દ્વિમુખી પ્રેમ ભાગ 6 Riya Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દ્વિમુખી પ્રેમ ભાગ 6

....... ગતાંક થી ચાલું.....
પ્રિયા સવારે ઊઠીને મોહિત વિશે વિચારીને દુખી થઈ જાય છે. 
"તે મારા વિશે શું વિચારતો હશે? કાલે જે થયું તે ખોટું થયું. મારે તેને મળીને જણાવું પડશે કે કાલે જે થયું તે નશામાં થયું. અને હું તેને પ્રેમ કરું છું." 
પ્રિયા તૈયાર થઈને બહાર નીકળે છે. પણ તે ક્યાંય દેખાતો નથી. તેનો ફોન પણ લાગી ન હતો રહ્યો. પ્રિયાનું મન ઉદાસ થઈ રહ્યું હતું. તે નેહા તથા રવિ નાં રૂમમાં જાય છે. ત્યાં પૂછે છે પણ તેઓ માંથી કોઈએ મોહિત ને જોયો ન હતો. તે સોનાલી અને વિનય નાં રૂમમાં જઈને પણ પૂછે છે પણ સોનાલી જણાવે છે કે વિનય બહાર ગયો છે પણ તેઓને નથી ખબર કે મોહિત ક્યાં છે. પ્રિયા ઉદાસ થઈ જાય છે. 
સોનાલી :શું થયું પ્રિયા, કેમ મોઢું ઉતરી ગયું છે તારું? 
પ્રિયા :ના કઈ નહીં. બસ આ મોહિત દેખાઈ નથી રહ્યો. 
સોનાલી :અરે અહીં જ ક્યાંક હશે. તું ચિંતા ના કરીશ. ચાલ તૈયાર થઈ જા. શોપિંગ માટે જવાનું છે ને. આપણે લંચ માં વિનય અને રવિને મળીશું ત્યાં સુધી તેઓ શોધી લેશે મોહિત ને. 
પ્રિયા પોતાનાં રૂમમાં ઉદાસ મને જાય છે. તેને લાગે છે કે મોહિત તેનાથી નારાજ થઈને જતો રહ્યો છે. આ વાત તે કોઈને કહી પણ નથી શકતી. તે બાથરૂમમાં જઈને રડે છે અને પછી સ્વસ્થ થઈને બહાર આવે છે. તે સોનાલીના રૂમમાં જાય છે અને ત્યાં નેહા પણ હોય છે. તેઓ પ્રિય ને લઈને બહાર નીકળે છે. 
નેહા : ચાલો આપણે પેહલા એક જગ્યાએ જવાનું છે. 
પ્રિયા : ક્યાં જવાનું છે અને કેમ? ત્યાં શું છે? 
નેહા : અરે એક બહુ સરસ જગ્યા છે શોપિંગ માટે. અહીંનો ખુબ મોટો મૉલ છે, જ્યાં દરેક વસ્તુ મળી રહે છે. 
પ્રિયા મન વગર : હં... ચાલો. 
નેહા અને સોનાલી પણ જોવે છે કે પ્રિયા નો મૂડ નથી પણ તેઓ તેને કઈ નથી કહેતા. તેઓ ઇશારામાં જ વાત કરીને ત્યાંથી જવા નીકળ્યા. સોનાલી વિનયને ફોન કરીને જણાવી દે છે કે તેઓ જઈ રહ્યાં છે શોપિંગ માટે. ત્યારબાદ તેઓ એક વિશાળ મૉલમાં પ્રવેશે છે. તેઓ ત્રણેય મૉલ જોઈને જોતાં જ રહી જાય છે. ચાર માળનાં એ મૉલમાં નાનામાં નાની વસ્તુથી માંડીને દરેક વસ્તુઓ ઊપ્લબ્ધ હતી. ત્યાં અંદર પ્રવેશ કરતાં જ ખુલ્લી જગ્યા હતી જ્યાં એક વિશાળ સ્ટેજ રાખવામાં આવેલ હતું. પ્રિયા અને તેની ફ્રેન્ડ્સ તે જોતાં આગળ વધવા લાગે છે, તેટલાંમાં સ્ટેજ પર સોંગ વાગવા લાગે છે અને સૌ નું ધ્યાન ત્યાં જાય છે. 
પ્રિયા અને તેની ફ્રેન્ડ્સ પણ સ્ટેજ પાસે જોવા માટે જાય છે. ત્યાં જઈને તેઓ ચોંકી ઉઠે છે. સ્ટેજ પર વિડિયો ચાલુ થાય છે જેમાં એક પછી એક પ્રિયા નાં ફોટોસ ચાલતાં હોય છે. આ જોઈને સૌનું ધ્યાન પ્રિયા તરફ જાય છે. પ્રિયા હજી આશ્ચર્ય માંથી બહાર આવી ન હતી. તે બસ સ્ટેજ પર જોઈ રહી હતી. એટલામાં એક નાનકડો છોકરો પ્રિયા ની નજીક આવતા તેનું તેનાં તરફ ધ્યાન જાય છે. તે છોકરો પ્રિયા ને એક ગુલાબ આપે છે. મૉલ માં હાજર દરેક પ્રિયા તરફ જોઈ રહે છે. પ્રિયા શરમાઈ ને નેહા અને સોનાલી તરફ ફરે છે પણ તેઓ ત્યાં નથી હોતી. પ્રિયા ની નજર તેઓને શોધી રહી હતી. 
તે નાનો બાળક તેનાં નાનાં હાથ વડે પ્રિયા ને ખેંચીને સ્ટેજ તરફ લઈ જાય છે. પ્રિયા પણ તેની સાથે દોરાય છે. તે જેવી સ્ટેજ પર પગ મૂકે છે તેનાં પર ફૂલોની વર્ષા થાય છે. પ્રિયા સમજી શકતી નથી કે આ શું થઈ રહ્યું છે. તેટલામાં તેનાં કાને આવાજ પડે છે અને તેનું ધ્યાન તે તરફ જાય છે. 
પ્રિયા જુએ છે કે મોહિત હાથમાં ગુલાબનો ગુચ્છો લઈને તેની તરફ વધી રહ્યો હતો. તે પ્રિયા ની નજીક આવી પોતાનાં ઘૂંટણ પર બેસી જાય છે. 
"પ્રિયા, સૌપ્રથમ તને આમ એકલી મુકીને આવવા બદલ હું દિલગીર છું. પરંતુ એ છેલ્લી વાર હતું. આજ પછી હું ક્યારેય તને એકલી નહીં મૂકું, તારી સાથે જ રહીશ. પ્રિયા હું તને પ્રેમ કરું છું. શું તું મારા પ્રેમનો સ્વીકાર કરીશ?" 
પ્રિયા આંખમાં આંસુ સાથે : હા મોહિત, I love you.
અને તે તેને ગળે લાગી જાય છે. આજુ બાજુ સૌ તેમને તાળીઓથી વધાવી લે છે અને તેમની ઉપર ફૂલો ની વર્ષા થાય છે. પ્રિયા શરમાઈ જાય છે. એટલામાં વિનય, સોનાલી, નેહા તથા રવિ પણ સ્ટેજ પર આવી જાય છે. તેઓ એકસાથે ગ્રુપ - હગ કરે છે. વિનય પ્રિયા ને એક પેન-ડ્રાઇવ આપતા કહે છે કે આ અમારાં સૌ તરફથી તારાં માટે નાની ગિફ્ટ. 
પ્રિયા : આમાં શું છે? 
નેહા : આમાં હમણાં અહીં જે કાંઈ બન્યું તેનો વિડિયો છે. 
પ્રિયા : તેનો મતલબ કે તમને બંનેને પણ ખબર હતી આ વિશે? અને તમે આ બધું કર્યું ક્યારે અને કેવી રીતે? એ પણ આટલાં મોટા મૉલમાં!! 
વિનય : પહેલાં આપણે અહીંથી જઈએ. મને ખૂબ ભૂખ લાગી છે. ખાતાં ખાતાં વાત કરીએ. 
સૌ તેની સાથે સહમત થઈને ત્યાં મોલના મેનેજર ને મળીને તેમનો આભાર માનીને નીકળે છે. 
વર્તમાન સમયમાં..... 
પ્રિયા ભૂતકાળ વિશે વિચારતી ક્યારે સૂઈ ગઈ તેને ખબર ન રહી. તેની આંખ સવારે તેનાં ફોનમાં થતાં વાઇબ્રેશનથી ખુલી. મોબાઇલ સ્ક્રીન પર નામ જોઈને પ્રિયા નાં મુખ પર સુંદર સ્મિત આવી ગયું. 
પ્રિયા : હેલો રોહન. 
રોહન : હાય બેબી, ઉઠી ગયાં? 
પ્રિયા : હાં બસ તારાં ફોનથી જ. 
રોહન : ઓકે.. એ તો એમ કહેવા ફોન કર્યો હતો કે તારે મને મળવું હતું ને. હું ગઈ કાલે રાત્રે જ આવ્યો. તો આજે આપણે મળી શકીએ? 
પ્રિયા : હા ચોક્કસ. બોલ ક્યારે? 
રોહન : એક કામ કરીએ. મમ્મી લોકો આજે આઉટ ઓફ સિટી કામથી જાય છે તેઓ બે દિવસ પછી આવશે. તને વાંધો ન હોય તો તું ફ્રેશ થઈને તૈયાર થઈને મને કહે તો હું તને લેવાં આવું આપણે ઘરે જ બેસીએ. 
પ્રિયા : સારું હું કહું તને. 
થોડીવારમાં પ્રિયા અને રોહન રોહનના ઘરે હોલમાં સોફા પર બેઠાં હોય છે. પહેલાં તો રોહન પ્રિયાને પકડીને બાથમાં લઈ લે છે અને કહે છે આ બે દિવસ તને બહુ યાદ કરી. પ્રિયા કઈ બોલતી નથી. તે હજી પણ અવઢવમાં છે કે રોહન ને તેનાં ભૂતકાળ વિશે જણાવે કે નહીં. અને જણાવે તો કેવી રીતે. તે વિચારોમાં જ હતી અને રોહનએ તેને બોલાવીને તેનું ધ્યાનભંગ કર્યું. 
રોહન : હેઈ.. ક્યાં ખોવાઈ ગઈ? શું વાત છે દીકા? તે ફોન પર પણ જણાવ્યું હતુંને કે તારે કોઈ વાત કરવી છે. શું વાત છે? 
પ્રિયા : હા રોહન. વાત તો કહેવી જ છે. પરંતુ કેવી રીતે કહું અને કહ્યાં બાદ તારું રિએક્શન વિચારીને મન ગભરાય છે. 
રોહન પ્રિયા નો હાથ પકડીને : બેટા, કેમ ગભરાય છે? હું અહીં જ છું. તું જે કાંઈ પણ હોય કહી દે. 
પ્રિયા ધીરે ધીરે રોહન ને તેના ભૂતકાળ વિશે દરેક વાત જણાવી દે છે. તે તેના અને મોહિતનાં સબંધ અને તેમની વચ્ચે થયેલ દરેક વાત જણાવી દીધી હતી. 
તેની વાત સાંભળીને રોહન તેને ખેંચીને પોતાની બાથમાં ભરી લે છે અને પ્રિયા પોતાનું મન ત્યાં ઠાલવીને મન ભરીને રડી પડે છે. અને રોહન કેટલીય વાર સુધી તેનાં માથે હાથ ફેરવ્યા કરે છે. અને પ્રિયા શાંત થાય છે. ત્યારે પણ રોહન તેને બાથમાં જ રાખીને કહે છે, 
" પ્રિયા, જે કાંઈ થયું એ વીતી ગયું છે. હવે હું તારી સાથે છું. તે મને આ જણાવ્યુ તેનાથી મને ખુશી થાય છે કે તે છુપાવ્યું નથી. અને તારી સાથે લગ્ન કરવાનો મારો નિર્ણય મજબૂત બની ગયો છે. તું ચિંતા નહી કરીશ હું તારી સાથે જ છું. તને કોઈ કઈ નહીં કરી શકે." 
તેઓ થોડો સમય આમ જ બેસી રહે છે. પ્રિયા કઈ જ નથી બોલતી. તે બસ રોહનની છાતી પર માથું મૂકીને સૂઈ રહે છે. રોહન બાજુમાં પડેલ ફોન થી ઓનલાઇન ખાવાનું ઓર્ડર કરે છે અને પાછું પ્રિયા ને પકડીને બેસી રહે છે. 
વધુ આવતા અંકે... 
__________________________________________
પ્રિયા અને મોહિત નું શું થયું? તેઓ કેવી રીતે છૂટા પડ્યા? 
આગળ શું થશે તે જાણવા જોડાઇ રહો મારી સાથે પ્રિયા નાં આ સફરમાં.
ખાસ વાત...
મિત્રો ગયાં અઠવાડિયે માતૃભારતી એપ પર ૫૦૦ થી વધુ followers તથા ૧૦૦૦ થી વધુ downloads થઈ ગયા છે.. મારા જેવી નવીન લેખિકા માટે આ એક મહત્વપૂર્ણ વાત છે. હું તેનાં માટે આપ સૌ વાંચકો નો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. મને આગળ વધારવા માટે આ જ પ્રેમ અને સાથ આપવા વિનંતી.
* બીજું કે મેં આપ સૌ વાચક મિત્રો માટે જ ખાસ Instagram પર એક પેજ બનાવ્યું છે. @worldofwords9917
તો ત્યાં જઈને તમે મારા સાથે સંપર્ક કરી શકો છો તથા તમારી પસંદ, નાપસંદ, મારી વાર્તાઓ પર ટીકા-ટિપ્પણી, કે અન્ય વાંચન સબંધી વાત કરી શકશો.
આભાર.