મારો ભોળો
પ્રેમની કહાની હોવી થોડી જરૂરી છે ?
ક્યારેક ક્યારેક મિત્રતા પણ ગજબ ની થતી હોય છે.
એવું જરૂરી થોડું છે પ્રેમ માત્ર પ્રેમી ને પ્રેમિકા માં જ થાય છે ?
ના પ્રેમતો કોઈ પણ સબંધમાં થાય છે પણ હા ધોખો બધામાં સરખો જ થતો હોય છે,
કેવો મસ્ત પ્રેમ છે કેવો અનહદ વિશ્વાસ છે કેવી લાગણી છે કેટલી ભક્તિ છે કેટલી જરૂરિયાત છે એકબીજાની
તું અને હું જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે તું જ છે,
હું માં હું તો આવતો જ નથી સાચો તો મારો ભોળો જ છે.
તું અનંત છે તારી કોઈ સીમા નથી
તારું કોઈ મૂલ્ય નથી
તારી કોઈ મર્યાદા નથી
જે છો એ માત્ર તું જ તો છો.
ગળામાં સરપધારી કાને કુંડળ,
છાતી પર ભભૂતી બિરાજે,
હાથમાં ત્રિશૂળ છે તો બીજા હાથમાં ડમરુ.
ડમરૂ ની અવાજથી દુઃખ તૂટ્યા,તારા શરણે મને સુખ મળ્યું,
ભૂલી ભૂલીને હું ક્યાં જાવ ભોળા,તારા નામે તો મારું નામ મળ્યું.
કૈલાશ પર બેઠા ધ્યાનસ્થ મારા શિવ,
વાહન નંદી સામે બેઠા,
જ્યારે દુશ્મનોને સાથે ખુદ રાખે,
એમને દુશ્મનોથી શું ફરક પડે ?
ગણપતિનું વાહન ઉંદર,
એમના દુશ્મન સર્પ,
છતાં બનેને સાથે રાખતા દેવના દેવ એટલે મારો ભોળો.
સર્પના ના દુશ્મન મોર છે,
અને એજ મોર કાર્તિકેયનું વાહન,
અને એક કાર્તિકેય મહાદેવના બેટા,
કેટલા મહાન છે મારા બાબા,
દુશ્મનોને પણ પોતાના શરણે રાખે.
દુઃખમાં જેના શરણે પોકાર કરાઈ એ મારો ભોળો,
કર્મો પરથી મુક્તિ આપતો એક નાથ એટલે મારો ભોળોનાથ.
ખુદના અસ્તિત્વ ની વાત કરતા નથી
ને ભગવાનના અસ્થિત્વ ને ખોટું કહે છે.
પ્રેમ ના મળ્યો તારા જેવો,
દુનિયા તો બેવફા નીકળી,
કોણ કહે છે કે આ દુનિયામાં ભગવાનનું અસ્તિત્વ નથી are સાચા દિલથી યાદ કરો એટલે ચિંતાઓ પર ગાયબ થતાં મે જોઈ છે,
કોણ કહે છે આ દુનિયામાં મારો ભોળો નથી ?
મંદિરમાં જઈને,શિવલિંગ પાસે બેસી ઊર્જાના અનુભવને થતાં મે જોયા છે.
અરે કોણ કહે છે આ દુનિયામાં ભગવાન સાંભળતા નથી ?
દુશ્મનોને કઠોર દંડ આપતા મે મારા ભોળાને રોક્યા છે.
દુઃખ હોય ત્યારે લોકો કહે છે ભગવાન મારું સાંભળ,
સુખમાં પોકાર કેમ નથી કરતા કે ભગવાન મારું સાંભળ ?
વિપરીત પરિસ્થિતિમાં બહાર નીકળવા વિલાપ કરાઈ છે,
હસતા હસતા એ વિલાપો ક્યાં ખોવાઈ જાય છે ?
કળિયુગની એક મોટી વાત આજે જાણી ?
ખોટાનો સ્વીકાર થાય છે અને સત્યનો માત્ર શિકાર થાય છે.
અરે કોણ એમ કહે છે કે આ દુનિયામાં ભગવાનનું અસ્તિત્વ જ નથી ?
કુદરતી મળતો પવન (ocsision), આજે દવાખાનામાં કિંમત ચૂકવીને લેવો પડે છે !
કુદરત દેખાતો નથી એટલે તેમની મજાક ઉડાવવા માં આવે છે અને જે નથી તેમની ઈજ્જત કરો છો ?
અરે એક વખત વાતને વિચારીને તો જુવો કે દવાખાના ના ડોકટરો જ્યારે કોઈને ઠીક કરે છે અથવા કોઈને દાખલ કરે છે,
દાખલ કરેલા મરવાની અણી પર હોય છે ત્યારે એ ડોકટરો કેમ એમ કહે છે કે હવે ભગવાનને પ્રાથના કરો ?
અરે ક્યાં ગઈ તમારી ડીગ્રીઓ ?
ક્યાં ગયું તમારું વિજ્ઞાન ?
ક્યાં ગઈ જીવિત રાખનાર દવાઓ ?
અને કોણ એવું કહે છે વિજ્ઞાન બહુ આગળ પહોંચ્યું છે,
હા હું પણ કહું છું કે વિજ્ઞાન આગળ પહોંચ્યું છે
પણ !!!!!!!!!!!!!!!!!!!!! ????
વિજ્ઞાનને આગળ પહોંચાડવા વાળું કોણ ?
એક માણસના ના લીધે વિજ્ઞાન આગળ પહોંચ્યું !
એક માણસ જેના કર્મોના લીધે અને નીમિતના કારણે એના થી આગળ પહોંચ્યું આ વિજ્ઞાન,
અને એમ કહો છો કે ભગવાને વિજ્ઞાન આગળ નથી પહોંચવા દીધું તો એક પ્રશ્ન મારો એ પણ છે કે હા ભગવાને નથી કર્યું કઈ તો પછી દરેક માણસ વેજ્ઞાનિક કેમ નથી ?
મોટું બનવાનો શોખ બધાને છે જ ?
તો શા માટે દરેક ના બની શક્યા ?
કેમ કોઈ મહેનત કરવા છતાં પાછળ છે ?
કોઈ મહેનત ના કરવા છતાં આગળ છે !
દરેક વાત ક્યારેક ભાગ્યમાં અટકે છે,
તો ક્યારેક કર્મોના બંધનમાં ફસાઈ જાય છે.
સમજતા સિખો કળિયુગ છે ભગવાનનો તિરસ્કાર જ થાય,
અને ખોટા લોકોના જ સાથ આપવામાં આવે છે..
તારી અને મારી વાત જ અલગ છે તું અને હું આપણે બહુ અલગ છીએ આ દુનિયાથી,અલગ છે આપણો સબંધ,અલગ છે આપણો આવો અનોખો પ્રેમ.
જીવનમાં મળ્યો સારો પ્રેમ
લખાવી આવ્યો તારો સાથ
રહેજે સદા હાથ પકડી
ના છોડતો મને રાખજે સદા પાસ.
વિશ્વાસને અપાવનાર જે હોય એ,
મારો ભોળો.........
મારી લાગણીને સાચા તરફ લઈ જનાર,
મારો ભોળો.........
મને જીવનમાં સાચી દિશા બતાવનાર,
મારો ભોળો.........
મને જમીનના સ્તરે મોકલનાર,
મારો ભોળો.........
મને માતાને પિતાનો પ્રેમ આપનાર,
મારો ભોળો.........
મને ભાઈઓ ને પરિવારને સાથે રાખનાર,
મારો ભોળો.........
મને વહાલી વહાલી બહેન આપનાર,
મારો ભોળો.........
વહાલી વહાલી બહેનનો પ્રેમ આપનાર,
મારો ભોળો.........
જીવનના ઉપરના સ્તરે પહોંચાડનાર,
મારો ભોળો.........
મને મુસીબતથી બહાર કાઢનાર,
મારો ભોળો.........
મારા અંગતની રક્ષા કરનાર,
મારો ભોળો.........
મારી દરેક વાતો ને માનનાર,
મારો ભોળો.........
આ જીવનમાં આટલું આટલું આપનાર,
મારો ભોળો.........
અને હવે જેના નામે આ જીવન કરવાનું છે તે,
માત્રને માત્ર
મારો ભોળો.........
ધવલ રાવલ
TRUST ON GOD