Mara vicharo books and stories free download online pdf in Gujarati

મારા વિચારો

*મારો વિચાર*

:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::

પ્રેમ,આદર ભાવથી આગળ વધીએ,
ભગવાનમાં આપણે માનતા થઈએ,
પાસે પાસે ભલે થતું બધું ખોટું !
આવે પાસે એમની મદદ આપણે કરીએ !

પત્થર દિલને પણ આવકારો આપીએ,
દુશ્મનને પણ મીઠો જવાબ આપીએ !
જઘડાને ધીમે ધીમે પતાવતા થઈએ,
ચાલોને મનમાં આપણે આવા વિચારો કરીએ !

કોઈના અશ્રુઓને સ્વાર્થ વગર લુછીએ !
કોઈના દુઃખમાં પૂરતો આપણો સાથ આપીએ,
એકલા હોવા છતાં પણ સારું બીજાનું ઈચ્છીએ !
પ્રભુ પર શ્રદ્ધાથી થોડા આપણે આગળ આવીએ.

મંઝીલના રસ્તે આપણે ચાલતા હવે થઈએ,
જે આપણું છે એમને પામતા શીખીએ,
ભલે લઈ જતા આપણી પાસેથી આપણું !
ભગવાનના શરણે એ બધાને રાખતા થઈએ.

વિશ્વાસનો વિશ્વાસ જગાવીએ,
પ્રેમીનો માર્ગદર્શન કરીએ,
કોઈના દુઃખમાં તેમને હસાવીએ,
ચાલોને મનમાં આપણે આવા વિચારો કરીએ.

ભગવાન પર અતૂટ શ્રદ્ધા રાખીએ,
દુઃખ,કર્મથી મળે,એ વાત સ્વીકારીએ,
ભગવાનની પરિક્ષામાં પાસ થઈ જઈએ,
ચાલોને આપણે જ્ઞાનને બાટતા થઈએ.

જે ચાલ્યું ગયું તેમને ભૂલતા શીખી જઈએ,
આવ્યું છે તેમને અપનાવતા જઈએ,
ભરપૂર પ્રેમ અને ભરોસો આપતા થઈ જઈએ,
ચાલોને આપણે સબંધમાં જોડાતા બંધાય જઈએ.

મોહ અને માયાથી બહાર કાઢતા શીખીએ,
સત્ય ભગવાન તેમને ઓળખતા શીખીએ,
દુઃખ દર્દને ભગવાનના ઓટલે મૂકી દઈએ,
ચાલોને મોક્ષના દરવાજા જમીન પર કરતા શીખીએ.

કાનોમાં ભરાયેલી ઝેરી વાતો ભૂલવા મળીએ,
મૃત્યુ સત્ય છે તેમને યાદ રાખતા થઈએ,
હરાયેલા ને આપણે માર્ગ પર લાવતા થઈએ,
ચાલોને મનમાં આપણે આવા વિચારો કરીએ.

  *તૂટતાં તારો જીવનની અદભૂત રીતને શીખવતો ચાલ્યો આવે છે* "ખુદ તૂટી બીજાની ઈચ્છાઓની પૂર્તિ કરે છે" .
*મોબાઈલમાં રમાતી અત્યારની પબ્જી રમત પણ શીખવે છે* "ખાલી ઊભા રહેશો તો કોઈ આવીને મારીને ચાલ્યું જ જશે માટે અમુક સમયે હથિયાર ઉપાડવા પડે, પણ જરૂરી નથી કે એ હથિયાર તલવાર,બંધુક એ જ હોય ! *એ તો માત્ર રમત છે પણ જીવનમાં મોટું હથિયાર આપણી બોલી છે*.
_બવ બધું સહન કરવું એ પાપ છે_.

મોકો માંગનાર પણ એક વખત વિશ્વાસ કરીએ,
જીવનમાં તૂટતાં ને પાછા માનવતા શીખીએ,
ઇર્ષાની વાતોને સાંભળતા બંધ થઈએ,
ચાલોને ભગવાન ભરોસે સબંધ નિભાવીએ
.

   *સમય સમયને માન આપતા શીખો કે ના શીખો પણ ભગવાન સત્ય છે જે વાતને કાનમાં નહિ પરંતુ પોતાના મગજમાં એક જગ્યા એ રાખી મુકજો* "કેમ કે જ્યારે માણસ કામમાં નથી આવતો વિપરીત પરિસ્થિતિઓ થઈ ગઈ હોય છે ત્યારે હંમેશા ભગવાન જ સાથ આપે છે".

     *વિશ્વાસ એક એવી ડોર છે જે પહેલા જેવી થતી નથી પરંતુ પહેલા કરતા બહુ વધારે થાય છે પણ આપણે મગજમાં થી કાઢવા તૈયાર નથી હોતા માટે દુઃખી થઈએ છીએ માટે જેમ કોઈના પર ભરોસો મૂક્યો હતો એવો ભરોસો બીજા પર પણ મૂકીને જોવો શું ખબર તમે જે પ્રેમને શોધી રહ્યા હોવ એ આ જ હોય*.!

જીવનની તકલીફોમાં ભાગ લઈએ,
પરિસ્થિતિને સંભાળતા શીખીએ,
સારા સમયે ભગવાન ભજન કરીએ,
ચાલોને આવા વિચારો મનની અંદર લાવીએ.

અંદર અંદર મરતા બંધ થઈએ,
બીજાની લાગણીને પોતાની સમજીએ,
ઘા કરીને ભગવાનની નજરમાં ગુન્હેગાર અટકતા થઈએ,
ચાલો ને આપણે બધું ભુલાવી જીવનનો આનંદ લઈએ.

ખરાબ માણસોથી દુરી બનાવી ચાલતા થઈએ,
સારા માણસોને એવું સમજવાની ભૂલને અટકાવીએ,
સૌથી પહેલા પરિવારનું ધ્યાન વિશેષ રાખીએ,
ચાલોને આવા વિચારો મનની અંદર લાવીએ
.

જરૂરી હોય છે કે ભગવાન હંમેશા આપણી મદદ કરે પણ "નોકરીને પામવા માટે તેમની પરીક્ષાઓ પણ પાસ કરવી પડે છે ત્યાર બાદ જ જો સારી પરિક્ષામાં ગુણ હોય તો જ સારો પગાર મળે છે"

 બધાનું કંઇક નું કંઇક જરૂરથી હોય જ છે માટે દરેકની પરિક્ષા ધ્યાનથી આપો.


મનમાં મેલી વસ્તુને કાઢતા ચાલીએ,

વિરોધીને માગ આપતા આજે શીખીએ,

કર્મની ગતિ ન્યારી આ વાતને માનતા શીખીએ,

ચાલોને આપણે સમયને પણ હરાવતા જાણીએ.


"ખરાબ રસ્તો હોય કે સારો રસ્તો હોય"

રસ્તોહંમેશા પગની નીચે હોય છે.

ફરક એટલો જ છે

"એકમાં છેલ્લે વિનાશ થઈ જાય છે"

               જ્યારે

"બીજામાં પહેલેથી સ્વર્ગ જેવું જીવાય છે".


કિસ્મતને દાવ પર લગાડતા શીખીએ,

ભગવાનને બોલાવતા શીખીએ,

ભક્તિના મેદાનમાં જીતને રાણી બનાવીએ,

તો ચાલોને ભગવાન ભરોસે દુઃખને દાસી બનાવતા શીખીએ.


ચાલોને સદવિચારોને મનમાં લાવતા થઈએ,

ચાલોને આવા વિચારો મનની અંદર લાવીએ.


લેખક ધવલ રાવલ

https://www.youtube.com/channel/UCtfFe3OFpQkbYdPgcDMl9jQ


લાઈક કરો સબસ્ક્રાઈબ કરો શેર કરો

TRUST ON GOD

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED