પ્રેમની પરિભાષા ભાગ-૭ Kinjal Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમની પરિભાષા ભાગ-૭

 'માનસી સવારે ઊઠીને બાજુમાં હાથ ફેરવે છેઃ પણ કોઈ. હોતું નથી..'

"
માન" માનસી જાગી ને સામે ઘડિયાળમાં નઝર નાંખે છે !!સવારના નવ વાગી ગયા હતાં..

"
માન??!!" બાજું પર માન નહોતો..માનસી રાતની બનેલી ઘટનાં વિચારે છે..
મેં ભુલ તો નથી કરી ને.. આવુ પગલું નહોતું ભરવું જોઈતું..!! મારી ઈજ્જત એ જ ઍક ગર્લ ની સાચી મિલકત છેં.. ભલે જમાનો મોર્ડન બન્યો હોય .. પણ અમાનત તો મારી આબરુ જ હતી ...માનસી થોડી નહીં પણ વધારે અપસેટ થયી ગયી હતી...
માનસી નાં શરીર મા થાક વર્તાઈ રહ્યો હતો અને ચિંતા વધારે હતી મુખ મા ...!!!

..માનસી બેડ પરથી ઊઠીને ઊભી થાય છે તો બેડ ની સામેની બાજુ પર પ્રેમ નું સ્કુલ બેગ પડયું હતુ અને તેંનાં પર એક ચિઠી પડી હતી ...તેં ઉપાડે છે...

'માય લવ મિસ માનસી'

...મારે એક અરજેન્ટ કૉલ આવ્યો તો મારે જલદીથી જવું પડયું.. તમે બહુ ઊંડી ઊંગ મા હતાં તો મે તમને જગાડવની કોશિશ કરી પણ નશો કાલ રાત નો હજી ઉતર્યો લાગતો નહોતો..?!! મને જલદી હતી તો ફરી ઉઠાડવની જરૂર નાં સમજી...માનસી હુ તમને જલદી મળીશ..!!મારે બહુજ જરુરી કામ છે તો જવું પડે એમ છેઃ..! માનસી હુ તમને ખરેખર બહુજ પ્રેમ કરૂ છું.. તમને હુ મોબાઇલ મા msg કરી શકુ એમ નહોતો..!!તમે જાણો છો કે !..હુ મોબાઇલ એન્ડ્રોઇડ નથી વાપરતો...સાદો મોબાઇલ છે.. કેમ કૈ મને એ એન્ડ્રોઇડ દુનિયા નથી ગમતી...માનસી હુ તમને કોલ કરીશ...તમે મારા કૉલ ની રાહ જોજો....
...માનસી કાલ ની રાત મારા માટે મારી જીંદગી ની મૂલ્યવાન રાત માની એક હતી.. માનસી તમે મારી જીંદગી મા હીરા કર્તા પણ વધારે મૂલ્ય છો..???!! માનસી આપણે જલદી મળશુ!?"
તમને પોતાની જીંદગી માનનારો,
માન.....

.... "માનસી લેટર વાંચી ને નીચે બેસી જાય છે ..માન આમ અચાનક મને રૂબરૂ મળ્યાં વગર ક્યા જૃરૂરી કામે ગયો હશે.. મને કીધું પણ કાંઇ નહીં...મનમાં માનસી બોલતી હોય છે ..."!
..".માનસી માસી" !!!
માનસી તંદ્રાં માંથી બહાર આવે છેઃ... આંખો મા આંસુ હોય છે..શરીર પર ખાલી શૉલ વીંટાયે લો હોય છેઃ....
પ્રેમ આવી ગ્યો...??!! એક અમ્સથિ સ્માઈલ આપી ને નજીક બોલાવે છે..
હા માસી....ચાલો મને નવડાવી દો ને....મને નીચે ગાર્ડેન મા રમવા જાઉં છે...!!??
માનસી ફ્રેંસ થયી ને પ્રેમ ને રેડી કરી ને નીચે બધાં છોકરાઓ રમતા હોય છે તો મુકી ને ઉપર નાં માળે આવે છે... ઘર નું કામ પતાવી ને માન ને કોલ લગાવે છે..અને આજ રવિવાર હોવાથી ઑફિસ મા છુટ્ટી હોય છે..
...ટ્રીન...ટ્રીન...ટ્રીન....કોઈ સામેથી જવાબ મળ્યો નહીં...લગાતાર ૧૬મિસ કૉલ લગાવ્યા....
થોડી વાર પછી મોબાઇલ સ્વીચ ઑફ થયી ગ્યો....
'માનસી ને બીક લાગવા માંડી..' માન બીજા છોકરાઓની જેમ મારા સાથે રમત રમી ગયો ...મારા જીસ્મ ને રંગદોળી ને ચાલ્યો ગયો.... એકલી બહુજ રડે છે... પણ મન માન ને બેવફા ગણે છે પણ દિલ માન ને વફા ગણતું હતું....

બીજા...દિવસે ઓફીસ મા માન નહોતો દેખાતો...બધા પોત પોતાના કામમાં વ્યસ્ત હતાં...માનસી ની આંખો માન ને જ શોધતી રહીં... ઓફીસ મા માન વિશે પૂછી શકે તેમ પણ નહોતી.... આવો પ્રશ્ન કોણે પૂછી શકાય..
આયુષ ને માનસી એ પુછ્યું માન વિશે પણ એને પણ કાંઇ ખબર ન્હોતી...
...
ધીરે ધીરે ...માનસી ને તણાવ લાગવા માંડ્યો...
બે અઠવાડિયા પછી....નિલેશ આવી ગયો મુંબઈ પાછો.પણ નીતા ત્યાં સાસુ જોડે જ રહીં...
ઘરમાં માનસી ને નિલેશ આવયોતો સારુ લાગ્યું...કેમ કે, નિલેશ હંમેશા માનસી ને પોતાની સગી બહેન ની જેમ રાખતો હતો..માનસી ને પણ નિલેશ ભાઈ જોડે સગા ભાઈ કરતાં વધારે પ્રેમ અહિ મળતો હતો.....
માનસી પહેલા કર્તા અલગ વ્યવહાર જોઇ ને નિલેશ એ પણ એક વાર પૂછી લીધું....
"મન્નૂ. ..હુ ગુજરાત થી આવયો પછી તારા વ્યવહાર મને કંઇક જુદો લાગી રહ્યો છે...ઘરમાં હમણાંથી તારી હસી મને સાંભળવા નથી મળી... કેમ કાંઇ થયું છે...!??? મને કહી શકે છે ...
"માનસી નિલેશ ની સામે જોવે છે તો આંખમાંથી આંસુ આવી જાય છે..."!!!

અને ....."ધીરે ધીરે રહીને પોતાના દિલ માન કેવી રીતે આવ્યો.. ક્યાં બન્ને મળ્યાં..?નીતા દી જોડે થયેલી વાત!?..માન એ મુકેલો લેટર !?...બધુ માનસી એ નિલેશ ને રડતી આંખે કહી દીધું.... માનસી નાં હૃદય માંથી જાણે વર્ષોથી છુપાયેલો દાવાનળ નીકળી રહ્યો હતો....માન જોડે વિતાવેલી રાત પણ માનસી એ બંધ આંખોએ કહી દીધી...!!"
'નિલેશ માનસી જોડે આવી ને માથે હાથ રાખી સાંત્વના આપવા લાગ્યો ....'માનસી ની આંખો માંથી વધારે આંસુ નીકળવા લાગ્યાં... માનસી ઊભી થયી ને નિલેશ નાં ગળે લાગી ગયી ને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી ...જાણે આજે કેટલાં દિવસે કોંઈક્નો સહારો મળી ગયો હોય....!!
"માનસી.....મારી વાત સાંભળ !!રડવાનું બંધ કર, અમે છીયે તારી સાથે માન ને ભૂલી ને જીવન મા આગળ વધી જા.."!!નિલેશ'

"
જીજુ મને પણ એવું જ લાગે છેં કે મારે હવે મારો આ ભૂતકાળ ભૂલી જવો જોઇયે.."" ! માનસી...

..
     થોડા દિવસ પછી માનસી ગુજરાત આવે છે... અહીં પપ્પાની તબિયત સારી નથી તો...
"પપ્પા..તમને હવે કોઈ કામ નથી કરવાનું બસ હવે ઘરે આરામ કરો..માનસી..!!

'પણ બેટા..'હજુ તમને બન્ને ભાઈ બહેન ના લગ્ન કરાવી લાઉ પાછી મને શાંતિ થાય'..!!

"
સારુ પપ્પા....પણ મને હમણાં નથી પરણવું .હુ જ્યારે આ બાબતે રેડી હોઈશ ત્યારે જણાવી દઈશ..""
ત્યાં માનસી નાં મમ્મી આવે છે....
પણ બેટા ..પડોશી ઓ વાતો કરે છે આમ પણ તારી.. !? કે, જુવાન છોકરી નાં હાથ પીળા કરવાની જગ્યા એ મુંબઈ એકલી નોકરી કરાવે છે...!??
"પણ મમ્મી દુનિયા કહેતી રહેશે!! આપણે આપણાં પરિવાર નું જ માનવું.!"

"
બાજુ વાળા શાંતા માસી તારા માટે બે માગા લયી ને આવ્યાં છે..એનાં બહુ રૂપિયા વાળા છે અને છોકરો પણ સારો લાગે છે અહિ આવ્યો હતો છોકરો તયારે મેં જોયો છેં.'.
'પણ...મમ્મી મારે હમણાં નથી પરણવું..(માનસી મમ્મી ને કેમ કહીને સમજાવે કે..કોઇક હતુ જે આજે દગો દઈને નીકળી ગયું હતુ...હવે કેમ કરીને બીજાની પોતે થયી શકે...હજી એ ઘાવ તો ભરાવો જ રહ્યોં...).
સારુ બેટા જ્યારે તું રેડી હો...ત્યારે મને જણાવી દેજે ઓકે.. ખુશ હવે.. માનસી નાં પપ્પા તેને સાંત્વના આપવા લાગ્યા.....!

માનસી એક વિક પછી મુંબઈ આવી ગયી...!
' અહિ નીતા દી પણ આવી ગયા હતા... નિલેશ એ માનસી નું બધુ જણાવી દીધું હતુ....
"મન્નૂ માજા આવી ગઈ ઘરે જઇને ....નીતા દી મન્નૂ ને મળી ને કેહવા લાગ્યા!.."..
હાં.. દિ.. બહુજ માજા આવી.."માનસી".
"મંમ્મી ને પપ્પા બધા મજામાં છે ને!?'
હાં ...બધાં મજામાં છેં.'માનસી'.
" "મન્નૂ તને એક વાર માન ને સારી રીતે ઓળખી લેવો જોઈતો હતો..તેં કોણ છે ક્યાંથી આવયો છે અને તેનુ ફેમિલી મા કોણ છે... મે. તને કહ્યું હતુ ને કે એક વાર ઓળખી લેજે..પછી આગળ વધજે મન્નૂ..."
"હાં દી... પણ તેં દિવસે નશામાં મારાથી બહુ મોટી ભુલ થયી ગયી અને હવે અફસોસ શિવાય કાંય નથિ રહ્યું ...દીદી.."
મન્નૂ...ઇટ્સ ઓક...હવે બધુ ભૂલી ને આગળ વધી જા...
"હાં દી.. હવે કોશિશ જ કરી રહી છું...માનસી.."
પ્રેમ ત્યાં આવી રહ્યો હોવાથી બનેં કામમાં લાગ્યા...બીજી વાતો કરવા લાગ્યા...
'માસી મારા માટે શુ લાવ્યા''??...પ્રેમ માનસી ને કહી રહ્યો હતો.
તારા માટે...અહિ આવ.. માનસી રમ મા લયીજાય છે પ્રેમ ને..!
બીજા દિવસે માનસી ઓફિસે થી ઘરે આવે છે...કિચેન માં જઇને પાણી પીવા જાય છે ત્યાં અચાનક ચક્કર આવતાં નીચે પડી જાય છે...
"મન્નૂ.."???.બહાર થી આવતાં નીતા ની નઝર પડે છે..

વધું આવતાં અંકે...

..શું માનસી ની એ રાત ભુલ સાબિત થશે તેની જીંદગી ઉપર??
..શું ખરેખર માન માનસી ને પ્રેમ કરતો હતો કે પછી દગો આપી ને ભાગી ગયો હતો??
..શું માનસી માન ને ભૂલીને આગળ વધી જશે?
માટે જાણવા વાંચતા રહો ...
.
પ્રેમની પરિભાષા...

વાચક મિત્રો મારા એક પ્રશ્ન નો જવાબ આપશો...?
કોઈ પણ છોકરી ને પ્રેમમાં પોતાનુ બધું જ કુરબાન કરી દેવાની જરૂર હોઇ શકે??!!
જરુર થી જવાબ જણાવશો!!

thank you...