અમેરિકા વસાહતીઓનો દેશ.... Chaula Kuruwa દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અમેરિકા વસાહતીઓનો દેશ....

એમ વિચાર જરૂર આવે કે અમેરિકા પાસે જેટલી જમીન છે એટલી જો

ભારત પાસે હોત તો આ સવાસો કરોડ ની વસ્તી સાથે આપણે કદાચ

આરામથી રહેતા સોથી સુખી દેશ હોત.


ભા રત કરતા ચાર ગણો મોટો આ દેશ અમેરિકા છે. .

એર્ટલે કે અમેર્રિકા થી ભારત નો વિસ્તાર ચોથા ભાગનો માત્ર છે.

જયારે વસ્તી ની રીતે જોઈએ તો અમેરિકા કરતા

ચાર ગણી વધુ વસ્તી ભારતની છે.


છેલ્લ ૨૦૦ વરસમાં અમેરિકા અને ચીન જેવા રાષ્ટ્રોનો વિસ્તાર

અનેક ગણો વધી ગયો છે /

જયારે ભારતનો વિસ્તાર્ર છેલ્લl ૨૦૦ વરસોમાં ગણો ઘટી ગયો છે

અને વસ્તી અનેક ગણી વધી ગઈ છે.

અમેરિકાની વસ્તી માંડ ૩૪ કરોડ જ્યાર ભારત માં ૧૨૫ કરોડની

વસ્તી થવા જાય છે.


૫૦ રાજ્ય સાથે અમેરિકા નો વિસ્તlર ૯૮૨૬૬૭૫ સ્કે કિમીછે.

જયારે ભારતનો વિસ્તાર માંડ ૩૨૮૭૨૬૩ સ્કે.કિમી. નો છે.


એટલેકે ત્રીજા ભાગનો માંડ થાય.અને વસ્તી ચાર ઘણી વધારે ,,,,,


વિસ્તારની દ્રષ્ટીએ જોઈએ તો વિશ્વના દેશોમાં રશિયા પ્રથમ ક્રમે,

કેનેડા બીજા ક્રમે, અમેરિકા ત્રીજા અને ચીન ચોથા ક્રમે આવે છે.

જયારે ભારતનો નંબર છેક સાતમો થવા જાય છે.

પણ વસ્તીની રીતે જોવા જઈએ તો દુનિયાના દેશોમાં ભારત ચીન પછી

બીજા ક્રમે આવે છે.

અlપણી એક મહત્વની મુશ્કેલી આજ છે.

આજાદી પછી છેલ્લા ૭૦ વરસમાં અlપણીવસ્તી ત્રણ ઘણી વધી ગઈ છે

પણ જમીન અને વિસ્તાર આજાદી પછી પાકિસ્તાન અને બંગલા દેશના

ગઠનના કારણે ઘટી ગયો છે.

ઓછી વસ્તી અને વધુ વિસ્તાર અને જમીનના કારણે અમેરીકામાં ગીચતા ઓછી છે .

એક સ્થળેથી બીજે સ્થળે જતા માઈલો સુધી ખુલ્લી જમીનના દર્શન થાય છે,

ફકત ખડકો અને પર્વતોથી માઈલોના માઈલો સુધી જવlનું અથવા લીલા હરિયાળા માઈલો સુધી પથરાયેલા

ખુલ્લા વિસ્તારો જ્યાં કોઈ ગામ ન મળે કે બીજું કઈ તો દેખાય જ ક્યાંથી ….

મોટા વિશાળ રસ્તા ઓ પર ગાડીઓની હારમાળા જ માત્ર દેખાય.

રાત્રે કે

ધોળl દિવસે પણ લાઈટો થી દીવા ટમતમતા હોય તેવું દ્રશ્ય માઈલો

સુધી દેખાય ..\

અરે એક શહેરથી બીજે શહેર કે નગરથી બીજે ગામ જતા પણ ખુલ્લી

જમીન સિવાય કઈ ભાગ્યેજ દેખાય.

આસપાસનું સુંદર દ્રશ્ય કુદરતી સીન મોટાભાગના શહેરો ની

વચે અવશ્ય જોવા મળે.

બીજા દેખાય મોટા મોટા શોપિંગ સેન્ટરો જે ખુલી વિશાળ જગ્યાઓ

ઉપર માત્ર

સિંગલ મlળનાજ બનાવેલા હોય છે


અમેરિકામાં મોટાભાગની county ના નિયમો પ્રમાણે શોપિંગ સેન્ટરો

એક્માંળનાજ single floorના એટલેકે ભોયતળિયા ના જ હોય છે ,

જેમાં વિશાળ પાર્કિંગ પ્લોટ સાથેના હોય છે.

પાર્કિંગ માટેના અમેરિકાના કાયદા સખત છે.

કાર ચલાવવાનું લાઈસન્સ જોઈતું હોય તો પણ તમારે કેમ

પાર્કિંગ કરવું

તે વિશેષ મહત્વનું છે.


શોપિંગ સેન્ટર હોય કે કોઈ કોમસીઅલ સેન્ટર કે પછી મંદિર પણ


તેને બનાવતા પૂર્વે માલિકે એટલેકે બાંધનાર વ્યક્તિએ તેના પાર્કિંગ ની

જમીન પણ સાથેજ લેવી પડે તો જ બનાવી શકાય અને મંજુરી મળે.

અથવા પાર્કિંગની સંતોષકારક વ્યવસ્થા બતાવવી પડે છે.

જેમ જેમ સુવી ધાઓ વધતી ગઈ અને સંશોધનો થતા ગયા તેમજ વિકાસ

થતો ગયો ,અમેરિકા પણ અત્યંત આધુનિક બની ગયું છે.


૧૦૦ વરસ પછીનો પ્લાન તેઓ તેમના દેશનો કરીને કામ કરે છે.

પછી તે શહેરની નગર રચના હોય કે એરપોર્ટ કે રેલ્વે ના કામો હોય

કે ર્રસ્તાના કે એવી કોઈ બીજી બાબત હોય.


અlખુજ અમેરિકા લગભગ એકસુત્રતા જળવાય તે રીતે બહુ જ પ્લાનિંગ

થી અને વિચારપૂર્વક બાંધવામાં આવ્યું છે.

બાંધકામ તેમજ નવીનીકરણ અને સુંદરી કરણના કામો સતત

ચાલ્યા જ કરે છે .


અમેરિકાને જોઈએ છે દુનિયાનું brain

એટલેકે દુનિયાના શ્રષ્ઠ લોકો પ્રોફેશન્લ્સ પોતાને ત્યાં આવે અને વસે તેવો

તેનો આગ્રહ રહે છે.

એટલેજ દુનિયાના પ્રોફેસ્ન્લ્સને તેણે વરસોથી પોતાના દેશમાં આકર્ષ્યા છે.


સારી તકોઅને પેસા આપી અહીજ વસવા ના તમામ માર્ગો ખુલા રાખ્યા છે.

જેને કારણેજ તો અમેરિકાએ વિકાસ કર્યો છે.

અને નંબર ૧ દેશ આજે બની શક્યો છે.


લેબરની તેમને જાણે જરૂર જ ન હોય તેમ મશીનને જ સર્વોપરી બનાવીને કામ ચાલે છે.


પછી તે શોપિંગ મોલ હોય કે પાર્કની જાળવણી હોય ,કચરા ઉપાડવાનું કામ હોય કે સફાઈના કામો હોય ,

પેટ્રોલપંપ પણ કેમ ના હોય બધે જ તમને ઓછા લેબરથી કામ થતું હોય તેમ લાગશે.

મશીનથી અને આધુનિક ટેકનોલોજીથી કામો થાય છે અને વ્યવસ્થl જળવાય છે.


બાંધકામના કામો માટે પણ તેઓ લેબર બહારથી નથી લેતા .

ખેતરમાં તો બિયારણ થી માંડીને ખેતરને પાણી આપવાના ,પાકની લણણી કરવાના વગેરે તમામ કામો મશીનથી થાય છે

એટલે ભાગ્યેજ વધારનl માણસોની જરૂર પડે.


પાર્કોમાં પાણી આપવા પણ ટlઈમર સlથે નળ અને લાઈનો હોય છે જે થી નિયત સમયે પાણી આપમેળે મળી જાય અને બંધ થાય.

ખેતરોમાં પણ આવીજ વ્યવસ્થા હોય છે.


મશીન ,આધુનિક ટેકનોલોજી અને organised રીતે લગભગ તમામ કામો અને વ્યવસ્થા ગોઠવાયેલા છે .

લગભગ બધાજ ક્ષત્રોમાં આવી વ્યવસ્થા છે.


જોકે અlવl લેબરના અને નીચલા લેવલ ના કામોમાં આફ્રિકન અમેરિકન કે

મેક્સીકન લેટીન અમેરિકનો વધારે જોવા મળે છે.


ભારતીયો અમેરિકામાં વધારે પ્રોફેશનલ્સ અને ઊંચા પગારદારો છે તેમજ

સમૃદ્ધ પણ પ્રમાણમાં છે.


એટલેજ પર્યાવરણના નામે ઘણી ફેકટરીઓ કે ઓઈલ પેટ્રોલીયમ વગેરે

ઉદ્યોગો લાંબા સમયથી અહી બંધ થયા છે .અને અમેરિકા આવો તમામ

સમાન બહા રથી ,એશિયા ના દેશોથી આયાત કરે છે.

જેમાં ચીન અને ભારત પ્રમુખ છે.


ત્યાં સુધી કે IT ઉદ્યોગો પણ ચીન પોતાના દેશમાં લઇ જવામાં સફળ થયું છે.

અમેરિકા માત્ર outsource કરે છે.


પોતાને ત્યાં માર્કેટિંગ ની ઓફીસ રાખે છે માત્ર .

જેથી વધુ લોકોને અમેરિકામાં વસતા અટકાવી શકાય.

અને lifestyle ઉંચી રાખી શકાય.

લોકોના જીવન ધોરણ અને દેશના પર્યાવરણ તે મજ સુંદરતાની જાળવણી સરળ બની શકે

એવો તેમનો અભિગમ રહે છે.

અમેરિકા માં પગlર ધોરણ વધારે એટલે કે ઓછા કામે વધુ પેસા

આપનારો દેશ છે.


એથીજ યુવાનો અને પ્રોફેશનલ્સ ને આ દેશનું આકર્ષણ વિશેષ છે.

સસ્તા લેબર માટે તેમણે તેમના દેશમાં પ્રવેશવાના ઈમીગ્રેશ ન

અને ચેકિંગ ની વ્યવવસ્થા પણ અમેરિકાના બદલે અબુધાબી

મીડલ ઇસ્ટ

જેવા દેશમાં રાખી છે.


તમે અમેરિકા જાઓ તો તમારું ઈમીગ્રેસન ,ચેકિંગ અને પાસપોર્ટ

પર છ માસની પરમીટનો કે તેવો કોઈ અન્ય સ્ટેમ્પ તમને અબુધાબીના

એરપોર્ટ પર જ

કરવામાં આવે છે.

એટલે ન્યુયોર્ક કે સાનફ્રાન્સિસ્કો કે એવા બીજા અમેરિકાના એરપોર્ટ પર

તમારે સlમાન લઈને બહાર સીધા નીકળી જવાનું ત્યાં પછી બીજી કોઈ

ફોર્માલીટી નથી ,

કે નથી બીજો કોઈ પ્રોસીજર .

હવે નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટમ્પ પેટ્રોલીયમ કlઢવા માંગે છે અને ફેકટરીઓ

નાખવા માંગે છે.

જોઈએ તેઓ કેટલા સફળ થlય છે .


ડોનાલ્ડ ટ્રૂમપે આવતાની સાથેજ ૨ કરોડ અમેરિકનોને લાભ પહોચાડતી

ઓબlમાં કેર નામની મેડીકલ રાહત બંધ કરી છે ;

અમેરિકા ની જનસંખ્યા જોતા લેબરનો સવાલ જ મુખ્ય છે એટલેજ તેમને બહારના લોકોની અને આયાત કરવાની જરૂર ઉભી થઇ છે.


પ્રમુખને નોકરીઓ આપવી હોય અને ફેકટરીઓ શરુ કરવી હોય તો બંદુક,અને શસ્ત્રો બનlવતી ફેકટરીઓ બંધ કરી

નવી જીવનજરૂરી ચીજોની સમાન બના વતી ફેકટરીઓ નાખવી પડે.


અમેરિકા તો પહેલેથીજ વસાહતીઓનો દેશ છે ત્યાં વસાહતીઓના વિરોધની વાતો આ પ્રમુખકરી રહ્યા છે .

તે મના વડ દાદાઓ પણ યુરોપના આર્ય લેન્ડ ના હતા.

અમેરિકાની મૂળ વસ્તી જે રેડ ઈન્ડિયનો તરીકે ઓળખાય છે જે આજે પણ પછાત છે અને આદિવાસી જાતિના છે.

આ ટ્રૂમ પે ૨૦ જlન્યુઅlરિનl રોજ ભવ્ય સમારોહમાં પ્રમુખપદના શપથ લીધા

અને જે ભાષણ આપ્યું તેનો આજે પણ વિરોધ ચાલુ જ છે.

લગભગ દસ લાખ લોકો એક અહેવાલ પ્રમાણે શપથવિધિ સમારોહમાં હાજર હતા.


જોકે પ્રમુખ ઓબlમl નો સમારોહ એથી પણ વિશેષ ભવ્ય હતો તેમાં વીસ લાખ લોકો હાજર હતા.

દસ વરસ અમેરિકાના પ્રમુખ રહેલા બરાક ઓબામાં હજુ પણ ચુંટાઈ શકે એટલા લોકપ્રિય છે .

પણ અમેરિકા ના કાનુન પ્રમાણે પ્રમુખ બે થી વધુ ટર્મ ચુંટાઇ શકતા નથી.


અગાઉ બીજા વિસ્વ્યુદ્ધ વખતે પ્રમુખ રહે લા ફ્રેન્કલીન રૂજવેલ્ટ એટલા લોકપ્રિય થયા

કે તેઓ જ ચાર વાર પ્રમુખ તરીકે ચુંટાયા ત્યાર પછી માત્ર બે ટર્મ ની મર્યlદા બાંધવામાં આવી .

૧૮મી સદીમાં આજાદ થયેલા અમેરિકામાં મહિલાઓને મતાધિકાર નહોતો જે છેક

૧૯૨૦ માં મળ્યો એ પણ મહિલાઓની લાંબી ચળવળો અને આંદોલનો પછી.


ભારતની મહિલાઓ એ બાબતમાં ઘણી નસીબદાર છે.


એટલું જ નહિ ગુલામોની પ્રથા માટે પણ અમેરિકા કુ ખ્યાત છે .

આજનું સ્વતંત્રતા અને લોકશાહીનું મોટું હિમાયતી અમેરિકા આજાદી પછી પણ

લાંબા સમય સુધી ગુલામો રાખવા જાણીતું હતું


તેમાં એના એક પ્રમુખ પણ કુખ્યાત થયા છે

આ સતર માં પ્રમુખ એન્ડ્ર્યુ જોન્સન ને પદભ્રસ્ટ કરાયા હતા.


અબ્રાહમ લિંકન જે અમેરિકાના સોથી વધુ લોકપ્રિય પ્રમુખ ગણાય છે તેમણે ગુલામીપ્રથા નાબુદ કરાવી હતી.

હાલનું અમેરિકન પ્રમુખોનું સતાવાર નિવાસસ્થાન વહાઈટ હાઉસ જે દુનિયાનું પાવર સેન્ટર પણ ગણાય છે

તે માત્ર પ્રમુ ખનું નિવાસસ્થાન નહિ ઓફીસ અને કાર્યાલય પણ છે.


પ્રમુખ તેનો સ્ટાફ અને કેબિનેટનું કાર્યાલય અને સ્ટાફનું નિવાસસ્થાન પણ અહી જ છે.


આ ભવ્ય વ્હાઈટ હાઉસને પણ અંગ્રેજોએ એટલેકે બ્રિટીશ સેનાએ આગ ચાંપી લુંટ્યું હતું .

જેમાં ૧૮૧૨ માં લગભગ ત્રીજો ભાગ નાશ પામેલો હતો.

જેનું પછીથી નવીનીકરણ અને રીનોવેશન તેમજ સુંદરી કરણ કરાયેલ છે.


આજે તો અમેરિકા આવતા અને ખlસ તો વોશીન્ગ્ટન આવતા મુલાકાતીઓ આ વ્હાઈટ હાઉસ ની મુલાકાત અવશ્ય લે છે .


તેની બહાર દુનિયાના દેશોના દેખાવકારોના દેખાવો લગભગ ચાલ્ય l કરે છે અમેરિકાની કૂટનીતિ ઓની સામે ….

ઓવલ ઓફીસ તરીકે અમેરિકન પ્રમુખની કચેરી તેના આકારના કારણે ઓળખાય છે.

જે બહુ પ્રચલિત છે.

સુરક્ષાના કારણોસર આ વ્હાઈટ હાઉસ ની બહાર મેદાન છોડીને લોખંડી રેલીંગ બનાવી દેવાઈ છે .

તેની બહાર સડક સુધી જ પ્રવાસી ઓ કે દેખાવકારો ભારે સુરક્ષા વચે જઈ શકે છે.

ત્યાર પછી પણ એક વિશાળ પાર્ક છે જેની ત્રણ તરફ ભવ્યઅને સુંદર બિલ્ડીંગો અમેરિકાની વિવિધ સરકારી કચેરી ઓ અને મંત્રાલયો ના મકાનો આવેલા છે.

લગભગ એકાદ માઇલ સુધી ચાલવું પડે છે .પાર્કિંગ એટલું દુર સુરક્ષાના કારણોસર છે.

રવિવાર હોવાથી આ તમામ કચેરીઓ બંધ હોઈ અમારે થોડું ઓછુ ચાલવું પડેલ અને અવરજવર પણ ઓછી હતી .

માત્ર મુલાકાતીઓ અને દેખાવકારો તેમજ સુરક્ષાના લોકો સિવાય ભાગ્યે જ કોઈ લોકો દેખાતા હતા.


અમે હતા તે દરમ્યાન ભારે સુરક્ષા વચે કોરિયાના દેખાવ કા રો

સુત્રો પોકારી રહ્યા હતા અને દેખાવો કરતા હતા પ્લેકાર્ડ સાથે.