The other ours or the other's ? books and stories free download online pdf in Gujarati

પોતાના પારકા કે પારકા પોતાના ?

પોતાના પારકા

પારકા પોતાના


:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::


જીવનમાં ઘણી વખત એવું મહેસુસ થાય છે કે આપણા જે છે એ આપણા નથી એ કોઈ બીજાના છે આપણું તો માત્ર લાગતું હતું પણ જેને આપણું સમજીએ છીએ તે આપણું નથી તે બીજાનું છે,
ખરેખર એક વાતને સમજવા જેવી છે; આપણું કોઈ છે જ નહિ આશા રાખવી ઉમ્મીદો રાખવી ખરખર દુઃખનો એક ભાગ છે, આપણે જ આપણા જીવને દુઃખી કરવાની આ એક કળા છે જેને સમય સર જો સમજવામાં નથી આવતી ને તો આગળ જતાં ખરાબ રસ્તો આ ઉમ્મીદો અને આશાઓ જ કરી નાખે છે,
કોઈ પર કરેલી ઉમ્મીદો પર ભરોસો કરતા વિચારજો કારણ કે આપણું કહેલું અને આપણો લાખ ગણો ભરોસો ક્યારેક કોઈ આમજ જીતી ને આપણને ધોખો કરી જતું હોય છે,

ઉમ્મીદોમાં હારતા મે સપના જોયા છે,
આશાઓ કરી હારતા ખુદના શ્વાસ જોયા છે,
પોતાના ભગવાન કરતા વિશ્વાસ ના કરતા કોઈ પર,
કેમ કે હજારો ગણો વિશ્વાસને તોડતા મે પોતાના જોયા છે.

શ્વાસમાં રાખતા માણસની ગદ્દારીને જોઈ છે,
સાથે ચાલતાનો હાથ છોળાતા જોયું છે,
કોઈ પર આશા સમજી વિચારીને કરજો,
કેમ કે અમૃત આપી મે ઝેરનો પ્યાલો એના હાથે જોયો છે.


વિશ્વાસનું માત્ર બહાનું બનાવાય ગયું,લાગણીને રમત સમજીને રમાય ગયું,આખરે હારી પણ તે જ ગયું જે મહેનત કરીને આગળ વધતું રહ્યું ?

આપણા આપણા કહીને વિશ્વાસ કોઈ તોડી ગયું,

આવા પણ કુકર્મ ને હું કરી ગયો ?

ખબર ના પડી મને કોઈ આપણું કે પારકું પડી ખબર ત્યારે જ્યારે પડી લાત મને,



વિશ્વાસ લાગણી આશાઓ ઉમ્મીદો માત્ર ભગવાન પર રાખજો,

ભાગ્યમાં લખ્યું છે તે દોડીને આવશે ઉતાવળ કરીને પોતાને જ તકલીફ પહોંચાડવી એ યોગ્ય નથી,


મરતા માણસને જળ આપતા જોયા છે,

અને જીવતા માણસને ઝેરના કટોરા,

ભંગી ગયેલા માણસને મારતા જોયા છે,

અને ખરાબ માણસને પ્રેમ નિભાવતા.

પોતાના કહીને આખરે ધોખાને જોયો છે,

હતું જેના હાથમાં બધું તેમને ઘા મારતા જોયા છે,

વિશ્વાસના નાજુક આ દિલને કટકા હાથમાં લીધા છે,

મે પોતાના અને પારકાનો ભેદ જાણી જોયા છે.


વર્ષો સુધીના સબંધને બીજાના થતાં જોયા છે,

વર્ષોની લાગણીને પલ વારમાં મારતા મે જોયા છે,

આવ્યા હતા અમે પણ એમની જેમ પ્રેમ લઈને,

આગળ ચાલતા,પાછળથી ખંજર પણ અમે જોયા છે.

કર્મો શિવાય અહીંયા આપણું કોઈ નથી કર્મો કરે છે ખેલ એવો ખેલ દુનિયામાં બીજો કોઈ નથી ભગવાન પર નો રાખેલો ભરોસા શિવાય બીજો કોઈ ભરોસો નથી પોતાના સાથે કરેલા પ્રેમ શિવાય બીજો કોઈ પ્રેમ નથી માતા પિતાને આપેલા સાથ શિવાય બીજો કોઈ મોટો સાથ નથી અને ભાઈઓ સાથે કરેલી મિત્રતા જેવી કોઈ મિત્રતા નથી.

ઉમ્મીદ રાખવી છે તો ભગવાન પર રાખજો કારણ કે એ ક્યારેય ઉમ્મીદો ને તોડતો નથી આશાઓને મારતો નથી એ માત્ર સાથ આપે છે ધોખો માત્ર માણસ આપે છે આપણું ભાગ્ય આપે છે પણ ભગવાન નથી આપતો.

શ્વાસે શ્વાસે રાખેલું જેનું નામ,
હાથમાં છરીને મોટું એનું કામ ?
આશા રાખી જેની મે મોટી !
એણે કરી હાલત મારી છોટી ?

સાથ દેવા વાળાનો ભરોસાને મે તૂટતાં જોયા છે,
સત્ય હોવા છતાં અસત્યને વિજય થતા મે જોયા છે,
ભરપુર પ્રેમ હોવા છતાં સબંધમાં બલી ચડતા મે જોયા છે,
બધું હારીને બેઠેલાનો સાથ આપે ભગવાન ?
એ ભગવાનને મે પણ જોયા છે.

પારકા પોતાના નથી,
પોતાના પારકા પણ નથી,
કોઈ કોઈનું નથી !
કર્મ માત્ર આપણા પોતાના છે,
આપણા સગ્ગા છે,
સારા કર્મ હોય
તો બધા આપણા છે નહિતર બધા પારકા છે.


:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::

લેખક ધવલ રાવલ

TRUST ON GOD
૯૧૭૩૫૦૯૨૩૫
ચલાલા
અમરેલી.


:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::



બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED