*મારી ભૂલ છે*
*--------------------------------------------------------------------*
પરિવાર પાસે બેસવું નહિ અને કહે ભૂલ છે મારી
રાતો સુધી બહાર રખડે,ઘરે આવી કહે ભૂલ છે મારી
*ભૂલને સ્વીકારવાનું કલેજું છે*
_તો_
*ભૂલને સુધારવાનું કલેજું પણ રાખો*
*દગો કર્યા બાદ કહે,ભૂલ છે મારી*
*સબંધ તોડ્યા બાદ કહે,ભૂલ છે મારી*
*વિશ્વાસ તો એકજ વખત થાય છે*
*વિશ્વાસ ક્યાં વારંવાર થાય છે*
*દોસ્તીની હડફેટમાં પરિવારના ભાઈઓ ને ભુલાઈ છે*
*મસ્તી કરવાની સાથે,પણ સગ્ગા ભાઈનો તિસ્કાર થાય છે*
બધું મારા લીધે જ થાય છે "મારી ભૂલ છે"
સુધારવાનું તો મારે છે ને હું બીજાને કહું "મારી ભૂલ છે"
બીજાના લીધે ખુદને જવાબદાર સમજીયો "મારી ભૂલ છે"
સમય આવશે જ્યારે ભૂલ સમજાશે
બાકી થશે હેરાન થવાનું ભૂલછે તો માફ કરો ને
*બધી ભૂલમાં માફના કરવાનું હોય*
*અમુક ભૂલ સજા માટે પણ હોઈ છે*
એક વધારે મોકો આપ્યો "મારી ભૂલ છે"
*મારી ભૂલ છે*
કેટલીક રાઝોની વાતો કીધી,
કેટલું મે તમને મારું કહ્યું,
છતાં પણ જવા વાળા તો જાય જ છે
તેમાં આપણી ભૂલ નથી..
હદ કરતા વધારે ભરોસો કરી લીધો
હાં ભૂલ છે મારી,
પણ કરેલું તો ભોગવવું જ પડે છે,
તેનાથી કોઈ પણ બચી નથી શકતું.
કોઈના પડેલા આંસુની કિંમત જાણી ના શક્યા,
હાં ભૂલ છે મારી.
ગમે તે વખતે ખુદને હું જ સાચો કહું,
હાં ભૂલ છે મારી.
કોઈના આપેલા દર્દને સમજી ના શક્યો,
હાં ભૂલ છે મારી,
કોઈ તમારી પર ભરોસો મૂકી છે,એમજ નથી મૂકતા,પહેલા તમે તેમનું દિલ જીતો છો,ક્યારેક કરેલા કર્મ ભોગવવા માટે પણ ભરોસો થઈ જાય છે અને ખોટા પર જ થાય છે,પણ જ્યારે તમારા કર્મો પૂર્ણ થાય છે ત્યારે ભગવાન જ નિમિત્ત બની તમને બહાર નીકાળે છે પણ તમારે ત્યાં જ રહેવું છે,તો સહન કરી એ તમે પાપ ના ભાગીદાર બનો છો જે તમે તમારું નસીબ ખુદ કુકર્મો માં લખો છો માટે હેરાન કરતા હોય એમને એક મોકો આપો ના સમજે તો ખુદ બહાર નીકળી જાવ,નહિ નીકળો તો સમય ભવિષ્ય ખરાબ કરી શકે છે.
કોઈને મારા સમજી ઘણું બધું સમજાવિયું છતાં પણ તે ત્યાં જ ગયા,
હાં મે કહીને ભૂલ કરી
હા મારી ભૂલ છે.
કોઈની પર ભરોસો મૂકી અડધું અડધું ખાધું છતાં પણ તેમને ના પચ્યું,
હા મારી ભૂલ છે
મારી ભૂલ છે.
વિશ્વાસ ભગવાન પર એટલો મૂકી દેજો કે જ્યારે વિશ્વાસ તૂટવા પર હોય તો ભગવાનને વિશ્વાસને સરખો કરવા તમારી પાસે આવવું જ પડે.
આ જીવનની અંદર ખુદ તો ભૂલ કરો છો પણ બીજાની ભૂલને યાદ રાખી હું આગળ નથી વધી શકતો,
હાં ભૂલ છે મારી.
કોઈની ઈર્ષા કરીને એમના સબંધો બગડવાની કોશિશ કરું છું
હા ભૂલ છે મારી.
ભૂલ હોવા છતાં પણ હું સ્વીકાર નથી કરતો અને જ્યારે ભોગવવાનું થાય ત્યારે સહન નથી થાતું,
હા ભૂલ છે મારી.
જ્યારે કોઈ તમને સાચી રીતે હક જતાવે છે પ્રેમ કરે છે નામ પાડે છે તો વ્યક્તિ તમારા પર ભરોસો મૂકે છે એમનો ભરોસો ના તોડો કારણ કે તોડેલું હંમેશ તમને તૂટેલું જ મળે છે.
કોઈના સબંધોમાં ઝહેર ના ઘોળો કારણ કે ઝહેર નાખવા વાળા તમારા સબંધો માં પણ ઝહેર જ થશે,
જે આપો છો તે જ તમને વ્યાસ સાથે મળશે,
માફ કરનાર વ્યક્તિને ભગવાન માફ કરે છે,
પણ સહન કરીને માફ કરો છો તો એ જતું કર્યું ના કેવાઈ તેમને પાપ કર્યું કેવાઈ જે માત્ર ભોગવવું પડે છે,
પછતાવો જે કરે છે એમને માફ કરવું જરૂરી છે,
પણ વારંવાર એકની એક ભૂલ કરી પછતાવો કરે એ તમને સમજતો જ નથી,ના તમારી કદર ના તમારા પર વિશ્વાસ કે ના તમારી લાગણી એ માત્ર તમારી સાથે સમય કાઢે છે.
ભગવાનનો સાચો સાથ મળે છે,પણ વ્યક્તિને સાચા સમજીયા
હાં ભૂલ છે મારી
ભૂલ છે મારી..
:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::