પ્રેમની પરિભાષા ભાગ-૧૦ Kinjal Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમની પરિભાષા ભાગ-૧૦

 "  પુના... " એક કુદરત નાં ખોળે રમવા માટે થનગનતું શહેર , અને તેમાં પણ માનસી ની કંપની લોનાવાલા એરિયા માં હતી તો જાણે સ્વર્ગ મા આવી ગયા ની લાગણી અનુભવાય. અને ઇન્ડિયા મા એક રહેવા જેવું જો શહેર હોય તો એ પુના છેં. અહિ ટુર માં ગણા લોકો ફરવા માટે સ્પેશિઅલ આવતાં જતા હોય છેં .લોનાવાલા તો જાણે કુદરતના ખોળા માં સૂતેલો પ્રદેશ છેં....તો હવે અહિ માનસીનાં  જીવન મા  પણ શાંતિ મળે અહિ કુદરતના ખોળા માં રહીને ...

     નિલેશ માનસી ને નેહા નાં ઘરે મુકવા જાય છેં, નેહા માનસી ને જોતાં ખુશ થયી જાય છે. માનસી અને નિલેશ ઘરમાં પ્રવેશ કરે છેં તો ફ્લેટ નાનો હતો અને સામાન  પણ એટલો બધો નહોતો તો પણ ઘર સારુ લાગતું હતું!!. નેહા નિલેશ અને માનસી ને ચા બનાવીને આપે છેં ..

"    માનસી સારુ થયુ કે તને આ કંપની મા જોબ મળી કેમ કે અહિ દરરોજ કેટલાં લોકો ઇન્ટરવ્યૂ આપવા માટે લાઇન મા ઉભા હોય છેં અને આ કંપની મા એમપ્લોઇ ને પોતાના ઘરનાં વ્યક્તિ ની જેમ સાચવે છેં અને તેની સાથે સાથે મહિને મહિને તમારા કામને જોઈને સેલરી પણ વધારે છેં ,કંપની આપની યોગ્યતા તપાસે છેં અને કામ કરવાની આવડત સારી હોય તો સારી પોસ્ટ પણ મેળવી શકાય છે... " 'નેહા'..

" હાં..નેહા કદાચ મારી જીંદગી પણ એક સારો મોડ લે ,કેમ કે ઘણાં સમયથી મારી જિંદગીમાં સારો સમય નથી આવ્યો .."    અને રહીં જોબ ની વાત તો ..મને અહી જોબ નિલેશ જીજુ નાં કારણે મળી છેં . હું બહુ નસીબદાર છું કે, મને આવા નિલેશ જીજુ અને નીતા દીદી જેવા સારા વ્યક્તિ મારી સાથે છેં.. " માનસી'.
   ' બન્ને મિત્રો ની વાતો સાંભળી ને નિલેશ પણ અંદર થી ખુશ થયો હતો કારણ કે મન્નૂ ની આંખ મા આજે ઘણાં દિવસો પછી ખુશી ની એક ઝલક જોવા મળી રહી હતી..' ..માનસી અહી રહેશે તો એ પોતાનો ભૂતકાળ ભૂલીને આગળ વધી શકશે..જો એ મુંબઇ હોત તો ત્યાંની ગલી ઓ એને માન ની યાદ આપ્યાં રાખત! ...મનમાં નિલેશ વિચારી રહ્યો હતો...

"જીજુ અહિ જમીને જજો"?? જ્યારે માનસી એ કહ્યુ ત્યારે તે ચમકી ને બન્ને બહેનપણી ઓને જોવા લાગ્યો..!!

....નાં હુ નહીં જમી શકુ આજે ઓફીસ મા એક બહારથી કલાયિન્ટ આવવાના છેં તો અહીથી સીધો ઑફિસ માજ જવાનો છું.."!! ' નિલેશ'.
 
   "ઓકે જીજુ બીજી વાર જરૂરથી સમય લયી ને આવજો ઓકે અને નીતા દિ અને પ્રેમને પણ લયી ને આવજો ઓકે.."
'માનસી'.
  માનસી કિચેન મા માન માટે પાણી લેવા જાય છે પાછળ નિલેશ નેહા ને માનસીની તબિયત જાળવવાની અને એની કેર કરવાની સલાહ આપે છેં.નેહા પણ નિલેશ ને વચન આપે છેં કે તેં માનસી નો ફ્રેન્ડ કરાતા વધારે બહેન ની જેમ સાચવશે.

'નિલેશ માન્સી ને મુકી ને પાછો મુંબઇ ઉપડી જાય છેં..'!!
                               *

      માનસી અહી બહુ ખુશ હોય છે પોતાના પેટ ઉછરી રહેલા માનનાં અંશ ખુશી થી એની સાંભળ લઇ રહીં છે, ઓફીસ મા તેની કામ કરવાની કુશળ બુદ્ધિ થી બધાની ફેવરિટ બની ગયી હોય છેં તેનાં બોસ માનસી ની કાબિલિયત નાં વખાણ આખી ઓફીસ મા કરતાં થાકતા નહોતા, બધાને માનસી નાં કામ નું જ example આપતાં રહેતાં હતાં..ઓફીસ મા બધા માનસી થી ખુશ હતાં. માનસી નાં આવવાથી નેહા ને પણ તેનાં બોસ સારી રીતે રાખવા લાગ્યા હતાં...

"   રવિવારની છુટ્ટી નાં દિવસે માનસી અને નેહા બહાર બાલ્કની મા બેસી ને શ્રાવણ મહિનાનો વરસાદ બહાર પડી રહયો હતો એને જોઇ રહ્યાં હતાં ..ચારે બાજુ લીલું ઘાસ ઊગી નીકળ્યું હતુ તેનાં પર ઝીણો વરસી રહેલા વરસાદ નાં ટીપાં બાજેલ હતાં જાણે મોતી પરહોવેંલું હોય ઘાસ મા એવું લાગી રહ્યું હતું.ધુમ્મસ નાં કારણે વાતાવરણ ખુશનુમા હતું.. નેહા નાં મોબાઇલ મા યે મોસમ કી બારીશ...સોન્ગ વાગી રહ્યુ હતુ,બન્ને જણીઓ કોફી પી રહીં હતી અને સવાર માણી રહ્યા હતા"!...

   "માનસી હું તને આજ એક વાત કહું બહુ દિવસથી ટ્રાય કરું છું કહેવાનો પણ તારી માન તરફની નફરત મને બોલતાં રોકી રહીં છેં ને અંદરથી ડર લાગે છેં કે ક્યાંક તુ મારાથી ગુસ્સે થઈ નહીં જાયને ??!!!"  'નેહા'.
  ... હાં ..હાં  યારર તુ આમ નાં બોલ ,તું મારી બેસ્ટ  ફ્રેન્ડ નહીં એનાં કરતાં પણ વધું છેં તું મારુ સારુ જ વિચારે છેં ,અને તુ મારાથી ડર નહીં તારા દિલ મા જે પણ હોય એ મને કહી શકે છે ."  'માનસી:.
                .."વાત એવી છે કે ?!! .. મારુ માન તો તારે માનને શોધવાનો પ્રયત્ન કરવો જોઈએ, કેમ કે જયાં સુધી મે માન ને ઓળખ્યો છેં ત્યાં સુધી એ બહુ ઊંચા ઘરનાં સંસ્કાર લાગ્યાં છે તેની અંદર ,અને તુ આવી એ પહેલાં ત્રણ મહિના પહેલા ત્યાં મુંબઈ આપણી જૂની કંપની મા જોબ માટે આવ્યો હતો અને એકવાર મે કોઇક પાસે થી એવું પણ સાંભળેલું કે એ પોતાના બાપ થી ત્રાસી ને  ઘરેથી ભાગીને આવ્યો છેં!.. આપણે એક વાર એની તપાસ કરીએ યાર.. મહેરબાની કરીને તુ નાં નાં પાડીશ "..  'નેહા'.

  " ..હાં.. નેહા તને શુ લાગે છેં કે મે ટ્રાય ની કર્યા હોય તેને શોધવાના ?? એ મને છોડી ને ગયો ત્યાર થી મે કેટલાંય લોકો ને કૉલ કરી ને પુછ્યું છેં અને અડધી રાતે ઊઠીને જેટલી પણ સોશિયલ સાઈટ છે તેં બધા મા શોધી વળી પણ ક્યાંય એ નાં મળ્યો ..માનસી ની આંખમાં આંસુ આવી જાય છેં અને એ કોઈ સોશીયલ મીડિયામાં ઓછું માનનારો હતો એને આ દુનિયા ગમતી નોતી..સાચ્ચે નેહા એ બહુ સારો છોકરો હતો એટલો બધો સમય તેણી સાથે રહીં પણ ક્યારેય એને મારી સેલ્ફ રિસ્પેંકટ ને આંચ પણ આવવા દીધી નહોતી ",...પણ મારી કિસ્મત મારી જોડે રમત રમી ગયી!!? માનસી ની આંખમાં આંસુ વહી રહ્યાં હતાં!"?.....

.. 'માનસી તું રડ નહીં !! મારી વાત સાંભળ!!!??  'નેહા'.
.."હાં.. તુ શુ કહેવા માંગે છે સ્પષ્ટ રીતે જણાવ!."...  'માનસી'.
"   તું અત્યારે જે કાઈ પણ કહી રહીં છેં તેનાં પરથી લાગે છેં કે ..ને જયાં સુધી હું માનને ઓળખું છું ત્યાં સુધી એ આવો દગાખૌર નાં નીકળે!!. કદાચ એની લાઈફ મા કોઇક મોટો પ્રોબ્લેમ આવી ગયો હોય અને  ક્યાંક કોઈ અકસ્માત થયો હોય જે વાત થી આપણે અજાણ હોઇએ" ...!!  તને શુ લાગે છે માનસી'..??? ' નેહા'.
 
  "તારી વાત સાચી છેં પણ પહેલા હમણાં હુ મારા ઓફિસના  કામમાં અને મારા આવનાર બાળક મા ધ્યાન અપવા માંગુ છું માન ને ભૂલી ને એક નવી જીંદગી માં આગળ વધવા માગું છું....!!"  ' માનસી'.
           'નેહા પણ આગળ વધારે કાંઇ બોલતી નથી અને કિચેન તરફ ચાલી જાય છે..'

  ' ઓફીસ મા બધાં ને માનસી પ્રેગનેટ છે એ વાત ની બધાને ખબર હતી પણ એ ખબર નહોતી કે યે કુંવારી માં બનવાની છેં..નેહા એ ઓફીસમા બધાં ને એવું કહી દીધેલું કે માનસી નાં લગ્ન થયી ગયાં હતાં પણ તેનો પતિ સાથે ઓછું બનતું હતું અને તેં જોબ નાં કરવા માટે  દબાણ કરતો હતો માટે તેનાથી ડિવોર્સ લયી ને પોતાની જાત પર ઊભી થવાની કોશિશ કરી રહીં છેં ...માટે આ વાત આખી ઓફીસ મા ફેલાયેલી હતી માટે કોઈ તેને બીજી કોઈ કુંવારી મા ને જે શબ્દ સહન કરવા પડે તેં કરવા પડતાં નહોતાં....'

    ' હેલો everyone  બધાં આજે આપણે અહિં મીટીંગ હોલ મા એટલાં માટે ભેગા થયાં છીયે કે મારે તમારી સાથે ન્યૂ પ્રોજેક્ટ વિશે વાત કરવી છેં ... '  પટેલ ગ્રુપ ઓફ કંપની નાં બોસ તેનાં કર્મચારીઓ સાથે મીટીંગ કરી રહ્યાં હતાં..'..

    ' તમારે જેનાં જેનાં હુ નામ બોલું છું એ જ લોકો એ india નાં અલગ અલગ રાજય મા જવાનું છેં અને ત્યાં હુ  જે ફાઇલ આપીશ એમા બધાં documet હશે અને તેમાં ત્યાંની કંપનીઓ અને મોટા મોટા કંપનીના માલિકો નાં કોન્ટેક્ટ નંબર હશે અને ત્યાં જઇને અપના આ ન્યૂ પ્રોજેક્ટ વિશે તેઓને માહિતગાર કરવાનાં છેં કે જેઓ આપણી આ કંપની મા આવીને આ પ્રોજેક્ટ માટે investment  કરે કે જેથી આપણે એ ન્યૂ પ્રોજેક્ટ સરકાર નાં મારફતે આપણે જનતા સુધી પહોંચાડી શકીયે ....' ?.mr.પટેલ (બોસ)'

   'બધાંને કામ સોંપી દીધાં પછી માનસી ને અને નેહા ને ઉભી કરે છે!!'
  માનસી હુ તારા કામથી બહુજ ખુશ છું અને તારી તબિયત ઓકે હોય અને તારી ઇચ્છા હોય તો તને આ પ્રોજેક્ટ ગુજરાત માટે સોંપવા માગું છું આમ પણ આખી કંપની માં તુ અને નેહા જ ગુજરાતી છો તો તમે બંને એ રાજય માટે અનુકુળ રહેશો ,ત્યાંના લોકો સાથે યોગ્ય રીતે સમજણ આપી શકશો .આમ પણ તમે બંને ગુજરાત યોગ્ય રીતે કામ કરી શકશો!.... 'mr પટેલ(બોસ)'

    "હાં હાં સર કેમ નહીં હુ અને નેહા આ પ્રોજેક્ટ માટે ગુજરાત જઈશું'"!!  'માનસી'.
   ' સર બધાને યોગ્ય રીતે કામ સમજાવી ને અને બધાને 1 લાખ રૂપિયા બધાના અકોઉન્ટ માં જમા કરાવી દે છેં જેથી એ લોકો ને કોઈ પણ પ્રકારની રહેવા કે જમવા માટે અગવડ નાં નડે..', મીટીંગ પુરી થઈ ને બધાં  છૂટા પડે  છેં ..

    "માનસી ઊભી રહે તો મારી વાત સાંભળ !?" ',નેહા'.
"કેમ શુ થયુ?? "  ' માનસી પાછળ ફરીને જવાબ આપે છે'.
તારી આવી  તબિયત  લેઈને ક્યાં જઇશ તને આમ પણ તારા પેટ ને જો તો હવે એ વધારે ઉપસી આવી રહ્યુ છેં  !!નેહા'.

"કાંઇ નહીં થાય મને અને મારે આ પ્રોજેક્ટ પાસ કરીને  આગળ વધવું છે જેથી હુ કોઈ બીજાં માનની પાછળ ભાગી ને મારી જીદગી નાં બગાડી દવૂ.  હુ કામયાબ બનીને જે મારુ નામ બનાવવા માંગુ છું અને મારી આગળ આવતી કોઈ પણ તક ને જવા દેવા નથી માંગતી ".  'માનસી'
  "ઓકે ઓકે માનસી તારી જેવી ઇચ્છા"..એક સ્માઈલ આપીને નેહા અને માનસી ઘરે જવાં નીકળી પડે છેં..

  ""બીજા દિવસે  થોડી  શોપીંગ બનેં કરી આવે છેં અને ડૉક્ટર જોડે ચેક અપ કરાવીને દવા લયી આવે છેં અને બધુ પેક કરીને ત્રીજા દિવસે ઓફીસથી ટીકીટ બુક કરાવેલી હોય  છેં તો પ્લેન થી એ ડાયરેક્ટ  અમદાવાદ આવે છેં..""

   'અહી અમદાવાદ મા ઘણી જગ્યાઓ મા જઇને ત્યાંની કંપની ઓ મા ફરી કામ આપેલું હોય છે એ  મુજબ પતાંવે છેં .અમદાવાદ થી બસ થોડે દૂર માનસી નું ઘર હોય છેં ત્યાં જવાની ઈચ્છા હોય છે અને બહું સમય થી મમ્મી પપ્પા ને મળવાનું પણ મન થતુ હતુ અને એ પણ તેને અહિ મળવા આવવા કહી રહ્યાં હતાં પણ માનસી કામનું બહાનું બતાવી ને વાત ટાળી દેતી હતી ...'

"અમદાવાદ થી એ રાજકોટ જાય છે  .. ત્યાં હોટેલ મા રહે છે .
આખો દિવસ અલગ અલગ અલગ કંપની મા જઇને માનસી બહુ થાકી ગયી હોય છે તો રાતનાં નવ વાગી ગયા હતાં..એક ઓફીસમાં કામ પતાવી ને બહાર ઉભા હતાં,  રીક્ષા ની વાટ જોતાં હતાં પણ કોઈ રીક્ષા આવતી જોવા મળતી નહોંતી.. ત્યાં એક જાણ આવી ને કહેવા લાગ્યો કે,આજે કોઈ રીક્ષા નહીં મળે એ લોકો ની હડતાળ હતી તમે બીજુ કોઈ સાધન મળે એમા જતા રહો..
         ....  "  રીક્ષા ની વાટ બને જોતાં હતાં .શ્રવણ મહિનાનો ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો ,રસ્તાઓ પર પાણી પાણી થયી ગયું હતુ, બનેં પલળી ગયા હતાં ને માનસી નું પેટ પાણી મા પલળવાથી વધારે દેખાઈ રહ્યું હતું તેં વારે વારે દુપટ્ટા થી ઉપસેલા પેટ ને છુંપડવાનો પ્રયત્ન કરી રહીં હતી અને શરીરે બહુ થાક વર્તાઈ રહ્યો હતો.."..,

    "ત્યાંજ અચાનક એક્દમ રસ્તા ઉપર એક મોટી ગાડી BMW આવી ને ઊભી રહી ગયી  .  વરસાદ જોરથી વરસી રહયો હતો અને ડ્રાઇવર સાઈડ નો બારી નો કાચ નીચો થયો!!"..

વધું આવતાં અંકે..

.. કોણ હશે એ ગાડી મા ?? અને શુ નેહા માનસી ને સમજાવી શકશે માન ને શોધવા માટે?? નેહા માન ને શોધવામાં સફળ બનશે? માટે આગળ વાંચતા રહો....?