The right hand of the devotee .. TRUST ON GOD books and stories free download online pdf in Gujarati

ભક્તનો જમણો હાથ

આ વાર્તા કોઈકની હોય તો ખોટી હોય પણ આ વાર્તા મારી જ છે

પ્રેમ દોસ્તી સાથ બેવફા આ દુનિયા દુનિયાની રીતો,ભગવાન શું બધાની ખબર છે ?
નહિ હોય કદાચ તમને ખબર પણ આ જે યુગ ચાલે છે એ કળિયુગ છે જેમાં માત્ર અનીતિ થાય છે દગાઓ થાય છે પણ આજે એવી જ કળિયુગની વાર્તા લઈને આવ્યો છું જે એકદમ સાચી હકીકત છે

લોકો એમ કહે છે કે આ કળિયુગ ની અંદર કોઈ પણ ભગવાન નથી
લોકો એમ પણ કહે છે ક્યારેક કે ભગવાન સાંભળતો નથી
અને ક્યારેક ક્યારેક તો એવું પણ કહે છે કે અમે ભગવાન ને માણીયે છીએ પણ ભગવાન સાથ નથી આપતો.
ભગવાન માત્ર ને માત્ર દુઃખ આપે છે

આજે એ જ ભક્તની વાત કરવાની છે જેમણે બધું જોઈ લીધું,માણસ જોઈ લીધા,ભગવાનનો પ્રેમ જોઈ લીધો,અને પ્રેમ દોસ્તી સાથ બધું જોઈ લીધું છે

એ ભક્તની વાતને તમારી સમક્ષ પ્રસ્તુત કરું છું

::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::

ભક્તનો જમણો હાથ

એક એવો ભક્ત જે પહેલેથી ભક્ત નથી માત્ર એ માણસ છે સામાન્ય માણસ એક એવો માણસ જે માત્ર પોતાના કામ થી જ કામ રાખે છે પોતાના મિત્રો સાથે ઉઠક બેઠક અને ક્યારેક પ્રેમની બાજી પણ રમી લેતો માણસ પોતાના જીવનની અંદર બધું કરી શકતો માણસને અમુક વાતને લીધે ભગવાનમાં રસ જાગે છે અને  માણસ ધીમે ધીમે ભગવાન તરફ જાગે છે એટલે આગળ વધે છે

કોઈ એમને કહે છે  કળિયુગની અંદર ભગવાન ને ખાલી પૂજા પાઠ જ કરાઈ છે ભગવાનની ભક્તિમાં અંદર ના ઉતરાય,
જો ભગવાનની ભક્તિમાં અંદર ઉતરવામાં આવે તો માણસ પછી ખૂબ દુખી થાય છે.

વાત સાંભળીને આ માણસ જે મન માં આવે કરનાર માણસ ને નવાઇ લાગી બીજા કોઈની વાતોમાં ના આવી ને  માણસ ભગવાનની અંદર ઉતરતો જ ગયો ભક્તિ કરતો જ ગયો,

હવે વાત શરૂ અહીંયા થી ભક્તિની..
જે માણસ ગમે તેની સાથે લડતો એ માણસ આજે બીજાની વાતો સાંભળતો થય ગયો છે
જે માણસ એક અપશબ્દ પણ ના સાંભળી શકતો આજ એ માણસ અપમાન સહન કરી રહ્યો છે
શા માટે ?
ભક્તિ ના લીધે
કારણ કે જ્યારે પણ માણસની ભક્તિની શરૂવાત થાય છે ત્યાર થી  માણસનું જીવન ભગવાન શીખવાડે છે,ભગવાન તેમને ભણાવે છે,ભગવાન તેમની રક્ષા કરે છે,ભગવાન તેમની પરિક્ષા પણ લેય છે

ભક્તિ ?
હા ભક્તિ
તમે પૂજા કરો છો પાઠ કરો છો એ તમારી ભક્તિ નથી,ભક્તિમાં માણસ ખુદને ભગવાનને સમર્પિત કરે છે,ભક્તિમાં માણસ ખુદને દર્દ આપે છે ખુદ ભોગવે છે,ખુદ જ રડે છે પણ દુનિયા માટે નહિ ભગવાન માટે
એવી જ રીતે માણસનું જીવન થઈ ચૂક્યું હતું.

એ ભક્તે બહુ પહેલાના કર્મો ચાલુ થાય છે..?
કર્મો ?
હા જ્યારે માણસ ખોટો રસ્તો મૂકીને સાચા રસ્તે ચડે છે એટલે તેમના કુકર્મો ખુલવા લાગે છે જેમની અંદર ઘણા બધા છે જે હારી જાય છે પણ આ ભક્તે મહેનત ના મુકી ભક્તિને ના મુકી,

ભક્તિમાં જ્યારે વધારે લેવલ પર પહોંચે છે ત્યારે  ભક્તિને રોકવા માટે દશે દિશાઓ આકાશ,પાતાળ,ઉપર,નીચે,ડાબી,જમણી, વગેરે દિશાઓ રોકે છે,દુઃખ આપે છે એકલો કરી દેય છે કારણ કે ભગવાન મળવા એટલા સહેલા નથી.

ભક્તિમાં રહેલો એ ભક્તને દોસ્તી,પરિવાર,પ્રેમથી દગો મળવા માંગે છે દગો થાય છે પણ છતાં ભક્ત એટલો ભરોસો કરે છે કે જ્યારે દુઃખ પડે ત્યારે કહે છે આ મારા કર્મો છે જેનું ફળ છે
મારો ભગવાન કઈ નથી કરતો ,જે મે કર્યું એમનું આ ફળ મળે છે.

એક દિવસ સમય એવો આવે છે કે એમની ઉપર એટલા બધા દુઃખ,ચિંતાઓ પડે છે ભગવાન મદદ નથી કરતા,મિત્રો દગો કરે છે પાછળ થી વાર કરે છે,સફળતાઓ મળતી નથી,એક પણ કામમાં સફળ થતો નથી,જ્યાં જાય ત્યાં તેમનું અપમાન થાય છે,જેમની સાથે સબંધ રાખ્યો હોય સાચી લાગણી થી એ લાગણી ત્યાં ખોટી સાબિત થાય છે,પોતાનો સૌથી વધુ ભરોસો કોઈ બીજું લઈ ચાલ્યું જાય છે,ખૂબ દુખી એ ભક્ત ભગવાનના શરણે આવી માત્ર એક જ વાક્ય બોલે છે,
      સમય નથી મારા હાથ,નથી જીવન મારા હાથ.
      ભગવાન તું નથી મારા હાથ,ભક્તિ છે મારા હાથ.

બહુ સમય ગયા બાદ બધું ઠીક થવા લાગે છે ગયેલા સમયમાં જ્યારે  દુઃખી થયો હતો ત્યારે એ ભક્ત ભગવાન ને વિલાપ કરતા કહે છે
        ભક્તિ કરી તુજથી,સમર્પણ કર્યું તારા દ્વારે.
       બચાવવા હવે જો નહિ આવે,મૃત્યુ થશે તારા હાથે.

ભક્તિની કસમ અને ભક્તિ દ્વારા ભગવાનને વિલાપ કરવામાં આવે છે અને કહેવાય છે
ભગવાન ની સામે નમેલો માણસ.
આખી દુનિયાને નમાવી દેય છે.

ભક્તિના લીધે દર એક કામમાં સફળતા મળે છે.
દોસ્તીના દગામાં એ સામેવાળાને દગો થાય છે.
લાગણીની સાચી કિંમત,લાગણી તોડનારને સમજાય છે.

છતાં પણ ભક્ત કહે છે ભગવાન જ્યારે હું બોલ્યો ને ત્યારે હું બહુ દુઃખ માં હતો પણ આજે સુખી છું એટલે ખાલી એટલું કહું છું કે તું મારા વિરોધીને પણ ક્ષમા કરી આપજે તારા ભક્તની વાતને તું માની લેજે.

*કહેવાનો તાત્પર્ય*

જ્યાં ભક્તિ ઊભી માર્ગે ત્યાં સમયને પણ જુકવું પડ્યું છે
ભક્તિ કરો પણ એવી રીતે નહિ કે સ્વાર્થ
ભક્તિમાં કદાચ મોડું મળે છે પણ વિજય સત્યની જ થાય છે
ભક્તિ હમેશા શક્તિ શાળીને પાછો પાડી દેય છે
ભક્તિની સામે કોઈ પણ ખોટું ટકિ નથી શકતું.
ભક્તને દુઃખ એમની પરિક્ષા લેય છે કે આ મને થોડા દુઃખ માં ભૂલી તો નહિ જાય ને
એટલા માટે જ્યારે હારવાની અણી પર બેઠા હોવ ત્યારે ભક્તિ જીતાડી દેય છે.
આ વાતને કદાચ ક્યાંક સાંભળી હોય તો ખોટી હોય શકે પણ આ વાત ખુદ હું મારી જ કરું છું,ખુદનો અનુભવ લખું છું..

ધવલ રાવલ
TRUST ON GOD

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED