હૈયું માંડ પરાણે કરતાં,
શીખ્યું હતું સ્મિતની ઉજાવણી..
ત્યાં પાછી આજે એમને જોયા,
અને આંખો થઈ પાણી-પાણી...
ભાગ - ૭ માં ....
અમુ માટે આ નગર...આ ઇમારતો...ને જ્યાં નજર નાખો ત્યાં બસ કીડિયારા ની જેમ ઊભરાતા માણસ નાં વૃંદ અમુ ને ડરાવી દે છે...આટલી ભીડ તો અમુ એ સાતમ નાં ભરાતા મેળે પણ નહોતી જોઈ ...
ઝટપટ સહુ લિપ માં ગોઠવાઈ "આગમન એપારટમેન્ટ" નાં ૯ માં ફ્લોર પર પહોંચે છે...લિપ માં અમુ એક અજીબ પ્રકારની ખુશી અનુભવે છે..એ પોતાને જાણે કોઈ વિમાન માં બેસી આકાશ સફર કરતો હોય તેવી ખુશી અનુભવે છે.....
ભાગ - ૮
અમુ એક ક્ષણ માટે પોતાના ગામ..ઘર..માં..બાપ..ને સહજ ભૂલી જ જાય છે..નવી દુનિયા માં પ્રવેશ થતાં ત્યાંના ઓજસ તેજસ્વી ભભકા મય પ્રકાશ સામે એ પોતાના ગામ,ઘર ની અંધકાર ગરીબી ને પળ ભર માટે ભૂલી ગયો..
શેઠ નાં ત્યાં નવા કપડાં મળ્યા..એ રાજી રાજી થઈ ગયો..
જમવાનો સમયે સ્વાદિષ્ટ ભોજન ને મીઠાઈ...ઘર ની યાદ ક્યાં આવવા દે..સાંજ ના પાંચ છ વાગી ગયા...અમુ મસ્તી થી વિમલ શેઠ નાં છોકરાઓ સાથે રમી રહ્યો..પણ જેમ જેમ અંધારું થવા આવ્યું..કુદરતી અજવાળું ઓલવાવા લાગ્યું ને માયા નગરી મુંબઈ માં કુત્રિમ પ્રકાશ પોતાનું જોર બતાવવા લાગ્યો..તેમ તેમ..અમુ ને ઘર ની સ્મૃતિ થવા લાગી...
માં...બાપ...ઘર..રૂપો પટેલ..વગેરે યાદ આવવા લાગ્યા..
સાચે જ ઈનાથી ન રહેવાયું..એ રડી પડ્યો..હા પોક મૂકી ને રડ્યો..બસ ઘરે જ જવું છે..
માં...બાપા...પાસે..
બસ .ઘર..
ખેતર...ની તાજી યાદો એને નવરો અને એટુલો કરી દિધો.. શેઠાણી અને છોકરાઓ એ એને સમજાવી છાનો તો રાખ્યો પણ...એના મુખ પર સવાર જેવું હાસ્ય..ચમક નાં લાવી શક્યા...છેવટે કઈક બહાનું બતાવી શેઠાણી એ જમાડી સુવાડી દિધો...
સમુ..વેલો.
ઘરના ઢાળીયાં આગળ ખાટલો રાખી આભ માં ચમકતા તારા ઓ જોતા જોતાં અમુ નાં વિચારો માં ખોવાતા રહ્યા..
નાનકડી ગીતા પણ અમુ વગર એકલ થઈ જવાથી આખો દિવસ એકલું લગાડતી હતી..
સમુ..પણ પોતાના હીરલા ને દૂર મોકલી અંતર થી ખુશ હતી.. કે મોટો થઈ મારો અમૂડો હોશિયાર થસે..ને બીજા શહેર થી આવતા મોટા માણસો ની જેમ ફટ ફટ નવી ભાષા બોલશે..
પણ...એનું કોમલ હૃદય અમુ નો વિયોગ પળ માટે સહી શકે તેમ નહોતું...તે આજે આખો દિવસ જમી પણ નહોતી..ને કામ કરતી કરતી અમુ ને વારે વારે સંભારતિ આંખો થી ગંગા જમના નો અવિરત પ્રવાહ વહાવતી હતી..
વેલો.. કાઠી છાતી નો આધેડ હતો..પોતાના નાનકડા અમુ ને શેઠ સાથે મૂક્યા પછી સૂનમૂન થઈ ગયો હતો..દરરોજ કરતા ત્રણ ઘણી બીડી ઓ આજે પી ગયો હતો..
અમુ સાથે સવાર,બપોર સાંજ કામ માટે લડતા હસતા જે સમય જતો રહેતો...તે જ સમય આજે થંભી ગયો હતો..
દરરોજ રાતે આંગણા માં ખુલા આકાશ નીચે સૂતા સૂતા અમુ નાં અકલ્પ્ય સવાલો ના વેલો જવાબ નહોતો આપી સકતો ત્યારે કોઈ લોક કથા યાં દંતકથા સંભળાવી એને સુવડાવી દેતો..
આકાશ નાં તારાઓ પણ અમુ ને આજે અહીં શોધી રહ્યા હતા..
આજે એમના ટમટમ વામાં પણ તેજ ની કમી જણાઈ આવતી હતી..
વેલો પરિવાર સામે આંખો થી એક આંસુ નું બુંદ ન પાડી..પોતાની ખામિરાઈ બતાવતો હતો...પણ એકાંત જગ્યા માં જતા જ અમુ ની યાદ એની આંખો થી શ્રાવણ ની જેમ વરસી જતી હતી..
અમુ ની યાદ માં સમુ ને વેલો ગગન માં તારા ઓ ને જોતા જોતાં નિંદ્રા ધિન થઈ ગયા..
આ બાજુ શેઠ..વિમલ જી સવારે વહેલા રેડી થઈ વાકિંગ માટે નીકળ્યા...શેઠ નાં પૌત્રો પણ જીદ કરતા સાથે ગયા..
અમુ પાછો થોડા સમય માટે એકલો પડી ગયો..ને સવાર સવાર માં પછી ઘર...અને માં ની યાદ તાજી થઈ ગઈ..
ને એજ આંખો થી મુશળધાર આંસુ સાથે ..ઘરે જવાની જીદ લઈ એક ખૂણા માં ગોઠવાઈ ગયો..
શેઠાણી ખૂબ દયાળુ હતા..પણ અમુ એમની સાથે હજુ પૂરી રીતે હળ્યો ભળ્યો નહોતો એટલે એ આમજ એકલો થતાં રોઈ પડતો હતો..
અમુ નો આજે બીજો દિવસ હતો..એ પોતાને એકલો જ મહસુુસ કરતો..છાનો છપનો રડ્યા કરતો...
છેવટે .વિમલ શેઠ દ્વારા ગામડે ફોન કરી કાળુભાઈ ને સમાચાર આપ્યા કે વેલા ને બોલાવી ફોન કરાવજો..
અમુ ને થોડી ટાઢક જેવું લાગ્યું... કે શેઠ મને મારા બાપા ની વાત સંભળાવશે...!!
આભાર...મિત્રો
આપ સહુ નો ખૂબ ખૂબ આભાર
આવનારા જન્માષ્ટમી ના તહેવાર ની એડવાન્સ શુભકામનાઓ..
હસમુખ મેવાડા..