એક દી તો આવશે..! - 4 Mewada Hasmukh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક દી તો આવશે..! - 4

તારે સોળે શણગાર સજવાની કોઈ જરૂર નથી
શરમ પણ શોભે છે તારા ઉપર કોઈ દાગીનાની જેમ


એક દી તો આવશે... પાર્ટ ૪..


શેઠે વેલા ને ઘર નાં હાલચાલ પૂછ્યા.. ને.. શહેર થી લાવેલા બે ત્રણ ખમીસ જેવા બુશઠ વેલા ને આપ્યા...

વેલો રાજી રાજી થઇ ગયો...શેઠ ને નાં પણ પાડી શક્યો...કારણ કે આ પહેલી વાર નહોતું બન્યું કે વેલા ને શેઠે કઈક આપ્યું હોય...

અમુ પણ કૂદકા મારતો કોઈ દેશી લગ્નગીત ગાઈ રહ્યો હતો..
"બાપુ,મારો અમુ થોડો મોટો થાય તો એને પણ ક્યાંક ઠેકાણે પાડજો.."
વેલાએ શેઠ ને એક વાત કહી...

"વેલા, બે ચોપડી ભણાવ..બસ નાં પાટિયા વાંચી શકે એટલું"
શેઠે કહ્યું.

"હો,શેઠ બેહાડ્યો સે... પણ જાતો નથી."
વેલા એ અમુ ને હાથ થી પકડી શેઠ સામે ઊભો રાખતા કહ્યું.

"કેમ..ભણવા નથી જતો"..છોકરા ?
શેઠ થોડા ક્રકશ ભાષા માં બોલ્યા..

અમુ ડરી ગયો હોય..તેમ વેલા નાં ખોળા માં છૂપાઈ ગયો ...
શેઠે ખિસ્સા માંથી ખાટી મીઠી ગોળી આપી..અમુ ને રાજી કર્યો..

વેલો...ખેતરે ગયો..
વરસાદ નાં ઝાપટાં વરસી રહ્યા હતા..
આજે મેઘ રાજા ની મહેર થાય તેવા એંધાણ હતા... કારણ કે સવાર થી જ ગરમી,બફારો એટલો બધો હતો કે વૃક્ષો એ જાણે પાંદડા ને આદેશ આપી દિધો હતો કે જ્યાં સુધી વરસાદ ન આવે ત્યાં સુધી આપણે સૂનમૂન થઈ જવું..

અંતે..અનરાધાર સતત ત્રણ દિવસ વરસાદ પડ્યો..
ધરતીપુત્રો એ કરેલી મહેનત,ખેડાઈ,બિયારણ,ખાતર બધું જ ધોવાઈ ગયું...ખેતર એકદમ સાફ થઈ ગયું..
પાળા તૂટી જતા પાણી પાણી થયેલું ખેતર સરોવર જેવું લાગતું હતું..
વેલા નાં તબેલા સુધી પાણી આવી પહોંચ્યા હતાં..પણ વેલો ખાતરી બંદ માણસ હતો..આગોતરી તૈયારી કરી તબેલા માંથી ઢોર ઢાખર ઊંચે ટેકરા વાળી જગ્યા બાંધી નાખેલા .
અને ઘર માં જરૂરી વસ્તુઓ ઠેકાણે પાડી..નિરાંતે ખાટલા પર બેઠા બેઠા ચલમ નાં કસ ખેંચતા ખેંચતા મેઘ રાજા ને કહી રહ્યો હતો..
"બાપ,હવે ખમ્મા કર..!!"

છેવટે રાત ના ચોથા પ્રહરે શામળા એ ખેડૂતો ની આજીજી સ્વીકારી..
વરસાદ અટક્યો...

લોકો એકબીજા ના ખેતરે ખબર અંતર પૂછવા ગયા...
વેલા ને ખેતર નાં ધોવાણ નું નુકસાન થયું હતું..
બાકી ઘણા ખેડૂતો ને ઘર નાં છાપરા પણ ભોંય ભેગા થઈ ગયા હતા..
કોઈના ઢોર પાણી માં ફસાઈ ગયા હતા..તો કોઈ નાં અનાજ ની બોરીઓ..પાણી માં હોઈયા થઈ ગઈ હતી...
ઢોર નાં ચારા માટે કોઈ જ પ્રકારની સગવડ રહી નહોતી..બધે પાણી જ પાણી હતું..

"લીલો દુકાળ.."

હા,બધા આ કપરી પરિસ્થિતિને લીલા દુકાળ કહી હાય લગાડતા હતા..અને હા સાથોસાથ વરસાદ નાં કારણે આવતું વરહ સારું જશે તેવી મોટી ઉમ્મીદો થી ભગવાન નો મનોમન આભાર માનતા હતા..

સળંગ પંદર દિવસ સુધી ગ્રામીણ વિસ્તારમાં અને શહેર વિસ્તાર નાં વરસાદે ગામ અને શહેર નો સંપર્ક છૂટી ગયો હતો..
આના કારણે ગામમાં અમુક વસ્તુઓ ની અછત સર્જાઇ હતી...
પણ ગામડું દરેક દર્દ ને પોતાના દિલ માં સમાવી ફરથી ખડે પગે થવા તૈયાર થઈ રહ્યું હતું..

આ અરસામાં ગામમાં આવેલી નિશાળ પણ વરસાદી નુકસાન નો ભોગ બનતા અમુક સમય માટે બંદ કરી દેવાઈ..

અમુ ને આટલું જોઈતું જ હતું...
અને એવું થયું...એની તો ખુશી નો પાર ના રહ્યો...!
માંડ એકાદ મહિને પરિસ્થિતિ ઢાળે પડી..
લોકો ફરીથી વાવેતર અને પોતાના કામમાં લાગી ગયા ..

વેલો પણ પોતાની હાલત મુજબ ફરીથી વાવેતર થાય તેવા પ્રયત્નો કરી નવેસર થી ખેતર ને હળ થી રંગોળી બનાવી મહેનત નાં પીંછા થી ધરતી પર દોરી રહ્યો..

રૂપા પટેલ નાં ખેતરે પણ થોડા ઘણું નુકસાન થયેલું પણ...એવા નુકસાન થી રૂપા પટેલ ને કઈ ફરક પડ્યો નહિ..

એમને ભગવાનનો આભાર માન્યો..તારું હતું તે તારી જોળી માં..ને મારું મારા નસીબમાં...

પણ..હા.ગામમાં નિશાળ શરૂ થઈ છે..તેવા સમાચાર મળતાં..એકવાર ટ્રેક્ટર લઈ ગામમાં જતા અમુ ને જરૂર નિશાળ છોડી આવેલા..

પણ..અમુ ટસ નો મસ નાં થયો .
"મારે નથી જાવું"..કહી રાડારાડ કરી મુકતો..
એની આંખો માં આવતા બોર બોર આંસુ સમુ બેન ને ભીંજવી દેતા હતા...
સમુ વચે પડી અમુ ને છાતી એ ચોંટાડી દેતી..ને અમુ ને શાંત કરતી...ને ગોળ ને રોટલો પ્રેમ થી જમાડતી...

માં.....
જેવો બીજો કોઈ વિકલ્પ નથી જેને માં તુલ્ય સમજી શકાય..!!!

ક્રમશ ..

હસમુખ મેવાડા..

બસ કર યાર....
જરૂર વાંચો ..