ek di to aavshe..! - 10 books and stories free download online pdf in Gujarati

એક દી તો આવશે... - ૧૦

એમના દિલમાં ઘણુબધું હોય છે...
જેના ખિસ્સામાં કઈ નથી હોતું ..!!

એક દી તો આવશે..ભાગ - ૧૦

આજે આખો દિવસ બસ મઝા જ મઝા...
અમુ ખુશખુશાલ હતો...સાથે સાથે..શેઠ અને શેઠાણી નો સ્વભાવ પણ હવે અમુ ને મેચ થઈ ગયો હતો...આખો દિવસ ઘર નું કઈક કામ કરવાનું..છોકરાઓ જોડે બેસી ભણવાનું...ને..ઘર નાં કોઈ મેમ્બર હાજર ન હોય ત્યારે બધા છોકરાઓ સાથે ધીંગા મસ્તી કરવાની...!!
શેઠ નાં છોકરા ઓ પણ અમુ પ્રત્યે લાગણી રાખતા...આમ તો શેઠ પણ ક્યારેય અમુ ને પોતાના છોકરાઓ ની સરખામણી માં નીચો ન ગણતા...છતાંય..કોઈ ચીજ વસ્તુ અમુ ને ગમતી હોય તો..છોકરાઓ એને લાવી અમુ નાં હાથ માં આપી દેતા...ને બદલામાં અમુ પાસે મજાક મસ્તી કરતા કોઈ ગામડાનું દેશી ભજન કે ગીત ગાવાની ફરમાઈશ કરતા....

આજે બાપ્પા નું જાગરણ હતું..ઘરમાં મહેમાનો પણ આવવાના હોઈ...અમુ પણ બીજા લોકો ની જેમ નવા કપડાં માં સજી ધજી ને સવાર હતો...પોતે વારંવાર નવા કપડાં ને નિહાળી અંતરમન માં રાજી રાજી થઈ જતો...એના નાના બાળ મગજ માં પણ કદાચ વિચાર આવતો જ હશે... કે હું આ કપડાં માં કેટલો સુંદર લાગતો હોઈશ...મારી માં..પિતા જી મને આવા કપડામાં જોવે...તો કેટલા ખુશ ખુશ થઈ જાય..!!
પેલી નાનકી ગીતા..તો મને આમ બચકા ભરી ભરી ને જીદ કરી આ કપડાં કઢાવી પોતે જ પહેરી લે..
અમુ ને ભલે અક્ષર જ્ઞાન નહોતું...પણ, નાનકડા હૃદય માં આવતા સંવેદન લાગણી ઓ નાં મોજાઓ વારે વારે..આંખો સુધી આવી પાંપણ ભીંજવી જતા હતા..આ બધું જ એકલો અમુ જ અનુભવી રહ્યો હતો.. એવું નહોતું..!
દુર ગામડે સવાર ઉઠતા જ અમુ ને યાદ કરતા કરતા ઘર નું વૈતરું કરતી સમુ....ખેતર નાં પાળે પાળે કોઈ ઢોર, જાનવર પાક ને નુકસાન ન કરે તેની કાળજી રાખતા રાખતા...એકાંત જગ્યા શોધી..અમુ નાં વિયોગ માં બે અશ્રુ વહાવી દિલ ના ભાર ને હળવો કરતો....વેલો..!
આટલી કાચી ઉંમર માં અલગ થવું અસહ્ય જ નહીં વસમું હોય છે..પોતાના હીરલા નાં હાર માં એકાદ...બે..ચાર મોતી છૂટા પડી જાય તો ચાલી જાય...પણ હૈયાના હાર સમાં અમુ ને દૂર મૂકી ભલા સમુ ને વેલો કેવી રીતે ખુશ રહી શકે..!!

રાત્રી નો સમય થયો...શેઠ નો બંગલો રંગબેરગી લાઈટો, શણગારેલા હોલ માં પડતી મ્યુઝિક લાઇટ અને સેન્ટ નાં ફુવારા ની ખુશ્બૂ...આખાય વાતાવરણ ને મહેકાવી રહ્યું હતું..
થોડી વાર માં સહું લોકો આવવાના હતા તે આવી પહોંચ્યા હતાં...શેઠ અને શેઠાણી,છોકરાઓ..મહેમાનો..ઘરના કામ કરતા માણસો..ને આજે સ્પેશિયલ ગરબા માટે બોલાવેલ મ્યુઝિક પાર્ટી નાં યુવા કલાકારો રંગ જમાવી રહ્યા હતા..
થોડીવાર માં સહુ ડાંસ ગરબા માટે તૈયાર થઈ.. મોડી રાત સુધી મોજ માણી..અમુ પણ આ મહેફિલ માં સામેલ થયો..છોકરાઓ ની સાથે ગરબા રમતા રમતા અાડી અવળી લાઈન માં જતો રહેતો અમુ...છોકરાઓ માટે હસી ખુશી નું રમકડું બની ગયો હતો..

આજે સવાર થી સહુ પોતપોતાના કામ ઝડપ થી પતાવતા હતા..કારણ કે..શેઠ નો ઓર્ડર ગણો યાં...અહી થી દુર ચાલીસ કિલોમીટર દરિયા કિનારે બાપ્પા નાં વિસર્જન માટે જવાની તૈયારી..!!

સહુ તૈયારી થઈ ગઈ હતી..બાપ્પા ને હૃદય ની ઉર્મિઓ થી વિદાય આપતા શેઠાણી...નાં આંખ માં આંસુ જોતા...છોકરાઓ પણ ભાવુક થઈ ગયા હતા..
અમુ આ નજારો જોઈ ઘર ની યાદ તાજી કરી...મોટેથી રડી પડ્યો..શેઠે એની પીઠ થપથપાવી શાંત કર્યો..ને પૂજા વિધિ પૂર્ણ કરી...સહુ નીકળી પડ્યા બાપ્પાની મૂર્તિ વિસર્જન કરવા દરિયે..!
ખુલા ટેમ્પો માં ભગવાન ગણેશજી ને બેસાડી સહુ સમુંદર નાં રસ્તે હતા...રસ્તા માં આવતા ઊંચા ઊંચા બિલ્ડિંગો જોવા અમુ પોતાનું માથું ઊંચું કરી આંખો પહોળી કરી દેતો...મોલ..હર્યાભર્યા રસ્તાઓ..ચારેકોર બસ માણસો જ માણસો...!
અમુ વિચાર કરતો કદાચ અહીંયા દરરોજ મેળા ભરાતા હશે..!!
બાપ્પા નું મુકામ ટ્રાફિક નાં કારણે ત્રણ કલાકે આવ્યું..હજુ અહી પણ ટ્રાફિક હોવાથી એકાદ કલાક વિસર્જન માં થઈ જાય..વિચારી શેઠ અને શેઠાણી...સાથે આવેલ મોટા માણસો સાથે બાપ્પાને વિસર્જન માટે ગયા..અને બચ્ચા પાર્ટી ને ત્યાં થી ફૂડ ને મકાઈ નાં બાફેલા ડૂંડા..પકડાવી ટેમ્પો માં જ રહેવા કહ્યું...

આભાર...!
(બસ મિત્રો....ખરી સ્ટોરી..એક દી તો આવશે..!! હવે ચાલુ થસે..)

અમુ...ની હકીકત વાર્તા મે પહેલા સાંભળી કે વાંચી નથી...પણ જોઈ છે..તે કલ્પના કરી....જૂની યાદો ને તાજી કરી લખવાનો પ્રયત્ન કરતા કરતા આપ સુધી સ્નેહ મેળ થઈ રહ્યો છે..

હસમુખ મેવાડા.



બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED