દ્વિમુખી પ્રેમ (ભાગ 11) Riya Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દ્વિમુખી પ્રેમ (ભાગ 11)

......... ગતાંક થી ચાલું......
પ્રિયા ને હવે ખુબ ખુબ સારું લાગી રહ્યું હતું મિત્રો ને મળીને. વિનય, રવિ તથા નેહા તેની સાથે સાથે જ રહેવ લાગ્યાં. તેઓ તેને એકલી છોડતાં જ ન હતા. અને પ્રિયા ને પણ સારું લાગી રહ્યું હતું. તેઓ મૂવી જોવા માટે ગયાં હતાં. ત્યારબાદ ફરીને જમીને પ્રિયા ને ઘરે મુકી ગયાં હતા. નેહા પણ પ્રિયા સાથે તેનાં ઘરે જ રહી હતી. બીજા બે દિવસ પણ તેઓ ખૂબ ફર્યાં અને પ્રિયા પણ ખૂબ હળવાશ અનુભવી રહી હતી.
પ્રિયા સોનાલીને ખૂબ યાદ કરી રહી હતી. પણ તે ખુશ પણ હતી એ જાણીને કે હવે એક બે દિવસમાં સોનાલી પણ આવી જશે અને પછી બધું પહેલાં જેવું થઈ જશે. આમ ને આમ બીજા બે દિવસ વીતી ગયા. સોનાલીનાં કોઈ સમાચાર મળ્યાં નહી.
રવિ, નેહા, પ્રિયા અને વિનય એક દિવસ બેઠાં હતાં ત્યાં નેહા પર સોનાલીની મમ્મીનો ફોન આવ્યો. 
"બેટા, સોનાલી ક્યાં છે? બે દિવસ તારાં ત્યાં રહેવાનું કહીને, આજે પાંચ દિવસ થયાં. હજી દેખાઈ નહીં. ફોન પણ નથી ઉપાડી રહી." 
આ સાંભળીને નેહાનું મોં પડી ગયું અને તેનો ચહેરો જોઈને સૌને કાંઈક ખોટું થયા નું લાગવા લાગ્યું. 
       નેહા : આંટી મને નથી ખબર. તે તો તેનાં બા નાં ઘરે ગઈ હતી ને ગામડે? 
સોનાલીનાં મમ્મી : હેં... કયા બા? બેટા ગામડે તેનાં કોઈ બા નથી. મને કાંઈક અજુગતું લાગી રહ્યું છે. 
આટલું બોલતાં બોલતાં તેઓ રડવા જેવાં થઈ ગયા. નેહાએ તેમને સાંત્વના આપી અને તેઓ તપાસ કરે છે તેમ જણાવીને ફોન મૂકી દીધો. આ બાજુ નેહા એ મિત્રો ને ફોન પર થયેલ વાત કહી. આ સાંભળીને સૌ ચિંતામાં આવી ગયા. વિનય પોતાની જગ્યા થી ઊભો થઈ ગયો અને પ્રિયા તો રડવા જ લાગી. 
વિનય : ચાલો, હમણાં ને હમણાં જ. મારી સોનાલીને કાંઈક થયું લાગે છે. આપણે એને શોધવા જઈએ ચાલો જલ્દી. 
પ્રિયા : પણ એ છે ક્યાં? અપનાને કીધું કે બા નાં ઘરે ગામડે જાય છે જ્યારે તેની મમ્મી એ એમ કીધું કે કોઈ બા છે જ નહી અને એમને એમ છે કે તે તો અહીં છે. 
સૌ વિચારમાં પડી જાય છે અને છેલ્લાં નક્કી કરે છે કે પહેલાં તેઓ સોનાલી નાં ઘરે જાય પછી ત્યાં જઈને જોશે. અને તેઓ સોનાલી નાં ત્યાં જવા નીકળ્યા.. સોનાલીનાં ત્યાં જઈને જુએ છે તો તેની મમ્મી અને પપ્પા ખૂબ જ ચિંતામાં હોય છે. તેની મમ્મી રડી રહી હતી અને તેના પપ્પા કોઈના સાથે ફોન પર વાત કરી રહ્યા હતા. 
તેમની વાત પરથી લાગી રહ્યું હતું કે તેઓ કોઈ મોટી લાગ નાં માણસ ને સોનાલી ની તપાસ કરવા માટે દબાણ કરી રહ્યા હતા. તેની મમ્મી આમને જોઈને દોડી આવે છે. 
"મારી છોકરી ક્યાં છે? તમે તો તેનાં ખાસ છો ને? તમને તો ખબર હશે." 
પછી વિનય તરફ ફરીને, 
"બેટા, તને તો કીધું હશે ને? બોલને ક્યાં છે એ?" 
વિનય : આંટી અમને કોઈને નથી ખબર. તે અમને એવું જ કહીને ગઈ હતી કે તે તેનાં બા ને મળવાં જઈ રહી છે. બે દિવસ મા આવી જશે. અમે પણ તેની જ રાહ જોતાં હતાં. 
આટલી વારમાં સોનાલીનાં પપ્પાનાં ફોન પર કોઈનો ફોન આવે છે. સોનાલીનાં પપ્પા વાત કરતાં જ ફસડાઈ પડે છે. સૌ તેમને પૂછે છે પણ તેઓ કઈ બોલી શકતાં નથી. ફોન હજી ચાલુ હતો વિનય એ ફોન ઉઠાવ્યો અને સાંભળીને...... 
વર્તમાનમાં........ 
સોઓઓઓનાઆઆઆ..... લીઈઈઈઈઈ.... 
પ્રિયા અચાનક ચીસ પાડીને ઉઠી જાય છે. તેના શ્વાસ ખૂબ ઝડપથી ચાલી રહ્યા હતા. તેને તે દિવસ યાદ કરીને આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. 
તે દિવસે વિનય એ ફોન મૂકીને સૌને જણાવ્યું હતું કે સામેથી કોઈએ ફોન કરીને સોનાલીનો એક્સિડેંટ થવાનું જણાવ્યું હતું. આ સાંભળી પ્રિયા અને નેહા રડવા લાગ્યા અને સોનાલીના મમ્મી તો ફસડાઈ પડયાં હતાં. નેહા એ તેમને પકડ્યા. 
રવિ :આપણે ત્યાં જઈને ખાતરી કરવી જોઈએ. કોઈએ મજાક કર્યો હશે. 
સોનાલી ના પપ્પા : હા બેટા, તમે લોકો અહીં રહો, હું વિનય અને રવિ જઈને જોઈ આવીએ. 
આ વાતો યાદ કરતાં પ્રિયા રડી રહી હતી. તે દિવસે તેણે પોતાની એકમાત્ર બહેન જેવી મિત્ર ગુમાવી હતી. ત્યારબાદ તે ખૂબ શાંત અને સૂન થઈ ગઈ હતી. તે બસ રડી રહી હતી. તેને સોનાલીની યાદ આવી રહી હતી. 
તેને ઊંઘ હવે આવાની ન હતી તેથી તે નીચે રસોડામાં જઈને પોતાનાં ખાલી બોટલ માં પાણી ભરીને રૂમમાં આવી. 
તે બસ બધું યાદ કરતી બેઠી હતી એટલી વારમાં તેને પોતાની બાલ્કનીમાં કાંઈક હલચલ સાંભડાઈ. પહેલાં તે થોડી ડરી ગઈ પણ તરત તેણે મન નો વહેમ સમજીને વાત જવા દીધી અને સૂવા માટે આડી પડી. 
હજી થોડી વાર થઈ હશે અને તેને ફરી બાલ્કની માં કુંડું પડયાનો અવાજ આવ્યો. પ્રિયા પહેલાં ડરીને ઊભી થઈ ગઈ. પછી બિલાડી હશે તેમ માનીને જોવા માટે બાલ્કની તરફ આગળ વધી રહી. બાલ્કની પાસે પહોંચતા તેને કોઈ હોવાનો એહસાસ થયો. ડરતા ડરતા પ્રિયા એ દરવાજો ખોલ્યો અને ખોલતાં જ તે ચોંકી પડી... 
"તું........." 



વધું આવતાં અંકે.... 
________________________________________
મિત્રો મને મોડા પોસ્ટ કરવા બદલ માફ કરશો... થોડું પર્સનલ કારણોસર મૂકવા માટે મોડું થાય છે પણ હું પૂરો પ્રયત્ન કરીશ સમયસર મુકવામાં. 
શું થશે પ્રિયા સાથે? 
બાલ્કની માં કોણ આવ્યું? 
સોનાલી સાથે શું થયું? 
સવાલોના જવાબ જાણવા મારા સાથે સંકળાયેલા રહો. 
-રિયા શાહ