દ્વિમુખી પ્રેમ (ભાગ 4) Riya Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

  • આકર્ષણ બન્યુ જીવનસાથી - 1

    મહિનાનો પહેલો દિવસ અને ઍ પણ સોમવાર. અમારી ઓફિસ મા કોઇ જોબ મા...

શ્રેણી
શેયર કરો

દ્વિમુખી પ્રેમ (ભાગ 4)

...... ગતાંક થી ચાલું.....
થોડીવાર બાદ પ્રિયા ફ્રેશ થઈને બહાર આવી. મોહિત તેને જોતો જ રહી ગયો. પ્રિયા અત્યારે રાત્રી નાં કપડાં ખુલ્લી ક્રોપ ટોપ અને નીચે એક્દમ ટૂંકા ચડ્ડા માં હતી. તેનાં વાળ ધોયેલાં હતાં જેની સુવાસ મોહિત ને બહેકાવી રહી હતી. મોહિત પોતાની નજર પ્રિયા પરથી હટાવી શકવા સક્ષમ ન હતો અને તેને પોતાને આવી રીતે જોતાં જોઈને પ્રિયા પણ શરમાઈ ગઈ. તેણે  મોહિતની નજીક આવીને ચપટી વગાડી ત્યારે મોહિત નું ધ્યાનભંગ થયું. 
પ્રિયા : જોઈ લીધું કે હજી થોડાક મોડેલિંગનાં પોઝ આપું? 
મોહિત થોડું શરમાઈને : આટલી સુંદર છોકરીને જોઈને તો દેવો નાં પણ તપ ખંડિત થઈ જાય. 
પ્રિયા પોતાનાં વખાણ સાંભળીને શરમાઈ ગઈ પણ પોતાના પર કાબુ કરીને : ઓહો.. તમે ફ્લર્ટ પણ કરો છો? હમણાં સુધી તો તમે મને ખુબ જ શાંત અને ઓછું બોલવા વાળા લાગ્યાં હતાં. 
મોહિત : જેમ જેમ ઓળખાણ થશે ઘણું બધું જાણી જશો. 
પ્રિયા : ચાલ, હવે ફ્લર્ટ છોડીને ફ્રેશ થઈ જા. યાદ છે ને રિસોર્ટ નો ચક્કર લગાવા જવાનું છે. 
હા કહીને મોહિત બાથરૂમમાં ચાલ્યો જાય છે. અને આ બાજુ પ્રિયા તેનાં વિચારો માં ખોવાઈ જાય છે. તે વિચારીને ખૂબ ખુશ થાય છે કે તે બંને ને છોડીને બાકીના કપલ્સ છે તો તેમને સાથે ઘણો સમય મળી રહેશે ગોવા ફરવા માટે. તે બસ વિચારોમાં હતી અને મોહિત ફ્રેશ થઈને બહાર આવ્યો. 
પ્રિયા : ચાલો જઈશું નીચે? 
મોહિત : હા ચાલો. 
તેઓ નીચેના હોલમાં જાય છે જ્યાં નેહા અને રવિ બેઠાં હોય છે. રવિ પ્રિયાને જોઈને તેને ખીજવાનાં મૂડમાં આવી જાય છે. 
રવિ પ્રિયા તરફ ત્રાંસી નજરએ જોઈને : ઓહહો... કેવું મોહિત, કેવો છે તમારો રૂમ? અને રૂમ-મેટ? ફાવશે ને? 
પ્રિયા તેનાં તરફ ખોટો ગુસ્સો બતાવે છે એટલાં મા સોનાલી અને વિનય પણ આવી જાય છે. 
પ્રિયા : હનીમૂન તો આમનું જ ચાલે છે. કેટલી વાર કરી?? 
વિનય આંખ મારતાં : હા, નીચે આવવા નો વિચાર જ ન હતો. 
સોનાલી તેને કોણી મારે છે અને સૌ હસતાં હસતાં રિસોર્ટ ને એક નજરએ જોવા નિકળે છે. સૌ પ્રથમ તેઓ ત્યાં નાં માલિક ની ઓફિસમાં જાય છે. મી. રમેશ ઊઠીને તેમનું અભિવાદન કરે છે અને રવિ તેમને જણાવે છે કે તેઓ અત્યારે ઉપર ઉપર થી રિસોર્ટ ફરવા માંગે છે. મી. રમેશ જણાવે છે કે આ રિસોર્ટમાં પણ તેમનાં મનોરંજનની તમામ સુવિધાઓ છે અને અહીં એક દિવસ આખો પસાર થઈ શકશે. વિનય જણાવે છે કે હાલ તેઓ એક વાર પુરો રિસોર્ટ જોઈ લે પછી નક્કી કરશે કે ક્યારે ક્યાં જવું છે. મી. રમેશ તેમને ફરીને જમવા માટે રિસોર્ટના ડાઇનિંગ હોલ માં આવી જવા જણાવે છે. અને સૌ તેમને મળીને નીકળી જાય છે. 
રિસોર્ટ ખૂબ જ સુંદર અને વિશાળ હોય છે. તેમાં મુખ્ય દરવાજાથી અંદર આવતા બંને બાજુ સુંદર ઘાસનું લૉન હોય છે જેમાં નાના બાળકો માટે હિંચકા, ચકડોળ, લપસણી વગેરે હોય છે. ત્યારબાદ હોટલ માં દાખલ થવા માટે નો દરવાજો જેમાં પ્રવેશતાં જમણી બાજુ સોફા ગોઠવાયેલા હોય છે અને તેની સામે રિસેપ્શન હોય છે. જ્યાં એક છોકરી અને એક માણસ હોય છે અને રિસેપ્શન ની પાછળ જ માલિક કમ મેનેજર એવાં મી. રમેશ શર્મા ની કેબિન હોય છે. ડાબી તરફ ઉપર જવા માટે દાદર હોય છે જ્યાં રેહવા માટેના રૂમની વ્યવસ્થા હોય છે. ત્યાં પાછળ જતાં વિશાળ સ્વિમિંગ પુલ હોય છે જેની એક બાજુ સ્ત્રી - પુરુષ માટે અલગ અલગ બાથરૂમ અને કપડાં બદલવા માટે ના રૂમ તથા બીજી તરફ મોટા સ્પીકર મૂકીને ડીજે ની વ્યવસ્થા હોય છે. ત્યાં રૂમની પાછળથી જ ઉપર થિયેટરમાં જવાની સીડી હોય છે. આ ઉપરાંત ત્યાં ગેમ ઝોન, ક્લબ, બાર ઉપરાંત આઉટડોર ગેમ્સ જેવી કે વોલીબોલ, બાસ્કેટ બૉલ, ટેનિસ, ક્રિકેટ જેવી ગેમ્સ રમવા માટેની પણ અલગ જગ્યા હતી. 
પ્રિયા અને તેનાં મિત્રોની આંખોમાં ચમક આવી ગઈ. તેઓ હોલ માં જમતાં જમતાં બાકીના દિવસનો પ્લાન નક્કી કરી રહ્યા હતાં. 
વિનય : કાલનો દિવસ અહીં રિસોર્ટમાં જ પસાર કરીએ. પછી બે દિવસ અહીંની ફરવા લાયક જગ્યાઓ તથા બીચ પર જઈશું. 
પ્રિયા તરત ઉત્સાહ માં આવીને : હા પછી શોપિંગ પણ કરવાની ને? 
બધાં આ સાંભળીને હસવા લાગ્યા. તેઓએ નક્કી કર્યું કે છેલ્લો દિવસ બધાં પોતપોતાની મરજી મુજબ જ્યાં પસાર કરવો હશે ત્યાં કરીશું. રાત્રે પછી ભેગા જમીને સવારે વહેલાં નીકળી જઈશું. સૌ સહમત થઈને જમવાનું પતાવીને પોતપોતાના રૂમમાં જતાં રહ્યાં.  
પ્રિયાને ઊંઘ આવી રહી ન હતી તેથી તે બહાર ગાર્ડનમાં બેસી હતી. થોડીવારમાં મોહિત તેની બાજુમાં આવીને બેસે છે. પ્રિયા તેને જોઈ રહે છે. 
મોહિત : કેમ અહીં છે? સૂવાનું નથી? 
પ્રિયા : ના, ઊંઘ નથી આવી રહી. તું કેમ અહીં આવ્યો? 
મોહિત : એ તો મારી પાર્ટનર ત્યાં ન હતી એટલે તેને શોધતાં અહીં આવી ગયો. 
પ્રિયા આ સાંભળીને હસવા લાગે છે. અને મોહિત તેને જોઈ રહે છે. થોડી વાર બાદ પ્રિયા તેને જોઈને શરમાઈ જાય છે. 
પ્રિયા : મોહિત? એક વાત પૂછું? 
મોહિત : હા. 
પ્રિયા : હું તને કોલેજ ના પેહલા દિવસથી જોઉં છું. જ્યારે મારી નજર તારાં તરફ હોય છે હું તને મારાં તરફ જ જોતાં જોઉં છું. હું તારી નજર માં મારા માટે મિત્રતા કરતાં વધારે કાંઈક જોઈ શકું છું. તે શું છે? 
મોહિત : ના., એવું કાંઈ નથી. હું તને બસ એક સારી મિત્ર તરીકે જોઉં છું. 
પ્રિયા આ સાંભળીને થોડી ઉદાસ થઈ જાય છે. પછી તે વાત બદલતા પૂછે છે કે તે મોહિત વિશે વધુ જાણવા માંગે છે. જો તેને વાંધો ના હોય તો. 
મોહિત જણાવે છે કે તે નાનો હતો ત્યારે તેનાં મમ્મી પપ્પા એક એક્સીડન્ટમાં મરી ગયાં હતાં. હું મારાં દાદા દાદી સાથે રહીને મોટો થયો છું. ગામની સ્કૂલમાં પ્રાથમિક અભ્યાસ કર્યા બાદ અહીં આગળ ભણવા માટે આવ્યો છું. દાદા ના નામ પર જમીન હતી જે તેઓએ મારાં અભ્યાસ માટે ગીરવે મૂકેલી છે. હવે હું જલ્દીથી ભણવાનું પૂરું થતાં નોકરી શોધીને દાદા દાદીને ટેકો પૂરો પાડીશ. આટલું બોલતાં જ તેની આંખમાં પાણી આવી જાય છે. અને તે પ્રિયા તરફ જોતાં જ પ્રિયા તેને ભેટી જાય છે. 
મોહિત રડતાં રડતાં જણાવે છે કે તેનાં આ શહેરમાં કોઈ મિત્ર ન હતા. જ્યારે તેણે કોલેજમાં પ્રિયાને પ્રથમ વખત જોઈ ત્યારથી જ તે તેને પ્રેમ કરવા લાગ્યો હતો પણ પછી જોતાં જોતાં ખબર પડી કે તમે સૌ ખૂબ મોટાં પરિવાર માંથી આવો છો તેથી પોતાનો વિચાર મનમાં જ દબાવી દીધો. પછી જ્યારે તમે મિત્રતાનો હાથ ધર્યો ત્યારે ખૂબ આનંદ થયો. અને હવે હું અહીં છું. 
પ્રિયા કઈ પણ બોલ્યાં વગર તેનાં ખભા પર માથું મૂકીને થોડી વાર બેસી રહે છે અને ત્યારબાદ તેઓ રૂમમાં જવા માટે નીકડે છે અને નક્કી કર્યા મુજબ પ્રિયા બેડ પર અને મોહિત સોફા પર સૂઈ જાય છે. પ્રિયા તેને પૂછે છે કે તેને ફાવશે ને તો મોહિત હા કહીને સૂઈ જાય છે. 
લગભગ મધ્યરાત્રિ થાય છે. અચાનક મોહિત ઉઠે છે અને પ્રિયા ના બેડ પાસે જાય છે. પ્રિયા એક્દમ શાંતિ થી સૂતી હતી. મોહિત તેની બાજુમાં ઊભો રહીને તેને રહસ્યમયી રીતે જોઈ રહ્યો હતો. થોડી વાર બાદ તે પ્રિયાની એક લટ લઈને તેને કાન પાછળ કરે છે. પ્રિયા ને ઊંઘમાં કઈ ખબર ન પડી રહી હતી. મોહિત તેને જોતા મનમાં... 
"તને પહેલી વાર જોતાં જ તને મારી બનાવી લીધી હતી. મને ખબર છે તું પણ મને ચાહવા લાગી છે. હું તને મારાં પ્રેમ માં એટલી ડુબાડી દઈશ કે મારા સિવાય કાંઈ જ નહી દેખાય. અને આ વખતે હું આપણા વચ્ચે કોઈને નહીં આવવા દઉં." 
ત્યારબાદ તે રહસ્યમયી રીતે હસીને પાછો પ્રિયા ને જોતાં જોતાં સૂઈ જાય છે. 
વધું આવતાં અંકે..... 
________________________________________
શું મોહિત પ્રિયા ને પ્રેમ કરે છે? 
પ્રિયાને આવેલ ફોન કોનો હતો? 
મોહિતનું રહસ્ય તથા પ્રિયાની કથા જાણવા માટે મારી સાથે જોડાયેલાં રહો. 
તમારી સલાહ તથા અભિપ્રાયો આપવાં વિનંતિ.