્જુન અને એનાં સહકર્મચારીઓ ખૂબ જ ખુશ હતાં..પણ એમની ખુશી ઝાઝો સમય ટકવાની નહોતી..કેમકે ટ્રીસા ઉપર જે આફત આવી હતી એની જાણકારી રાધાનગર નાં દરિયામાં ઉભેલાં જહાજ ની અંદર મોજુદ અન્ય રક્તપિશાચો ને થઈ ગઈ હતી.

એ બધાં જ રક્તપિશાચ અંદરોઅંદર કોઈ અલગ જ ટેલીપથી ભાષાથી જોડાયેલાં હતાં..ટ્રીસા ને સૌથી વધુ પોતાનાં ભાઈ જ્હોન જોડે બનતું હતું..અને એટલે જ મર્યા પહેલાં ટ્રીસા એ જ્હોનનો સંપર્ક સાધવાનો પ્રયત્ન કર્યો હતો..જેમાં એ સંપૂર્ણ સફળ તો ના રહી પણ જ્હોન ને ટ્રીસા તરફથી મળતાં અમુક સંકેતો એની ઉપર આવેલી કોઈ મોટી મુશ્કેલી ની જાણ આપી રહ્યાં હતાં.

આમ થતાં જ પોતાનાં રૂમમાં આરામ ફરમાવી રહેલો જ્હોન પહેલાં ટ્રીસા નાં રૂમમાં ગયો પણ ત્યાં ટ્રીસા ના મળી..એટલે એ જહાજનાં તુતકનું એક ચક્કર લગાવી આવ્યો..અહીં પણ ટ્રીસા નજરે ના ચડતાં એ ચિંતિત વદને દોડીને હોલમાં આવ્યો..જ્યાં ટેબલ ની ફરતે ગોઠવેલી ખુરશીમાં એક પાંત્રીસેક વર્ષનો વ્યક્તિ બેઠો હતો..જેની આંખોમાં ગજબની ચમક અને શાંતિ હતી..આમ છતાં એની આ શાંતિ પાછળનો એનો ક્રૂર ચહેરો ખરેખર એની આ દ્વિમુખી પ્રતિભાની ઝાંખી કરાવતો હતો.

"શું થયું જ્હોન..કેમ આમ હાંફતો-હાંફતો આવ્યો..? "

"ભાઈ ટ્રીસા..એ પોતાનાં રૂમમાં નથી.."એ વ્યક્તિની તરફ જોઈ જ્હોન બોલ્યો.

"તો એ તુતક પર ઉભી હશે.."હોલમાં બેસેલો એ વ્યક્તિ શાંતિથી બોલ્યો.

"મેં બધે જોયું ટ્રીસા ક્યાંય નથી..એ ની જોડે મેં સંપર્ક સાધવાની કોશિશ પણ કરી છતાં એ શક્ય ના બન્યું..ભાઈ, નક્કી ટ્રીસા કોઈ મુસીબતમાં છે..આ બધું ડેઈઝી અને ઈવ નાં લીધે થયું છે..ટ્રીસા બિચારી હજુ નાની છે..એને દર વખતે ઉતારી પડવાની ડેઈઝી ની આદત બની ગઈ છે..અને આજે તો ઈવ એ પણ ડેઈઝી નો સાથ આપ્યો..નક્કી એ બંને ની વાતનું ખોટું લાગતાં ટ્રીસા એકલી જ શિકાર પર નીકળી પડી જ્યાં એ કોઈ મોટી મુસીબતમાં મુકાઈ ગઈ છે.."જ્હોનનાં અવાજમાં પોતાની નાની બહેન માટે ચિંતા હતી.

હવે જ્હોને જે કંઈપણ કહ્યું એની અસર ત્યાં બેસેલાં એ વ્યક્તિ પર થઈ.. એનાં ચહેરા પર ગંભીરતા પ્રસરી ગઈ..એ પોતાનાં સ્થાનેથી ઉભો થયો અને ટેબલ પર મૂકેલાં એક સોનાનાં પાત્રને પાણીથી ભર્યું..આમ કર્યાં બાદ એ વ્યક્તિએ છરી વડે પોતાની હથેળીમાં એક ચિરો કર્યો..જેમાંથી નીકળતી લોહીની અમુક બુંદો એને પાણીની અંદર નાંખી.

આમ કરતાં જ પાણીમાં ફોરેન્સિક લેબનું પ્રતિબિંબ ઉભરી આવ્યું..જ્યાં હમણાં જ અબ્દુલ અને અશોક ટ્રીસા નાં મૃતદેહ ને દિપક ને સુપ્રત કરી રવાના થઈ રહ્યાં હતાં.. જ્હોને પણ આ દ્રશ્ય જોયું એટલે એતો રડતાં રડતાં એ વ્યક્તિને ભેટી પડ્યો અને બોલ્યો.

"ભાઈ ક્રિસ..ટ્રીસા ને શું થયું..? "

"એ રડીશ નહીં.. આ તારો ભાઈ જીવે છે હજુ...ટ્રીસા ને કંઈ નહીં થાય..અને જે લોકોએ એની આ દશા કરી છે એમને હવે હું જીવતા નહીં મુકું.."જ્હોનનાં માથે હાથ ફેરવી ક્રિસ બોલ્યો..ક્રિસ નાં અવાજમાં ભારે ગુસ્સો હતો..આમ બોલતી વખતે એની આંખો અંગારાની માફક ચમકી રહી હતી.

જ્હોનને સાંત્વનાં આપતી વખતે ક્રિસે ટેલીપથી દ્વારા બ્રાન્ડન, ડેઈઝી, ઈવ અને પોતાનાં એક અન્ય ભાઈ ડેવિડ ને હોલમાં આવી જવાનો સંદેશો આપી દીધો..આમ થતાં જ એ બધાં એ હોલમાં આવી પહોંચ્યા..સોનાનાં પાત્રમાં દેખાતાં પ્રતિબિંબ પર નજર પડતાં જ એ બધાં સમજી ગયાં કે ક્રિસે એ લોકોને ત્યાં કેમ બોલાવ્યાં.

આ દ્રશ્ય જોઈ એ લોકો અંદરોઅંદર એકબીજા પર આરોપ-પ્રત્યારોપ લગાવવા લાગ્યાં.. આ જોઈ ક્રિસે એ બધાં ને ઉદ્દેશીને ગુસ્સામાં કહ્યું.

"ચૂપ થઈ જાઓ બધાં..આ બધું કેમ બન્યું એ વિશે ચર્ચા કરવાનો આ સમય નથી..આ સમય છે હવે શું કરવાનું છે એ વિશે વિચારવાનો.."

ક્રિસને ગુસ્સામાં જોઈ બધાં એકદમ શાંત થઈ ગયાં.. સ્મશાનવત ચુપ્પી જહાજમાં ફરી વળી એ સાથે જ ક્રિસ બોલ્યો.

"ચલો બધાં મારી સાથે.."

★★★

વધુ આવતાં અંકમાં.

રક્તપિશાચો મળીને રાધાનગરમાં કેવો આતંક મચાવશે..? શું ક્રિસ ટ્રીસા ને બચાવવામાં સફળ રહેશે..? અર્જુન શહેરનાં લોકોને આ રક્તપિશાચ લોકોથી કઈ રીતે બચાવશે..? અર્જુન કઈ રીતે આ બધી ઘટનાઓ પાછળનું કારણ શોધી શકશે..? રાધાનગરનાં બદલાયેલાં વાતાવરણનું કારણ શું હતું..? આવાં જ સવાલો નાં જવાબ માટે વાંચતાં રહો આ રહસ્યમય હોરર સસ્પેન્સ નોવેલનો નવો ભાગ..આ નોવેલ મંગળવારે અને શુક્રવારે પ્રસારિત થાય છે એની નોંધ લેવી.

તમે આ નોવેલ અંગે તમારાં કિંમતી અભિપ્રાય મને મારાં whatsup નંબર 8733097096 પર પહોંચાડી શકો છો..આ સિવાય તમે ફેસબુક પર author jatin patel અને ઈન્સ્ટાગ્રામ પર jatiin_the_star સર્ચ કરી મને રિકવેસ્ટ મોકલાવી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન, મોત ની સફર અને સેલ્ફી પણ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન

બેકફૂટ પંચ

ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:-the mystry

અધૂરી મુલાકાત

આક્રંદ:એક અભિશાપ..

હવસ:IT CAUSE DEATH

હતી એક પાગલ

પ્રેમ-અગન

મર્ડર એટ રિવરફ્રન્ટ

The ring

~જતીન.આર.પટેલ (શિવાય)