એક દી તો આવશે..! - ૭ Mewada Hasmukh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક દી તો આવશે..! - ૭

અમુ પણ શેઠ નાં છોકરાઓ સાથે પાછળ નાં ભાગે ખુશ ખુશ થતો ગાડી માં ચડ્યો...પણ .એની આંખો આજે ખુશ નહોતી..એ કયારેય વેલા કે સમુ ને છોડી દૂર ગયો નહોતો..એને તો સમુ ને વેલો જ જગત હતું...એ રડી પડ્યો....હા..જોર થી રડી પડ્યો..
ને વાતાવરણ પણ રડમસ થઈ ગયું...સમુ પણ હવે પોતાના હૈયા ને કઠિન કરી શકી નહિ..એ પણ હીબકા લેતી લેતી..એકદમ મોટે આવજે રડી પડી...વેલો મજબૂત થયો..એ જાણતો હતો હું ઢીલો પડીશ...તો અમુ પણ જીદ કરી શહેર નહિ જાય..માટે વેલા એ અમુ નાં માથે હાથ મૂકીને સમજાવ્યો..અને શાંત કર્યો..

અને થોડીવાર માં ગાડી શહેર નાં રેલવે સ્ટેશન તરફ ગાયબ થઈ ગઈ..

સમુ કેડ માં ગીતા ને લઈ ખેતર ભણી આવી ગઈ..વેલો પણ પાછળ પાછળ શાંત પગલે આવતો હતો

રૂપો પટેલ અને પટલાણી ઝાંપે જ ઉભા હતા..સમુ મેના બેન ની પાસે જતા ફરીથી મોટે થી રડી પડી..એના થી અમુ નો વિયોગ પળ માટે પણ વસમો બની રહ્યો..
મેના બેન સમુ ને સાંત્વના આપતા ગીતા ને ઉંચકી લીધી..અને પોતાને કેડે કરી..ને સમુંને છાતી સરસી ચાંપી દીધી...ને એના મનનો ભાર હળવો કરવા પ્રયાસ કર્યો..
વેલો પણ રૂપા પટેલ પાસે જઈ એકદમ શાંત ચિત્તે ઊભો રહ્યો..રૂપો પટેલ દુનિયા દારી સમજતો હતો..એ જાણતો હતો કે પોતાના કોઈ થી દુર થવાની ખુમારી કેવી હોય છે...પણ આજે પોતે પણ થોડા અસ્વસ્થ હતા..કારણ કે અમુ એમના માટે પણ ઘણું બધું હતો...
અમુ માટે રૂપા પટેલ અને પટલાણી ક્યાં કોઈ કસર રાખી હતી..કોઈ પણ કામ માટે..કોઈ વવાર તહેવાર માં..કોઈ પ્રસંગે...!!

છેવટે સહુ ની ખામોશી જોઈ રૂપા પટેલે બીડી સળગાવી..ને વેલા ને બીડી આધી કરી..વેલા એ પણ બીડી સળગાવી અમુ ને મૂકી આવ્યા ની વાત માંડી...

*** **** ***** ****** *****
શેઠે વેલા ને કહેલું કે અમે રેલવે માં બેસીએ એના પહેલા બંગલે ફોન કરી લેશું...

વેલા ને યાદ આવતા બધું કામ છોડી ..તરત જ શેઠ ના બંગલે પહોંચી ગયો...

અડધા કલાક બાદ શેઠ નાં ઘરે ફોન ની રીંગ વાગી..વેલો ઉતાવળો થયો ..શેઠ નાં ઘર સંભાળતા કાળુભાઈ એ ફોન ઉપાડ્યો...શેઠ વિમલ જી નો ફોન હતો..
" હા,શેઠ.."
"અમે સમયસર રેલવે સ્ટેશન પહોંચી ગયા અને હવે ટ્રેન ની તૈયારી છે તો..મુંબઈ પહોંચી ને ફોન કરશું"

"હા..શેઠ, વેલો આવ્યો છે"
કાળુભાઈ વેલા ને ફોન આપે છે

વેલો પહેલો વહેલો ફોન નું રીસીવર પકડે છે..એટલે ઉલટું પકડાઈ જાય છે..
અવાજ ન સંભળાતો હોય મોટેથી બોલે છે...પરિસ્થિતિ કાળું ભાઈ સમજી જાય છે

શેઠ સાથે વાત થવાથી વેલો હરખાય છે..અમુ નાં સમાચાર લે છે..ને ફોન પૂરો થાય છે..

શેઠ ની ટ્રેન સમયસર આવી પહોંચે છે..અમુ ટ્રેન જોઈ હરખ ઘેલો થાય છે..અને છેવટે ટ્રેન મા ચડી ખુશ ખુશ થતો કૂદકા મારે છે...શેઠ એને જોઈ મંદ મંદ હાસ્ય કરે છે...

છેવટે સવાર નાં ચાર વાગે વિમલ શેઠ નો કાફલો માયા નગરી માં પ્રવેશી... પોતાની સોસાયટી નો રસ્તો કાપતા કાપતા અંતે આવી પહોંચે છે...18 મંજીલા "આગમન"એપારટમેન્ટમાં..

અમુ માટે આ નગર...આ ઇમારતો...ને જ્યાં નજર નાખો ત્યાં બસ કીડિયારા ની જેમ ઊભરાતા માણસ નાં વૃંદ અમુ ને ડરાવી દે છે...આટલી ભીડ તો અમુ એ સાતમ નાં ભરાતા મેળે પણ નહોતી જોઈ ...

ઝટપટ સહુ લિપ માં ગોઠવાઈ "આગમન એપારટમેન્ટ" નાં ૯ માં ફ્લોર પર પહોંચે છે...લિપ માં અમુ એક અજીબ પ્રકારની ખુશી અનુભવે છે..એ પોતાને જાણે કોઈ વિમાન માં બેસી આકાશ સફર કરતો હોય તેવી ખુશી અનુભવે છે

નમસ્કાર..!!
આપ સહુ નો સપ્રેમ આભાર..!

મારી પ્રથમ વાર્તા હવે પૂર્ણ થવા પર છે
બસ કર યાર..(સંવેદન પ્રેમ સ્ટોરી)

હસમુખ મેવાડા..