આજ માનસી ને interview નો લેટર આવ્યો. આ જાણી ને માનસી ખુશી થી નાચી ઉઠી .કેટલાય દિવસો ની મહેનત રંગ લાવી હતી. જ્યારે તેં ને
m.com પુરુ કરી તેં ફર્સ્ટ કલાસ મા પાસ થયી હતી અને પછી આગળ તેને account નાં ક્લાસ કર્યા હતાં અને તેં પણ ખૂબ મહેનતે. તેં જલદી જલદી રૂમ માથી નીકળી ને તેનાં મમ્મી પાસે દોડતી આવી અને તેને લેટર વિશે જણાવ્યું .આ સાંભળી તો ઉષા બહેન નાં તો આંખ મા આસું આવી ગયા .કેમ કે તેમનાં ઘર ની પરિસ્થિતિ એટલી સારી નહોતી . પપ્પા ની થોડી જમીન હતી તો માંડ ઘરનું પુરુ થતુ હતુ . ઘરમાં એક મોટી બહેન હતી .તેનાં લગ્ન થયી ગયા હતાં ને તેં નાં સસરાવાળા બહુ શ્રીમંત હતાં તેં ખુશ હતી તેનાં લગ્ન જીવન મા. તેનાં સસરાવાળા ને પૈસા નું સહેજ પન અભિમાન નહોતું ! તેનાં કારને કાજલ બહેન ખુશ હતી .ઘરમાં માનસી નો નાંનો ભાઈ હતો જે હજુ નવમાં ધોરણ મા ભણતો હતો માટે માનસી ઘરમાં પપ્પા નો ટેકો કરી સકે તેં એકલી જ હતી . મોંઘવારી નાં કારને ઘરનાં ખર્ચ ને પહોચી વળવા માટે તેંને આગળ ભણી ને પપ્પા ને ટેકો કરવાનું વિચાર્યું...
નોકરી માટે interview આપવા માટે તેને ગાંધીનગર ની બાજુમાં નાનકડા ગામ રેવા થી મુંબઇ જવાનું હતુ .ઘરમાં એક ખુશી નો માહોલ હતો તો બીજી બાજુ દું:ખ પણ હતુ .કેમ કેઆજ સુધી ઘર થી દુર ગયી જ નહોતી એકલી રાજેશ ભાઈ વગર .રાજેશ ભાઈ ઘરે આવ્યાં માનસી એ તેણી જોબ વિશે વાત કરી. રાજેશ ભાઈ બહુ ખુશ થયાં .માનસી એ વાત આગળ વધારી ને પપ્પા ને કહ્યુ કે '" પપ્પા મારી જોબ માટે મુંબઈ જવું પડશે.??
બેટા કોઈ વાત નહીં તારી મહેનત નાં કારને આજ તુ આગળ વધી છે ને તને આટલી સારી તક મળી રહી છે તારે ડર રાખ્યા વગર આગળ વધ. આમ પન હુ ને તારી મમ્મી તારી સાથે હંમેશા છીયે .અમને તારા પર પૂરો વિશ્વાસ છે કે તુ અમારું નામ ઊંચું કરીશ.( રાજેશ ભાઈ પોતાની દિકરી ને જાને સાસરે વળવતા ના હોય એમ તેને અદંર થી દુઃખ થતુ હતુ ક્યારે પન તેમણે માનસી ને એકલી ક્યાંય મુકી નહોતી હંમેશા સાથે હતા)
માનસી બેટા "જલદી ઊઠ "ટ્રેન માટે લેઇટ થયી જઇસ"?
" મમ્મા સુવા દેને " માનસી માં નાં ખોળા મા માથું રાખી ને સુઈ ગયી.
'ઊઠ તો હવે જલદી મન્નૂ ' જલદી કર બેટા.
સારુ મમ્મા ! બસ આ લે ઊઠું છું !
જલદી જલદી માનસી ઉઠી ને રેડી થયી ગયી . નાસ્તો ફટાફટ પતાવી ને પપ્પા બહાર રાહ જોઇ રહ્યાં હતાં .પોતાની બેગ લઇ તેં બહાર આવી .ઉષા બેન બહાર મોકલાવા આવ્યાં .
મુંબઇ *કહેવાય છે કે સપના ઓ નું શહેર. જ્યાંથી આખા ભારત ભર નાં લોકો અહિ પોતાના સપના ઓ ને સાકાર કરવા આવતાં હોય છે આ એજ શહેર છે !! માનસી વિચાર તી હતી . માનસી એ tv મા જેવું જોયું હતુ તેનાં થી થોડુક જ અલગ હતુ .માનસી અહી તારે રહી ને તારા મમ્મી પપ્પા નાં સપનાઓ ને સાકર કરવાનાં છે. મનમાં એવું વિચારતી હતી ત્યાં જ બોરીવલી આવ્યુ .બેગ લઇ ને બહાર આવી અને નીતા ને કોલ કર્યો . ( નીતા માનસી ની મોટી બેન કાજલ ની નણંદ તો કાજલે call કરીને નીતા ને માનસી વિશે બધુ સમજવી દીધું હતુ)
માનસી તારી પાછળ જો ! માનસી એ પાછળ વળી ને જોયું !
નીતા દીદી !!!!માનસી ગળે મળી જાણે કાજલ ને મળતી હોય એવો અહેસાસ થયો .
માનસી જો આ રહ્યુ આપનું મુંબઈ . નીતા ગાડી ચલાવતા બારી ની બહાર જોઇ ને માનસી ને કહી રહી હતી.. માનસી પન અહી રહીં ને પોતાના સ્વપ્ન ને એક નામ આપવાની હતી .
ઘરે પહોચી ને ફ્રેશ થયી જમી ને સુઈ ગયી . સવારે interview માટે જવાનું હતુ.
સાડા પાંચ વાગ્યા ને માનસી ની આંખ ખુલી ગયી અને રૂમ ની બહાર આવી ને જોવા માંડી .હોલમા આવી ને બેઠી .હજી ઘરમાં કોઈ ઉઠ્યું નહોતું. માનસી તો રેવા ગામ થી ટેવાયેલી હતી તેનાં વાતાવરણ મા ને મુંબઈ નાં વાતાવરણ મા ગણો ફરક હતો. માનસી ને ઘર યાદ આવી રહ્યુ હતુ. રૂમમા જયી ને સુઈ ગયી .
સાત વાગે નીતા એ ઉઠાડી જલદી જલદી રેડી થયી જા અને તારા જીજુ જોડે નીકળી જા.એ તને તારી ઓફીસ સુધી મુકી જશે .મને આજે પ્રેમ ની સ્કૂલ મા જવાનું છે. પેરેન્ટ્સ મીટીંગ છે તો.
....અને હા તારું interview પુરુ થાય એટલે રીક્ષા પકડી ઘરે આવી જજે અને તને તો ઘર નું અડ્રેસ ખબર જ છે ને. !!
..માનસી નિલેશ ભેગી ઑફિસ જાવા નીકળી .રસ્તા મા બધુ નિરીક્ષણ કરતી હતી કેમ કે હવે તેને આ ગલીઓ જોડે દોસ્તી કરવાની હતી .આજ રસ્તાઓ આજથી તેનાં જીવન નાં સફળતાનાં નવા પગથિયાં બનવાના હતાં.
..નિલેશ એ માનસી ને ઓફીસ આગળ ડ્રોપ કરી .માનસી નીચે ઉતરી ને નીલેશે થોડી શીખ આપી અને all the best wish કરીને એ ત્યાંથી નીકળી ગયો..
" Kot ખંડેરવાલ pvt લિમિટેડ " ( મુંબઈ ની મોટી કંપનીઓ માની એક હતી) બહાર મોટુ બોર્ડ લગાવેલું હતું .માનસી ની નઝર તેનાં પર પડી .હૃદય મા એક હર્ષ ની લાગણી ઊભી થયી અને તેનાં મનમાં પપ્પા નો એ ચહેરો યાદ આવ્યો કે જયારે મુંબઇ આવતી હતી તયારે પપ્પા એ કેમ કરીને તેને પાંચ હજાર ની રકમ અપી હતી અને કહ્યુ હતુ ક બેટા જરૂર પડે ત્યારે મને જણાવી દેજે હુ તારા એકાઉન્ટ મા નાખવી દઇશ .અત્યારે માનસી નાં આંખ મા આંસુ હતાં .મનમાં બોલી કે પપ્પા તમે મને પાંચ હજાર રૂપિયા આપ્યાં હતાં પણ હુ તમને મહિના નાં પચાસ હજાર નાં કરી બતાવ્યું તો મને કહેજો કે તુજ મારુ સ્વાભિમાન છે. એમ વિચારતી હતી .અચાનક ગાડી નું હોર્ન સંભળાયું ને તેં જાગી.
....માનસી ઓફીસ નાં દરવાજા માંથી અંદર પ્રવેશી!!!....
(આવતાં અંકે)...
( શુ માનસી તેની મંજિલ જાતેં બનાવી શકશે ??કે પછી આ મયનગરી મુંબઈ મા ફસાઈ જશે ? કે પછી તેની પાસે જીંદગી કાંઇક જુદું જ કરવાનું વિચારી રહી છે ? માટે આગળ નો ભાગ વાંચતા રહો ને મને motivat કરતા રહો !!)
thank you