એક દી તો આવશે..! - 3 Mewada Hasmukh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક દી તો આવશે..! - 3

ખરતા પાંદડા એ દુનિયાનું સૌથી મોટુ સત્ય સમજાવ્યું
કે બોજ બન્યા તો તમારા પોતાના જ તમને પાડી દેશે

આભાર..!
પાર્ટ 2 માં ..
રૂપા પટેલ અને મેના બેન દ્વારા અમુને નિશાળ મૂકવાના પ્રયત્ન થાય છે...
વેલો પણ..છોકરો ભણે એવી આશાએ ખુશ થાય છે...
હવે આગળ....

ભાગ - ૩..

છેવટે ...ટ્રેક્ટર નો અવાજ સાંભળી અમુ એ મેના બેન ના ખેતરે દોટ મૂકી....

રૂપો પટેલ..અમુ ને જોઈ હસ્યા..
"અમલા..તારા બાપુ ને તારી માં ને કે'જે વાળું કરીને આવે"

અમુ રાજી રાજી થઈ તબડાક... તબડાક....બૂમો પાડતો એના ઘરે ગયો..

અમુ,ગીતા ને લઇ વેલો અને સમુ રૂપા પટેલ નાં ઘરે ગયા...
રૂપા પટેલે માંડી ને વાત કરી.. કે "તમારે અમુ ની હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી..મારાથી થાસે એટલો ટેકો કરીશ.."

વેલો લાચાર બની ગયો..
"રૂપા આગળ તારી ઘણી મેરબાની સે..હજુ કેટલો બોજ અમારો ઉપાડે ભાઈ..!"

વચે મેના બેન બોલ્યા
"વેલા ભાઈ તમે હૈયે હામ રાખી મેહનત કરો..બાકી હઉ હારું થાસે.."

એકાંત બેઠી સમુ..પોતાના લાચાર પતિ સામે જોઈ રહી હતી..
એ જાણતી હતી વેલો કદી કોઈનું મફત લે નઈ..
પણ, રૂપા પટેલ થી મળતી મદદ માં એ કદી ના ન પાડી શકે..!
નાં પાડે તો મેના બેન હંમેશ ની જેમ એક જ વાત કરતા..
અમારે છોકરા નથી એટલે તમે...?
બસ આ શબ્દો સમુ અને વેલા ને પરાણે રૂપા પટેલ અને મેના બેન સામે મજબૂર કરતા હતા...

અમુ શાળાએ જતો થાય છે..પણ ખેતર થી શાળા દૂર હોવાથી કોક દી જાય...બાકી એ ખેતર માં મોજ મસ્તી..

વેલો હવે ખેતી માં પગભર બની ગયો હતો..
આર્થિક રીતે પરિસ્થિતિ સુધરી હતી ..સમુ ને વેલો સુખનો રોટલો ખાતા હતા..હવે તો ગામમાં જ દૂધ ની મંડળી બની જતા સવાર સાંજ દૂધ ડેરી માં ભરાવતા ..ને મળતા પગાર થી પોતાનું ગુજરાન સારી પેઠે ચલાવતા...

એક દી વેલો દૂધ ની બરણી લઈ સવાર માં ડેરી તરફ જઈ રહ્યો હતો..ત્યાજ ગામના શેઠ વિમલજી મળ્યા...

વિમલ શેઠ અને વેલા નાં ઘર નો જૂનો સંબંધ હતો...

વિમલ શેઠ નાં બાપુ ના ખેતરો વેલા નો બાપ હમિરો જ ખેડતો..
સમયકાળ વિમલ શેઠ નાં બાપુ શહેર જતા રહ્યા...અને પાણી ના તળ નીચા ગયા..તો સંબંધ માં થોડી દુરી આવી ગઈ..

પણ,વિમલ શેઠ વર્ષે એકાદ વાર ગામડે આવે તો વેલા ને મળે જરૂર...જેટલા દી રોકાય તેટલા દી દૂધ તો વેલા નાં કુવે થી જ આવે...કોક દી વેલો શાકભાજી પણ શેઠ નાં ઘરે પહોંચતી કરે..!

વિમલ શેઠ પણ ભારે સ્વાભિમાની...વેલો શાકભાજી નાં પૈસા ન લે...તોય જબરજસ્તી અમુ ની કસમ દઈ પૈસા આપે..

"વેલા..દિવસે નવરો હોય તો ઘરે આવજે.." શેઠ બોલ્યા..

એ હો શેઠ.. દા'ડે આવું..!

બપોર ના સમયે વેલો શેઠ નાં ઘરે ગયો..સાથે અમુ પણ જીદ કરી ને ગયો..
શેઠ આરામ ખુરશી પર બેઠા બેઠા ટેબલ પંખા ની ઠંડી હવા ખાઇ રહ્યા હતા...
અમુ એ પંખો પહેલી વાર શેઠ નાં ઘરે જોયો હતો...એ નવાઈ માં પડેલો...
"બાપુ, આ મશીન શેનું સે..?"
અમુ વારે વારે વેલા નો હાથ ખેંચતો ખેંચતો સવાલ કરતો..

વેલો પણ..એને ઈશારા થી ચૂપ રહેવા સમજાવતો પણ...
અમુ... અળવિતરો હતો...

શેઠે વેલા ને ઘર નાં હાલચાલ પૂછ્યા..ને..શહેર થી લાવેલા બે ત્રણ ખમીસ જેવા બુશટ વેલા ને આપ્યા...

આપ સહુ નો ફરીથી આભાર..!!
મારી બીજી વાર્તા
#બસ કર યાર ભાગ - ૨૩ સુધી પહોંચી છે..

હજુ લખવાનો અવિરત પ્રયાસ ચાલુ છે..

કારણ, તમે લખાવો છો ને હું માત્ર નવરાશ ની પળો માં બંને અંગૂઠાના ટેરવાથી લખે રાખું છું..
મારા મન માં ઉદભવતા વિચારો નાં વમળ થી..

ક્રમશ :
આવતા મંગળવારે ભાગ - ૪...

એક દી તો આવશે...!!

આપને શું લાગે છે... અાવશે..??
અગર જવાબ "હા" છે..!
તો કોણ અાવશે...?

મારી વાર્તા માં મારા વિચારો જે રીડર મિત્ર નાં મેચ થતા હશે...એ મારી એક ગિફ્ટ નો હકદાર થશે...!!

તો.. વિચારો..તમારો આઈડિયા.. કે કોણ આવશે..??

મને મોકલી આપો..
9913002009 વોટ્સઅપ..ya
991300mewada@gmail.com

©️હસમુખ મેવાડા