ખર્ચાઈ ન જાય યાદો એટલે ટુંકમાં જ લખુ છુ,
એ બહાને માંણુ તને એટલે તુજ માટે લખુ છુ.
સહુ નો આભાર..!!
એક દી તો આવશે....ભાગ ૯..
અમુ ને પંદર દિવસ થઈ ગયા...એકાદ બે વાર ઘરે વેલા થી ફોન પર વાતો પણ થઈ..અમુ ને હવે થોડું થોડું ફાવવા લાગ્યું હતું પણ..એકાંત જગ્યા જઈ ધ્રુસકે ધ્રુસકે રડવા નું હજી બંધ નહોતું થયું..એ સમુ અને વેલા ને યાદ કરી મોટેથી ઘણી વાર રડી પડતો...આવા વર્તન થી કોક વાર રાત્રિ નાં સમયે પણ સહુ ની ઊંઘ બગડતી..પણ શેઠાણી દયાળુ હતા.. રાત્રે અમુ ને સમજાવી ફોસલાવી..ઊંઘાડી દેતા...ને શાંત કરતા..
આજે સવારથી જ શેઠ,શેઠાણી અને છોકરાઓ ખુશ ખુશ હતા..આજે આમેય સન્ડે હતો..અને ગણપતિ બાપા ની મૂર્તિ સ્થાપના નો દિવસ..સહુ છોકરાઓ નવા નવા ગણેશ પ્રિન્ટ નાં ટીશર્ટ અને ટોપી પહેરીને "બાપ્પા મોરયા" ની બુમાં બૂમ કરી રહ્યા હતા....અમુ નાં હૈયે હરખ હતો..આજે અમુ ને પણ સહુ ની સાથે બાપ્પા ની મૂર્તિ લેવા પહેલી વાર બજાર માં જવાનું હતું..
સહુ કોઈ ખુશીથી નીકળી પડ્યા શેઠ ની ગાડીમાં...અમુ માટે મુંબઇ એટલે વેલા ની વાર્તા માં આવતી રાજા ની નગરી...
સહુ છોકરાઓ સાથે અમુ પણ ગાડી નાં વિન્ડો થી પોતાની નજર ને દૂર દૂર સુધી કેન્દ્રિત કરતો હતો..ક્યાંય એના ગામડાની તસવીર જોવા મળી જાય..
એક મનમોહક ગણેશ પ્રતિમા સાથે સહુ મોજ મસ્તી કરી..આવી પહોંચ્યા પોતાના મુકામ પર...આજે છોકરાઓ સાથે અમુ ને પણ આઈસ્ક્રીમ,વડાપાઉં અને કેન્ડી ની લેર પડી ગઈ...અમુ ખુશ ખુશ હતો...એની ગામડાની બધી જ યાદી જાણે ક્યાંય વિસરાઈ ગઈ હતી..
ભગવાન ગણેજીના સ્થાપના ને લઈ શેઠ નાં ઘરે સહુ કોઈ રાજીખુશીથી કામમાં પરોવાયેલા હતા...અમુ પણ સહુ ની સાથે જે બાજુ થી કામ નો ઓર્ડર મળે..તેની સાથે જોડાઈ ભગવાન ગણેશજી નાં ડેકોરેશન અને ઘર શુશોભન માં મોજ કરતો હતો..
આજે આખુંય ઘર રંગબેરંગી બની ગયું હતું...તોરણ..રંગીન રિબન... ઝકમક ચમકતા ઝુમ્મર..ડિસ્કો લાઇટ..વેલ કમ હોર્ડીગ માં થતી ઝબાઝબ લાઈટો..અમુ ની ખુશી માં ઉમેરો કરતી હતી..
સહુ નાં સહયોગ અને મહેનત થી છેવટે ભગવાન ગણેશજી ની પ્રતિમાને પૂજા અર્ચના કરી સ્થાપિત કરવાંમાં આવી...સહુ છોકરા ઓની સાથે ઘરના સહુ સભ્યો એ પણ "ગણપતિ બાપ્પા મોરીયા"નાં જય ઘોષ સાથે આખા ઘર...એપાર્ટમેન્ટ ને ગજવી મૂક્યું...
આજે શેઠે મુંબઈ ની ફેમસ મીઠાઈ ની શોપ થી મોદક નાં લાડુ લાવેલા હતા..તે જ આજનું સાંજનું ભોજન ગણો યાં બાપ્પા ની પ્રસાદ...એજ ડિનર હતું..
અમુ...આજે એક નવી જ દુનિયા માં પ્રવેશી ગયો હોય તેવું અનુભવી રહ્યો હતો..બાપ્પા નાં પ્રસાદ માં મોદક નાં લાડુ જોઈ..પોતાના ગામડે કાનુડા માં બનતા ચૂરમાના લાડવા યાદ આવી ગયા..સાઇઝ માય એ પણ ગામડાની જેમ દિલદાર....અહીંના બાપ્પા મોટા મોટા હોય..પણ લાડુ તો સાવ લખોટી જેવા જ ખાઇ શકે...બાકી ગામડાના એ ચૂરમાના લાડવા..એક ખાઇ જાઓ તો પણ સાંજે વાળું નાં માંગો...તેવા...
તોય અમુ એ આખો લાડવો ઉઠાવી લેતો..ને બિન્દાસ ઝાપટી જતો...
હા,અહી પણ એને બાપ્પા ના લાડુ મળ્યા પણ માત્ર બે જ..
હવે બે લાડુડી થી અમુ થોડો ધરાય...છતાંય બીજા ફળ ફૂલ નો પ્રસાદ માણી પેટ નું વજન વધાર્યું..ને કૈક શાંતિ થઈ..
બીજા દિવસે પણ બપ્પા ને લઈ ઘર માં મોજ રહી .સહુ નવા લોકો દર્શને આવતા..ને મીઠાઈ ને પેંડા ખાવાની અમુ ને મોજ મોજ થઈ ગઈ..
આજે બાપ્પા માટે છેલ્લો દિવસ હતો..રાત્રે શેઠાણી નાં આગ્રહ થી મોડે સુધી બેસી ને જાગરણ કરવાનું નક્કી થયું..કાલે તો બાપ્પા ને વિસર્જન કરી પાછા પોતાના કાર્ય માં સહુને પરોવાઈ જવાનું હતું...
બધા મિત્રો ને ગણેશ મહોત્સવ ની શુભેચ્છાઓ અને દિલ થી આભાર.....
બસ આમ જ સ્નેહ રાખશો...
હસમુખ મેવાડા..