દ્વિમુખી પ્રેમ - (ભાગ 8) Riya Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દ્વિમુખી પ્રેમ - (ભાગ 8)

......... ગતાંક થી ચાલું....
સૌ મિત્રો પ્રિયા નાં ઘરેથી નીકળી જાય છે. તેઓ બહાર આવીને એક ગાર્ડનમાં જઈને બેસે છે. અને પ્રિયા વિશે વાત કરતા હતા.
રવિ : ખબર નહીં એવું તો શું થયું છે પ્રિયા ને આવું કરવા લાગી છે
વિનય (મોઢું બગાડીને) : પ્રેમ મળી જતાં મિત્રો ને ભૂલી ગયાં બીજું શું?!
આ સાંભળીને સોનાલી રડવા લાગી. સૌ તેને પૂછતાં તેણે જણાવ્યું કે મિત્રો મને લાગે છે કે પ્રિયા કોઈ સંકટ માં છે. આપણે તેની મદદ કરવી જોઈએ.
વિનય : શું બોલે છે તું આ? તે જોયું ના તેણે કેવી રીતે વાત કરી?! તેનાં પેલાં મોહિતને નથી પસંદ કે પ્રિયા તેનાં મિત્રો સાથે વાત કરે.
સોનાલી : તમે લોકો એ માત્ર આ જ જોયું.. અને મેં એ પણ જોયું જે તમે નથી જોયું.
નેહા : તું શું કહી રહી છે?
સોનાલી : પ્રિયા આપણાથી ઘણું બધું છુપાવી રહી છે. પહેલી વાત કે તે ખૂબ ડરેલી દેખાઈ રહી હતી અને તે આપણાથી નજર છુપાવીને વાત કરી રહી હતી. તે ભલે કઈ ન બોલી રહી હતી પણ તેની આંખો ઘણું બધું કહી રહી હતી. અને સૌથી મહત્વની વાત કે મેં તેનાં ગળા તથા હાથ પર ઘા જોયા. તે કોઈ અકસ્માતમાં થયાં હોય તેવું ન હતું લાગી રહ્યું.
રવિ : તો તું એમ કહેવા માંગે છે કે મોહિત પ્રિયા પર હાથ ઉઠાવે છે?  (ગુસ્સામાં) સાલા ની હિમ્મત કેવી રીતે થઈ પ્રિયા પર હાથ ઉઠાવાની?
સોનાલી : રવિ શાંત રહે. પ્રિયાને જોયું ને? તે કઈ કહેવા નથી માંગતી. આપણે બીજી રીતે એની મદદ કરવી જોઈએ.
નેહા : કેવી રીતે?
વિનય : એક આઇડિયા છે.
સોનાલી : શું?
વિનય : આપણે અંકલ - આંટી સામે મોહિત ની હકીકત લાવી દઈએ. મને ખાતરી છે કે પ્રિયા એ તેઓને નહીં કીધું હોય. અને અંકલ - આંટી એવાં કોઈ સાથે તો પ્રિયા ને નહીં જ જવા દે.
રવિ : વાત તારી સાચી છે. પણ આપણે કરીશું કેવી રીતે?
સોનાલી : મારા ખ્યાલથી આપણે મોહિત પર નજર રાખવી જોઈએ. અને તેનાં વિશે માહિતી ભેગી કરીને અંકલ આંટી સાથે વાત કરીશું. અને એક ખાસ વાત કે પ્રિયા ને કે મોહિત ને આ વિશે ખબર ન પડવી જોઈએ.
સૌ સોનાલી સાથે સહમત થાય છે અને તેઓ પોતાની રીતે મોહિત પર તપાસ તથા નજર રાખવાનું નક્કી કરે છે. અને સૌ છૂટા પડે છે. આ બાજુ પ્રિયા નાં ફોન પર મોહિતનો કોલ આવે છે. પ્રિયા તેને જણાવે છે કે તેનાં મિત્રો આવ્યાં હતાં અને પછી જે થયું તે. આ સાંભળીને મોહિત ગુસ્સે થઈ જાય છે.
" તને નાં પાડી હતી ને? કેમ બહુ જોર આવે છે? હું ઓછો પડું છું તે તેમનાં જોડે નાં પાડવા છતાં એમને ઘરે બોલાવાં પડે છે?"
પ્રિયા :રડતાં રડતાં : નાં મોહિત, મેં એમને નથી બોલાવ્યા, તેઓ ખબર નહીં કેમ આવી ગયાં હતાં પણ હું સાચું કહું છું મેં વાત નથી કરી એમને કોઈ.
મોહિત : હમ્મ, તું મળ મને કાલે હું કરું છું. ચલ હું બહાર જાઉં છું, તું મને ઓનલાઇન નાં જોઈએ. ફોન મૂકીને સૂઈ જા જે. સવારે હું કરું છું અને કહું છું મળવાનું. 
આટલું બોલીને મોહિતે પ્રિયા નો જવાબ સાંભડ્યાં વગર ફોન મૂકી દીધો. અને પ્રિયા પોતાની પસંદગી પર અફસોસ કરતી રડીને સૂઈ ગઈ. આમ દિવસો વીતતાં ગયાં. મોહિતનું વર્તન હવે પહેલાં કરતાં કરતાં ઘણું બદલાઈ ગયું હતું. 
મોહિત પ્રિયા માટે ખુબ ખુબ પઝેસિવ બની રહ્યો હતો. તેણે પ્રિયા ને તેનાં કોઈ પણ મિત્ર સાથે સબંધ રાખવાનું કે વાત કરવાનું પણ બંધ કરાવી દીધું હતું. પ્રિયા ને મોહિત ને પૂછ્યા વગર ક્યાંય બહાર પણ જવા ન મળતું તથા બહાર જાય તો પણ મોટા ભાગે મોહિત ને મળવા જ. પ્રિયા એ સિવાય ક્યાંક જાય તો મોહિત તેને ફોન ચાલું રખાવતો. અને અમુક વાર તો મોહિત પ્રિયા નો પીછો પણ કરતો. કોલેજમાં પણ જરૂર પૂરતા જ લેક્ચર ભરીને પ્રિયાને માત્ર પરીક્ષા પૂરતું જ કોલેજ જવા દેતો તેણે પ્રિયા પર ઘણા બધા બંધનો લાદી રાખ્યા હતા. આ બધી વાતો પ્રિયા નાં ઘરે ખબર ન હતી. 
પ્રિયા ક્યારેય આવી રીતે રહેવા ન હતી ટેવાયેલી. તે કોઈને કાંઈ કહી પણ ન હતી શકતી. જ્યારે પ્રિયા એ તેનાં માતા પિતાને મોહિતના દબાવમાં આવીને વાત કરી હતી ત્યારે તેનાં પિતાએ તેને નાં પાડી દીધી હતી અને મોહિતને પણ ખૂબ ધામકાંવ્યો. પરંતુ પ્રિયા એ મોહિતનાં દબાવમાં આવીને તેનાં પપ્પાને રડી રડીને રાજી કર્યાં હતાં. તેનાં માતા પિતા મોહિતથી ખુશ ન હતાં. મોહિત એ પ્રિયાને તેમનાં શારીરિક સંબંધ વિશે તેનાં મમ્મી પપ્પા ને જણાવવાની ધમકી આપી ને તેનાં માતા પિતા ને રાજી કર્યાં તથા તેનાં મિત્રો પણ છોડાવ્યા. હવે પ્રિયા ખૂબ એકલી પડી ગઈ હતી. તેણે હસવા બોલવાનું પણ છોડી દીધું હતું. અને હવે તો વાત એવી થઈ ગઈ હતી કે મોહિત પ્રિયા સાથે સબંધ બનાવતાં પહેલાં તેની મંજુરી કે ખુશી વિશે વિચારતો પણ નહીં. 
પ્રિયા એ પણ હવે આને જ ભગવાનની મરજી અને પોતાની જિંદગી સમજીને રહેવા લાગી. આમ તેમનાં દિવસો વીતવા લાગ્યાં. આ બાજુ પ્રિયા નાં મિત્રો પણ મોહિત વિશે ખબર રાખવા લાગ્યા. પણ તેઓને કઈ મળ્યું નહીં. એવામાં એક દિવસ સોનાલીને વિચાર કરતા ખ્યાલ આવ્યો કે મોહિત એ એક વાર તેના બા દાદા વિશે વાત કરી હતી. એકવાર એમને મળી લેવું જોઈએ. પણ આ વાત તેણે કોઈને કહી નહીં અને પોતે પહેલા બધું જોઈને પછી બધાને જણાવશે તેમ નક્કી કર્યું. 


વધું આવતાં અંકે..... 
________________________________________
શું સોનાલીને મોહિત વિરુદ્ધ કોઈ જાણ મળશે? 
મોહિત અને પ્રિયા નાં સબંધ નું શું થશે? 
પ્રિયા નાં માતા પિતા મોહિત વિશે જાણી શકશે? 
ઉપર્યુક્ત સવાલો નાં જવાબ માટે મારા સાથે પ્રિયા નાં સફરમાં જોડાઈ રહો. 
      - રિયા શાહ