પ્રકરણ - 29
પ્રેમ વાસના
અઘોરીબાબ અને મહારાજશ્રીએ જેટલું કહેવાનું સમજાવવાનું હતું તે બધું પ્રમાણસર કહી દીધું. પછીથી સખારામને બોલાવીને કાનમાં સૂચના આપી. સખારામે હાથ જોડીને કહ્યું "હું બધી તૈયારી કરું છું અને સવિતા પાસે જવનાં દાણાં, કપૂર, તાંબાનાં લોટામાં પાણી મંગાવ્યું અને ત્રણ નંગ સોપારી મંગાવી, મહારાજશ્રીએ અઘોરીબાબાને પૂછ્યું બે કે ત્રણ સોપારી ? અઘોરીબાબાએ સદગુણાબ્હેન તરફ નજર કરીને ઇશારાથી સમજાવ્યું મહારાજશ્રી સમજી ગયાં અને હાથ જોડાઇ ગયાં કહ્યું "હા માફ કરો સમજી ગયો. અઘોરીબાબા અને મહારાજશ્રીની ચેષ્ટા કોઇને સમજાઇ નહોતી રહી છતાં કાયમી શાંતિ મળે એ માટે કૂતૂહૂલતાથી બધા બધું જોઇ સાંભળી રહ્યાં હતાં. થોડીવાર ચૂપકીદી છવાયેલી રહી.
સવિતાએ તાંબાનાં લોટામાં પાણી - જવનાં દાણા સોપારી, કપૂર બધુ લાવીને એમની પાસે મૂક્યું. મહારાજશ્રીએ પછી સખારામને કહ્યું "મનીષાબ્હેન અને કર્નલને સામે બેસાડો. અને બંન્ને બેડરૂમનાં દરવાજા ખોલી નાંખવા કહ્યું. બધીજ બારી દરવાજા ખોલવા કહ્યું અને સખારામને કહ્યું અમે જે નાનો માટીનો કૂંડ લાવ્યા છીએ એમાં આ કોલસાને પ્રગટાવીને અંગારા તૈયાર કર. સખારામ બતાવ્યા પ્રમાણે બધી તૈયારી કરવા લાગ્યો.
કર્નલને બેસવા માટે કહ્યું "એટલે એમને આશ્ચર્ય થયુ કર્નલે અઘોરીબાબાને પૂછ્યું "મારે કેમ બેસવાનું છે ? અઘોરીબાબા કંઇ બોલ્યા નહીં પણ એમનાં આદેશ સામે પ્રશ્ન કર્યો એટલે એમની ભૃકુટી તંગ થઇને ખેંચાઇ ડોળા મોટાં થઇ ગયાં. સખારામે જોયું કે બાબા ગુસ્સે થયાં છે એટલે એ સમજાવવા ગયો અને બાબાએ હાથ કરીને એને બોલતો અટકાવ્યો અને ગરજયા કે તમે બેસવામાં શું પ્રશ્ન છે શું વાંધો છે ? આ ઘર તારું પણ છેને ? આ છોકરી તમારી પત્નિ છે ને ? એને ઉગારવાની તારી ફરજ નથી ? અમે આટલે દૂરથી શું જખ મારવા આવ્યા છીએ ? તારાં ઘરમાં શેતાનનો વાસ થયેલો છે અને તને પ્રશ્ન સૂજે છે ? તારે કરવી છે વિધી કે નહીં ? અને તારી નાસ્તિકતા તારી પાસે રાખ છેલ્લાં દિવસોમાં તારાં ઘરમાં શું ખેલ થયા છે ? ખબર નથી ? અને તારે અહીં શાંતિ-સુખ આનંદ થાય એવું કરવું છે કે અમે અહીંથી જઇએ ? અમારી આ સેવા અને કૃપાનો તું હકદાર લાગતો નથી મને.......
કર્નલ કંઇ જવાબ આપવા જાય એ પહેલાંજ મનીષાબેન ઉભા થઇને બાબાનાં પગમાં પડી ગયાં માફ કરો માફ કરો. અમારાં ઉપર કોપ ના કરશો. એમની ભૂલ થઇ ગઇ એમને ખબર જ નથી એ શું બોલે છે ? શું પૂછે છે ? એમણે એમની નરી આંખે બધું જોયું છે અનુભવ્યું છે અને મેં તો અસહ્ય પીડા ભોગવી છે પ્રભુ માફ કરો મેં મારાં શરીર પર શેતાની સ્પર્શ અનુભવ્યો છે એમ બોલતાં બોલતાં ધુસકે, ધુસકે રડી પડ્યં. મને પણ એણેનાં વિચારોની સંગત હતી હું પણ કંઇક અંશે આવું બધું નહોતી માનતી પણ જેને થાય એને ખબર પડે. મને મારાં ઠાકોરજી પર ખૂબ શ્રધ્ધા છે તમે જે કરવું પડે એ કરો અને આ કાળમુઆ શેતાનમાંથી છોડાવો અમને માફ કરો. ચાલો અહીં આવી બેસો..... મનીષાબ્હેન કર્નલને રીતસર હુકમ કર્યો.
કર્નલની તો બોલતી જ બંધ થઇ ગઇ હતી. એમનાં હાથ જોડાઇ ગયાં. અને બાબાની સામે હાથ જોડીને બેસી ગયાં અને બોલ્યાં" મારો અર્થ... મને માફ કરો મારે પ્રશ્ન હીં પણ તમારો હુકમ માનવાનો હતો. આપ જે કહેશો એ કરીશું. મારી પત્નિ પુત્રી અને જમાઇ પર જે થયું છે ક્યારેય નિહાળ્યું નહોતું અને જેવી તાલિમ મળી હતી એમાં..... ઠીક છે માફ કરો.
અઘોરીબાબા એમની વિનંતી અને મનીષાબ્હેનની કાલકૂદીથી શાંત થઇ ગયાં. એમણે કહ્યું "તમારે તમારી વેવણ અને વેવાઇનો આભાર માનવાનો છે એ પહેલાં સ્પષ્ટ કરી દઊં તમે જે મુશ્કેલીમાં મૂકાયા છો એમાં.... કર્નલ બરાબર સાંભળી લો એમાં તમારો જમાઇ કે કુટુંબ જવાબદાર નથી જ. તમારી દીકરીને કોલેજમાં રંજાડતો એ યુવાન અકસ્માતે મૃત્યું પામ્યો અને એ પ્રેત થયો અપમૃત્યુમાં એની અધૂરી અતૃપ્ત હવસ તમારી દીકરી માટેની જવાબદાર છે અને એનો કારણે બધાંજ હેરાન થયાં છે માટે કોઇપણ વિચાર નાસ્તિકતાની હોય કાઢો અને પૂરી શ્રધ્ધા સાથે બેસો. અને બેઠાં પછી વિધી ચાલુ થાય અને અતૃપ્ત પ્રેતત્મા જે તમારી પત્નિને કનડી રહ્યો છે એનો તો કોઇ તમારી પત્નિ કે કુટુંબ સાથે નિસ્બત નથી છતાં એ આવ્યો પાછળ... પરંતુ હવે વિધી ચાલુ થાય ત્યારે તમને પણ અનુભવાશે કે આ જગત પર માનવીય શક્તિની ઉપર ઇશ્વરની શક્તિ અને બીજી મેલી શક્તિઓ કેવી કેટલી છે તમને સમજાશે.
અઘોરીબાબાએ સમજાવ્યા પછી કર્નલ સાવ મૌન થઇ ગયાં અને મનીષાબ્હેનની બાજુમાં બેસીને નતમસ્તક થઇ વંદન કર્યાં. અઘોરીબાબા શાંત થઇ ગયાં. અને એમણે પણ મન શાંત કર્યું ઓ મહારાજશ્રીને કહ્યું અને સ્તુતિ પઠન કરો અને સખારામે જે અગ્નિ માટીનાં કૂંડમાં તૈયાર કરેલો એ વચ્ચે સ્થાપિત કર્યો. મહારાજશ્રીએ સ્તુતિપઠન કરવા માંડ્યું. એમનાં સ્પષ્ટ ઉચ્ચારો સાથે સ્તુતિ પઠન સાંભળવા મન થતું હતું. ખૂબજ સ્પષ્ટ સંસ્કૃતની રૂચાઓનું પઠન કરી રહ્યાં હતાં અને કૂંડનો અગ્નિ વધુ તે વધુ પ્રજ્વલિત થઇ રહેલો જાણે રૂચાઓનાં ઉચ્ચારો સાથે ગતિ પકડતો હતો અને ઘરમાં જાણે એક પ્રકારનો હકારાત્મક પ્રભાવ વધી રહેલો. કર્નલ અને મનિષાબ્હેનની આંખો બંધ હતી અને રૂચાઓ સાંભળવામાં મગ્ન થઇ ગયાં હતાં.
વૈભવ અને વૈભવી હાથ જોડીને આંખો મીચીને બેઠાં હતાં. સદગુણાબ્હેન પણ મહારાજશ્ર(ની પાસે નીચે જમીન પર બેઠાં હતાં. લક્ષ્મણ અને સવિતા દૂર કીચન પાસે કૂતૂહલતા પૂર્વક જોઇ રહેલાં. સખારામ અઘોરીબાબાની આજ્ઞાનું પાલન કરવા તત્પર હતો. મહારાજશ્રીએ સ્તવન પુરુ કર્યું અને કળશમાંથી જળ લઇને એમણે કર્નલ અને મનીષાબ્હેન ઉપર છાંટયું કર્નલનાં શરીરમાં કંપારી આવી ગઇ પરંતુ મનિષાબ્હેન જાણે પત્થર થઇ ગયેલાં.
અઘોરીબાબાએ ઘૂરીને મનિષાબ્હેન તરફ જોયું અને એમની આંખો ચમકી અને મોટી થઇ થોડી ગુસ્સામાં આવી હોય એમ વિસ્ફારીત આંખો લાલ અગ્ન જેવી થવા લાગી એમણે હવનકૂંડમાં જવનાં દાણા નાંખીને બોલ્યાં.
હે મહાકાલ ...... મહાકાલી... તમને વંદન હો ૐ મં મહાકાલેશ્વર નમ સ્માશાન ભૂમિની પથારી કરી. ...... ગુરુ તમારો આકાર....
આજ્ઞા કરો.... ત્રિશૂળ ઉગામો... હે શીવશક્તિ... અનુગ્રહ છે એની ચામડી તડતડાવો દૂર કરો... વાણીમાં સંયમ કરો... હતું એવું સન્માન કરો. હું હું હું હું એમ બોલીને ફરી જવનાં દાણાં સાથે કપૂર નાંખ્યું હવન અગ્નિમાં જેવું પડ્યું અને મોટો અગ્નિ ભડક્યો મોટાં સુસવાટા જેવો પવન આવ્યો અને જાણે ચીચીયારીઓ પાડતો હોય એવો અવાજ આવ્યો. બાબા બોલ્યાં ઇશા નામ નઃ દૂર થા કોણ છે ? નીકળ બ્હાર.....
મનિષાબહેનની ધીમે રહીને આંખો ખૂલી અને જાણે ત્રાટક કરતી હોય એમ બાબા સામે જોયું બાબા બોલ્યાં સાલા નરાધમ હજી એનામાં પ્રવેશે છે ? તારીં હાલત જો હું કરું છું એમ કહે મંત્ર ભણીને ફરી કપૂરની અર્ધ્ય આપીને વિધી કરી અને મનીષાબહેનનાં શરીરમાં ખૂબ ધુજારી આવી એ ચતાપાટ પડી ગયાં અને ધૂજવા લાગ્યાં. કર્નલ તો હેબતાઇ ગયાં ખૂબ ગભરાયા એમણે હાથ જોડીને કહ્યું પ્રબુ આ શું થયું ? આને આ શું થાય છે ? બચાવો.
અઘોરીબાબે શાંત રહેવા કહ્યું અને કળશમાંથી જળ લઇને મંત્ર બોલીને મનીષાબહેન પર જળ છાંટ્યું અને મનિષાબહેને મોટી ચીસ પાડી અને બેભાન જેવા થઇ ગયાં ત્યં અગ્નિકૂંડ પર જાણે પ્રેત આકૃતિ રચાઇ ગઇ એની સાથે જ બાબાએ મંત્રોચ્ચાર સાથે સોપારી અગ્નિમાં આહૂત કરી દીધી એની સાથે મોટાં અવાજ અને ધુમાડા સાથેની પ્રેત આવૃત્તિ બારીની બહાર નીકળી જતી બધાએ જોઇ. આ દ્રશ્ય જોઇને કર્નલ તો બાબાનાં પગ પકડીને એમનાં ચરણોમાં બેસી ગયાં. વૈભવ વૈભવી બધાં આ સાક્ષાત ચમત્કાર નરી આંખે જોઇ રહ્યાં.
સદગુણાબ્હેનતો ક્યારનાં મહાકાલની માળા કરી રહ્યાં. હતાં. સખારામ બોલ્યો એક તો ગયો... મનીષાબ્હેનને સવિતાએ પોતાનાં ખોળામાં બધાં એમનાં માથે મહારાજશ્રીએ આપેલી ભસ્મ લગાવી અને એમને પંખો નાંખવા લાગ્યાં.
થોડીવારમાં મનિષાબ્હેને કણસતાં કણસતાં ધીમે રહીને આંખો ખોલી એમને જાણે કઠીન પરિશ્રમ અનુભવ્યો હોય એમ ખૂબજ થાક અનુભવતા હતાં આખું શરીર પાણી પાણી થઇ ગયું હતું. એમણે પીવા પાણી માંગ્યું. અઘોરીબાબાએ ના પાડી હમણાં નહીં થોડો સમય પછી આપો હમણાં કંઇજ નહીં ભલે બધુ માંગે.
અઘોરીબાબએ કર્નલને કહ્યું "તમારી પત્નિ પાછળનો પ્રેત તો ગયો એનો પણ પ્રેત યોનીમાંથી છુટકારો થઇ ગયો છે એટલે એક કામ સંપૂર્ણ થયું. નિશ્ચિંત રહેજો.
સદગુણાબ્હેને કહ્યું "આ છોકરાઓનું શું ? એટલે અઘોરીબાબાએ કહ્યું એ થોડું વિચિત્ર અને અટપટું કઢંગુ છે એ આજે મધ્યરાત્રીએ કરવાનું છે એમ કહી શાંત થઇ ગયાં.
પ્રકરણ - 29 સમાપ્ત
આગળ અઘોરીબાબા શું વિધી વિધાન કરે છે વાંચો પ્રકરણ -30
પ્રેમવાસના અનોખો બદલો અધૂરી તૃપ્તિનો....