એક દી તો આવશે..! - ૬ Mewada Hasmukh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક દી તો આવશે..! - ૬

બે દિવસ પછી શેઠ સપરિવાર મુંબઈ જવાના હતા..તો શેઠ ને ફરીથી યાદ અપાવવા સમુ એ વેલા ને કહ્યું..

વેલો શેઠ નાં ઘરે જઈ..વિમલ શેઠ ને મળ્યો..ત્યારે વિમલ શેઠ નો છોકરો પ્રકાશ હાજર હતો..વેલા ની નિર્દોષ નજર અને લાચારી જોઈ શેઠ અમુ ને લઈ જવા તૈયાર થઈ ગયા...

આગળ...ભાગ ૬

અમુ માટે ઘર છોડવું...વસમું જરૂર હતું..
પણ સમુ અને વેલા એ જાગતી આંખે દેખાડેલા દીવા સપનાં માં એ વિરહ ની વેદના ભુલાવી દેતો હતો..
આમેય એ કયારેય ગામડે થી આઘે વરસે ભરાતા મેળા સિવાય બીજે ક્યાં ક્યારે ગયો હતો..
મીઠાઈ નાં પણ રંગ હોય..લાલ,લીલી,પીળી અને સફેદ..!!
મેળા માં તો એણે જોઈ હતી .

ગામડાનો એ મેળો પણ...આધુનિક યુગનાં લોકો ને ક્યાં આવકારે છે...તમે ગમે તેટલા દૂર શહેર માં રહેતા હો...પણ ગામડે ભરાતા મેળા માં જવાની વાત આવે એટલે...
ઘરના વડીલ જ કહી ઉઠતા... કે મેળામાં તો આપણો સામાજિક પોશાક જ પહેરવો...!!
છોકરીયું કેટલાય દી થી માં એ ઘરમાં ઊંડે છુપાવેલી ચણીયા ચોળી ના લૂગડાં આડે દિવસે પટારા માંથી બહાર કાઢે ..મન ભરી જુએ...ને પાસી એજ પટારા માં ગોઠવી દે...
એ નિર્દોષ મન એ લૂગડે સજવા હંમેશા કોક નાં શુભ પ્રસંગ યાં તો મેળા ની રાહ ઝંખ્યા કરે..
અમુ...નું પણ એવું જ હતું...શહેર થી રૂપા પટેલે લાવેલા બુસઠ અને ચડ્ડી પહેરવાના ઓરતા હમેશા રહ્યા કરતા..

આવતી કાલે સવારે એજ નવા લૂગડાં પહેરી શહેર જવાનું છે..એ વાત ને વાત માં મોડે સુધી સમુ નાં ખોળા માં સૂતો સૂતો..હરખ ના હાસ્ય વેરી રહ્યો હતો..
ગીતા..હજુ પગ પર થઈ હતી..
અમુ ની પાછળ આખો દી...પા પા પગલી ભરતી ..તો ક્યાંક અડફેટે ચડતી...ને પડતી તોય...તણાતા તણાતા એ અમુ સુધી પહોંચી જવામાં સફળ થતી..

આજ ની રાત સમુ અને વેલા માટે ઉજાગરા જેવી હતી .
અમુ..હોંશભેર સમુ નાં ખોળા માં સુઈ ગયો હતો..વેલો સમુ પાસે આવી..અમુ નાં નાના નાના હાથ ની નાની નાની હથેળી ને જોતો..સમુ ને કહ્યા કરતો..

"એક દી આપણો અમુ સાહેબ થશે..ખૂબ રૂપિયા વાળો થસે"
સમુ પણ વેલા ની એ વાત ને આંખો માં પાણી લાવી હરખ થી વધાવી લેતી..

અમુ ને કાલે વિમલ શેઠ સાથે શહેર મોકલવાનો છે એ વાત ની ખબર પડતાં આજે ખુદ રૂપો પટેલ અને પટલાણી વેલા ને ઝાંપે આવી સાદ કર્યો..
વેલો ઝટ સાબદો થઈ ઝાંપે અટકવેલી કડી ને એકબાજુ કરી પટેલ ..પટલાણી ને આવકાર્યા..

ઢાળીયાં માં બેઠા બેઠા રૂપો પટેલ ચલમ નાં કશ લેતા લેતા વેલા ને સમજાવે છે કે અમુ હજી નાનો છે ભાઈ..
થોડા વરહ ખમી જા...પસી શહેર મોકલી દેજે..
આ બાજુ મેના બેન પણ
સમુ ને કહે છે કે.. ઓણ નું વરહ ખમ્મયિયા કર્યા હોત..તો આવતે વહરે મોકલોત...!!

પણ,હવે નક્કી કરી લીધું હતું..અને પાછા કોણ જાણે આવતે શેઠ અમુ ને લઈ જાય કે ન લઈ જાય..
હાલ તૈયાર થયાં છે તો મોકલવામાં જ સાર છે..એમ વિચારી સહુ છુટા પડ્યા..
રૂપો પટેલ અમુ નાં હાથમાં સુકુન માટે વીસ રૂપિયા દેતો ગયો..

રાત્રિ નાં ચોથા પ્રહર માં વેલા નું કુટુંબ જાગી ગયું...અમુ ને નવડાવી ધોવડાવી અસલ સમુ ની નજરે રાજકુંવર જેવો તૈયાર કરવામાં આવ્યો..અમુ પણ આજે ઘણા દિવસે નવા લૂગડાં પહેરવા મળ્યા તેથી ખૂબ રાજી રાજી હતો...
નાનકી ગીતા પણ એની કાલી ઘેલી ભાષા માં સમુ ને કહી રહી હતી કે મને પણ નવા લૂગડાં પહેરાવ... હુંય અમુ સાથે જાઉં

સમુ ગીતા અને અમુ પર નજર રાખતી હીબકે ચડી હતી..લાખ કોશિશ કરવા છતાં એક માં ના મન ને રોકી ન શકી..અને જોર થી રડી પડી.

આ દ્રશ્ય થી વેલો પણ ઢીલો પડ્યો..આંખો થી આંસુ નાં બે ત્રણ બુંદ આવી જ ગયા...અમુ આ બન્ને ની સંવેદના સહજ સમજી શકતો નહોતો...પણ
એ જાણતો હતો કે કયારેય એની માં અને એનો બાપ આમ રડ્યા નથી...પણ આજે કઈક છે તો..જ આ લોકો રડે છે...

ક્રમશ: આવતા મંગળવારે..!!
હસમુખ મેવાડા
મિત્રો આપ સહુ નો આભાર.

મને જણાવશો આ વાર્તા વિશે..
કારણ
આમાં એક રહસ્ય
છે...જે..
માત્ર હું અને હું જ જાણું છું...

એક દી તો આવશે..!!


બસ કર યાર...લવ સ્ટોરી દ્વારા મળી રહેલા આપના સંગાથ માટે ખૂબ ખૂબ આભાર..!!

હવે ત્રીજી વાર્તા.....

ભૂત..the real story
(અનુભવો પર ની કથા)
ટુંક સમયમાં
આપ પણ ભૂત પ્રેત નાં અનુભવો મને મોકલી શકો છો
991300mewada@Gmail.com
Ya
watsup 9913002009

Nam ane code word lakhi moklo
Hu આપનો સંપર્ક કરીશ..

Ex: hasmukh mewada bhoot.the real story
Send mi watsup ya email


Thanks...