સારા સ્વાસ્થ્ય માટે સારી ઊંઘ જરૂરી છે..... Chaula Kuruwa દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ડાન્સિંગ ઓન ધ ગ્રેવ - 2

    સ્વામી શ્રદ્ધાનંદની ખલીલી પરિવારમાં અવર જવરના સમયે ઇરાનની રા...

  • horror story

    હવે હું તમને એક નાની ભયાવહ વાર્તા સાંપડું છું:એક ગામમાં, રાત...

  • ઢીંગલી

    શિખા ને ઉનાળાનું વેકેશન પડ્યું હતું, તે હવે ચોથા ધોરણમાં આવવ...

  • હમસફર - 18

    વીર : ( શોકડ થઈ ને પીયુ ને જોવે છે) ઓય... શું મુસીબત છે ( એ...

  • ફરે તે ફરફરે - 12

    ફરે તે ફરફરે - ૧૨   એકતો ત્રણ ચાર હજાર ફુટ ઉપર ગાડી ગોળ...

શ્રેણી
શેયર કરો

સારા સ્વાસ્થ્ય માટે સારી ઊંઘ જરૂરી છે.....


સારા આરોગ્યની એક શરત એ પણ છે, સારી ઊંઘ ...


ઊંઘવાની પણ એક મજા હોય છે . માણી ના હોય તો માણી લો ...


ઘણાને બહુ સુવાની ટેવ હોય છે..


બસ કલાકો સુધી સુતા જ રહે ..તમે તેમને ઉઘણશી પણ કહી શકો..


તેમને સુવામાં જ સ્વર્ગનું સુખ જાણે મળતું હોય છે…


ગમે તેટલું કરો તેમને ઉઠાડવા બહુજ મુશ્કેલ હોય છે...


ઉઠે તો પણ સુતા જ હોય ને પાછા સુઈ જાય..

જોકે ઘણા કહે છે કે વધુ પડતું સુતા લોકો માંદા તો નથીને ...


એટલેકે જો તમને વધુ પડતી સુવાની ટેવ હોય કે તમે વારંવાર સુઈ જતા હો તો તમારે હેલ્થ ચેક અપ કરાવી લેવું


કે કોઈ ડોકટરની સલાહ વહેલી તકે લઇ લેવી હીતાવહ છે...


પરંતુ એવા પણ લોકો છે કે જેમને ઊંઘ જ નસીબમાં નથી..


રાતો ની રાતો આમતેમ પડખા ફરીને કે પછી કઈ કામ કરીને કાઢવી પડેછે...


રાતના કામ કરતા લોકો જાગવાથી ટેવાઈ જાય છે..


તેમને પછી ઉઘવા માટે ઘણીવાર ટેબલેટસ પણ લેવી પડે છે..


હવે એથી વિપરીત લોકોની વાત સાંભળીએ...


કેટલાક લોકોને ઊંઘવાની બહુ જ મજા આવતી હોય છે .


.જાણે ઊંઘ જ એમની હોબી ન હોય ...


ઊંઘવું જ તેમના માટે જાણે જીવન છે....


અl લોકો બહુ મસ્તી થી ઊંઘે છે એમને ઉઠાડવા બહુ મુશ્કેલ કામ હોય છે.....


કેટલીકવાર તમને ઈર્ષ્યા આવે એ હદે તેઓ ઊંઘના રાજા /રાની હોય છે


જાણે કોઈ સ્વર્ગના સપના જોતા હોય કે સ્વર્ગ માં બેઠા હોય

તેમ તેઓ ઊંઘી જતા હોય છે બહુ મસ્તી થી ...


આજુબાજુ માં શું થાય છે કે શું થઇ રહ્યું છે તેની તેમને કોઈ જ પડી હોતી નથી....


તેમને તો જાણે ઊંઘવા મળી ગયું એટલે કોઈએ લાખ રૂપિયા આપી ના દીધા હોય

એવી લાગણી થઇ જાય છે....


બસ મજા જ મજા ને મોજ મસ્તી તેનું બીજું નામ એટલે ઊંઘ...


મેં એવા લોકો જોયા છે જેઓ બહુ મસ્તીથી બસ ટ્રેઈન કે પ્લેન પણ ન હોય


જ્યાં સમય મળ્યો કે તક મળી બસ સુવા જ માંડે છે


ને પછી સ્ટેશન આવ્યું પોતાનું ત્યારે જ ઉઠે અને ચાલવા માંડે..


.


મને આવl લોકોની જરૂર ઈર્ષ્યા આવ્યા વગર ના રહે...

કારણ મારા માટે કાર કે પ્લેન કે ટ્રીન માં સુવું બહુ મુશ્કેલ હોય છે


ખેર આ તો થોડી આમતેમ વાતો થઇ ઊંઘ વિષે…


પણ ખરેખર જોઈએ તો ઊંઘ નું આપણl જીવનમાં બહુ મહત્વ છે.

ખાસ કરીને ઊંઘ અlરોગ્ય્ માટે બહુ મહત્વની મનાય છે.


એમ તો કહેવાય છે કે મનુષ્ય તેની જિંદગીના અડધા વરસો એટલેકે

અડધી જિંદગી સરેરાશ ઊંઘમl જ વિતાવે છે.

આરોગ્યની રીતે જોઈએ તો સ્વસ્થ અને પુખ્ત વ્યક્તિને રોજ

સરેરાશ ૭થી ૮ કલાક સુવું જોઈએ.


જો આથી ઓછી ઊંઘ હોય તો જોખમી ગણાય .

ઘણા છ કલાકની ઊંઘ એ પુરતી મlને છે.


બીજી તરફ જો આઠ કલાકથી વધુ એટલે કે દસ કે ૧૨ કલાક કોઈ વાર સુઓ કે સુવાનું મન થાય

અને ઊંઘ આવી જાય તો એ બીમારી કહેવાય.

એટલેકે સ્વસ્થ વ્યક્તિ ન કહેવાય.


વળી ઊંઘવાની રીતો વિષે પણ ઘણી ચચાઓ છે..


ઘણા અથવા કહો કે મોટાભાગના એમ મlને છે કે ઉતર દિશામાં માથું રાખીને સુવું ન જોઈએ

. એથી માથા પર ભાર આવે છે અને સ્વાસ્થ્યને હાની થાય છે..


દક્ષિણ દિશા તરફ માથું રાખીને સુવું સોથી સારું હોય છે આવી માન્યતા વ્યાપક જોવા મળે છે.


તે જ રીતે પૂર્વ દિશા તરફ માથું રાખીને સુવું વિશેષ ફાયદાકારક છે

પશ્ચિમ દિશા કરતા એવી પણ માન્યતા પ્રવર્તે છે.

એ સિવાય ઉંધા સુવા પર મોટાભાગના જાણકાર લોકો હાનિકર્તા નીવડશે

એવો અભિપ્રાય આપે છે.

સીધા સુવું પણ વિશેષ યોગ્ય નથી સિવાય કે કોઈ એવું ઓપરેશન થયું હોય તેટલા

સમય પુરતું સીધા સુઈ શકાય. .


ખાસ કરીને ડાબા પડખે સુવાની લગભગ મ્તાભાગના લોકોની ટેવ હોય છે,

અને અને સ્વસ્થ માનવામાં આવે છે.

બહુ ઓછા લોકો જમણl પડખે સુએ છે આ પણ જોકે યોગ્ય કહેવાય છે.

એમ સ્વસ્થ રહેવા અને સારા આરોગ્ય માટે જેમ સારી ઊંઘ મહત્વની છે

તેમ સુવાની દિશા કમરlની ,પથારીની સ્વસ્છતા પણ મહત્વના છે.

તેમજ સુવાની રીતો પણ ખુબ અગત્યની છે.


ટુટીયું વાળીને, પગ વlળીને ગલુડિયાની જેમ પુખ્ત વ્યક્તિએ ન સુવું જોઈએ.

કમરના દુખાવા માટે સીધા ઓશિકા વગરપગ લાંબા રહે તેમ સુવાની

સલાહ આપવામાં આવે છે.


યોગ નિંદ્રા માં પણ હાથ અને પગ પહોળા કરીને ચત્તા/સીધા ઓશિકા વગર જ સુવlનું રહે છે.

તેમજ મસલ્સ ઢીલા રાખીને ,મગજ ને મનને શાંત અને ખાલી કરીને સુવાનું હોય છે …...

.પડ્યા રહેવાનું હોય છે…

અને ઘણીવાર આવી સ્થિતિમાં જો તમે ૩૦ મિનીટ વિતાવો તો ઊંઘ આવી જતી હોય છે.

અને કલાક પણ થઇ જય . પરંતુ ઉઠ્યા પછી ખુબ સ્વસ્થ અને શાંતિ લાગે છે.

મન અને શરીર પણ શાંત અને અને આનંદિત લાગે છે.

જો દિવસના સવાર સાંજ આવી યોગ નિંદ્રા લઇ શકો તો ઊંઘનો સમય ઓછો

આપમેળે થઇ જશે અને આlરમ પણ સારો મળશે. .


વળી વૃધો કે બાળકો જો દસ બાર કલાક સુએ તો તમાં કઈ ખોટું ન કહેવાય..

તેમની જરૂરત છે.

યોગીઓ તેમની ઊંઘ ઓછી યોગની મદદ થી કરી શકે છે.

યોગ્ નિંદ્રા જો ૩૦ થી ૪૫ મીનીટની લેવામાં આવે તો ૪ થી છ કલાકની ઊંઘ પુરતી થઇ જાય..


.ઘણા કામમાં વ્યસ્ત માણસો કામના લીધે ૪ થી ૬ કલાક જ સુએ છે.

પણ આ પ્રકારે યોગ નિદ્રા કરતા હોઈ કે સારી ઊંઘ લેતા હોય તો તેમને વાંધો આવતો નથી

તેમજ સ્વાસ્થ્ય પર કોઈ વિપરીત અસર પણ નથી થતી.


પરતું સ્વસ્થ અને પુખત વ્યક્તિ માટે ૬ થી ૮ કલાક ની ઊંઘ જરૂરી અને આવશ્યક મનાય છે.

બાળકો અને વૃદ્ધો સિવાય બીમાર વ્યક્તિ પણ વધુ ઊંઘ લે છે.


ઘણીવાર દવાનું ઘેન પણ ઊંઘ વધારે છે .

જોકે એમ મનાય છે કે દવાના ઘેનથી ઊંઘ વિશેષ આવે તો દરદ પણ જલ્દી માટે છે.

અને વ્યક્તિ જલ્દી નોર્મલ સ્થિતિમાં આવી જાય છે .

એટલેકે તેના રૂટીન પર સારી ઊંઘ પછી આવી શકે છે.

આયુર્વેદ પ્રમાણે શરીરમાં કફ વધી જાય તે સ્થિતિમાં ઊંઘ વધારે આવે છે.

અને વાયુ વધી જાય તો ઊંઘ હરlમ થઇ જતી હોય છે.


ઉમર જેમ વધે તેમ ઊંઘ ઓછી થાય છે.

ખોરાક માં આડુ અવળું ખવાઈ જાય અને પેટ ભારે લાગે તો પણ ઊંઘ નથી આવતી.


ઘણા ની ફરિયાદ હોય છે કે સારી ઊંઘ નથી આવતી.

અડધી રાત તો ઊંઘ આવતી જ નથી…

કે ચિતા અને મન અશાંત હોય તો પણ ઊંઘ નથી આવતી.


સારી ઊંઘ લાવવા માટે રાત્રે હલ્દી વાળું દૂધ કે એલચી વાળું દૂધ જે સહેજ ગરમ હોય તે પીઓ …


સહેજ ગરમ કે નવશેકું પાણી રાત્રે પીલો.. સુતા પૂર્વે તો પણ સારી ઊંઘ આવી જશે.


સારી ઊંઘ લાવવા માટે આવા તો ઘણા ઘરેલું નુસ્ખાઓ છે એ અજમાવી લો.

સરસ સવાસ્થ્ય માટે સારી ઊંઘ અને પુરતી ઊંઘ અવશ્ય લેવી જોઈએ.

..