premni paribhasha part-8 books and stories free download online pdf in Gujarati

પ્રેમની પરિભાષા ભાગ-૮

   ' નીતા બૂમ પાડીને નિલેશ ને બોલાવે છે..!' નિલેશ..??.

નિલેશ બેઠકરૂમ મા બેસીને ચા પી રહ્યો હોય છે અને પ્રેમ નું હોમવર્ક કરાવી રહ્યો હતો..
"કેમ શું થયુ નીતા..???' કિચેનમાં નીતાનો અવાજ સાંભળીને નિલેશ દોડતો આવીને ઊભો રહી જાય છે..!
"કેમ શુ થયું મન્નૂ ને??"નિલેશ માનસી ને નીચે પડેલી જોઈને ગભરાઇ ને કહેવા લાગ્યો".
'નીતા પાણી નો ગ્લાસ લાવ જલદી..!' મન્નૂ ને મોઢા પર પાણીનાં છાંટા નાખ..!
હાં.. હમણાં જ કરુ છું.. 'નીતા'
નીતા પાણી છાંટે છે, ..
"નીલેશ !!..મને લાગે છે કે મન્નૂ બહુ પરેશાન હશે અંદર થી ..ભલે એ આપણી આગળ નોર્મલ રહેવાનો પ્રયત્ન કરતી હોય ,પણ એ સાચેજ અંદર થી બહુ ટૂટી ગયી છે. અને નિલેશ ..જો માનસી અહિં મુંબઇમાં જ રહીં ને મોટી થયી હોત તો તેનાં માટે પ્રેમ તૂટવાનો કોઈ અફસોસ નાં રહેત ..!પણ, મન્નૂ ગુજરાત નાં એક નાનાં ગામ રેવા ની છોકરી છે. અહીંના લોકો થી સાવ અજાણી વ્યક્તિ છે એટ્લે તેને બહુ લાગી આવ્યુ છે.
મારે એને સાંભળવી જોઈતી હતી .તેં અપણા બન્ને ની એક જવાબદારી હતી..મને બહુ જ દુઃખ થાય છે નિલેશ!!..
"નીતા તું ચિંતા નાં કરીશ ,હમણાં તારે માનસી નો ટેકો બની ને રહેવાંનું છે અને તુ જ એમ ઢીલી પડીશ એ કેમ ચાલશે?,"નિલેશ"
નિલેશ..મન્નૂ ને હોસ્પિટલ લયી જવી પડશે.. હજી બેભાન છે!.
'નીતા'.
"ત્યાંજ માનસી આંખો ખોલે છે..નીતા દી!.."માનસી બેઠી થાય છે અને બાજુમાં જ નીતા બેઠેલી હોય છેં.

'
મન્નૂ ડૉક્ટર જોડે જવું છે',, તું ઓકે છે હવે..! "નિલેશ".
'નાં જીજુ ..હુ બરાબર છું હવે.'.!"માનસી".
ઓકે... મન્નૂ તુ રૂમ માં જઇને આરામ કર, હું તારા માટે જ્યુસ મોકલાવું છું.!! "નીતા".

(
નીતા રૂમમાં જ્યુસ લઇને જાય છે..)
'દીદી...અહિ બેસો ને મારે તમને જરુરી વાત કરવી છે.' "માનસી".
'હા..બોલ..નીતા માનસીની નજીક બેસતાં બોલે છે.'
"દી"..(માનસી નીચી આંખ ઢાળી ને બોલે છે..)..હુ pregnet છું.. દી મારા પેટ માં બે મહિનાનું બાળક અવતરી રહયુ છે, અને તેં પણ પેલા હરામી માણસ નું છે..!!માનસી ની આંખો માંથી આંસુ આવી જાય છે.. આગળ કાઈ બોલી નથી શકતી.!
"નીતા માનસી ની સ્થિતી સમજતી હોય છે..તેં પણ વધું કાંઇ એને નથી કહેતી અને તેને એક પોઝેટીવ ઉંમ્મીદ આપવાની કોશિશ કરે છે..".
મન્નૂ..તુ ચિંતા નાં કર.,હુ ને તારા જીજુ બન્ને તારી સાથે છીયે.તારી જીંદગી ને આંચ પણ નહીં આવવા દવૂ.અને એ નીચ હારામિ માનને પાતાળમાંથી પણ શોધી લાવીશ..' "નીતા".
માન વિશે નીતા જે શબ્દો વાપરી રહી હતી એ શબ્દો માનસી નાં હ્રદયમાં ખંજર ની જેમ વાગી રહ્યાં હતાં.કેમ કે, માનસી અંદર થી હજુ પણ હ્રદયના એક ખૂણે થી માન ને પ્રેમ કરી રહીં હતી...

'બીજાં દિવસે માનસી ઓફિસે થી છુટ્ટી લયી લીધી હોય છે. તેં નીતા જોડે હોસ્પિટલ જાય છે,..'
હોસ્પિટલમાં dr. ની કેબિનમાં બન્ને બેસેલા હોય છેઃ સામેની ખુરશી ઉપર dr. રેખા બેઠેલા હોય છે.
માનસી ની બધી વાત dr ને કહે છેં. અને dr માનસી ની બધી વાત નોટિસ કરે છે.
કેમ કે, dr.રેખા જોડે કુંવારી છોકરી કેશ બહુ આવતાં હોય છે અને વધારે તો એબૉશન નાં!..અને તેં આવી છોકરી ઓ ની સાથે રહીં ને તબીબી સારવાર આપતાં હોય છે.
'તો.. માનસી તમે શુ નક્કી કર્યું છે..?? બાળક રાખવું છે કે પછી' .!!.. "dr રેખા".
નીતા એ માનસી ને સમજાવી ને રાખી હોય છે એબૉશન માટે! કેમ કે, નીતા જાણતી હોય છે કે સમાજમાં એક કુંવારી માં ને કોઈ વ્યક્તિ ઉંચી નજરથી નહીં જુવે અને હંમેશા માનસી નાં કેરેક્ટર પર પ્રશ્ન થયાં કરશે.માનસી ને મનાવી ને તેં અહિં એબૉશન માટે લાવી હોય છે, અને dr રેખા નીતા નાં ફ્રેન્ડ હતાં,તો બીજો કોઈ પ્રોબ્લેમ ઉભો થયી શકે એમ નહોતો..

"dr રેખા માનસી ની તાપસ કરીને બહાર આવે છે. અને બહાર આવીને નીતા ને કહે છે કે, રિપોર્ટ આવી જાય પછી હુ તમને કહું છું કે આગળ શુ કરવાનું છે".
"ઓક..અમે કાલ આવીએ છીએ!!"નીતા".

'માનસી આખી રાત પડખ્યાં ફેરવી રહી હતી, આંખોની ઊંગ તો તેં રાત માન સાથે માણી ત્યાર થી જ ઊડી ગયી હતી.
પેટમા માન નો અંશ પળી રહ્યો હતો અને મગજ ઉપર માન હાવી થયી રહ્યો હતો.માનસી વિચારી રહી હોય છે કે..જીંદગી આજ પોતાને કેવા કર્મોની સજા આપી રહીં છે, હંમેશા એક સારી વ્યક્તિ જ બનાવની કોશિશ કરી છે તો આવુ શા માટે??
વિચારો થી ગેરાયેલિ માનસી બહુંજ એકલી હોવાનું ફીલ કરી રહી હોય છે.. .. આજે માન ની જરૂર કરતાં વધારે પડતી જરૂર હતી! મારે આ બાળકને જન્મ આપવો જોઈએ?? એવાં મનમાં વિચાર કરી જોયો કે ચમકીને ઊભી થયી ગયી...
'નાં..નાં એ નાં બની શકે "..મારે નીતા દી ની વાત માનવી જ જોઈએ!".એ મારા માટે જ કહી રહ્યાં છેં ,મારે આ બાળક ને જન્મ નથી આપવાનો ..મારે દુનિયાને જવાબ નથી આપવાનો પણ મારે મારા માતા પિતાને જવાબ આપવો પડશે !!..માન તમે બહુજ સરસ અને સમજણ ધરાવનાર વ્યક્તિ હતાં તમે મહિલાની બહુજ ઈજ્જત કરતા હતાં તો શું થયું કે તુ મને આવી ભીડ ભરી જીંદગી મા એકલો મુકી ને ડરપોક ની જેમ ભાગી ગયો!!!!.. વિચારોના વમળમાં ગેરાયેલી માનસી રાત્રિના ગાઢ અંધકારમાં સરી પડી...

' તો માનસી તમારો રિપોર્ટ મે કાલે બહુજ સ્ટડી કર્યો અને મારે તમને એ જાણાવું જરુરી છેં, કે ..નીતા અને માનસી મારે આ વાત તમારી આગળ કરવી થોડી બેચેની થયા કરે છેં પણ તમારે આજે સહેજ પણ ઢીલું નથી થવાનું.. ' dr. રેખા.
"dr, તમે કહી શકો છો ગભરાયા વગર નીતા દી મારો સપોર્ટ જ છે.. પ્લીઝ ટેલ મિ એનીથિન્ગ...!!" માનસી.
"હાં.. તમેં કહી શકો છો રેખા ".. 'નીતા'...
'કોઈ પણ સ્ત્રી ને માઁ બનવું એ એક જીંદગી નો મૂલ્યવાન સમય હોય છે અને જેનાં કારણે આખું વ્યક્તિત્વ બદલાઇ જાય છે અને મારી જીંદગીમા તો જાણે શ્રાપ બની આવ્યો છે આ સમય તો!! '..માનસી '
"માનસી હુ તમારી પરિસ્થિતિ સમજી શકું છું અને હુ જે જણાવી રહીં છું તેનાં માટે હિમ્મત રાખજો'..dr. રેખા..
    માનસી ના હ્રદયમા દાવાનળ ફેલાઇ રહ્યો હોય છેં જાણે ગંભીર બાબત પર dr ડર બંધાવી રહ્યાં હોય છે..નીતા પણ અંદર થી થોડી ઉદાસ લાગી રહીં હતી..
"તમારું એબૉશન શકય નથી" ..જો એબૉશન કરવામાં આવ્યુ તો માનસી નો જીવ જોખમમાં મુકાવાની પુરી શક્યતાઓ છે, અને હુ એક ડૉક્ટર નાં હિસાબે કહું તો તમારે એબૉશન નાં કરાવું જોઈએ...' અને હવે નિર્ણય તમારે લેવાનો છે, અને નીતા તુ બહુ સમજદાર છેં તારે માનસી ને પણ સમજવવી પડશે..." dr. રેખા".
  " માનસી આ વાત સાંભળી ને આઘાત મા સરી પડી!!બહાર મે ની ગરમી નો તડકો હતો પણ dr રેખાની એ.સી ઑફિસ મા ગરમી ની રાહત મેળવવા ની જગ્યા એ ઠંડી ની ધ્રુજારી પસાર થયી રહીં હતી.." ..
  '  નીતા જવાબ પણ શું આપે તેની સામે તો માનસી નું આખું ભવિષ્ય દેખાઈ રહ્યું હતું અને માનસી એની જવાબદારી હતી..નીતા શું આગળ નિર્ણય લેવો તેં વિચારી રહી હતી અને માનસી સામે એક નજર કરી તો માનસી નો ચહેરો અવાક જોતાં તેનાથી પણ નિસાસો નખાઇ ગયો!! આટલી નાની ઉંમરે તેની એક ભૂલની સજા આટલી મોટી કુદરત આપી રહ્યો હતો!...'

   વધું આવતાં અંકે...
શુ નિર્ણય હશે માનસી નો? અને શું એ નિર્ણય માનસી નાં જિંદગીમા નવું તુફાન તો નહીં લાવે ને ?? માનસી નાં જીવનમાં આવનારી આફત તેની જિંદગીનો નવો વળાંક તો નહીં સાબીત થાયને?? માન માનસી ની જીંદગી મા ફરી એકવાર મળશે???
માટે વાંચતા રહો...
પ્રેમની પરિભાષા..

thank you... વાંચક મિત્રો.
વાંચક મિત્રો મારી સ્ટોરી ને વાંચી ને તમારા પ્રતિભાવ આપવાનું ચૂકશો નહીં..!

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED