લાગણીની સુવાસ - 20 Ami દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લાગણીની સુવાસ - 20

            ઝમકુ રાતના અંધારામાં છુપાતી છુપાતી પોતાના ઘર તરફ જતી હતી .ત્યાં એક પછી એક લોકોના ટોળા દોડા દોડ કરતા એને જોયા એ રઘવાઈ થઈ એના ઘરબાજુ દોડી દૂરથી આગ લાગી હોય એવુ લાગતુ હતું . એની ઝડપ વધારી ...અને ઘરબાજુ લોકોના ટોળા જોઈ ફસડાઈ પડી... થોડીવારમાં લક્ષ્મી ત્યાં આવી બીજા લોકોની મદદથી એને લઈ પોતાના ઘરે લઈ ગઈ ...વાતાવરણ ઘણુ ભયાંનક હતું. લોકોના મોઢે વાતો જ ઉભરાતી હતી ... એમાય સવાર સુધીમાં કોઈકે વાત ઉડાવી કે ઝમકુએ જ પોતાના ઘરનાને ઉઘતા બાળી કૂટ્યા.... વાતને ફેલતા થોડીવાર લાગે... સવાર થતા સત્યાને પણ આ વાત મલી..... આ બાજુ પરિવારને ખોઈ બેઠેલી ઝમકુની આંખોમાં ખારો દરિયો ઉભરાયો છે... એ ગાંડા જેવી બાવરી થઈ બૂમો પાડી પાડી રડે છે.  લક્ષ્મી એને શાંતિ રાખી પોતાની જાતને સાચવવા દિલાસો આપે છે.   ગામના લોકો એ જોયા જાણ્યા વગર ઝમકુ જ ગુનેગાર છે પણ રોવાનું નાટક કરે છે એવી વાતો ફેલાવી  પંચ બેસાડી સજા કરવાનુ કહે છે... થોડીવારમાં  પંચ બેસે છે....એટલામાં એક ટોળુ ઝમકુને મારતા કૂટતા  લઈ  આવે છે... ઝમકુને કપડાનું ભાન નથી ... એના કપડાએ અમુક જગ્યાએથી  ફાટી ગયા છે. અડધુ શરીરએ ધૂળથી ખરડાયેલું ને માંથુએ વિખરાયેલુ છે .. લોકોના મારથી એ જાણે જીવતી લાશ હોય એમ જકડાઈ ગઈ છે... આંખો લાલ થઈ સૂજી ગઈ છે... આવી હાલતમાં એ પંચ આગળ જઈ પડી... એની પાછળ લક્ષ્મીએ દોડતી આવીને  એની જોડે બેઠી..... 
           પંચ બેઠુ અને ગામના લોકોએ પોતાનું આરોપો મૂકવાનું કામ ચાલુ કર્યુ. એકે કિધુ કે એણે ઝમકુને પોતાની સગી આંખે ઘર સળગાવતા જોઈ છે. બીજા લોકોએ પણ પોતાની દલીલો રજૂ કરી... ગામની ડોશીઓ એ તો ઝમકુને ના બોલવાના શબ્દો બોલી ગાળો દિધી....એકે આવી કહ્યું કે ઝમકુને જીવતી કૂવામાં નાખો.... બીજાએ કહ્યું કે પથ્થરા મારો એટલે મરી જાય... કપાતર...આ બધું સાંભળતી ઝમકુ બેઠી હતી .એના ચહેરા પર કોઈ જ ભાવ ન હતાં...કે ના ઉંચુ જોઈ કંઈ પણ બોલવાની તાકાત એનામાં રહી હતી... એવામાં એક પથ્થર આવી એના કપાળે વાગ્યો... અને ધીમે ધીમે ટપોટપ પથ્થરની વર્ષા ચાલુ થઈ ગઈ... એ ત્યાંથી ભાગી... એની પાછળ લક્ષ્મીએ ભાગી....ગામનાં લોકો આગળ બન્ને કંઈ કરી શકે એમ નહોતા....
         ઝમકુ પોતાનો બચાવ કરતા કરતા લોહીથી ખરડાઈ ગઈ ... અને કોઈ માણસને ભટકાઈ ભાનભૂલી તેના પગ પાસે ઢળી પડી ..ભાન તો હતું પણ ચાલી શકે એમ ન હતી...આવેલા માણસની એક બૂમે ગામ ત્યાં જ ઉભુ રહ્યુ...બે ત્રણ જણા બોલ્યા... 
"તૂ વચ્ચે ના પડ સત્યા..."
          
  "ચમ ના પડુ આ બે ગુના મોણહ ન મારો મુ ના બોલુ..!"
 એક વૃધ્ધએ કહ્યું " તન ખબર નહીં રાતે ઓને ઈનું ઘર બાળી કૂટ્યું અન ઘરના ને હંગાથ બાળી કૂટ્યા..."
   " તું જોવા જ્યોતો ડોહા...?"
  વૃધ્ધ માણસ બંધ રહ્યો..
 સત્ય પંચ આગળ ઝમકુનો હાથ પકડી ગયો.. ઝમકુ તો અવાક બની જોતી હતી... જાણે કોઈ ગાંડી બાઈ તાકી રહી હોય....
  " પંચમ બેઠેલા ન મું કેવા માંગુસું ક આ ઝમકુ હાર મારુ હગુ થ્યુસ અન લગન લેવાનાસ અમે બે રાતે જોડે હતાં.... એટલ ઝમકુએ ઘરન નઈ હડગાયું એ સાબિત થાયસ..."સત્ય પંચ સામે બોલ્યો.
   એક બાઈ આવી બોલી.. "આ મૂઓ લાજ તોય નઈ લગન પેલા મલત અન પાસો કેસ અમે જોડે હતાં.. શરમ જ નઈ.. બળી.."
  "ઈમ ખોટુ હૂ કર્યુ આ ગોમ કોઈ એવુ સ જે પોતાના થનાર બૈરાન મલવા ના જ્યું હોય... મેળામ જઈ જઈ રખડોસો તે ઈમનમ ખોટુ બોલાવસો ના મન... " સત્ય ગુસ્સામાં ધ્રુજતો હતો..
  પંચના લોકોએ થોડીવાત કરી પછી બોલ્યા.. " આ છોડી ન ગોમ બાર કરવામ આવસ... "
  " તમે હૂ તડીપાર કરતા તા મૂ જ લઈ જવ સુ અતાર જ...બોલતા જ ઝમકુની કટારથી પોતાનો અંગુઠો લોહીવાળો કરી એની માંગ ભરે છે... અને  ઝમકુને ત્યાંથી લઈ જાય છે. અને લોકો એને આમ કરતા જોતા જ રહી જાય છે.... બન્ને પંખીડા સુખ દુ:ખનો ભાર ઉપાડી પોતાના માળા તરફ ચાલી નીકળે છે....
ક્રમશ:.....