premni paribhasha part-20 books and stories free download online pdf in Gujarati

પ્રેમની પરિભાષા ભાગ-૨૦

 રાજ ..સવારે તૈયાર થયીને નેહાને કૉલ કરીને ક્યાં મળવાનું એ બધુ નક્કી કરી ને ઓફીસ જવાં માટે બાહર આવ્યો. ત્યાં સામેથી સુરેશ અંકલ એનાં નજીક આવ્યાં અનેં કેહવા લાગ્યા કે, આજે મને સવારે માનસીનો કૉલ આવયો હતો એ કહેતી હતી કે,

'  ... આજે તેને ડૉક્ટર રજા આપવાના છેં તો તુ મારા ભેગો હાલ ને એને લેવા માટે.. આમ પણ ઈનાં મા કે બાપ જે હંમજ઼ો ઇ આપણે જ સીએ...તો ચાલ ને આજ મારા સાથે અનેં પછી તુ ઓફીસ જજે...હો..'!! સુરેશ અંકલ જાણતાં જ હતાં કે, માનસી ને મારે સાચવવી જ પડશે અનેં બાળક ની સચ્ચાઈ જાણવી જ પડશે .
   "ઓકે ..પપ્પા તો  આપણે જઇને લઈ આવી !! રાજ પણ અંદરથી જાણતો હતો કે, માનસી અનેં માનવ ને જો ભેગા કરવા હશે તો અહી રહેશે તો કામ સરળ બની જશે."!

         રાજ અનેં સુરેશ અંકલ સાથે જઇને હોસ્પિટલ જવાં રવાના થાય છે..
   "હોસ્પિટલ આવીને ડૉક્ટર પાસે જઇને માનસીની તબિયત નું ધ્યાન કેવી રીતે રાખવું વગેરે સલાહ લઇને સુરેશ અંકલે સાથે લાવેલા બગલ થેલા માંથી બે હજારની નોઁટોનું બંડલ કાઢીને બિલ ચૂકતે કરવા લાગ્યા. આ જોઈને રાજ વિચારવા લાગ્યો કે..પપ્પા જોડે આવડા રૂપિયા ક્યાંથી આવ્યાં..નાં તો હુ બેંકમાં જઇને લાવ્યો છું નાં પપ્પા ક્યારે પણ બેંકમાં રૂપિયા જમા કરાવવા કે કાઢવા જાય છેં તો આવડી મોટી રકમ એમનાં પાસે ક્યાંથી.."

           ડૉ. જોશીની કેબિનમાંથી બાહર આવીને રાજ સુરેશ અંકલ સામે ધારદાર નજર નાખીને પ્રશ્ન પૂછવા લાગ્યો..પપ્પા તમારા જોડે આવડી મોટી રકમ ક્યાંથી આવી??
  " રાજ બેટા આ રૂપિયા મને માનવ એ આપ્યાં છેં માનસી અને એનાં બાળક નાં ઇલાજનાં..તો તુ આગળ સમજી જાય તો હુ માનસી પાસે જવું છું..!!"

           રાજ આગળ  બધુ સમજી જાય છેં અનેં વધું સવાલ જવાબ નાં કરીને એ પણ સુરેશ અંકલ પાછળ જાય છેં.

       માનસી તારું બધો ખર્ચ મે આપી દીધો છેં ઓકે જયારે તુ સાજી થાય ત્યારે મને આપી દેજે હો.. તને કોઈનો ભાર નાં જોઇયે એટ્લે તુ પછી આપી દેજે હો.. !!
સુરેશ અંકલ ની વાત સાંભળી માનસી એ હકારમાં વાત કરી અનેં આભાર માનવા લાગી..
નેહા રાજ સામે જોઈને પૂછવા લાગી કે,પ્લાન થયો કે નહીં??
   રાજ પણ માનસી સામે ઈશારાથી શાંતિથી ઘરે જઇને વાત કરીશું એમ કહીને રાજ શાંતિ રાખવા ઈશારો કરે છેં.

    નેહા અનેં માનસી  જયાં બાળકને રાખવામાં આવ્યુ હતુ ત્યાં જાય છેં.
     માનસી પોતાના બાળક પાસે જાય છેં અનેં જુવે છેં તો શરીર ઉપર નળીઓ લાગેલી હતી , આંખો બંધ હતી , શરીર બહુ નાનાં કદનુ હતું. માસુમ ભાવ સાથે સૂતું હતુ..દુનિયાથી અજાણ અનેં ઇન્ડિયાના ટોપ બિઝનેસમેનનો વારીસ હોવાં છતાં એક શાંત ઊંગમા ગરકાવ હતું..

        માનસી ની આંખો સામે માનવ નો ચહેરો યાદ આવી ગયો...
        તું માનવ જેવો જ લાગી રહ્યો છેં કાશ...માનવ સામે તને લાવી શકત..કાશ...!!! માનસીની આંખોમાં પાણી હતાં.

       
              ઘરે આવીને માનસીને રૂમમાં આરામ કરવા ગયી. આ તરફ નેહા અનેં રાજ બાહર બેઠકરૂમ મા બેઠા હતા.
   નેહા : રાજ હવે આગળ શું પ્લાનિંગ કર્યું છે ??
   રાજ નેહા સામે જોઈને કહેવા લાગ્યો, નેહા હવે એકવાર માનવ ને મળીએ એનાં કરતાં ધીરજ મહેતાને મળી એ તો કાંઈક તારણ જલદી મળી જશે..કેમ.કે,મે પપ્પા પાસેથી એક વાર સાંભળ્યું હતું,કે માનવ નાં લગ્ન કરવાં બહુ જોર કરતાં હતાં પણ માનવ મેરેજ કરવા એકનો બે નાં થયો!! અનેં  માનવ નાં મોટા ભાઈ ને ભાભી આરવ અનેં આરિયા ને પણ બાળક નથી લગ્ન નાં આટલા વર્ષો નીકળી ગયા હોવાં છતાં બન્ને બાળકથી વંચિત હતાં...જો નેહા આપણે ધીરજ અંકલને મળી એ અનેં માનવ અનેં માનસીના પ્રેમની કહાની એમને જણાવી તો.. કદાચ પોતાના પૌત્રનું મોઢું જોવા રાજી થાય અનેં એ માનસીને માનવીને એનાં ઘરની વહુ એક્સેપ્ટ કરી લે!!!"

          હાં ..રાજ તારો પ્લાન તો એક્દમ લાજવાબ છેં ને??નેહા રાજ સામે જોઈને એની આંખમાં આંખ નાખીને થોડી વાર જોઇ જ રહીં..
રાજ પણ નેહાની આંખના તેજથી  અજાણ નાં રહ્યોં!!
"  ત્યાં જ રાજનાં મમ્મી ચા લઇને આવ્યાં ને બન્ને ને એકબીજાની નજરમાં ખોવાયેલા જોઈને અંદરથી એ મલકયા" 
..  એમનાં અવાજથી બન્ને જાગી ગયા અનેં શરમ બન્ને ની આંખ મા હતી.
    "ચા પીને રાજ પીને રાજ કહેવા લાગ્યો કે, નેહા તેં માનવને કહી દીધું હતું ને કે, હમણાં થોડા સમય સુધી એ માનસીથી દુર રહે..એ દુર રહેશે તો માનસી ની તબિયત સારી રહેશે નહીં તો ટેન્શનમાં એની તબિયત બગડી જશે.."!!!

    " હાં.. રાજ..મેઁ જણાવી દીધું છે.." નેહા.
    
     "  આ તરફ નેહાનાં કૉલથી માનવે નક્કી કરી લીધુ હતુ કે,હમણાં થોડા સમય માનસીથી દુર રહેવું જયાં સુધી તેણી તબિયત સારી નાં થયી જાય!! અનેં..એ એક્દમ સારી થયી જશે પછી જ એને મળીશ ને એને મનાવીશ કે પહેલાંની જેમ એ મારી સાથે રહે અનેં મને જિંદગીનો એક ભાગ બનાવે.."  એ પોતાના કામમાં માનસી ની યાદો વચ્ચે જીવવાનું નક્કી કરી લીધું હતું."
   
                           *
  
            થોડા દિવસ પછી માનસીની તબિયતમાં સુધારો થવાં લાગ્યો હતો.. આટલા દીવસ માનસી પોતાના બાળકને   નીતા  દીદીને સોંપવાનો મનમાં વિચાર કરી લીધો હતો.. નેહા ને પૂછ્યા વગર એક દિવસ નીતાં દીદી ને કૉલ કરીને બધી વાત એમને જણાવી દીધી હતી કે પોતાની સાથે જે કાંઈ પણ બન્યુ હતુ તેં અનેં માન એ માનવ મહેતા છેં તેવી દરેક સચ્ચાઈ માનસીએ નીતા ને જણાવી દીધી હતી..!
  " નીતા પણ માનસી નાં ફેસલા ને માન આપીને એનાં દિકરાની માઁ બનવા તૈયાર હતી. .."!!

              નેહાનાં હ્રદયમાં રાજનું અલગ વ્યક્તિત્વ ઘર કરી ગયુ હતું.. એનાં દિલમાં રાજ માટે પ્રેમના તંતુ ફૂટવાની શરૂઆત  થવાં લાગી હતી..!!  રાજ પણ નેહા તરફ આકર્ષાયો હતો..

         "રાજે સવારે ધીરજ મહેતાને કૉલ કરે છેં..રાજ ધીરજ મહેતાનો વિશ્વાસુ માણસોમાંથી એક હતો..
તેથી રાજ ધીરજ મહેતાને કૉલ કરીને એક ઇમરજન્સી કામ છેં અનેં તેની ચર્ચા બાહર થાય તો વ્યાજબી છેં ! એવું જણાવી ને ધીરજ મહેતા રાતે ટાઈમ કાઢી ને રાજ ને મળવાનું નક્કી કરે છેં"!!

         "અંધારી રાતનાં નવ નાં ટકોર થયી રહ્યાં હતાં..બાહર અંધકારનું વાદળું લોકોની અવરજવર ઓછી કરી રહ્યુ હતુ.., પવન ધીમી ગતિએ ડરાવાણો લાગી રહ્યો હતો."

        બાહર ધીરજ મહેતાની કરોડોની ગાડી આવીને ઊભી રહી.. આજે નાં તો કોઈ ડ્રાઇવર કે, નાં કોઈ બોડીગાર્ડ સાથે હતાં .ધીરજ મહેતા એકલા જ આવ્યાં હતાં..
બાહર ગાડી પાર્ક કરીને એ ફાઈવ સ્ટાર હોટલમા આવ્યાં. અંદર રાજ અનેં નેહા એ પહેલેથી જ એક ટેબલ બુક કરી લીધુ હતું.. નેહા રાજ સામે જોઈને કહેવા લાગી "રાજ ધીરજ અંકલ માનવ ને માનસી ને એક થવાંમા મદદ કરશે ને , એ માનસી જેવી મિડલક્લાસ છોકરીને પોતાના ઘરની વહુ માટે સ્વીકાર કરશે"??
   નેહા વાત  કરતી હતી ત્યાં જ ધીરજ મહેતાની એન્ટ્રી થયી.

     સર આવી ગયા તમે..બેસો અહિં??રાજ ધીરજ મહેતાને જોઈને કેહવા લાગ્યો.
   "હાં... ઓકે.." ધીરજ મહેતા બેસતા હતાં ત્યાં જ તેની નજર નેહા ઉપર પડી " અનેં મનમાં વિચાર કરીને જગ્યા ઉપર બેસી ગયાં.
  "ધીરજ મહેતા સીધા વાત ઉપર  આવ્યા.. બોલ રાજ આમ અચાનક મારુ શુ જરુરી કામ પડ્યું કે તેં મને ઇમરજન્સી બોલાવ્યો..??"
           "સર..વાત એવી છેં કે, રાજ આગળ બોલતાં અચકાતો હતો"!!
"  તું.. સીધા મુદ્દા ઉપર આવ રાજ..આમ આડી અવળી વાત નાં કરીશ"!! ધીરજ મહેતા નાં કડકાઈ ભર્યા શબ્દોથી રાજને કહેવા લગયા..
  નેહા પહેલી વાર આવડા મોટા બિઝનેસમેન ને નજર આગળ પોતાને બેસેલી જોઈને ગર્વ અનુભવવા લાગી..એનું વ્યક્તિત્વ નેહા ને સારુ લાગ્યું.

     "જુવો સર વાત જરા માનવ વિશે છેં??!! અમે તમને જે જણાવી એનાં ઉપર તમારો અભિપ્રાય ખોટો નાં આપશો!! નહીં તો ત્રણ જીદગી ધૂળમાં મળી જશે." રાજ વિનતી ભર્યા શબ્દો બોલી રહ્યો હતો.
નેહા તો રાજનાં કોમળ સ્વભાવથી વધું એની નજીક આવી.

    "વાત જે કાઈ પણ હોય યે મને જણાવ રાજ.અનેં માનવ ની એવી તેં કઈ વાત છેં જે એનો બાપ નથી જણતો ?? રાજ તુ બેજીજક તારી વાત રાખ..!!" ધીરજ મહેતા  .

        "રાજે નેહાની ઓળખાણ કરાવી.. અનેં કહ્યુ કે,આ રાજની ફ્રેન્ડ છેં અનેં હું જે માનસીની વાત કરવા માંગુ છું એની આ બેસ્ટ ફ્રેન્ડ થાય.."!

        ધીરજ મેહતા એ નેહા સામે જોઈને એક નાની સ્માઈલ આપી.
       ધીરે રહીને માનવ અનેં માનસી ક્યાં મળ્યાં.. કેવી રીતે પ્રેમ થયો..બન્ને નાં પ્રેમની નિશાની અનેં શા કારણે એકબીજાથી દુર રહયા...અનેં કેવા સંજોગને લીધે બન્ને એકબીજાની સામે આવ્યાં.. અનેં માનસી ને માનવ ની સચ્ચાઈ જાણીને પોતાના બાળકને માનવથી દુર કર્યું અનેં પોતાના પતિની ખોટી કહાની દરેક વાત  ધીરજ મહેતાને જણાવી દીધી.

    બન્ને વાત કરીને એકબીજાની સામે જોઈને હાશકારો અનુભવવા લાગ્યા.

       "  સર  માનસી મીડિયા નાં ડરથી અનેં વધારે માનવની બેઈમાની નાં થાય એનાં કારણે એ માનવથી દુર ભાગે છેં..નેહા".
      " તમારા બન્નેની વાત ઊપરથી મને માનસી સાચી લાગે છેં નહીં તો અત્યાર સુધીમાં માનવની લાઈફમાં જે પણ છોકરી આવી છેં તેં માનવના સ્ટેટ્સ એન્ડ પૈસા જોઈને આવી છેં... માનસી તો માનવ ખાતર પોતાની લાઈફ બરબાદ કરવા રેડી થયી ગયી...આવી છોકરી માનવ માટે જરુરી છેં..."! ધીરજ મહેતા.

      "   સર..જો માનવ અનેં માનસી ને એક કરવા હશે તો.. આપણે મીડિયાથી આ વાત છુપાવવી પડશે...નહીં તો લોકો માનસી ને એમજ કહેશે કે, માનવને જાળમા ફસાવીને કુંવારી એનાં બાળકની માઁ બની..એન્ડ..સર મીડિયા વાળા વાતનું વતેસર કરવાં માટે માહિર હોય છેં..."  નેહા.

     "ઓકે.. તો હવે માનસી અનેં માનવ ને મીડિયાથી દુર રાખીને એક કેમ કરવાં એનો પ્લાન તમારાં બન્ને એ કરવાનો છેં..કેમ કે,મે માનવને મુંબઈથી આવ્યો ત્યારથી ઉદાસ અનેં એકલો જોયો છેં ,એ  વાતે વાતે મુંબઈ યાદ કરતો અનેં કહેતો રહેતો કે,એનું દિલ તો મુંબઇમાં જ વસી ગયું છેં.."!! ત્યારે હું સમજતો કે, એ આટલા સમયથી બોમ્બે રહ્યો હતો તો કદાચ એટ્લે જ વધું બોમ્બેને યાદ કરતો હશે..બટ આતો માનસી ને યાદ કરતો હતો...ઓહઃ માય ગોડ!...."   ધીરજ મહેતા.. વેંઇટરનો આપેલો જ્યુસ એક વારમા ખતમ કરી ગયાં.

     "ઓકે.. સર હવે યે કામ અમે બહુ ચીવટ અનેં છુપાઈને કરીશું જેથી મીડિયા કે બાહર નાં કોઈ વ્યક્તિ ને જાણ નાં થાય..અનેં સર માનવ ને હમણાં એ વાત નાં જાણતા કે,માનસી નું બાળક નો બાપ માનવ છેં ..નહીં તો માનસી ને મળીને માનવ ઉતાવળ મા લોકોને જાણ ના થયી જાય.."!!...રાજ.
  
    "ઓકે.. રાજ..આઇ અંડરસ્ટેન્ડ "!!  ધીરજ મહેતા.

        "રાજ માનસી તારા ઘરે છેં તો એકવાર એને મળીને સમજાવા માંગુ છું કે મને મારા ઘરમાં મને મારા વ્યાજ ને રમાડવા આપ..મને મારા માનવનાં બાળક ને ખોળામાં લઇને રમાડવું છેં.."  !  માનસી ને મળીને મારા માનવ ને સ્વીકારી લે એવી વિનંતિ કરવી છેં."!  ધીરજ મહેતા નાં ચહેરા ઉપર ચિંતાની રેખાઓ ફરી વળી હતી.."

            "  ત્યાં બધુ નક્કી કરીને બધાં છૂટા પડ્યા.. અનેં બીજે દિવસે રાજને ઘરે જઇને સુરેશ અંકલને બધું જ જણાવવાનું ધીરજ મહેતા એ રાજ ને કહ્યુ અનેં..પોતે કાલ માનસી ને મળવા માટે આવશે અનેં એને  સમજાવશે..."

                
           '  સૂરજના સોનેરી કિરણોની  ધરતી ઉપર પધરામણી થયી રહીં હતી..પક્ષીઓનાં અવાજથી વાતાવરણ ધમધમિ રહ્યું હતું, રસ્તાઓ ઉપર ગાડીઓ પોતાના વ્યવસાય તરફ ભાગી રહીં હતી..'.

              નવ વાગવા આવ્યાં હતાં..બાહર એક ગાડી આવીને ઊભી રહીં..
ઘરમાં સુરેશ અંકલ અનેં એમનાં પત્ની પોતાના કામે ગયા હતાં.. માનસી પોતાના રૂમમા આરામ કરતાં કરતાં ન્યૂઝ પેપર વાંચતી હતી..રાજ અનેં માનસી હોલમાં બેસીને ધીરજ અંકલંની વાટ જોતાં હતાં..અચાનક ગાડી નો અવાજ સાંભળી ને રાજ બાહર આવ્યો.. જોયું તો ધીરજ મેહતા જ હતાં.
   એને અંદર લઇ ગયો.. પોતે એકલા જ આવ્યાં હતાં.."

           " નેહા  અનેં રાજ માનસી પાસે ધીરજ મહેતાને લઇને જાય છેં.."
    માનસી તને મળવા કોઇક આવ્યુ છેં??  રાજ.
  માનસી ન્યૂઝ પેપર બાજુમાં મુકી ને જોવા લાગી..તો પોતે અવાક બની ગયી... અનેં મોઢા માંથી શબ્દ સરી પડયા..
"ધીરજ મહેતા.."....!
    "માનસી એ એક  મેગેઝીનની અંદર બિઝનેસ ટાયકુન ધીરજ  મહેતા વિશે  વાંચ્યું હતુ ને ફોટો પણ જોયો હતો..તો  ઓળખી ગયી કે આ માનવ નાં ફાધર જ છેં"...!

                                       *

    શું માનવ અનેં માનસીને એક કરવામાં રાજ અનેં નેહા સફળ થશે?? શુ ધીરજ મહેતાની વાત માનસી માનશે???
જાણવા વાંચતા રહો...પ્રેમની પરિભાષા●

વધું આવતાં અંકે..
thank you.. વાંચક મિત્રો.

    વાર્તા હવે પૂર્ણતા નાં આરે જ છેં...??

                              

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED