એક દી તો આવશે..! Mewada Hasmukh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

શ્રેણી
શેયર કરો

એક દી તો આવશે..!

તારા લઈ અમે સજાવી આ રાત છે...

નજર, હવે તો આવો તમારી વાટ છે...


નમસ્કાર મિત્રો....!!

હવે બીજી વાર્તા લખવાની શરૂ કરી છે...
અને લખવાનું ચાલુ છે...

આપ સહુ નો #બસ કર યાર સ્ટોરી ને ખુબ જ સરસ પ્રતિભાવ મળી રહ્યો છે...!!

સહુ બહેનો અને ભાઈઓ નો ખુબ ખુબ આભાર.!!

હું કોઈ ઓફિસિયલી પ્રોફેશનલ રાઇટર યા કવિ નથી..પણ...
એકાંત અવસ્થા દરેક ને કંઇ ને કંઇ પ્રવૃતિ કરાવતી હોય છે..
પછી એ ગમે તે હોય....!!

આજે એક રીયલ બનાવ પર થોડુ મગજ કસવાની પ્રેરણા મળી..!
અને આપ જાણો છો કે હવે લખવા કયા પેન કાગળ ની જરૂર પડે છે..!
તો લેખન સામગ્રી ની ચિંતા માં પરોવાયા વગર..લખી જ નાખ્યું..
બે અંગૂઠાના ટેરવાં થી.....

મારું મન માત્ર ઓર્ડર કરે અને અંગૂઠા એની પોઝિશન સંભાળે એવું નથી.....
મે અનુભવ્યું છે નવરા બેઠાં....
કે... એ પણ,
રસ લે છે..મારી વાર્તા માં..
મારી વાર્તા ના જીવંત પાત્રો માં....
એમની હૂંફ માં...
લાગણી માં....
ક્યારેક કઠોરતા માં...પણ..!!

#બસ કર યાર ના પાર્ટ ૧૯/૨૦ માં મહેકે
અરુણ નાં પ્રેમ પ્રસ્તાવ ને સ્વીકાર ન કર્યો...
કારણ એ પ્રેમ ને એક્સેપટ કરી શકે તેમ નહોતી..
ત્યારે .. સાલું મને પણ દુઃખ લાગ્યું...!!
કોઈ શબ્દો જ ન મળ્યા...
જે એકબીજા ને નજીક લાવી..
પ્રેમ માં તરબોળ કરી દે....
જોગાનુજોગ એ સમયે વરસાદ નાં ઝાપટાં પણ મને વારંવાર એમના મિલન નો સંકેત કરતા હતા..પણ,
મહેક... જ વરસાદ નાં બહાને કેન્ટીન છોડી દે છે..અને અરુણ.એના ગયા પછી પોતાના સ્વસ્થળે પરત ફરે છે...

અરે એકવાર ફરીથી વાંચી લેજો ..
બસ કર યાર...ભાગ ૧૯/૨૦..
જેમણે નાં વાંચી હોય તેઓ એકડે એક થી શરૂઆત કરજો...
હજુ..૨૧ માં ભાગ સુધી પહોંચ્યો છું...સંગાથ થઈ જશે..!!!

હા..તો આ વાર્તા છે..એક ગામડા ના અમુ ની...અમુ એટલે અમરત..
હા, માતા સમુબેન, પિતા વેલજી અને નાનકી ગીતા નો અમૃત..!!


રાજસ્થાન બોર્ડર પર આવેલા એક નાના ગામડામાં વેલજી પોતાના પરિવાર અને ગાય,ભેંસ સાથે સાત વીઘા જમીન થી રાજી ના રોટલા ખાય છે....
પણ..ગરમી નો અવિરત પ્રકોપ..વરસાદ ની અછત..ના કારણે પાણી ના તળ હજાર હાજર ફૂટ થી નીચે જતાં રહ્યા..
બોર કરાવો..ક્યાંક પાણી મળે .તો એના નસીબ..!!
બાકી..પાણી વાળા લોકો ના ભરોસે જીવવાનું...ને પાણીદાર લોકો ની આર્થિક અને શારીરિક રીતે ગુલામી કરવાની..

વેલજી..સીધો સાદો આધેડ..હતો
ખેતરે જ રહેતો..ને ખેતી કરી ગુજરાન ચલાવતો...

બાજુમાં રૂપજી પટેલ નું ખેતર હતું..
રુપજી નામ માત્ર નહિ..રૂપિયા વાળો પટેલ હતો...પટલાણી મેના બેન પણ આધ્યાત્મિક અને માયાળુ સ્વભાવ નાં હતા...પણ..એમના નસીબે હજુ સંતાન સુખ નહોતું મળ્યું.. ભગવાન દરેક ને બધી રીતે સુખ નથી આપતો...ક્યાંક ને ક્યાંક એક એવી ખોટ રાખે છે.. કે જેનાથી દુઃખ નો અનુભવ હમેશાં થતો રહે છે..
પણ..મેના બેન માયાળુ હતા..
વેલજી ના પરિવારને ખૂબ જ હેત થી રાખતા..
કોઈ સારા નરશાં પ્રસંગે..અમુ અને ગીતા ને પોતાના જ છોકરા ગણી આમંત્રિત કરે જ ..
વેલજી એ શાહુકાર અને સગાવહાલા ના સહારે બે - ત્રણ બોર કરાવી નાખ્યા...પણ પાણી નું ટીંપુ નસીબ ન થયું..
વેલજી અને સમુ પાણી માટે સઘળું દાવ પર લગાવી ચૂક્યા..પણ..કઈ મળ્યું નહિ..

છેવટે..ચોમાસા ના ભરોશે વાવેતર કરતા..ને કુટુંબ ની જવાબદારી પાર પાડવા તનતોડ મહેનત કરતા.. પોતાના સપનાંને મારી મચડીને અમુ..પર હરખની નજર કરતા થાક ઉતારતા..રાજી થતાં..

રૂપજી.. વેલજીની દશા..અને દિશા બંને થી પરિચિત હતા..
પોતાની સીતેર વીઘા જમીન પર ચાર બોર થી ખેતી કરતા...પાણી આખાય ગામ કરતા વધુ હતું....
અરે..બાજુના નાના ખેડૂતો ના ચાર - પાંચ ખેતરો રૃપજી ની મહેરબાની થી હર્યાભર્યા હતા..

વેલજી ને પણ..એક દિવસ વાળું થી પરવારી વાડે ટૂકો કરી મેનાબેને બોલાવી..
વેલાજીભાઈ.. આ સાલ કપાસ વાવો.. પાણી અમે દેશું.
થોડી લીલોતરી ખેતરે રહેશે તો ઢોર પણ નેહાકા નઈ નાખે..ને છોકરા ય ખાધે પીધે હરખા રેસે...!!
વેલજી..ને મેના બેન ની વાતો હૈયે બેઠી..
એણે વાત સ્વીકારી ને પાણી નો ભાગ વાવેતર ની ઊપજે આપવા નું પાક્કું કર્યું..

વેલજી...રાજી રાજી થઈ ગયો...ઘર તરફ પગલાં માંડતા એક બુમ સમુ ને પાડી...

એ.. ય.. હાંભળે સે.. કે,
વેલજી ની વાણી માં મીઠાશ હતી...

સમુ સાવ અંગૂઠા છાપ ભલે હતી..પણ,એના કાન.. અવાજને અને આંખો.. ચહેરા ને સારી રીતે ભણી શકતી હતી..

એમાંય વેલજી ને તો એ જયાર થી ઘરસંસાર માંડી ને આવેલી ત્યારથી જ નહિ...સગાઈ ની વાતો થઈ ત્યારથી આછું આછું જાણવા માંડી હતી..

પહેલી વાર હૈયે હેત નું વાવેતર કરવા જઈ રહી હતી તો...ખેતર ના પાળા ની માવજત તો રાખવી પડે ને..!!

એકવાર બાજુના ગામ માં ભરાતા મેળે અચાનક વેલા ને જોયો ત્યારે જ હૈયું બોલી ઉઠયું હતું.."આજ મારો ભરથાર.."
બસ એ વાત નું અંતરમાં અભિમાન સમુ કરતી રહેતી..
જોત જોતામાં લગન કરી વેલા સાથે જીવન ના ગાડા ની ધુરા સાથે જોતરાઈ ગઈ...

સમય જતાં અમુ ને ગીતા પણ આ સફર માં સામેલ થયા..

હા, હાંભળું સુ...!! વાસણ ધોતા ધોતા ઓઢણાં નો પાલવ હરખો કરતા બોલી..
આજે વેલો કંઇક ખુશ સે..એવું અનુમાન સમુ ને થતાં...એણે અમુ ને સાદ કરતા...
અમુ...! તારા બાપુ ને કે ઓસરી માં આવે..!!

ઓસરી માં એક ઝાકમઝોળ ખાટલો હંમેશા એની અનામત જગ્યા પર કોઈ પણ મહેમાન ની શરમ રાખ્યા વગર ગોઠવાયેલો પડ્યો રહેતો...
ભૂલમાં પણ કોઈ બેસી જાય તો ત્યાંથી વગર ટેકે ઉઠવું મુશ્કેલ થઈ પડતું..
હા, અમુ આ ઝાકમઝોળ હીંચકા માં આખી રાત ઘસઘસાટ પડ્યો રહેતો ...ઘણીવાર કૂતરા નાં બચ્ચાં પણ એની સાથે ચોંટી ને સુઈ જતા...પણ અમુ..સળવળતો નહિ...

ક્રમશ...
©️હસમુખ મેવાડા

મિત્રો....
મારી વાર્તા બસ કર યાર...જરૂર વાંચો..

આપના મંતવ્યો....સ્ટાર આપતી વખતે જરૂર લખો..કારણ આગળ ના ભાગ માં એનો જવાબ આપવાનો પ્રયત્ન કરી શકાય...!!