Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમની પરિભાષા -- ૨૧ છેલ્લો ભાગ

 ધીરજ મહેતા ખાટલા ઊપર માનસીને જોઈને થોડુ અજુકતૂ લાગ્યું , આજુબાજુ એક નાની ટેબલ પડી હતી અનેં એની ઉપર માનસી ની દવાઓ હતી..કાઠીયાવાડી રુપ રેખાનો રૂમ હતો.દિવાલો પર સુરેશ અંકલ નાં પરિવાર નો ફોટો લગાડેલો હતો. રુમમા એક ખુરશી હતી તેં રાજે નજીક લાવી ને ધીરજ મહેતાને ખુરશી ઉપર બેસવા માટે કહે છેં.. ધીરજ મહેતા માનસી અનેં રુમ નું નીરિક્ષણ કરતાં હતાં..

      ધીરજ મહેતા ખુરશી ઉપર બેસે છેં..રાજ  બાજું ઉપર ઉભો  રહે છેં,નેહા પાણી આપી ને એ પણ રાજની બાજુમાં ઊભી રહી જાય છેં..
  
    ધીરજ મહેતા મનમાં વિચારે છેં કે, માનસી કેટલી સાદી અનેં સમજદાર લાગે છેં,ચહેરા ઉપર એક પ્રામાણિક છોકરી નો નશો દેખાય છેં, આંખોમા અનોખું તેજ નીતરતું હતું... મારો માનવ આ માનસી ને  પ્રેમ કરે છેં !! ...વિચારતા જ હોય છેં ત્યાં  માનસી રાજ અનેં નેહાની સામે પ્રશ્નાર્થ નજરે જુવે છેં..!
  રાજ માનસીને શાંત રહેવાનો ઈશારો કરે છેં..

           "બેટા... તુ માનવ ને સરખી રીતે જાણે જ છેં અનેં તુ એનાં બાળક ની માઁ પણ છેં"...એમ આઈ રાઈટને માનસી.!!!
યસ સર...બટ તમે મને કઈ રીતે ઓળખો છો ..આમ અચાનક કોઈ  ઓળખાણ વગર અનેં અજાણી વ્યક્તિ ને મળવાનું શું કરણ છેં.. મિસ્ટર મહેતા સર.!!

        બેટા તારો આવો પ્રશ્ન વ્યાજબી છેં...!ધીરજ મહેતા. 
માનસી 'બેટા' શબ્દ સાંભળીને પોતાનાપણા નો અહેસાસ થયો .
  માનસી ની આંખમાં આંસુ આવી ગયાં પણ એ છુપાવીને ધીરજ મહેતાની આગળની વાત તરફ ધ્યાન આપવા લાગી.
   ધીરજ મહેતા: માનસી ...માનવ તને ખુબજ પ્રેમ કરે છેં અનેં હુ મારા દિકરા માટે અને એની જીંદગી ને આગળ વધારવા માટે તારો સાથ માંગવા આવ્યો છું...ભલે મારુ નામ ટોપ ઈન્ડિયાનાં બિઝનેસમા સામેલ હોય પણ મારા દિકરા માટે તારો હાથ માંગવા આવ્યો છું ...અનેં મારા પૌત્ર માટે...પણ.."!.

"માનસી પૌત્ર નું સાંભળી ને બધું સમજી ગયી કે,મને અનેં માન ને મળવા માટે જ ધીરજ મહેતાને બધું કહ્યુ લાગે છેં"!

     "સર તમારી વાતનો હું સ્વીકાર નહીં કરી શકુ...આઇ એમ સોરી.."માનસી..
     "માનસી...મારી વાત માની લે!!..તુ દુનિયાની બીકથી આ પગલું ભરવાં માટે ડરતી હોય તો એ વાતથી નાં ડરીશ..એ બધું બરાબર થયી જશે..મને મારા પૌત્રનું મોઢું જોવું છેં"! ધીરજ મેહતા.
          માનસી  તેં માનવ ને છોડી દીધો પણ માનવની આંખોમા હંમેશા મે એકલાપણુ જોયું છેં એ જ્યારથી મુંબઈથી પાછો આવ્યો છેં ત્યારથી..!!જો તુ એનો સ્વીકાર નહીં કરે તો એ ભાંગી પડશે..!! અનેં આમ પણ માનસી તું ભણેલી ગણેલી હોશિયાર ગર્લ છેં સમજી જ શકે છેં કે, એક બાપ ને એનાં સંતાનથી દુર કરવું એ ગુનામા પણ આવી શકે છેં અનેં જો માનવ ને ખબર પડી ગયી કે તારું અનેં એનું સંતાન છેં તો એ  એનાં માટે કાઈ પણ કરી શકે છેં.."!! માટે માનસી તુ માનવ ને એક્સેપ્ટ કરી લે"  ધીરજ મેહતા.

            "માનસી મનમાં વિચાર કરવા લાગી... અનેં  લોકોની બદનામીનાં વાક્યો એની આંખો સામે તરવરવા લાગ્યાં.." 

      માનસી ચુપ હતી...રાજ અનેં નેહા એકબીજાની બાજુમાં હતાં..રાજ નેહાનો હાથ પકડીને શાંત રહેવા ઈશારો કરવા લાગ્યો..

         ધીરજ મહેતા , માનસીની પાસે જાય છેં અનેં તેનાં માથે હાથ રાખીને કહે છેં..
  
            "માનસી બેટા,.. તું દુનિયાનું વિચારીશ નહીં,એક વાર તું મહેતા પરિવારની વહું બની જઈશ તો લોકોના મોંઢા આપોઆપ બંધ થઈ જશે" ..ધીરજ મેહતા.
  
    "સર..આ બધું તો ઠીક છેં પણ તમારા ઊંચા ખાનદાનની વહુ હું નાં બની શકુ, મારો પરિવાર મિડલ કલાસ છે, અનેં જો એમને ખબર પડશે કે હું કુંવારી મા બની છું અનેં એ બાળકનો બાપ ઊંચા ખાનદાન નો છેં તો લોકો એમને જીવતે જીવ મારી નાખશે...નાં અંકલ"!.. પ્લીઝ..'માનસીનાં અવાજમાં દર્દ ભર્યું  કંપન હતુ'.

        " બેટા  તમારા બન્ને ની ભુલની અસર એક માસુમનાં ભવિષ્ય ઉપર ખરાબ રહેશે એ તો તું જાણે જ છેં ને"!! આમ તું  એક માસુમને એનાં બાપથી જુદો કરીને એકલા હાથે દુનિયાથી છુપાવીને કેમ  મોટો કરીશ "!!.. ધીરજ મેહતા માનસી આગળ કરગર્યાં ભર્યા અવાજે કહેવા લાગ્યા."

      "ધીરજ મહેતાના છેલ્લાં શબ્દો માનસીના હ્રદયને વીંધી ગયાં..! માનસી ચોધાર આંસુ એ રડવા લાગી.."

    "સર હું માનવને નથી ઓળખતી હું તો બસ મારા માનને ઓળખું છું જે મને મારા સ્ટેટ્સથી નહીં પણ મારી આત્માને ચાહી છેં ..હુ માનવ ને ખુબજ ચાહું છું અનેં જ્યારે માનવ મારી પાસે આવ્યો ને એને બધી સચ્ચાઈ જણાવી તો મેં માનવથી દુર  રહેવામાં જ ભલાઈ સમજી છેં "!!  
બટ સર ..માનવ અજાણ છેં લોકોથી અને આ કડવા સમાજથી, એ બહુ ઊંચા લોકો સાથે મોટો થયો છે!! એ નથી જાણતો કે, લોકો મને નહીં જીવવા દે.. હંમેશા સમાજનાં એક મહેણાં સાથે જીવવું પડશે કે, પૈસા માટે મિડલ કલાસ છોકરીએ એક ઊંચા ખાનદાન નાં છોકરાં ને ફસાવ્યો.'માનસી'.

    "  માનસી એનાં માટે અમારી પાસે બહુંજ સરસ પ્લાન છેં..જે સમાજથી એન્ડ મીડિયાવાળા બધાંને આંખમાં ચૂનો લગાવીને તમે એક નવી જીંદગી શરૂ કરી શકશો..!! રાજ મોઢા ઉપર હાથ ફેરવીને કહેવા લાગ્યો.."
  
           " રાજ ..જો માનસી મારા માનવને  એનો હક્ક આપી દે તો તું તારો પ્લાન જણાવજે!!." ધીરજ મહેતા.

        માનસી શાંતિથી વિચારીને ટેબલ ઉપર પડેલો મોબાઇલ હાથમાં લે છેં.. અને ધીરજ મહેતાને માનવ નો નંબર આપવા કહે છેં.

      ધીરજ મેહતા આ સાંભળી ને ખુશીથી નાચી ઉઠ્યા..અનેં જલ્દી જલ્દી માનવનો નંબર માનસીને આપે છેં.

                                *
    રસ્તામાં ગાડી ચલાવતા માનવ માનસીએ મને શા માટે બોલાવ્યો  હશે? અનેં આમ અચાનક મને કૉલ કરીને સુરેશ અંકલનાં ઘરે કેમ બોલાવ્યો?  શું માનસીને કાંઈ થયી તો નહીં ગયું હોય ને ?? વગેરે સવાલો સાથે માનવ ગાડીની સ્પીડ વધારી ને  માનસી તરફ જવાં લાગ્યો..

                   "સુરેશ અંકલ ઘરે આવ્યાં તો બાહર ધીરજ મહેતાની કાર બાહર પડી હતી. એ વિચારવા લગ્યાં કે,અચાનક   કોઈ ખબર વગર અહિં ક્યાંથી ,એ આટલાં બધાં વર્ષોમાં એક વાર પણ નથી આવ્યાં ને??...એ વિચારે એ અંદર પ્રવેશ્યા!!"

     ઘરમાં દાખલ થતાં જ રૂમમાં અવાજ આવતો હોવાથી તેં રૂમમાં જાય છેં..ધીરજ મેહતા સુરેશ અંકલને જોઈને તેનાં નજીક જાય છેં...!!

         સુરેશ..તારા સાથે મારે વાત કરવી છેં?? ધીરજ મહેતાની વાત ઉપરથી તેં આગળ શું વાત કરવાનાં છેં તેનો અંદાજ આવી જાય છેં ,તેં શાંત ઊભાં વાત સાંભળે છેં..

      ધીરજ મહેતા વાત કરતાં હતાં ત્યારે સુરેશ અંકલના પત્ની બાહર બધીજ વાત સાંભળી જાય છેં ,એ અંદર આવીંને માનસીની નજીક જાય છેં અનેં તેને માનવ જોડે જવાં સમજાવે છેં. માનસી આંટીની વાત માની જાય છેં અનેં બધી વાત કહે છેં કે શા કારણે  તેં માનથી ભાગતી હતી તેં બધુ જણાવે છેં!!

         ત્યાંજ ધીરજ મહેતાના મોબાઇલમા રિંગ વાગે છેં.. સામે આરવ હોય છેં ..
  "પપ્પા આજ અમેરિકાનાં બિઝનેસમેન મિસ્ટર થોમસ આવાનાં છેં તો તમે જલ્દી આપણી ઓફીસ મા પહોચી જજો ઓકે.. હુ બધી તૈયારી કરીને રાખું છું ઓકે ડેડ...!!!બધી વાત મીટીંગ ને લગતી વાત આરવ ને સમજાવીને કૉલ કટ કરે છેં!"

        "માનવ સુરેશ અંકલની બાહર ગાડી પાર્ક કરતાં કરતાં એની નજર બાજુમાં પડેલ ગાડી પર પડે છેં"!.
   અનેં કાંઈ વિચારે એ પેલા દોડતો દોડતો સીધો અંદર જઇને માનસી નામની બૂમો પાડે છેં .. બધાં માનવ નો અવાજ સાંભળી ને બાહર આવે છેં.
     માનવ સામે ધીરજ મહેતાને જોઈને અચંબિત બની જાય છેં.. કાંઇ શબ્દ મોઢામાંથી નીકળતા નથી.

       " ધીરજ મેહતા માનવ ની નજીક આવે છેં અનેં તેનાં ખભે હાથ રાખીને કહે છેં"!
   "બેટા ..મને રાજ અનેં નેહા એ બધી વાત જણાવી દીધી છેં કે, તું અનેં માનસી બન્ને એકબીજાંને કેટલો પ્રેમ કરો છો તેં અનેં માનવ માનસી એ બીજા મેરેજ નથી કર્યા બસ તારા અનેં એનાં પરિવાર તમારા સંબંધ વિશે ખોટા અભિપ્રાય ના આપે માટે એ તારાથી દુર ભાગે છેં! આ વાતની જાણ જો મીડિયા મા થાય તો માનસી ની ખોટી બદનામી થાય માટે એ તને નથી સ્વીકારી શકતી!!!??" ધીરજ મહેતા.

        "માનવ આ બધી વાત સાંભળીને પગ નીચેથી ધરતી ખસી ગયી."!! 
    " ધીરજ મેહતા એની નજીક જાય છેં અનેં માનવ ને કહે છેં બેટા જા માનસી તારી વાટ જુવે છેં"
        "માનવ  જેવો માનસીના રૂમ મા પ્રવેશ્યો કે,માનસી તેને જોઈને ઊભી થવાં જાય છેં કે નમી પડે છેં...માનવ દોડીને એને પકડી લે છે!"
          માનસી સંભાળ તારી તબિયત!! કેમ ખબર નથી પડતી કે તારા શરીરમાં તાજું ઓપરેશન થયેલું છેં!!"
    "માનસીને સરખી રીતે સુવડાવીને એની પાસે બેસે છેં અનેં એનાં હાથ ઉપર માનવ પોતાનો હાથ રાખે છેં ".
   " મિસ માનસી...આ બાળક આપણું છેં ને જે NICUમા છેં તેં???"
"હા માનવ એ આપણું છેં ..આપણાં પ્રેમની નિશાની"..!!   માનસી માનવનો હાથ વધું કસીને પકડે છેં.
  " માનવ જયારે તુ મને મુકીને ગયો પછી મારી હાલાતની કદાચ તને જાણ નહીં હોય પણ ડોક્ટરે એમ જ કહેલું કે જો બાળકનું એબૉશન કરાવી દઈશ તો એમા કદાચ મારો જીવ પણ ચાલ્યો જાય!!"
   "  માનસી પ્લીઝ હવે આગળ એ નાં વિચારીશ ..! તારા આવા શબ્દો હુ નહીં સાંભળી શકુ.. તને હર પળ હર એક દીવસ તને મારા જીવ કરતાં વધુ તને યાદ કરી છે મિસ માનસી"..
    માનવ તો માનસીના ખાટલા પાસે જાય છેં અનેં એની પાસે બેસે છે ,તેંની છાતી ઉપર માથું રાખી દે છેં... માનસી ધીરે ધીરે એનાં માનવના માથાં ઉપર હાથ ફેરવે છેં..
    "માનસી મારા બાળકને મારે મળવું છેં?? એને મારુ નામ આપવું છે..મહેતા પરિવાર નો હિસ્સો એને બનાવું છેં!!!" માનવ.

    "  હા માનવ..મારા પરિવારને આ વાતની જાણ કરવી પડશે!! એને ખબર નથી કે એની દિકરી કુંવરી માઁ બની છેં"

    "માનસી તું ચિંતા નાં કરીશ ...બધુ બરાબર થયી જશે..તારે કોઈ વાતની ચિંતા કરવાની જરૂર નથી આમ પણ હવે તું એક મહેતા ફેમિલી નો હિસ્સો છેં ..પપ્પા હવે બધુ બરાબર કરી દેશે!! પ્રેસ મીડિયાને જાણ થયાં વગર ઓકે મિસ માનસી "

       બપોરનો કૂણો તડકો બારીમાંથી માનસીનાં ચહેરા ઉપર પડતો હતો તેં માનસીના રૂપમાં વધું નિખાર ચડતો હતો.
    "માનવ નીતાદી એ મને ગણો સાથ આપ્યો છેં એમ કહીને આ સાત મહિનામાં જે કાઈ વીત્યું હતું તેં..કહેવા લાગી.."

         બાહર બેઠકરુમ મા ધીરજ મેહતા તેમનાં પત્ની મીના ને બધી વાત જણાવી દીધી...મીના મેહતા આ વાતથી એટલાં બધાં ખુશ થઇ ગયા કે એ પણ એ ભૂલી ગાય પોતે કેન્સર નાં દર્દી છેં. વધું આંનદ એ વાત નો થયો કે, માનવનું બાળક પણ છેં.
   ધીરજ મેહતા ઘરમાં આ વાત કોઈને કહેવાની નાં પાડી દે છેં પોતે જ આ વાત ઘરમાં સૌને જણાવશે..!

        નેહા ને નજીક બોલાવીને ધીરજ મહેતા કાંઈક જણાવે છે.
    નેહા માનસી નાં રૂમમા જાય છેં ...નેહા ને આવેલી જોઈને માનવ માનસીથી સહેજ દુર ખસે છેં.
  "સોરી કપલ મે તમને પરેશાન કર્યા..વાત જરા એમ છેં કે, બાહર ધીરજ મેહતા અંકલે મારો અનેં માનસી નો સામાન પેક કરવાનો કહ્યો છેં અનેં તેમનાં ઘરે જવાનું છે માનસી..."
નેહા બહુજ ખૂશમા હતી.
"માનવ ખુશ થયી ગયો અનેં કહ્યુ ,જલદી જલદી સામાન પેક કરી લો અનેં માનસી હવે તને હવે મારાથી દુર નહીં થવાં દવું"
          માનસી ને બહુજ સમજાવી નેહા અનેં માનવ એ પછી જવાં રાજી થયી.
માનવ અનેં નેહા એ બધોજ સામાન પેક કરાવી ને માનવ બેઠક રૂમ મા આવે છેં.

     રાજ માનસી નો મોબાઇલ લઈ આવ તો ..અનેં માનસીને ખબર નાં પડે એ રીતે ઓકે... ધીરજ મેહતા.
રાજ જાય છેં અનેં મોબાઇલ લઇને આવે છે.
માનવ ને કાઈ સમજણ નથી પડતી..ને એ ધીરજ મહેતાની બાજુમાં બેસે છેં.
પપ્પા માનસીના મોબાઇલ સાથે તમે શુ કરવાનાં છો?? માનવ.
બેટા.. હવે મેન પ્યાંદું નાં હોય તો ગેમમા મજા નાં આવે ..માટે માનસીના મોમ ડેડ ને હુ અહિં બોલવું છું..ઓકે.
સમજણ પડી.. એમ કહીને ધીરજ મેહતા માનવને માનસી નો મોબાઇલ આપે છેં અનેં કહે છેં કે, માનસીના પપ્પાને કૉલ કર.

                                 *

            માનસીને ધીરજ મેહતા ઘરે લઇને આવે છેં..અનેં માનવ અમેરિકાનાં બિઝનેસમેનની મીટીંગ હેન્ડલ કરવા માટે ઓફિસે જાય છેં.
 
     માનસી અનેં નેહા બહારથી બંગલો જોઈને આંખો ફાટી જાય છેં .
માનસી મનમાં વિચારે છેં કે, આવડા ઊંચાં કુટુંબનો છોકરો આવડો સંસ્કારી હોઇ શકે..મારા જેવી મિડલ કલાસ છોકરી સાથે એટલો અનહદ પ્રેમ કરે છેં!!નહીં તો આજકાલ નાં રિચ છોકરાઓ એક રાત ગાળવા માટે હજારો  છોકરીઓ સાથે ફરતા હોય છેં..સાચે માનવનાં માટે ગર્લ એક ટાઈમ પાસ નથી!પણ એનાં માટે હું હ્રદયનો ભાગ છું" ...માનસી

       બેટા બાહર આવો આ તારું જ ઘર છેં ..! ધીરજ મેહતા માનસીને ધીરે રહીને બાહર લાવે છેં અનેં એનો હાથ પકડીને અંદર લઈ જાય છેં.

    ઘરમાં પ્રવેશ કરતાં જ મીના મહેતા માનસીને જોઈને ખુશ થયી જાય છેં અનેં મનમાં વિચારે છેં કે..મારો માનવ ક્યારેય કોઈ છોકરી પાછળ ભાગ્યો નથી પણ આજે એ કોહિનૂર ને લાવ્યો છેં..
   માનસીને નજીક જાય છેં અનેં ઘરમાં લઇ આવે છેં.
નેહા તો  મેહતા વીલા જોઈને ચક્કર ખાઇ જાય છેં અનેં કહે છેં કે..માનસી સાચ્ચે તું બહું જ લકી છેં કે તને માનવ જેવો જીવન સાથી મળ્યો છેં..અનેં ઇન્ડિયાનો ટોપ બિઝનેસમેન તારા સસરા છેં..
નેહા ની વાત સાંભળી ને માનસી તેને ચુપ રહેવા કહે છેં.
          મીના મહેતા માનસી ને માનવ નાં રૂમમા આરામ કરવા માટે મુકીને આવે છેં અનેં નેહાને ગેસ્ટરૂમ મા વ્યવસ્થા કરે છેં.

        નેહા માનસી પાસે જાય છેં અનેં કહે છેં કે, મને અહી નહીં ફાવે હુ સુરેશ અંકલના ત્યાં જવું છું . મે રાજ ને કૉલ કરી દીધો છેં એ આવતો જ હશે મને લેવા.
માનસી એ બહુ સમજાવી ..પણ નેહા માની નહીં ..માનસીને ક્યાં ખબર હતી કે...નેહાનું દિલ તો રાજ પાસે છેં તો કરોડોના ઘરમાં ક્યાં એને ઊંગ આવાની હતી.

  રાજ  બાહર આવે છેં અનેં મીના આન્ટીની રજા લઇને એ નીકળી જાય છેં.

        માનવ ઘરે આવીને એનાં મોમ પાસે જાય છેં.
મીના મહેતા એને બહુજ સરસ રીતે સમજાવે છેં અનેં કહે છેં કે તેં કાઈ ખોટું નથી કર્યું ,માનસી બહુજ સરસ છોકરી છેં અનેં સાંજે ઘરમાં બધાંને માનસી વિશે જણાવી દઈશું ઓકે.. માનવ એની માતા ની આંખમાં ખુશીના આંસુ જોઈને એને હાશકારો અનુભવાય છેં.

              માનસી માનવનો રૂમ જોઈને  માનવ સાથે ગાળેલો સમય યાદ કરે છેં.અનેં યાદ કરતાં કરતાં એ સુઈ જાય છેં.
માનવ રૂમમાં આવતાં માનસીને શાંત સુતેલી જોઈને એની પાસે જાય છેં એનાં કપાળે ચુંબન કરે છેં અનેં માથાં ઉપર હાથ ફેરવે છેં.
     માનસી જાગી જાય છેં ...અનેં સામે માનવને જોઈને માનવ ને ગળે મળે છેં .
માનવ માનસીને કહે છેં કે, એનાં મોમ ડેડ કાલ અહિં આવી જશે. પપ્પા એ એમને અહિં બોલાવ્યા છેં અનેં તેમનાં માટે ગાડી મુકી છેં .મને ખબર છેં કે પપ્પા બીમાર રહે છેં એટલાં માટે ગાડી અનેં ડ્રાઈવર સાથે મુક્યા છેં.
માનસી માનવની વાતથી એટલી ખુશ થયી ગયી કે એ રડવા લાગી..
  "માનવ હુ મોમ..ડેડ આગળ કેવી રીતે આવીશ અનેં હુ એમને કેવી રીતે સમજાવી શકીશ..??!" માનસી

    એ તુ ચિંતા નાં કર...અનેં તારી તબિયત સંભાળ હજી તો તાજું થયેલ ઓપરેશન છેં અનેં કાલથી એક નર્સ તારી સેવા માટે હશે અને આપણું બાળકને બેસ્ટ ટ્રીટમેન્ટ આપવા મે ડો.જોશીને કૉલ કરીને જણાવી દીધું છેં ઓકે...
માનવ માનસીને શાંત કરે છેં અનેં એનાં હોઠ ઉપર પોતાના હોઠ મુકી છેં.

                  રાતે ધીરજ મેહતા ફેમેલિમા માનસી અનેં માનવ વિશે જણાવે છેં ...આરવિ ઈર્ષા થી લાલ પીળી થયી જાય છેં એ કાઈ બોલી શકતી નથી કેમ કે, એને ખબર છેં કે માનવ આ ઘરનો લાડકો દિકરો છેં અનેં આ ઘરમાં એનું બાળક વારસદાર ગણાશે ..આમ પણ એને કોઈ સંતાન નહોતું તો એની મમતા પણ માનસીના બાળક પ્રત્યે જાગી..એટ્લે બધી વાત ઉપરથી એ સમજી જ ગયી હતી કે, માનસીને માનવને નહીં પણ એક મધ્યમ કુંટુંબનાં માન ને ચાહ્યો છેં તો એને રૂપિયા સાથે કાઈ લેવા દેવા નથી.. એમ બધુ વિચારીને એ માનસીને એક્સેપ્ટ કરી લે છેં.
ઘરનાં દરેક સભ્ય માનસીને મેહતા ફેમિલી નો હિસ્સો બનાવી લે છેં.

                                  *

      માનસી નાં મોમ ડેડ પણ માની જાય છેં .માનસી નાં પપ્પા બહુંજ ખુશ હોય છેં કે પોતાની દિકરી આવડા મોટા ખાનદાનની વહુ બની છેં . ધીરજ મહેતા પોતાનો રૂઆબ માનસી નાં પરિવાર આગળ બતાવતા નથી અનેં એક આમ છોકરાના બાપ ની જેમ માનસીનો હાથ માંગે છેં.
માનસી ને મળીને બન્ને ખૂબ રડે છેં ...આ દ્રશ્ય જોઈને માનવની આંખમાં પણ પાણી આવી જાય છેં.
   માનસી નાં પપ્પા માનવની  નજીક આવે છેં અનેં માનસીને જીંદગીભર ખુશ રાખવાનું વચન અપાવે છેં .માનવ એમને વચન આપે છેં.

               ત્રીજે દિવસે માનવ અનેં માનસીના સિમ્પલ લગ્ન થાય છેં ..માનવ અનેં માનસી બહુજ ખુશ હોય છેં.
 

      ધીરજ મેહતાં બધીજ  ન્યૂઝ ચેનલ ને ખરીદી લે છેં અનેં દરેક મેગેઝીન અનેં ન્યૂઝ પેપર ને ખરીદી લે છેં..
     બધે એક જ સમાચાર વાંચવા અનેં જોવા મળે છેં કે, મેહતા ગ્રુપ નાં બીઝનેસમેન ધીરજ મહેતાના સન ઓફ માનવ મહેતાના ત્યાં બાળકનો જન્મ..
      તાજા જ થયેલા દેશમાં આતંકવાદી હુમલાને કારણે કોઈ ચેનલ કે પેપર ને એનાં વિશે ચર્ચા કરવાનો મોકો મળ્યો નહીં.

           માનવ બિઝનેસમાં એક્દમ મન પરોવીને કામ કરવા લાગ્યો. ધીરજ મેહતા અનેં મીના મહેતા અનેં આખો પરિવાર બાળક સાથે ખુશ હતાં..અનેં એનું નામ મનસ્વં પાડ્યું હતુ.આ નામ આરવિ એ રાખ્યું હતુ.

              ત્રણ મહિના પછી રાજ અનેં નેહાનાં પણ લગ્ન થયી ગયા.અનેં એ બન્ને  ઇંગ્લેન્ડ મેહતા ગ્રુપના બિઝનેસ માટે જતા રહ્યાં..

      નીતા પણ માનસીને એની જીંદગી મળી ગયી હતી તો એ પણ માનસી માટે ખુશ હતી..અનેં માનસી સાથે વિડિઓ કૉલ કરીને મંનસ્વંનું મોઢું જોઇ લેતી હતી.

    માનવ માનસીને એટલો બધો ચાહવા લાગ્યો હતો કે માનસીના શ્વાસે શ્વાસ મા માનવના શ્વાસ ચાલતા હતાં.

          માનસી મહેતા ફેમિલિમા ઘણી વ્હાલી બની ગયી હતી .

    માનસી અનેં માનવ મંનસ્વંને આરવ અનેં આરવિ પાસે મુકીને લંડન નો બિઝનેસ સાંભળવા માટે ત્યાં ચાલ્યા ગયાં..અનેં ત્યાંથી માનવ માનસીના મોમ ડેડ માટે ઇન્ડિયામાં રૂપિયા મોકલતો હતો થી એમને કોઈ વાતની કમી નાં રહે.

          માનસી લગ્ન પછીનાં પાંચમા વર્ષે આજ 31 ડિસેમ્બર હતી..લંડનમા પોતાના ઘરે બાલ્કનીમાં બેસીને કોફી પીતી હતી.બાહર બર્ફ વર્ષા થતી હતી.રસ્તાઓ ઉપર બર્ફ ની ચાદર ઢંકાયેલી હતી.. વૃક્ષો આખાં સફેદ રંગ ઢાંકીને ઉભા હતાં...ઠંડી જોર પકડી રહીં હતી..માનસીના નાક અનેં મોઢામાંથી ધુમાડો નીકળી રહ્યો હતો..ઠંડીના કારણે માનસીના ગાલ ગુલાબી બની ગયા હતાં..  માનસી માનવ સાથે વિતાવેલ એ 31 ડિસેમ્બર  દિવસને યાદ કરી રહીં હતી..જયારે એને માનવે પહેલી વાર પ્રપોઝ કર્યો હતો..અનેં એ દિવસે એનાં પ્રેમની નિશાની નાં બીજ રોપાયા હતાં.. એ દિવસને વગોળતી હતી ત્યાં માનવ માનસીને પાછળથી આવીને પકડે છેં અનેં એનાં ગળા પર એક કિસ કરે છેં ...

      "મિસ માનસી આજે 31 ડિસેમ્બર છેં તોજણાવો ક્યાં ફરવા જવાનો પ્લાન કાર્યો છેં....સ્વીટ હાર્ટ.." માનવ.

    " માનસી માનવ સામે ફરીને એની આંખ મા આંખ પરોવીને કહે છેં .." મારે મુંબઈની એ ગલીઓમાં મારા માન સાથે હાથોમાં હાથ નાખીને ફરી એકવાર એ સમયને જીવવો છેં..."!

                              ●●પુર્ણ●●

પ્રેમમાં પોતાનું સર્વસ્વ ગુમાવેલી અત્યારની યુવાગર્લ માટે:
      " અત્યારના સમયે બધાં છોકરાઓ માનવ જેવા નથી હોતા અનેં બધાનું નસીબ માનસી જેવું ક્યારે પણ નથી હોતું!!..માટે પ્રેમમાં  કોઈને પોતાનું સર્વસ્વ સોંપતા એકવાર જરૂર વિચાર કરજો. પ્રેમમા ક્યારે પણ શરીર સંબંધને મહત્વ નાં આપતાં.પ્રેમ તો આત્મા સાથે થાય છેં, શરીર સાથે નહીં. પ્રેમ થવો એક ગુનો નથી પણ પ્રેમમાં પડ્યા બાદ માનસી જેવા હાલાતનો સામનો નાં કરવો પડે એવી યોગ્યતા રાખવી જરૂરી છેં.. માટે માનસી જેવા બધાના નસીબ નથી હોતા અનેં બધાં બોય  માનવ જેવા નથી હોતા.!!!!"

  ...... ..... .....

            ચાલો વાંચક મિત્રો બીજી આવીજ કોઈ જિંદગીનો બોધ આપતી નવલકથા સાથે જલદી મળીશ...
thank you.. મારી પહેલી લવસ્ટોરી ને આટલો બધો પ્રેમ અનેં સાથ આપવા માટે...?????
આભાર.....