તું દરિયો આપે તો હું રાખી નહીં શકું,
આપી શકે તો આપ, બે ઘૂંટ જળની તરસ છે..
પાર્ટ ૧..માં
વેલા ને બોર નું પાણી રૂપજી નાં ધર્મપત્ની મેના બેન આપવાનું સામે થી કહે છે...વેલો રાજી રાજી થઇ જાય છે...
ઘરે જઈ પોતાની પત્ની ને સાદ કરે છે..
એની પત્ની સાદ સાંભળતા જ સમજી જાય છે કે આજે વેલો ખુશ છે..
આગળ....
પાર્ટ ૨..
અમુ એની માં નાં કહેવાથી બાપુ ને સાદ કરે છે .
વેલો હરખાતો હરખાતો ઓસરી માં પ્રવેશ કરે છે..
વેલા નું ઘર એક ઢાળ નું હતું..
ઓસરી થી પ્રવેશ કરતા સ્વભાવિક નીચું નમવું પડતું...
આ નમવાની રીત ને વેલો મદિર માં પ્રવેશ કરવાની વાત સાથે જોડતો..ને અમુ ને સમજાવતો..
કે આમ નમી ને ભગવાન ના મંદિરે પ્રવેશ કરાય..!
સમુ...ગીતા ને ઘોડીએ હીંચકા નાખતી ઓસરી માં બેઠી છે.. અમુ પરાણે સમુ ના ખોળા માં બેસવા પ્રયત્ન કરે છે..
સમુ છેવટે એને પોતાની સાથળ પર અમુનું માથું મૂકી સુવડાવી..માથામાં હાથ ફેરવતી ફેરવતી અમી નજરે અમુ ને એકીટશે તાક્યા કરે છે...
ને જાગૃત સપનાં માં ખોવાઈ જાય છે...
અમુ મોટો થશે...ને દુઃખ નાં દહાડા સેટા થશે..!!
સમુ નાં સપનાં વચ્ચે થી તોડતા જ વેલો બોલ્યો..
"મેના બેન કે' છે... કે તમે કપાસ વાવતા હો તો પાણી અમે આલશું..!"
સમુ નાં ચહેરા પર ખુશી ની લહર ફરી વળી..આંખો માં હર્ષ ના આંસુ સાથે બોલી
"મારો ઠાકર વ્હારે આવ્યો ખરો.."
"હા,એનું ધાર્યું થાય..ક્યાં પાનડું પણ હલી સકે ઇની મરજી વગર.."
વેલાની આંખો માં પણ ચમક હતી..
"થોડા વરહ આમ ઓસા થાય ત્યાં લગી મારો અમુ મોટો થઈ જશે..ને હારું થાસે"
સમુ પોતાના કરકમળો અમુ નાં વાળ માં ફેરવતી હતી..અમુ ગાઢ નિદ્રા માં લીન થઈ ગયો હતો..
વેલો અને સમુ..સવાર પડતાં જ શહેર જઈ કપાસ નું બિયારણ લઈ આવ્યા..ને ઠાકર ધણી ને હંભારી શ્રી ગણેશ કર્યા...
"જેનું કોઈ નથી એનો ભગવાન છે."
આ સાલ વરહ સારું થયું...વેલો આર્થિક રીતે ઊભો થવા પગભર બન્યો..
ગીતા ને પણ પગ આવી ગયા હતા..અમુ પાચ વરહ નો થઈ જવા આવ્યો હતો..
સમય રાજી ખુશી થી વીતતો જાય છે...
રૂપ જી ને મેના બેન પણ,
વાર તેહવાર અમુ ને ગીતા ને જોઈતી વસ્તુ લાવી આપી પોતાના છોકરા ગણી ફરજ બજાવે છે..
અમુ ની નાની આંખો આ સઘળું જોવે છે..એ જાણે છે કે અમારા માટે કેવા કપરા દિવસો માં મેના કાકી એ મદદ કરી છે....!
અમુ પાચ વરહ નો થઈ ગયો..તો ગામને પાદર આવેલી નિશાળ માં પરાણે મૂકવા મેના બેન જીદ કરતા..અને એક દિવસ શહેર માં કંઇક કામ માટે જઈ રહ્યા રૂપા પટેલ ને કહી પણ દીધું..
વેલા અને સમુ ને તો કંઈ હમજ નથી બદલાતા જમોના ની પણ..
અમુ ને નિશાળ મૂકવા લૂગડાં ને પાટી લેતા આવજો..બે સોપડા ભણશે તો..હોરો થાહે.!
રૂપો પટેલ...સ્વાભિમાની હતો.. મેના ની વાત સાંભળી ઝટ બોલ્યો..
"એમાં મને કેવાનું હોય..!
હાચુ તો એ સે કે શહેર માં ઉતાવળ નું કોઈ કામ નથી..પણ..કાલે બાજુના ગામના પાચ - છ છોકરા આપણા ગામમાં ભણવા જતા આપના ખેતર ની વાટે જોયાં.. કે મને થયું ગંજ નું કામ પતાવી આવું ને અમુ હાટુ નિશાળ નો સામાન લેતો આવું."
"ઇ ભણશે તો એની આંતરડી આશી બોલશે"
મેના ની આંખો માં ખુશી ની ચમક હતી..
સાંજ પડી ગઈ....
રૂપા પટેલ નાં ટ્રેક્ટર નો અવાજ સ્પષ્ટ સંભળાઈ રહ્યો હતો...
જ્યારે પણ રૂપા પટેલ શહેર જતા અમુ અને ગીતા માટે કઈક ને કઈક લેતા આવતા..
સમુ જ્યારે મેના બેન ને વસ્તુ લેવાની ના પાડતી..તો મેના બેન ઉદાસ થઈ જતાં...
અમુ મારોય છોકરો સે...સમુ.!
મેના નો ઉદાસ ચહેરો અને ગૂંગળામણ ભર્યો અવાજ સમુ સારી રીતે સમજી લેતી...
એ જાણતી હતી.. કે મેના ને શેર માટી ની ખોટ સે... એના અમુ ના હેત થી અલગ કરી..આંખો થી અશ્રુ વરસાદ ન વરસાવી શકાય..
ક્રમશ:
©️હસમુખ મેવાડા
Thanks all friends...