દ્વિમુખી પ્રેમ (ભાગ 1) Riya Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

શ્રેણી
શેયર કરો

દ્વિમુખી પ્રેમ (ભાગ 1)

મિત્રો આ મારી પહેલી વાર્તા નો પહેલો ભાગ છે... આપ સૌ ને વિનંતી આપ ને ગમે તો મને ફોલો તથા લાઇક અને આપના મહામૂલ્ય પ્રતિભાવ આપવા વિનંતી... જો આપ ને કોઈ ભૂલ કે સુધારા જણાય એ પણ મને જણાવા વિનંતિ... આપ ના સાથ અને સહકાર થકી જ હું વધુ સારું લેખન રજુ કરી શકીસ....  
પ્રસ્તાવના :-
મિત્રો જેવું કે  સૌ જાણીએ છીએ તેમ  દરેક વાત ની જેમ પ્રેમ ના  પણ બે મુખ છે એક  અને  ખરાબ... તો આ વાર્તા માં આપણે  સામાન્ય છોકરી કેવી રીતે આ બંને મુખ ના અનુભવ થાય છે..
આ એક સસ્પેન્સ વાર્તા છે જેમ જેમ વાંચસો તમે બંધાઈ જશો આની સાથે... તો ચાલો હું શરુ કરું છું... ?
દ્વિમુખી પ્રેમ 
    "તું માત્ર મારી છે... તને કોઈ પણ અલગ નહીં કરી શકે મારાથી.. હું પણ જોઉં છું તું કેવી રીતે દૂર કરે છે પોતાને મારાથી"
આટલું બોલાઇને ફોન કટ થઈ ગયો.. અને પ્રિયા આ વાત પોતાના લગ્ન ના 15 દિવસ પહેલા સાંભળી ને પલંગ પર ફસડાઈ પડી.. તેની આંખો પોતે ભૂતકાળ મા કરેલ પ્રેમ રૂપી ભૂલ ને આશ્રુ રૂપી માધ્યમ દ્વારા વહાવી રહી....
    રાત્રે રડતાં રડતાં તેની ક્યારે આંખ લાગી ગઈ તેને ખબર જ ના પડી... અને સવાર પડતાં જ મમ્મી એ ઊઠાવી.. ઊઠીને રોજીંદા કામ પતાવી ને પ્રિયા પોતાની સાથે રાત્રે બનેલી વાત યાદ આવતા એક નિર્ણય કરે છે.. કે તે પોતાની સાથે જોડાયેલું બધું જ રોહન ને જણાવી દેશે તથા રોહન ને કહી દેશે કે તે લગ્ન કરીને રોહન ના માથે સંકટ ઊભું નહીં કરે... અને તે રોહન ને મળવા માટે ફોન કરે છે.. રોહન તેને જણાવે છે તે સવારે જ કંપની ના કામ અંગે અમદાવાદ આવ્યો છે... તે બે દિવસ પછી પ્રિયા ને મડશે.
    રોહન સાથે ૧ મહિના પહેલા જ પ્રિયા ની સગાઈ થઈ છે જે તેમના માતા પિતા દ્વારા નક્કી કરાયું હતું... રોહન મેકેનિકલ એન્જિનિયર છે અને બહુ મોટી કંપની માં ખૂબ સારી પોસ્ટ પર કામ કરે છે... 
    રોહન દેખાવે હેન્ડસમ કહી શકાય તેવો પાંચ ફૂટ અગિયાર ઇંચ નો.. ગૌર વરણી છોકરો છે... તેનાં સિલકી આંખો સુધી આવતા તેનાં વાળ.. અને પાણીદાર આંખો.. કોઈ પણ છોકરી નું મન મોહી લેવાં સક્ષમ છે... પરંતુ તે એક સમજુ અને શાંત સ્વભાવ નો છોકરો છે...અને તેનાં માતા પિતા દ્વારા પ્રિયા સાથે લગ્ન નક્કી કરવામાં આવતા તે પ્રિયા ને જોવા ગયો હતો.. અને પ્રિયા ને એક વાર જોતા જ પોતાનું દિલ દઈ બેઠો હતો... અને ઘર વાળા એ લગ્ન નક્કી નાંખ્યા હતા... અને આવતાં ૧૫ દિવસ મા તેમનાં લગ્ન લેવાનાં હતાં.. 
    પ્રિયા સાંજે તેની સાસુ તથા નણંદ સાથે શોપિંગ કરવા જવાનું હોવાથી હમણાં પોતાનાં રૂમ માં બેઠાં બેઠાં લેપટોપ ખોલી ને બેઠી હતી પરંતુ તેનું મન ગઈ કાલ નું ભૂતકાળમાં ખોવાઈ ચૂક્યું હતું... એક એક કરીને દ્રશ્યો તેની આંખો સામે આવવા લાગ્યાં.. અને પ્રિયા એમાં ખોવાઈ ગઈ........ 
    ચાલો પ્રિયા નાં ભૂતકાળમાં.... 
     
    આજે પ્રિયા ખુબ જ ખુશ હતી....  તેને ૧૨ માં ધોરણમાં ખુબ સારા માર્કસ સાથે પાસ કરી ને શહેર ની મોટાં માં મોટી કહી શકાય એવી કોલેજ M S university નાં વાણિજ્ય પ્રવાહ માં પ્રવેશ મેળવ્યો હતો... અને તેનાથી પણ વધુ ખુશી તેની મિત્રો ની ટોળકી તેની સાથે જ આવતાં બીજા ૩ વર્ષ માટે સાથે જ હતી તેની હતી...
     પ્રિયા એક હસમુખી, સુંદર દેખાવડી છોકરી છે...સપ્રમાણ સુંદર શરીર.. પાંચ ફુટ સાત ઇંચ ની હાઈટ... માખણ નાં ચોસ્લા સમા એના ગોરા ગોરા ગાલ... એની ડાર્ક બ્રાઉન રંગ ની આંખો etli ઊંડી જેમાં જોનાર ને દરિયો એની સામે છીછરો લાગે... પ્રિયા નાં કમર સુધી આવતા કેશ.. એક કાળો સાપ જ જોઈ લો... અને આ બધા ની સુંદરતા મા વધારો કરતું એનું સ્મિત... જાણે એક સાથે હજારો ઘંટડીઓ રણકી ઉઠે... 
    સ્વભાવ માં પ્રિયા એક્દમ મિલનસાર.. હસમુખી.. ભણવામાં તેમજ ઈતર પ્રવૃત્તિઓ માં પણ આગળ.. એક વાર જેની સાથે વાત કરી લે તે માણસ પ્રિયા નાં પ્રભાવ માં આવ્યા વગર નાં રહી શકે... 
    પ્રિયા ની ટોળકી માં તેની ખાસ સખી સોનાલી કે જે ૮ માં ધોરણ થી પ્રિયા ની સાથે જ છે.. અને આ બે સખીમાં બહેન જેવો જ પ્રેમ છે ...બીજાં મિત્રો માં સોનાલી નો બોયફ્રેન્ડ વિનય, નેહા તથા રવિ હતાં... આ પાંચેય મિત્રો ની દોસ્તી એમની સ્કૂલ માં ભણવામાં તો આગળ હતાં જ પરંતુ સાથે સાથે અન્ય પ્રવૃત્તિ માં પણ તેઓ નું નામ અવ્વલ જ હોતું... 
   અને આજે આ આખી ટોળી કોલેજ માં એક સાથે પ્રવેશવાની હતી. તે સૌ ખુબ જ ઉત્સાહિત હતાં.. અને દરેક નાં કોલેજ ને લઈને પોતપોતાના આગવા સપનાઓ હતાં... 
    ત્યાં જ પ્રિયા પોતાનાં ભૂતકાળમાંથી બહાર આવે છે એક અવાજ સાંભડી ને... આ અવાજ બીજું કોઈ નહીં પરંતુ પ્રિયા નાં મમ્મી એ પ્રિયા ને જમવા માટે બોલાવવા આવી હતી એનો હતો... 
પ્રિયા તરત પોતાની જાતને બરોબર કરીને દરવાજો ખોલે છે.. પરંતુ તેની માં તેને જોતા જ સમજી જાય છે અને પ્રિયા ને પૂછે છે કે એને શું થાય છે.. કેમ તેની આંખો રડી હોય તેવી લાલ લાગે છે... 
પ્રિયા વાત ને વાળતા જવાબ આપે છે કે કઈ નહીં... આ તો થોડાં દિવસો માં આ ઘર અને તમને સૌ ને છોડીને જઈશ એનું થોડું દુખ છે.. પ્રિયા ની મમ્મી એનાં માથે હાથ ફેરવીને જમવા આવી જવાનું કહે છે... 
    પ્રિયા પોતાનાં વિચારો ને મૂકીને નીચે ડાઇનિંગ ટેબલ પર જમવા બેસે છે... પરંતુ તેનું ધ્યાન જમવામાં નહીં ગઈ કાલે રાત્રે આવેલ ફોન પર જ હતું.. Aa વાત તેની મમ્મી નાં ધ્યાન માં આવી પરંતુ તેઓ એ લગ્ન પેહલા ની ચિંતા સમજી ને કાંઈ કીધું નહીં... 
    પ્રિયા નાં પપ્પા પણ લગ્ન ની તૈયારીઓ માં લાગ્યાં હતાં.. તેઓ એક સામાન્ય બેંક માં મેનેજર તરીકે ફરજ બજાવતા હતા. સ્વભાવે એક્દમ કડક પરંતુ તે પ્રિયા ને ખુબ પ્રેમ કરતાં હતાં.. એટલે જ તે પોતાની દીકરી નાં લગ્ન મા કોઈ જ કસર બાકી રાખવા માગતા ન હતા... અને પ્રિયા ની મમ્મી એક હાઉસ વાઇફ સાથે સાથે ઘરે ટ્યુશન લે છે... 
    જમવાનું પતાવી ને પ્રિયા મમ્મી ને મદદ કરીને થોડી વાર ટીવી જોઇને બેસે છે એટલા મા પ્રિયા ની નણંદ નો ફોન આવે છે કે તે રેડી રે.. તેઓ તેને શોપિંગ માટે લઇ જવા માટે આવી રહ્યા છે.. 

    પ્રિયા સાદો કુતૉ અને લેગિંસ ઉપર કાજલ કરીને તૈયાર થાય છે... તે આટલા સાદા કપડામાં પણ ખુબ સુંદર લાગી રહી છે.. અડધા કલાક મા તેનાં સાસુ અને નણંદ આવી જાય છે અને તે ત્રણેય શોપિંગ માટે નિકળી જાય છે. રાત્રે મોડું થઈ જતાં તેઓ જમીને પ્રિયા ને ઘરે મુકી જાય છે.. 
    પ્રિયા તેનાં ઘરે પરત આવીને તેનાં મમ્મી પપ્પા ને પોતે કરેલી શોપિંગ નો સામાન બતાવીને સુવા માટે પોતાના રૂમમાં આવે છે.. અને જેવી તે એકલી પડે છે પાછું તેનું ધ્યાન ફોન કોલ પર જાય છે અને તેની સાથે જ તેનું મન પણ ગભરાય છે કે શું ફરીથી ફોન આવશે? 

અને પ્રિયા પાછી ભૂતકાળમાં સરી પડે છે... 



(વધુ આવતા અંકે...) 




________________________________________________
 શું છે પ્રિયા નું ભૂતકાળ જે તેને આટલું બેચેન કરી રહ્યું છે ?? તે રોહન ને શું જણાવા માગે છે? અને તે કોલ કોનો હતો??  
મને વાંચવા બદલ આભાર.. 
જેમ જેમ આ વાર્તા આગળ જશે તેમ નવાં રહસ્યો ખુલતા જશે.. પ્રેમ તમારો આપવા વિનંતી... આગળ નું જાણવા માટે મને ફોલો કરો... તમારા મંતવ્યઓ રજૂ કરવા વિનંતિ... ?