તાકાત..
----------
વ્યથા પણ કેટલી મજબૂર કરે છે માણસ ને ખોટા કર્મો કરવા પર અને કુકર્મો કરવા પર પણ વ્યક્તિ મજબૂરીનો નામ આપે છે પોતાના દુઃખનું કારણ ને બતાવે છે પણ ક્યારેય સામે વાળાની વેદનાને નથી સમજતો ક્યારે બીજા ના દુઃખને નથી જોતો બસ પોતાના સાથે ખરાબ થાય ખોટું થાય સ્વાર્થ પૂર્ણ ન થાય એટલે એ એવી શક્તિઓના પ્રયોગ કરે છે કે બીજાનું જીવવાનું તો બરબાદ કરે છે પણ પોતાના જીવનને પણ નષ્ટ કરતો જાય છે...વ્યક્તિ સ્વાર્થ માટે પોતાના સબંધો માટે હેરાન કરતા જાણે છે અલગ કરતા જાણે છે પણ વ્યક્તિ ક્યારેય ભેગુ રહેવાનું નથી સમજતો બસ અભિમાન કરે રાખે છે ખોટી શક્તિઓ ના પ્રયોગ કરીને એ એમ સમજે છે કે ખુદ એક શક્તિશાળી હોય એવી જ ઘટના એક સબંધમાં આજે વ્યાખ્યા પ્રમાણે હું કરવા જઈ રહીયો છું...🤔
સબંધ દિલથી હોતા હોય ચ કોઈ સ્વાર્થ થી નથી હોતા એક વસ્તુને યાદ રાખજો સબંધ જરૂરી હોય અને દિલથી હોય ને એ જ સબંધો પાછા આવે છે બાકી મૂકી જનાર ક્યારેય પાછા નથી આવતા અભિમાની કે સ્વાર્થી માણસ ક્યારેય પાછા નથી આવતા પાછા આવનાર હંમેશા સબંધો ને માં આપતા હોય છે એને સાચી રીતે સંભાળતાં હોય છે એને સબંધ ની કદર હોય છે એટલે એ પાછા આવે છે,
પણ આજ નો માણસ સમજતો નથી અને એના મનથી વિચારો કરે રાખે છે ખોટા અને સાચા કે અત્યારે કદર થઈ તો પહેલા કેમ ન થઈ ?
તો સમય ખરાબ પર સાથ છોડનારા હોય છે સબંધમાં દુરી આવતી હોય છે એક વખત સબંધ તૂટે છે તો એવું નથી માનવામાં આવતું કે જિંદગી ભર આપડે અલગ રહીએ હવે ક્યારેય ભેગા જ નથી થવાના !
એવું ત્યારે ન થાય છે જ્યારે સબંધ માંથી વિશ્વાસ ઊડી જાય છે પ્રેમ ઉડી જાય છે લાગણી તૂટી જાય છે અરે સાહેબ પ્રેમ હોય ને એ ક્યારેય મરતો જ નથી અને સબંધથી પ્રેમ મરતો હોય ને તો યાદ રાખજો એ સબંધ માત્ર જરૂરિયાત પ્રમાણે નો હતો...પ્રેમ તો અમર છે જ્યારે પ્રેમ તૂટે ને સાહેબ ત્યારે માણસ રડતો નથી માણસ મરે છે એ સબંધ માટે એ વ્યક્તિ માટે અને એ જ વ્યક્તિ પાછું આવે તો લાગે છે તમને કે એ હવે એ વ્યક્તિ ને જવા દેશે ??
ક્યારેક વ્યક્તિ નો સબંધ પાછો આવે એટલે બીજા લોકો જે એની સાથે હોય છે તેમનું સત્ય બહાર આવે છે અને બીજાની માટે તે એ જ સબંધ ને મૂકે છે જેની સાથે એ રહેલો હોય છે જેનો સાથ પૂર્ણ રીતે કોઈએ આપેલ હોય છે અને આ વ્યક્તિ જ્યારે થોડા સમય બાદ પાછો આવે છે અને બીજા વ્યક્તિનો સબંધ જ્યારે એણે બોલેલા અસત્ય પર તૂટે છે ત્યારે બીજો માણસ પહેલા માણસને જવાબદાર સમજે છે એ માણસ એમ નથી વિચારી શકતો કે જેણે મને સાથ આપ્યો એનો સાથ આપવાનો સમય આવ્યો ત્યારે મને મારો સ્વાર્થ દેખાયો વરસો પહેલાનું સપનું દેખાયું અને સાથ મૂકી દીધો પણ એ વ્યક્તિ બીજા માણસ ને જવાબદાર સમજે છે...
જ્યારે પહેલા વ્યક્તિનો ત્રીજા વ્યક્તિ સાથે જોડાય છે એટલે બીજો વ્યક્તિ મહિનાઓ બાદ કુશકિતના પ્રયોગ કરે છે એ બંને ના સબંધો ને બગાળવા માટે પણ કહેવાય છે ને સાહેબ જેને શિવ રાખે એને કોણ ચાખે ?
માટે સાહેબ એક હાથ થી પાપ કરતા જાણતા હોવ ને તો બીજા હાથમાં ભગવાને પણ રાખજો જેથી કુશક્તિ વાળા તમારા પર ખોટું ના કરી શકે તમારી હિંમત કોઈ વ્યક્તિ હસે ને ત્યાં સુધી તમે કમજોર રહેશો પણ જ્યારે તમારી હિંમત ભગવાન હસે ને તો દુનિયાનો કોઈ વ્યક્તિ તમને મજબૂર નહિ બનાવી શકે ક્યારે હરાવી નહિ શકે ક્યારે દુષ્ટ પ્રયોગને કરી નહિ શકે માટે ભગવાન પાસે માંગો ત્યારે સુરક્ષા માંગજો વ્યક્તિ ને માંગો પણ સાથે સુરક્ષા ને પણ માંગો.
તાત્પર્ય --- ભગવાન પર ભરોસો કરો:- એ જે કરે છે સારા માટે કરે છે એની શક્તિની સામે કોઈ શક્તિ નથી રહી શકતી માટે ભગવાન ને છોડો ભગવાન પર વિશ્વાસ કરો ભગવાન છે..
લેખક ધવલ રાવલ
TRUST ON GOD