dwimukhi prem (part 3) books and stories free download online pdf in Gujarati

દ્વિમુખી પ્રેમ (ભાગ 3)

...... ગતાંક થી ચાલું...
    સૌ મિત્રો ગોવા જવાની તૈયારી કરવાં લાગ્યાં. આ બાજુ પ્રિયા પણ ગોવા જવાની વાત ઘરે જણાવે છે અને તેનાં માતા પિતા તેને સહર્ષ જવાની અનુમતિ આપી દે છે.પ્રિયા પેકિંગ પતાવીને સવારે વહેલાં ઉઠવાનું હોવાથી રાત્રે જમીને વહેલી સુવા માટે જતી રહે છે. તે સૂતા પહેલાં એકવાર પોતાનું આવતીકાલે લઈ જવાના સામાન ને તપાસીને પલંગ પર સૂવા માટે પડી. પણ ખબર નહી કેમ આજે તેને કેમેય કરીને ઊંઘ આવી રહી નહતી. આજે ખબર નહીં કેમ પણ તેને મગજ માં મોહિત નાં વિચારો આવી રહ્યાં હતાં.
       તે મોહિત સાથે ગોવા જવાનાં વિચારો માં ખોવાઈ ગઈ હતી. તેને ખબર નતી પડી રહી કે તેને શું થઈ રહ્યું છે. પણ તે મોહિત તરફ ખેંચાવ અનુભવી રહી હતી. તેનાં મનમાં ક્લાસ નાં પહેલા દિવસે મોહિતના તેને જોઈ રહેવાથી હમણાં સુધી નાં મોહિત સાથે વિતાવેલા સમયની યાદ ચાલી રહી હતી અને તેમાં જ તેણી ક્યાં સુઈ ગઈ તેને ખબર જ ન રહી. સવારે તેની આંખ અલાર્મ થી ખુલી અને તે તરત જ ઊઠીને તૈયાર થઈ ગઈ. ત્યારબાદ તે નીચે આવી તો તેનાં પપ્પા પણ ઉઠી ગયાં હતાં. પ્રિયા એ તેનાં અને પપ્પા માટે ચા બનાવી અને તેઓ બંને ચા પીવા બેઠાં.
પપ્પા : શું વાત છે ને! આજે તો દરોજે મોડાં ઉઠનારા તમે બહુ જલ્દી ઊઠી ગયાને.
પ્રિયા : હા પપ્પા, હમણાં વિનય અને મોહિત લેવાં આવશે. અમે વહેલું જવાનું નક્કી કર્યું હતું. 
પપ્પા :  આ મોહિત કોણ છે? ક્યારેય નામ નથી સાંભળ્યુ. 
પ્રિયા : અં... તે પપ્પા અમારો નવો કોલેજ નો મિત્ર છે. તે પણ ગોવા અમારી સાથે આવી રહ્યો છે. 
પપ્પા : ઓહો.. સારું. મળીએ આજે એમને પણ. 
બસ તેઓ આમ વાતો કરતા હોય છે અને પાછળથી બહાર ગાડી નો હોર્ન સંભળાય છે. અને વિનય પ્રિયાને બોલાવે છે. પ્રિયા તેને અને મોહિત ને બહાર દરવાજો ખોલીને અંદર આવીને મમ્મી પપ્પાને મળી જવાનું કહે છે. તે તેઓને અંદર બોલાવીને પપ્પાને મોહિત સાથે ઓળખાણ કરાવીને મમ્મી ને ઉઠાડવા તેમનાં રૂમમાં જાય છે. આ બાજુ મોહિત અને વિનય પપ્પા સાથે સામાન્ય વાત કરી રહ્યા હતા અને પ્રિયા અને તેની મમ્મી અવે છે. વિનય તેની મમ્મી ને બોલાવીને મળીને તેઓ બીજા લોકોને લઈને જવા માટે નીકળી ગયા હતા. 
ત્યારબાદ તેઓ સૌને લઈને ગોવા તરફ આગળ વધવા લાગ્યાં. અત્યારે વિનય ગાડી ચલાવી રહ્યો હતો અને તેની બાજુમાં સોનાલી બેસે છે. તેમની પાછલી સીટ પર નેહા - રવિ અને તેઓ નો થોડો સામાન, નાસ્તો તથા પીણાં લઇને બેઠા હતા અને છેક પાછળ પ્રિયા અને મોહિત સામે સામે સિંગલ સીટ પર બેઠેલા હોય છે. અને વચ્ચે ની ખાલી જગ્યા એ બાકીનો સામાન મૂકેલો હોય છે. 
વિનય ગાડી માં મસ્ત સોંગ્સ ચાલુ કરે છે અને તેઓ પોતાની મસ્તીમાં ગોવા તરફ આગળ વધી રહ્યા છે. તેઓ થોડીવારમાં તો શહેર ની બહાર નીકળી ગયા. સૌ પોતપોતાની ધૂનમાં હતાં. પ્રિયા પણ પોતાનાં ફોનમાં માતૃભારતી એપ ખોલીને વાર્તાઓ વાંચવા લાગે છે. અને વચ્ચે વચ્ચે નજર ઊંચી કરીને મોહિતને જોઈ રહે છે. મોહિત પણ તેને જ જોતો હોય છે. પ્રિયાનું વાંચવામાં ધ્યાન લાગતું નથી તેથી તે મોહિત સાથે વાતો કરવાં લાગે છે. અને આગળ સૌ તેમને સાથે જોઈને મનમાં ખુશ થાય છે સોનાલી સિવાય ના બધાં જ. તેને પ્રિયાનું મોહિતની નજીક આવવું પસંદ ન આવ્યું. 
આમ કરતાં કરતાં રાત પડી અને ગાડી રવિ ચલાવી રહ્યો હતો. તે એક હોટેલ એ રાત્રીનું જમવા માટે ગાડી ઉભી રાખે છે અને બહાર નીકળીને સૌ આળસ ખાઈને પોતાને ફ્રેશ કરવાં મોઢું ધોઈને એક ટેબલ પર જઈને બેસે છે.
નેહા : ફ્રેન્ડ્સ, હવે રાત્રે ડ્રાઇવ કરીને જવું મને યોગ્ય નથી લાગી રહ્યું. આપણે ક્યાક રાત્રિ માટે રોકાઈ જઈએ.
પ્રિયા તથા સોનાલી પણ તેની સાથે સહમત થાય છે અને તેઓ જમ્યા પછી તે હોટલ નાં માલિકને પૂછે છે કે અહીં આજુ બાજુ ક્યાય રાત્રિ રોકાણ માટે હોટલ જેવું મળશે? તે જણાવે છે કે અહીંથી આગળ સાતેક કિલોમીટર જઈને રેહવા માટે હોટલો ચાલુ થસે. સૌ ત્યાંથી નીકળી જાય છે. રવિ ગાડી ચલાવતાં ચલાવતાં મોહિત સાથે વાત કરવા માટે તેને પૂછે છે. 
રવિ : કેમ તું કાંઈ બોલી નથી રહ્યો. શું તને આમારી સાથે મજા નથી આવી રહી? 
મોહિત : ના ભાઈ, એવું કાંઈ નથી. કઈ છે નહીં મારા પાસે બોલવા માટે બસ એટલે ચૂપ છું. 
નેહા : (પ્રિયા તરફ જોઈને) હા, એની પાસે તો ખાલી પ્રિયા સાથે જ વાત કરવા માટે શબ્દો હોય છે આપણા માટે નહીં. 
પ્રિયા બનાવટી ગુસ્સો કરતાં તેણે હળવેથી ટપલી મારે છે અને સૌ હસવા લાગે છે. આ જોઈને મોહિત ઝાંખવાઇને શરમાઈ જાય છે. વિનય તેને જોઈને, 
"ઓહો, ભાઈ તો શરમાવા લાગ્યાં ને. પણ અમારી પ્રિયા ને તો જે લોકો બોલતાં નથી કે ઓછું બોલે છે તેઓ પસંદ નથી." 
મોહિત : અરે એવું... એવું કાંઈ નથી. 
આ જોઈને પ્રિયા ને મોહિત નાં શર્માવા પર હસવું આવી રહ્યું હતું. તે પોતાને સાચવીને, 
"બસ યાર, બિચારા ને કેટલું છેડસો? રેવા દો ને. "
સૌ તેને જોઈને ટોન્ટ માં હસે છે. આમ હસતાં મસ્તી કરતા હોટલ આવી જાય છે. મોહિત અને વિનય જઈને પુછપરછ કરવાં જાય છે અને આ બાજુ રવિ પ્રિયાને મોહિત વિશે વાત કરે છે. 
રવિ : શું વાત છે પ્રિયા? તને મોહિત ગમી ગયો લાગે છે ને. તારા ચેહરા પર રહેલી લાલીમાં આ વાત નો નિર્દેશ કરે છે કે તને મોહિત ગામવાં લાગ્યો છે. 
પ્રિયા એક્દમ વિચાર માં પડી જાય છે અને કહે છે કે તેને તે સારો લાગે છે પણ ગમે છે કે નહીં તે નથી જાણતી. હજી તો હું તેને સરખું ઓળખતી પણ નથી. 
સોનાલી : કોઈ પણ પગલું ઉતાવળે ન ભરતી. અમે તારાં મિત્રો છે અને કઈ પણ કરતાં પેહલા અમને જાણ કર જે. અમે તારી સાથે જ છીએ. 
રવિ : હા અને ગોવા જઈને તને એને જાણવાની તક પણ મળી રેહશે. 
        પ્રિયા કઈ જવાબ આપે એ પેહલા મોહિત અને વિનય આવી જાય છે અને કહે છે અહીં રૂમ ખાલી છે. બધાં સહમત હોય તો આજની રાત અહીં જ રહીએ. સૌ હા પાડે છે અને તેઓ ગાડી હોટલ ના પાર્કીંગ માં મૂકીને જરૂરી સામાન લઈને ઊતરે છે. મોહિત અને વિનય ૨ રૂમ બૂક કરાવે છે એક છોકરાઓ માટે અને બીજો છોકરીઓ માટે. તેઓ રૂમમાં સામાન બધું મૂકીને બધાં બહાર ગેલેરીમાં બેસે છે અને પોતપોતાનાંમાં ખોવાઈ જાય છે. પ્રિયા પણ ત્યાં મુકેલ સોફામાં   વાંચવા બેસી જાય છે અને મોહિત ફોન લઈને બેસે છે પણ તેનું ધ્યાન પ્રિયામાં જ હોય છે. પ્રિયા પણ એક બે વાર વચ્ચે વચ્ચે તેને જોઈને મુસ્કાન આપે છે. 
પછી તેઓ ધીરે ધીરે દરેક જણ સુવા માટે જાય છે અને પછી સવારે સૌ ઉઠીને નીચે રેસ્ટોરન્ટ માં નાસ્તો કરીને ગોવા જવા માટે નીકળી જાય છે. આમ કરતા કરતાં તેઓ સાંજ નાં સમયે તેઓએ નક્કી કરેલ રિસોર્ટ માં પહોંચે છે. ત્યાં પહોંચીને રવિ તેનાં પપ્પા નાં મિત્ર તથા તે રિસોર્ટ નાં માલિક એવાં મિસ્ટર રમેશ શર્મા ને મળે છે. તેઓ જણાવે છે કે રવિનાં પપ્પા સાથે તેમની વાત થઈ ગઈ છે. તેમને જેમ ફાવે તેમ રૂમ બૂક કરાવી દે તથા કઈ પણ જરૂર લાગે તો તુરંત જાણ કરે. 
ત્યારબાદ તેઓ રિસોર્ટ નાં હોલ માં જાય છે નક્કી કરવા કે કેટલાં રૂમ લેવાં. ઉત્સાહમાં નેહા બોલી જાય છે કે પર કપલ એક રૂમ. અને સૌ તેની બાજુ જોવે છે. પછી રવિ કહે છે કે તેઓ બે રૂમ જ કરાવે એક છોકરાઓનો અને બીજો છોકારીઓ માટે. પણ પ્રિયા કહે છે કે અમારાં લીધે તમે તમારા વેકેશન નો મૂડ નાં બગાડશો. આપણે ચાર રૂમ લઈ લઈએ રાત્રે સૂવાની જ વાત છે ને. સૌ માની જાય છે અને રિસેપ્શન પર જઈને ચાર રૂમ ની માંગ કરે છે પણ તેણી જણાવે છે કે ત્રણ જ રૂમ છે હમણાં વેકેશન નાં લીધે બધાં રૂમ ફુલ છે. 
સૌ ને મૂંઝવણ માં જોઈને મોહિત પ્રસ્તાવ મૂકે છે.,
મોહિત : જો પ્રિયા ને વાંધો ના હોય તો આપણે એક રૂમ લઈ લઈએ. હું મારો સામાન તેમાં રાખીશ અને એવું હશે તો રાત્રે હું અહીં હોલ માં સૂઈ જઈશ. 
સૌ પ્રિયા બાજુ જોવે છે અને તેની ઇચ્છા પૂછે છે. 
પ્રિયા : ના મોહિત, અમે તને અહીં હોલ માં સુવા માટે સાથે નથી લાવ્યા. મને તારા પર વિશ્વાસ છે. આપણે એક રૂમમાં સૂઈસુ. એકસ્ટ્રા બેડ-શીટ મંગાવીને એક નીચે સૂઈ જઈશું. 
સૌ તેનાથી સહમત થાય છે અને તેઓ ત્રણ રૂમ લઈ લે છે અને તેમાં જઈને પોતપોતાનો સામાન મૂકીને ફ્રેશ થઈને રિસોર્ટ માં ફરવા માટે નીચે હોલ માં ભેગા થવાનું નક્કી કરે છે અને પોતપોતાનાં રૂમમાં જતા રહે છે. પ્રિયા અને મોહિત પણ પોતાનાં રૂમમાં આવે છે.
 રૂમ ખૂબ જ વિશાળ અને સુંદર હોય છે. તેમાં પ્રવેશ કરતાં જ ડાબી બાજુની દિવાલ પર મોટું ટીવી હોય છે. તેની બાજુમાં જ બાથરૂમ તથા વોશરૂમ હોય છે. ટીવી ની સામે નાનું ટેબલ અને બે ખુરશીઓ મુકેલી હોય છે. જમણી બાજુ વિશાળ પલંગ અને તેની બાજુમાં જ સોફા હોય છે. રૂમમાં પ્રવેશ કરતાં જ સામે બાલ્કની હોય છે જેની બહાર દરિયાનું દ્રશ્ય હોય છે. પ્રિયા તો રૂમ જોઈને જ પ્રભાવિત થઈ જાય છે અને અંદરોઅંદર મોહિત સાથે સમય પસાર કરવા મળશે તે વિચારીને હરખાય છે. મોહિત તેને ફ્રેશ થવાનું જણાવીને કહે છે કે તે રાત્રે સોફા પર સૂઈ જશે. 
પ્રિયા તેની વાત માનીને બાથરૂમમાં જાય છે અને આ બાજુ મોહિત ના ચેહરા પર ફરીથી રહસ્યમય મુસ્કાન આવી જાય છે. એટલામાં તેમના રૂમનાં બારણે ટકોરા પડે છે. મોહિત ખોલે છે તો સામે રૂમ સર્વિસ વાળો એક માણસ પાણી નો બોટલ આપી જાય છે. ત્યારબાદ મોહિત બારણું બંધ કરીને પ્રિયા નાં આવવા ની રાહ જોઈને બેસે છે. 

વધુ આવતા અંકે... 
_______________________________________
શું રહસ્ય છે મોહિત નું? 
શું તે પણ પ્રિયાને પ્રેમ કરે છે? 
પ્રિયા અને મોહિત એકબીજાને પોતાના પ્રેમ વિશે જણાવશે? 
પ્રિયાના ભૂતકાળના રહસ્યો ધીરે ધીરે ખુલશે. માટે જોડાયેલાં રહો આ સફરમાં મારી સાથે. 


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED