A haughty bird books and stories free download online pdf in Gujarati

એક અભિમાની પક્ષી

એક સત્ય ઘટના પર થી જાણવા જેવી વાર્તા આજે હું કહી રહ્યો છું..

*લેખક ધવલ રાવલ*
*TRUST ON GOD*

::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::

એક મોટું જંગલ અને તે જંગલની ફરતે મોટું સમુદ્ર (દરિયો)
તે દરિયાના કિનારા પર એક મોટું પક્ષી તેના એક બચ્ચાને જન્મ આપે છે,
અને જન્મ આપ્યા બાદ  મોટું પક્ષી તેમના બચ્ચા સાથે એક બે દિવસ રહ્યા બાદ મરિ જાય છે અને તેમનું નાનું બચ્ચું એકલું થઈ જાય છે.
         એકલું થયા બાદ એ પંક્ષી હજી તો બોલી નથી શકતું હજી તો એને કંઈ પણ ખબર પડતી નથી; ના તો ઉડતા આવડે છે ના તો એને ખાતા આવડે છે,આટલા નાના પક્ષીને એની માં છોળી ને જતી રહે છે (મરી જાય છે). 
                            આબાજુ જંગલમાં અનેકો વૃક્ષ છે જ્યાં ચકી ચકાઓ ના માળાઓ છે જેમાં મીઠું મીઠું બોલતા બચ્ચા છે અને શાંતિ પૂર્ણ વાતાવરણ માં બધા શાંતિ થી રહે છે,
                        
            થોડા સમય પછી નાનું પક્ષી જે મોટું બની જાય છે અને એ મોટું પક્ષી અભિમાની પક્ષી બની જાય છે,
કારણ કે;- નાનું હતું ત્યારે ના માં હતી કે પછી એને કોઈ શીખવાડે રહેતા તેવું એમના પાસે કોઈ ના હતું જેના લીધે એ મોટું પક્ષી અભિમાની બને છે,તેને એવું પ્રતીત થાય છે કે આ જંગલ મારું છે અને આ જંગલ નો હુ એક જ રાજા છું,

સમય તેમની રીતે વીતતો જાય છે એ પક્ષી ખૂબ તાકાત વાળું બની જાય છે અને ત્યાર બાદ એ પોતાના અભિમાન માં એટલું બધું આગળ વધી જાય છે કે એ માનવા લાગે છે કે નાના કોઈ પણ મને મારી ના શકે ના મને હવે કોઈ થી બીક છે,

                 અભિમાની પક્ષીએ જંગલની અંદર રહેલા વૃક્ષોમાં જે ચકા - ચકીઓ હતા તેમને જઈ કહે છે ?
જો તમારે ખુદને જીવિત રાખવા હોય તો તમે જે ભોજન લેવા માટે જાવ છો તે ભોજન લાવી અડધો ભાગ મને આપી દેજો જો આવું નહિ કર્યું તો હું તમને જીવિત નહિ છોડુ.
આ માનીને નાના નાના પક્ષીઓ પોતાનો અડધો ભાગ આ મોટા પક્ષીઓને આપી દેય છે,
                   એક વખત બધા વૃક્ષમાં રહેનાર પક્ષીઓ ભેગા થાય છે અને નિર્ણય કરે છે કે આપડે બધા મળીને તેમને ભોજન ની ના પાડીએ આપડી મહેનત અને ભોજન એ કરે ?
બધા ફરી ત્યાં આવે છે અને મોટા પંખીને ભોજન ની ના પાડે છે
ત્યાર બાદ મોટું પંખી કહે છે કઈ વાંધો નહિ તમે મને ભોજન નહિ આપો તો જ્યારે તમે ભોજન લેવા જઇશો ત્યારે હું તમારા બચ્ચા ને મારી નાખીશ.
આ સાંભળી બધા નાના નાના પક્ષીઓ વિચારોમાં પડી જાય છે કે આપડે આપણા બચ્ચા માટે જ કરીએ છીએ એ જ નહિ રહે તો આપડે ખાઈ શું કરશું ?
અને એ મોટા પક્ષીની વાતને માની લે છે !

૫૦ (પચાસ) વૃક્ષ માથી એક જ વૃક્ષના ચકી,ચકો, અને તેમના ત્રણ બચ્ચા,
ચકી સવારે ભોજન ગોતવા માટે ચાલી જાય અને ચકોય ભોજન ગોતવા ચાલ્યો જાય છે પણ ચકો ક્યારેય ભોજન લઈને પરત આવતો નથી કારણ કે  ચકો જ્યાં ભોજન ગોતવા માટે જાય છે ત્યાં ભગવાનના નામ લેવાતા હોય છે જેને સાંભળી એ ધ્યાનસ્થ (ધ્યાનમાં બેસવું) થઈ જાય છે અને પોતાના સમય પર ઘરે આવી જાય છે,
             એક દિવસ ચકી કહે છે કે તમારે કઈ કામ નથી તો બચ્ચા નું ધ્યાન રાખોને પણ ચકો માનતો નથી એમને તો ભગવાન નું  ધ્યાન પસંદ છે અને એમને બચ્ચા ની પણ ઉપાધિ નથી કારણ કે  બધું તો ભગવાન પર છોળી દીધું છે,
ચકો રોજ પોતાના ઘરે સાંજના સમયે આવી જાય અને તેના બચ્ચા ને શીખવાડે;- બેટા ને કાઈના આવડે તો વાંધો નહિ પણ ભગુ ભગુ બોલવાનું (ભગવાનનું નામ:- ભગવાન (ભગુ) .

          એક દિવસ સમય એવો આવે છે કે મોટું પક્ષી વિચારે છે કે કોણે આવો વિચાર આપ્યો હતો, મને ભોજન ના દેવાનો, અને એ વિચારો માં નિત્ય સત્કર્મ કરતી ચકી, ભક્તિ કરતો ચકો અને ભગવાનનું નામ લેતા  બચ્ચા, તે મોટા પક્ષીના વિચારોમાં પડી જાય છે.
               મોટું પક્ષી અભિમાનમાં મસ્ત જ્યારે ચકી અને ચકાના બચ્ચાને મારવા માટે ઉડે છે અને બચ્ચા તરફ આવે છે
ત્યારે ચકી ભોજન લેવા ગઈ છે, બીજી તરફ ચકો ભક્તિમાં ધ્યાનસ્થ છે અને બચ્ચા ભગુ ભગુ બોલતા હોય છે.
               આ પક્ષી મારવા માટે હજી પાસે આવે છે ત્યાં તેને વિચાર આવે છે કે હું દરિયાનો ચક્કર લગાવી લવ,જોતો તો આવું કે મારા જેવું કોઈ બીજું તો નથી ને તો એને પહેલા મારી નાખું પછી આ બચ્ચાં ને..
       દરિયા તરફ ઉડાન ભરે છે આ પક્ષી પણ ત્યાં દરિયાની નીચે એક મોટી માછલી પોતાની નાના બચ્ચા ને શિકાર કરતા શીખવાડે છે,આ તરફ મોટું પક્ષી એ ભગવાન ના ભક્તોને મારવાનું વિચારે છે, અને ,બીજી તરફ માછલી પોતાના બચ્ચાને શિકાર કરતા શીખવાડે છે.

જેવું પક્ષી દરિયાની થોડી ઉપર થી જતું હોય છે ત્યાં મોટી માછલી નાના બચ્ચાને કુદાકો મારતા શીખવાડે છે અને જેવો કુદાકો મારે છે ત્યાં ઉપર ઊડતું અભિમાની પક્ષીના મોઢાને એ નાની માછલી દબોચી ને સીધું પાણી માં નાખી દેય છે અને એ મોટું અભિમાની પક્ષી મરી જાય છે

*ત્યાર બાદ જંગલમાં પહેલા જેવી શાંતિ થઈ જાય છે*

---------------------------------------------------------------------

કહેવાનો તાત્પર્ય ??
*::::::::::::::::::::::::::::*

૧) ભગવાનની લાકડિમાં અવાજ નથી હોતો.
૨) ભગવાનના ભક્તનું કોઈ પણ અહિત નથી કરી શકતું એમનું અહિત માત્ર એમના કરેલા કર્મો કરે છે.
૩) ચકી ચકાને જે મુસીબત મળી એ તેમને સમજદાર બનાવવા અને સાવધાની વર્તાવા માટે મળી હતી,ના કે એમનું અહિત કરવા.
૪) મોટા પક્ષીને અભિમાન હતું કે નાનું કોઈ મારી ના શકે,માછલી પણ નાની જ હતી જે હજી શિકાર કરતા શીખી હતી..
૫) અભિમાન વિનાશનું કારણ બની શકે છે જેમ આ પંક્ષી ને બન્યું..

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED