દ્વિમુખી પ્રેમ (ભાગ-7) Riya Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

શ્રેણી
શેયર કરો

દ્વિમુખી પ્રેમ (ભાગ-7)

....... ગતાંક થી ચાલું.....
ઘણા સમય સુધી પ્રિયા આમ જ રોહનની છાતીમાં માથું નાંખીને રડી રહી. અને રોહન પણ તેનાં માથામાં હાથ ફેરવતો રહ્યો. બંને માંથી કોઈ કઈ ન બોલ્યું. થોડીવારમાં  રોહન એ ઓર્ડર કરેલું ખાવાનું આવી જાય છે. તે ઊઠીને લઈને સર્વ કરીને લઇ આવે છે. અને પ્રિયા ને પ્રેમથી માથે ચૂમીને ઉઠાડે છે. પ્રિયા ની નજર ટેબલ પર પડતાં તેનાં ચહેરા પર હળવી મુસ્કાન આવી જાય છે. રોહન એ તેનું પ્રિય ચાઇનીઝ જમવાનું મંગાવ્યું હતું. અને તે પ્રિયા ને પોતાની બાજુઓ માં જ રાખીને પોતાનાં હાથે જમાડે છે.
પ્રિયા થોડી સ્વાસ્થ થતાં તે ફરી રોહન સાથે વાત કરે 8છે.
પ્રિયા આંખમાં આંસુ સાથે : રોહન, ખબર નથી પડી રહી કયા મોઢે આભાર માનું તારું. તારા સાથે લગ્ન કરવા એ મારી જિંદગી નો સૌથી મોટો આશીર્વાદ હશે.
રોહન : બસ, ચલ. આવું બધું ન બોલાય. તું છે જ એવી તને એકવાર જોતાં જ પ્રેમ થઈ ગયો હતો.
ત્યારબાદ તેઓ સહજ થતાં પ્રિયા એ ફોન કોલ ની વાત પણ તેને કહીં દીધી.
રોહન : દીકા, તું ચિંતા ના કર. હું છું ને. તને કોઈ કઈ નહીં કરી શકે. હું તારી સાથે જ છું. મારો એક મિત્ર પોલિસ માં છે તેને કહીને કાંઈક વ્યવસ્થા કરાવું છું.
રોહન નાં શબ્દોએ પ્રિયાના મન ને શાતા આપી. તેનું મન હળવાશ અનુભવી રહ્યું હતું. તેઓ થોડી વાતો કરીને બેઠાં હતાં એટલામાં પ્રિયાની મમ્મી નો ફોન આવ્યો એ પૂછવા કે તેણી ક્યારે ઘરે આવે છે તેઓને કાંઈક કામ છે.
રોહન પ્રિયા ને મૂકી ગયો ઘરે અને તેનાં ઘરે તેનાં મમ્મી પપ્પાને મળીને સાંજે બહાર ફરવા માટે પ્રિયા ને લઈ જવા ની રજા લઈને નીકળી ગયો.
સાંજે રોહન પ્રિયા ને લોંગ ડ્રાઈવ માટે લઇ ગયો પછી તેઓએ એક સારા હોટેલમાં જમીને પ્રિયાની મનપસંદ જગ્યા એ જઈને તેઓ બેઠાં. તે શહેરની બહાર એક ઊંચાઈ પર આવેલ ટેકરી હતી. ત્યાં તેઓ બેઠાં હતાં અને પ્રિયા રોહન નાં ખભે માથું મૂકીને બેસી હતી અને રોહન તેનાં માથે હાથ ફેરવી રહ્યો હતો. આમ ઘણો સમય થયા બાદ તેઓ ઘરે જવા નીકળ્યા.
રોહન પ્રિયા ને ઘરે મુકીને તેને માથે ચુંબન આપીને પોતાના ઘરે ગયો. ત્યાં તેણે તેના મિત્ર જે પોલિસ માં ઉચ્ચ અધિકારીઓ માંથી એક છે તેને ફોન કરીને ઘરે બોલાવ્યો. ત્યારબાદ થોડી વાર પ્રિયા સાથે મેસેજ થી વાત કરીને ટીવી ચાલુ કર્યું. થોડી વાર બાદ રોહન નો મિત્ર અભિષેક પંડ્યા તેનાં ત્યાં આવીને બેસે છે.
રોહન અભિષેકનું અભિવાદન કરીને તેને ઠંડુ પીણું આપીને તેની સાથે બેસે છે. પહેલાં થોડી અલક મલક વાતો કરીને રોહન અભિષેક ને પ્રિયા એ જણાવેલ વાત કરી તથા તે ફોન કોલ ની વાત પણ કરી. રોહન ની વાત સાંભળીને અભિષેકનો ચહેરો તંગ થઈ ગયો.
અભિષેક : રોહન તારી વાત પરથી આ એ જ વ્યક્તિ લાગે છે જેને અમે ઘણા સમયથી શોધી રહ્યાં છે. તે એક નહીં અનેક હત્યાઓ માં શકમંદ છે.
આ સાંભળીને રોહનનાં ચહેરા પર ડર વ્યાપી જાય છે.
રોહન : અભિ, મારી પ્રિયા ને કાંઈ નહીં થાય ને? હું તેની સુરક્ષા તારા હાથમાં આપું છું. તેને કઈ થશે તો હું તેનાં વગર અધૂરો રહી જઈશ.
રોહનની આંખમાં રહેલ આંસુ અભિષેક જોઈ જાય છે. તે રોહનના ખભે હાથ મૂકીને કહે છે કે તે ચિંતા ન કરે. પ્રિયા ને તે કઈ નહીં થવા દે. ત્યારબાદ તે રોહનને અમુક સૂચનાઓ આપે છે અને કહે છે કે બને ત્યાં સુધી પ્રિયા ને એકલી ન મૂકીશ અને પ્રિયા ને આ વાત જણાવી જરૂરી નથી તે ખોટી હેરાન થશે. રોહન પણ તેની સાથે સહમત થાય છે. ત્યારબાદ તેઓ થોડી વાતો કરીને છૂટા પડે છે.
અભિષેક નાં ગયા પછી રોહન ને પ્રિયાની ચિંતા થવા લાગે છે અને તે પ્રિયા ને યાદ કરતાં પ્રિયા ને ફોન લગાવે છે.
રોહન : દીકા, સૂઈ ગઈ?
પ્રિયા : નાં, બસ તૈયારી કરી રહી છું. કેમ આમ ફોન કર્યો?
રોહન : કઈ નહીં બેટા, તારી યાદ આવી રહી હતી. ચાલ તું સૂઈ જા. કાલે ઓફિસ થી આવીને તને મળીશ.
પ્રિયા : સારું. બાઈ. ગૂડ નાઇટ. આઇ લવ યૂ.
રોહન : આઈ લવ યૂ ટૂ. ગૂડ નાઇટ દીકા.
ત્યારબાદ પ્રિયા જેવું ફોન મૂકીને સુવા માટે પડી તેનું મન પાછું ભૂતકાળમાં ઘેરાઈ ગયું. અને તે તેમાં ખોવાઈ ગઈ... 
ભૂતકાળમાં....
ગોવાથી આવીને પ્રિયા અને મોહિત નો પ્રેમ દિવસે દિવસે વધી રહ્યો હતો. આ બાજુ સોનાલીનાં પણ મનમાં બેચેની વધી રહી હતી. પરંતુ તેને ખબર હતી કે કોઈ તેની વાત નહી માને તેથી તેણીએ મોહિત પર પોતાની રીતે નજર રાખવાનું ચાલુ કરી દીધું હતું.
આમ આ ગ્રુપ કોલેજ નાં છેલ્લાં વર્ષમાં આવી ગયું હતું. પરંતુ હવે પ્રિયા ગ્રુપ કરતાં વધારે મોહિત સાથે સમય પસાર કરી રહી હતી. તેઓ જ્યારે કોઈ ક્યાંય જવાનો પ્લાન બનાવતાં તો તેમાં પ્રિયા અને મોહિત ગેરહાજર રહેતા. અને હવે તો એવું થવા લાગ્યું કે પ્રિયા કોલેજ કરતા વધારે બંક કરીને બહાર મોહિત સાથે રહેવા લાગી. 
એકવાર સોનાલી એ પ્રિયા ને કોલેજ માં જોઈ તો રોકીને શાંતિ થી પૂછ્યું કે કેમ તે આજ કાલ તેઓની સાથે નથી રહેતી તથા આમ જ બંક કર્યાં કરીશ તો રિઝલ્ટ ખરાબ થશે. પ્રિયા કોઈ જવાબ આપે તે પહેલાં જ મોહિત તેની બાજુમાં આવીને કહ્યું કે તે પ્રિયા ને બહાર લઈ જવા માગે છે. અને જેવું તેઓ ત્યાંથી જવા નીકળ્યા સોનાલીએ પ્રિયા નો હાથ પકડી લીધો. 
સોનાલી : તેં મારો જવાબ ન આપ્યો હજી. કઈ પ્રોબ્લેમ છે? અમે કોઈ ભૂલ કરી છે? 
આટલાં માં નેહા, વિનય તથા રવિ પણ ત્યાં આવી ગયા. પ્રિયા જોરથી સોનાલીનો હાથ છોડાવીને ગુસ્સામાં બોલી કે આ મારી પર્સનલ લાઇફ છે. તમે લોકો જેટલું દુર રહો તેટલું સારું છે. અને તું મારી માં નથી. તો મારી ચિંતા કરવાનું છોડી દે. આટલું કહીને તે ચાલવા લાગી. આ સૌ આ સાંભળીને ત્યાં જ મૂર્તિ બની ગયા અને સોનાલી ની આંખો ભીની થઈ ગઈ. આ બાજુ પ્રિયા ની આંખો પણ ભીની થઈ ગઈ હતી અને મોહિત એ ચાલતાં ચાલતાં તેનો હાથ ખુબ જોરથી દબાવી દીધો. પ્રિયા ને દુખવા લાગ્યું અને તેણે મોહિત બાજું લાચારીથી જોયું. પણ મોહિતનો ઠંડો ચહેરો જોઈને તે નીચું જોઈ ગઈ. 
એકવાર રવિવારે પ્રિયા જ્યારે તેનાં ઘરે બેસી હતી તેની મમ્મી એ બૂમ પાડીને કહ્યું કે તેના મિત્રો આવ્યાં છે. પ્રિયા ડઘાઈ ગઈ. તેણે મમ્મીને તેમને ઉપર મોકલવાનું કહ્યું. જેવું તેઓ ઉપર આવ્યા પ્રિયા એ રૂમનો દરવાજો બંધ કરી દીધો. તેણે ગુસ્સામાં પૂછ્યું કે કેમ અહીં આવ્યા છો?
સોનાલીની આંખોમાં ઝળઝળિયાં આવી ગયા.
"પ્રિયા શું થયું છે તને? “
" તું કેમ આવો વર્તાવ કરે છે? "
" કઈ તકલીફ હોય તો અમને કહે. "
" તું તો તારા મિત્રો વગર રહી ન હતી શકતી, હવે કેમ આમ કરે છે? "
બોલતાં બોલતાં સોનાલી રડી પડી. વિનય એ તેને સાચવી. પ્રિયા બોલી જુઓ મને તમારાં સાથે કોઈ વાત નથી કરવી. તમે લોકો અહીંથી જતાં રહો. ભૂલી જાઓ કે આપણે ક્યારેય મિત્ર હતા. મને મારી લાઇફ મારી રીતે જીવવા દો.
રવિ : પ્રિયા આ શું બોલે છે? શું થયું છે? મોહિત એ કાંઈ કીધું? એનાં આવ્યાં પછીથી તું બહું બદલાઈ ગઈ છે.
મોહિતનું નામ સાંભળતા એક સેકંડ માટે પ્રિયાના ભાવ બદલાઈ ગયાં જે સોનાલી સિવાય કોઈએ જોયા નહીં. પછી તરત પોતાને સંભાળીને પ્રિયા એ કીધું,
"જુઓ છેલ્લી વાર કહું છું, હું મોહિતને પ્રેમ કરું છું. તેના વિશે ઘરે મમ્મી પપ્પાને પણ બહુ મહેનત થી મનાવ્યા છે. અને મોહિત ને હું તમારી સાથે વાત કરું કે કોઈની સાથે પણ વાત કરું તેં પસંદ નથી. તો મહેરબાની કરીને મને મિત્ર માનતા હોવ તો અહીંથી જતાં રહો." આટલું બોલતા પ્રિયા રડવા લાગી.
વાત કરતી વખતે સોનાલી એ પ્રિયા માં અમુક વાત નોંધી જેથી તે વ્યથિત થઈ ગઈ. તેણે વાત પૂરી થતાં વિનય નો હાથ પકડીને ત્યાંથી જવા માટે કહ્યું. અને જતા જતા પ્રિયા ને કહ્યું કે તારા માટે તારાં કહેવાથી જઈ રહ્યા છે પણ અમે હજી તારાં એ જ મિત્રો છીએ અને રહીશું. કઈ પણ હોય તો જણાવ જે. આટલું બોલીને તેઓ નિકળી ગયા.
તેમનાં ગયાં પછી પ્રિયા ઓશિંકામાં માથું મૂકીને રડી રહી હતી. તે ખૂબ જ રડી.
"મને માફ કરજો મિત્રો, હું મારી ભૂલની સજા ભોગવી રહી છું. ના ચાહવા છતાં તમારી સાથે આવો વર્તાવ કરવો પડે છે. સોનાલી તારી વાત ન માનીને મેં બહુ મોટી ભૂલ કરી છે. "
વધુ આવતા અંકે......
______________________________________
શું ભૂલ કરી પ્રિયા એ?
તેની સાથે શું થયું? અને મોહિત નું શું થયું? 
જાણવા માટે મારા સાથે જોડાયેલા રહો. 

મિત્રો મારી પ્રથમ વાર્તા ને આટલો સારો પ્રતિસાદ આપવા બદલ હું આપ સૌ ની ખૂબ ખૂબ આભારી છું.