દ્વિમુખી પ્રેમ (ભાગ 5) Riya Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 70

    નિતુ માટે જન્મેલ નવીનનું નાનકડું આકર્ષણ દિવસેને દિવસે પ્રબળ...

  • દાદા ભિષ્મ

    પૌરાણિક દ્રષ્ટાંત કથા –                      પિતામહ ભીષ્મની...

  • અધુરો પ્રેમ

    જિગ્નાસુ ખુબ જ સરળ અને શાંત છોકરી.... પરીવાર મા વડિલ અને નાન...

  • વહુના આંસુ

    સવીતા રસોડામાં રસોઈ કરતી હોય છે,  ત્યાં જ છાંયા બહેન જોરથી ચ...

  • ભાગવત રહસ્ય - 164

    ભાગવત રહસ્ય-૧૬૪   પિતાજી નામદેવને કહે છે- કે “સવારે વહેલા જા...

શ્રેણી
શેયર કરો

દ્વિમુખી પ્રેમ (ભાગ 5)

..... ગતાંક થી ચાલું......
આ બાજુ મોહિત પ્રિયા ને જોઈને રહસ્યમયી રીતે વર્તાવ કરે છે જ્યારે બીજી તરફ સોનાલી નું મન બેચેની અનુભવે છે. 
વિનય : બેબી, શું વાત છે? જ્યારથી આપણે અહીં આવ્યાં છે તું ખોવાયેલી લાગે છે. આટલા બધા સમય પછી આપણે એકબીજા સાથે સમય પસાર કરવા મળ્યો છે અને તું ખુશ નથી લાગી રહી. 
સોનાલી : વિનય, મને તે છોકરો બિલકુલ પસંદ નથી. 
વિનય : કોની વાત કરે છે? 
સોનાલી : મોહિત યાર,.. પ્લીઝ તમે લોકો તેને પ્રિયા ની નજીક આવતાં અટકાવો. તે પ્રિયા માટે ઠીક નથી. તેનું પ્રિયા સામે જોવું મને ઠીક નથી લાગતું. તેની આંખોમાં પ્રેમ નહીં પણ રહસ્ય દેખાય છે. 
વિનય સોનાલીને પોતાની તરફ ખેંચતા : શું બોલે છે તું? તે પ્રિયા ને પસંદ કરે છે અને આપણે તો ખુશ થવું જોઈએ કે પ્રિયાને પણ કોઈ પ્રેમ કરવા માટે મળી ગયું છે.
સોનાલી સમજી ગઈ કે વિનય સાથે આ બાબતે વાત કરવાનો કોઈ અર્થ નથી. તેણે પોતાની જાતે મોહિત પર નજર રાખવાનું નક્કી કર્યું. તે વિચારી રહી હતી અને વિનય એ તેને પકડીને પોતાની તરફ ખેંચીને સુવડાઈ દીધી અને તેઓ પોતાની પળોમાં ખોવાઈ ગયા. 
સવારે સૌ ઊઠીને ફ્રેશ થઈને ડાઇનિંગ ટેબલ પર ચા નાસ્તો કરવા ભેગા થયાં ત્યાંથી નક્કી કર્યું કે સૌ અડધા કલાકમાં તૈયાર થઈને સ્વિમિંગ પૂલમાં જઈશું. ત્યારબાદ સૌ ફ્રેશ થઈને નક્કી કર્યા મુજબ સ્વિમિંગ પુલમાં પડ્યા. બધાં મસ્તી કરવાં લાગ્યાં એક બીજા પર પાણી નાંખવા લાગ્યાં. રવિ તો નેહાને ઊંચકીને પાણીમાં કૂદી પડ્યો. પ્રિયા ને પાણી ખાસ પસંદ નથી એટલે થોડીવાર બાદ તે ત્યાં બહાર મૂકેલી ખુરશીઓ પર સૂઈને સૌને મસ્તી કરતા જોઈને આનંદ કરે છે. 
એટલામાં ત્યાં મોહિત તેની પાસે આવે છે. 
મોહિત : કેમ શું થયું?  ચાલને પૂલમાં. અહીં એકલી એકલી શું બેઠી છે? 
પ્રિયા :ના મોહિત, મને પાણી બહું પસંદ નથી. તું જા હું અહીં બેસીને જોઈશ. 
મોહિત : ના, તું નહીં જાય તો હું પણ અહીં જ બેસીશ. 
પ્રિયા : ઓકે બાબા, ચાલો. 
પ્રિયા અને મોહિત પૂલમાં જવા માટે ઉભા થાય છે અને જેવું તેઓ પૂલની નજીક આવે છે મોહિત નો પગ લપસે છે અને તે પ્રિયા ને લઈને પાણીમાં પડે છે. તેમને જોઈને બીજા મિત્રો પણ આવી જાય છે. એટલી વારમાં ડીજે પર પણ સોંગ્સ ચાલુ થાય છે અને સૌ ખૂબ એન્જોય કરે છે. થોડીવાર બાદ મી. શર્મા આવીને જણાવે છે કે લંચ તૈયાર છે તેઓ ઇચ્છે ત્યારે ડાઇનિંગ હોલમાં આવીને જમી શકે છે. 
મિત્રો થોડીવારમાં પાણીમાંથી નીકળીને તૈયાર થઈને જમવા માટે હૉલમાં જાય છે. જમીને મેનેજર તેમને જણાવે છે કે અડધા કલાક બાદ થિએટરમાં મૂવી ચાલુ થશે. તેઓ ત્યાં જવાનું નક્કી કરે છે. સૌ ત્યાં જઈને ગોઠવાઈ જાય છે અને મૂવી ચાલું થાય છે. તે પતાવીને તેઓ પોતાના રૂમમાં જઈને ફ્રેશ થઈને ચા નાસ્તો કરીને રમતો વાળા વિભાગમાં જાય છે અને પોતાની પસંદ ની રમતો રમવા લાગે છે. રિસોર્ટમાં જુદી જુદી ઘણી બધી રમતો માટેની વ્યવસ્થા હતી. જેવી કે ટેનિસ, ક્રિકેટ, ફુટબૉલ, બાસ્કેટબોલ, વગેરે જેવી બહારની તથા ચેસ, લૂડો,પૂલ-બૉલ, વગેરે જેવી રમત પણ હતી. સૌ પહેલા પોતાની મન પસંદ ગેમ્સ રમીને છેલ્લા પ્રિયાનું ગ્રુપ અને ત્યાં આવેલું અન્ય ગ્રુપ વચ્ચે તેઓ ક્રિકેટ મેચ રમે છે. 
થાકીને સૌ પોતપોતાના રૂમમાં જઈને કપડાં વગેરે બદલીને આરામ કરીને જમીને સૌ ભેગાં હોટેલનાં ટેરેસ પર આવેલાં નાનકડાં બગીચા જેવું બનાવેલ હતું ત્યાં બેઠાં હતાં. તેઓ બીજા દિવસે બીચ પર જવાનું તથા ગોવા શહેર ફરવા માટે નક્કી કરે છે. ત્યારબાદ સૌ સુવા માટે જતા રહે છે. 
બીજા દિવસે સવારે તૈયાર થઈને મેનેજર પાસેથી માહિતી લઈને નીકળી જાય છે. સૌ પ્રથમ તેઓ આગોંડા બીચ જાય છે જ્યાં દરેક રેસ્ટોરન્ટ નો પોતાનો બીચ નો ભાગ હોય છે. ત્યાં જઈને તેઓ બીચ પર થોડું ઘણું ડ્રિંક્સ લે છે, પણ મોહિત ના પાડે છે. ત્યાં થોડો સમય ગાળી તેઓ દરિયાનાં કાચ જેવાં પાણીમાં પડ્યાં. આમ જ તેઓ બે દિવસ ગોવાનાં દરેક બીચ તથા ગોવા શહેર આખું ફર્યાં. ગોવાનાં પોર્ટુગીજોએ બનાવેલ ચર્ચ તથા તેઓએ વસાવેલ શહેર તથા ત્યાંના પબ, કસીનો વગેરે દરેક સ્થળે તેઓએ ખૂબ મજા કરી તથા દરેકને પોતાનાં કેમેરામાં પણ કેદ કર્યા. 
આ દરમિયાન પ્રિયા અને મોહિત પણ એકબીજાની નજીક આવી રહ્યાં હતાં. પ્રિયાને મન માં મોહિત પ્રત્યે લાગણીઓ આવવા લાગી હતી. હવે તેઓ બધું ફરીને સાંજે બાઘા બીચ પર બેસીને વાતો કરી રહ્યાં હતાં. જે તેમના રિસોર્ટની નજીકમાં જ હતું. 
રવિ : યાર..ખૂબ મજા આવી ગઈ. હવે તો બધું જોઈ લીધું છે કાંઈ બાકી નથી રેહતું.. આપણે હવે.. 
તે આગળ કઈ બોલે તે પહેલાં પ્રિયા વચ્ચે.. 
પ્રિયા : શું? યાર શોપિંગ તો રહી હજી. શોપિંગ કર્યાં વગર હું તો ગોવા નથી છોડવાની. 
તેની વાત સાંભળીને વિનય અને રવિ એકબીજાને તાળી આપીને હસવા લાગ્યા. 
વિનય : હા મારી માં,, કાલનો દિવસ તમારો. મન ભરાય એટલી શોપિંગ કર જો. પછી બીજા દિવસે સવારે આપણે નિકળી જઈશું. 
ઘરે જવાની વાત સાંભળીને પ્રિયાનું મોઢું ઉતરી જાય છે. તેને અહીં મોહિત સાથે ઘણો સમય સાથે મળી રેહતો હતો. તેને મોહિત સાથે સમય પસાર કરવો હતો. આમની વાતો ચાલતી હતી એટલાંમાં મોહિત વિનયને ઇશારો કરે છે અને વિનય જણાવે છે કે તે અને મોહિત હમણાં થોડી વારમાં આવે છે. 
સોનાલી : ક્યાં જાઓ છો? હું પણ આવીશ. આપણે બધા જઈએ. 
વિનય : હાં ચાલો લઈ જાઉં બધાંને ટોઇલેટ. 
બધાં હસવા લાગે છે અને મોહિત તથા વિનય ચાલ્યાં જાય છે. પ્રિયા મોહિતનાં વિચારોમાં ખોવાઈ જાય છે. તેને મોહિત ગમવા લાગે છે તે નક્કી કરે છે કે તે મોહિતને પોતાની લાગણીઓ વિશે જણાવી દેશે. 
રવિ : ઓહો.. શું વાત છે? જો નેહા, કોઈ મોહિતનાં વિચારોમાં ખોવાઈ ગયું છે. 
આ સાંભળતાં પ્રિયાનું ધ્યાન તૂટે છે. અને તે શરમાઈ જાય છે. 
નેહા : શું વિચારે છે પ્રિયા? તને તારા જવાબો મળ્યા? શું વિચાર્યું છે તે મોહિત વિશે? 
સોનાલી પણ પ્રિયાનો જવાબ સાંભળવા માટે તેના તરફ જોઈ રહે છે. 
પ્રિયા : યાર, તમને ખબર છે કે મારાં માટે તમારા વગર કોઈ નથી ખાસ. તમે મિત્રોએ ક્યારેય મને કોઈ પણ પ્રકારની કમી નથી પડવા દીધી. પણ મોહિત સાથે સમય પસાર કરીને મને તેના પ્રત્યે લાગણી અનુભવવા મળી રહી છે. હું તેને ચાહવા લાગી છું અને તેને મારા મનની વાત બહુ જલ્દી જણાવી દઇશ. 
સોનાલી આ સાંભળીને દુખી થાય છે. 
સોનાલી : જો પ્રિયા, મને નથી ખબર કે હું જે કહેવા જઈ રહી છું તે કેટલું યોગ્ય છે અને કેટલું નહીં. પણ મને નથી લાગતું કે તારે મોહિત સાથે સબંધ આગળ વધારવા જોઈએ . 
પ્રિયા : કેમ? શું થયું? 
સોનાલી : મને નથી ખબર પણ પ્રિયા એ છોકરો તારાં માટે બરોબર નથી. ખબર નહી કેમ પણ તેની આંખો રહસ્યમયી લાગે છે અને તે જે રીતે તને જોવે છે તે પણ ઠીક નથી લાગતું. 
પ્રિયા તેનો હાથ પકડીને : ઓહહો.. તો મારી બહેન અને બીજી મમ્મી પઝેસીવ થઈ રહી છે? અરે બકૂડી તું ચિંતા ન કર એક કે હજાર મોહિત આવશે તોય તમારું મારાં જીવનમાં જે સ્થાન છે તે ક્યારેય નહીં બદલાય. 
આટલું બોલીને તે, રવિ, નેહા અને સોનાલી ગ્રુપ-હગ કરે છે. પાછળથી અવાજ આવે છે. 
"અમે રહી ગયા, અમે શું ગુનો કર્યો છે?" 
વિનયનો અવાજ સાંભળીને પ્રિયા તેને અને મોહિતને પણ બોલાવી લે છે. ત્યારબાદ વિનય જણાવે છે કે જલ્દી ચાલો આપણા રિસોર્ટમાં આવેલ એક સમૃદ્ધ યુરોપિયન ગ્રુપ તરફથી આજે પાસેના બીચ પર પાર્ટી રાખેલ છે અને આપણા સૌને પણ જવાનું છે. પાર્ટી સાંભળીને સૌ ખુશ થઈ જાય છે અને તેઓ પોતાના રૂમમાં તૈયાર થવા જાય છે. 
પ્રિયા અને મોહિત પણ તેઓના રૂમમાં જાય છે. પ્રિયા બાથરૂમમાં તૈયાર થવા જાય છે અને મોહિત બહાર કોઈને ફોન કરીને સૂચનો આપી રહે છે. એટલામાં તેનું ધ્યાન તૈયાર થઈને આવેલ પ્રિયા પર પડે છે અને તે ફોન ચાલુ છે એ ભૂલી જઈને પ્રિયાને જોઈ રહે છે. 
પ્રિયા અત્યારે બ્લૂ રંગનું વન-પીસ જે તેનાં ઘૂંટણ થી થોડું ઉપર હતું. સાથે મેચિંગ બુટ્ટી અને હાથમાં બ્રેસ્લેટ પહેર્યું હતું. મેકઅપ નાં નામે બસ કાજલ તથા પિંક લિપસ્ટિક કરેલ હતી તથા તેનાં વાળ તાજાં ધોયેલાં અને ખુલ્લાં હતાં. મોહિત બસ તેને જ જોઈ રહ્યો હતો. 
પ્રિયા તેનાં મોં પાસે ચપટી વગાડીને : શું થયું? શું જોવે છે? 
મોહિત : પહેલી વાર કોઈ છોકરીને આટલું જલ્દી તૈયાર થઈને પણ આટલી સુંદર લાગતાં જોઈ રહ્યો છું. 
પ્રિયા આ સાંભળીને શરમાઈ જાય છે. 
"તો બસ જોઈ જ રહેશો કે પછી પાર્ટીમાં પણ લઈ જવાની ઇચ્છા ધરાવો છો? “
મોહિત તેનો હાથ આગળ કરે છે અને પ્રિયા તે પકડી લે છે. તેનાં શરીરમાં કરંટ પસાર થઈ જાય છે અને તે ખૂબ ખુશ લાગી રહી હતી. 
થોડીવારમાં તેઓ બધાં નીચે ભેગાં થઈને સાથે પાર્ટીમાં જવા નીકળ્યા. સૌ ત્યાં બીચ પર પહોંચ્યાં. પાર્ટી જોઈને સૌ અચંબિત થઈ જાય છે. આ પાર્ટી તેઓએ જોયેલ દરેક પાર્ટી કરતાં ઘણી અલગ હતી. ત્યાં મોટાભાગનાં લોકો ઈન્ડિયા ની બહારનાં ગોરા હતાં. એકબાજુ સોંગ્સ ચાલતાં હતાં ત્યાં બધાં નાચી રહ્યાં હતાં. એક તરફ બાર હતું જ્યાં દરેક પ્રકારનાં પીણાં હતાં. આલ્કોહોલ વાળા તથા વગરનાં. એક તરફ બેસવાં માટે સોફા પણ મુકવામાં આવ્યા હતાં. જ્યાં અનેક યુગલો બેસીને પી રહ્યાં હતાં તથા એકબીજા સાથે પળો માણી રહ્યાં હતાં. 
પ્રિયા સૌને ખેંચીને જ્યાં સોંગ્સ અને ડાંસ ચાલી રહ્યાં હતાં ત્યાં લઈ જાય છે. સૌ ખૂબ ડાંસ કરે છે. પછી થોડીવારમાં થાકીને સૌ બાર તરફ જાય છે. વિનય તથા રવિ ભારે વ્હિસ્કી ઓર્ડર કરે છે જ્યારે પ્રિયા બિયર તથા નેહા, મોહિત અને સોનાલી સાદું નોન આલ્કોહોલીક પીણાં મંગાવે છે . 
રવિ : અલ્યા મોહિત, આ શું છોકરીઓ જેવું પીવે છે? ચાલને અમારી સાથે એક એક થઈ જાય. 
મોહિત : નાં, હું નથી પીતો. તમે શરૂ કરો. 
રવિ અને વિનય મોહિતને જોર કરે છે પીવા માટે પણ તે નથી પીતો. સૌ પોતપોતાની મરજી મુજબ નું પી ને સોફા પર બેસી જાય છે. થોડીવાર થતાં પ્રિયા મોહિતનો હાથ પકડીને ડાંસ ફ્લોર તરફ ખેંચી જાય છે. તેને બિયર ચડી ગઈ હતી. આ તરફ વિનય અને રવિને પણ ચડી જાય છે. તેઓને સોનાલી અને નેહા પોપોતાનાં રૂમમાં લઈ જાય છે અને જતા જતા તે મોહિતને પ્રિયા નું ધ્યાન રાખવાં કહીને જાય છે. 
આ બાજુ થોડીવાર બાદ પ્રિયા મોહિત પર ઢળી પડે છે. મોહિત તેને જગાડવાની કોશિશ કરે છે પણ તે નથી ઉઠતી. ત્યારબાદ મોહિત તેને ટેકો આપીને રૂમમાં લઈ aજાય છે. તે પ્રિયાને પલંગ પર સુવડાવીને તેના ચપ્પલ કાઢીને તેને સરખું કરીને જતો હોય છે ત્યાં જ પ્રિયા તેનો હાથ પકડી લે છે. મોહિત તેની બાજુમાં જગ્યા કરીને બેસી જાય છે અને તેનાં માથે હાથ ફેરવે છે. પ્રિયા હજી નશામાં જ હતી. 
"I love you mohit." 
મોહિત : તું ચાલ સૂઈ જા, સવારે જવાનું છે. 
પ્રિયા તેને પોતાની તરફ ખેંચીને : નાં, નહીં જવાનું, તું અહીં જ રહે. મારી પાસે રહે. 
મોહિત : હાં હું અહીં જ છું, બસ ત્યાં સામે સૂઈ જાઉં છું. ચાલ તું પણ સુઈ જા. 
પ્રિયા : નાં. 
આટલું બોલતાં જ પ્રિયા મોહિતને ખેંચે છે અને મોહિત પ્રિયા ની ઉપર પડે છે. તે પહેલીવાર પ્રિયા ને આટલું નજીકથી જોઈ રહે છે. તે ઊભો થવા જાય છે પણ પ્રિયા ફરી તેને પોતાની તરફ ખેંચી લે છે. અને મોહિતનો પણ પોતાના પરથી કાબુ જતો રહે છે. 
મોહિત પ્રિયા પર ઢળી પડે છે અને તેઓ બધું ભૂલીને એકાકાર થઈ જાય છે. મોહિત અને પ્રિયા એકબીજાના થઈ રહે છે. ત્યારબાદ મોહિત ત્યાં જ પ્રિયા ની બાજુમાં સૂઈ જાય છે. 
સવારે પ્રિયા ઉઠે છે તો તેનું માથું ભારે થઈ જાય છે. તેને યાદ આવે છે જે ગઈ કાલે રાત્રે થયું હતું. તે આજુબાજુ જોવે છે પણ મોહિત તેને નથી દેખાતો. પ્રિયા વિચારીને દુખી થઈ જાય છે કે મોહિત ને નહીં ગમ્યું હોય તેથી તે જતો રહ્યો હશે. 
વધુ આવતાં અંકે... 
__________________________________________
મોહિત ક્યાં ગયો? 
શું તે સાચે પ્રિયા ને પ્રેમ કરે છે? 
પ્રિયા નો ભૂતકાળ તથા તેના સફરમાં જોડાવા મારી સાથે જોડાયેલા રહો. 
તથા તમારાં અમૂલ્ય અભિપ્રાયો આપવાનું ભૂલશો નહીં.