Safadta.. safadta.. books and stories free download online pdf in Gujarati

સફળતા.. - સફળતા........

સફળતા એટલી સરળ નથી જેટલી લાગે છે.

મોટ l ભાગના લોકોને સફળતા અનેક સંઘર્ષો પછી મળે છે કે રાહ જોવડાવીને મળે છે.

સફળતા પરિશ્રમ અને મહેનત માંગે છે.

સફળતા ધીરજ માંગે છે.

સફળતા સાહસ માંગે છે.

સફળતા હિમત અને સમય માંગે છે.

મોટાભાગના લોકોને સફળતા અનેક પ્રયાસો પછી મળે છે.

કેટલાક ભાગ્ય્ શાળી જ એવા હોય છે જેમને તરત સફળતા મળે છે કે ઓછી મહેનતે મળે છે.

હકીકત તો એ છે કે સફળતા નિષ્ફળતાની પાછળ આવે છે.

એટલેકે અનેક નિષ્ફળતા પછી જ સફળતા મળે છે.

મોટાભાગના મહાન માણસોને અનેક નિષ્ફળતાઓ પછીજ સફળતા મળી છે.

એટલેજ કહ્યું છે કે સફળતાનો રસ્તો કlટાળો છે. સરળ નથી.

જેથી ઘણા ખરા તો અધવચે જ આ માર્ગ છોડી દે છે.

સફળતા એટલે શું એથી પણ મોટો પ્રશ્ન છે.

ખેર એની લાંબી ચર્ચા પછી કરીએ.

પણ એ વાત ધ્યાન માં રાખવા જેવી છે કે ઘ ણીવાર તમારા નજદીકના લોકોજ કે આસપાસના લોકો જ

તમારી સફળતા માં અવરોધ બનતl હોય છે.

જોકે બીજl પણ હોય છે જે શરૂથી જ તમે સફળ ન થાઓ તેમ ઈચ્છે છે.

પણ આ તો એવા લોકોની વાત છે જે તમારી આસપાસના જ હોય કે નજદીકનl જ હોય

અને તમે સફળ થાઓ તો તેમને નથી ગમતું.

સફળતા તમારી થાય તો બીજlને ગમતી નથી એવું ઘણીવાર બને છે.

ખાસ તો તમારી આસપાસના અને નજદીકના અલોકો જ તમારી સફળતા ઉપર ખુશ નહિ થાય .

ઈર્ષ્યl પણ કરશે.

તો તમે શું કરશો?

આ ખરેખર નીરશાજ્નક અને દુખદ છે.

પણ હકીકત હોય તો શું કરશો?

આજકાલ આજ મોટી બાબત છે કે મોટો અવરોધ સફળતાના માર્ગમાં છે.

વળી આજકાલ તો એ બાબત સાવ સામાન્ય છે કે તમે સફળ થવા પ્રયાસ કરતl હશો,

ત્યારે ઘણા નજદીકના કે અન્ય બહારના લોકો તમેં સફળ ન થાઓ ,

તેવા પ્રયાસ કરશે કે તમારા પગ ખેંચશે.

તમેં ગોથા ખાઓ અને સફળ ન થાઓ તે જોવામાં તેમને વિશેષ રસ હશે .

આવા લોકોથી ડરીને કે તેમની સામે ધ્યાન આપીને લાગણી વશ થશો

કે તેમની પરવા કર્યા કરશો તો ક્યારે ય સફળ નહિ થઇ શકો એ લખી રાખો....

માટે સફળતા ઈચ્છતા હો તો આવા લોકો ની પરવા ન કરો

શાંતિથી આંખ અlડl કાન કરો અને તમારા ધ્યેય પર જ ચોટયા રહો ....

સફળતા તમારી જ થાય તેવl જ પ્રયત્ન ઉપર ધ્યાન આપશો.

અને આગળ વધો...

આખરે જિંદગીનો અર્થ જ છે કે આગળ વધતા રહેવું ..

અને એ માટે જ સતત પ્રયાસ કરતા રહેવું...

આપણને સોને દરેક કાર્યમાં સફળતા જોઈએ છે. કોઈને નિષ્ફળ થવું નથી.. નથી ગમતું…


સુખ અને સફળતા બને સોને જોઈએ છે. મનુષ્ય દરેક કાર્યમાં સુખ શોધે છે અને ઝંખે છે. સફળતા પણ એને જોઈએ છે ...ખાસ કરીને યુવાન અને વિદ્યારથી તેના અભ્યાસમાં અને કારકિર્દીમાં સફળતા જ ઝંખે છે. અને પ્રયાસ પણ કરે છે કે તે સફળ થાય.

ઘણીવાર એવું બને છેકે અlપણી આસપાસ ઘણા ને .

સફળતા જલ્દી મળી જાય છે.

જયારે કે ટલાક ને બહૂ

મહેનતે સફળ થાય છે.

કેટલાક ને સફળતા પ્રસાદીની માફક મળે છે.

તો ઘણા મહામહેનતે માંડ માંડ હાસલ કરે છે.


આપણે આવા કેસોને નસીબ પણ કહીએ છીએ..

એટલેકે જલ્દી મળતી સફળતા નસીબના કારણે છે એમ કહીએ છીએ.


જોકે મોટાભાગના કેસોમાં સફળતાનો ક્રમ નિષ્ફળતા પછી જ આવે છે.

અહી નોધી ન શકાય એવા ઘણાં બધા કિસ્સા છે કે તમને ખાતરી થશે કે સફળતા જોઈતી હોય તો નિષ્ફળતાનો પણ સ્વીકાર કરવો પડે છે.

અને હાર્યા થાક્યા વગર ધ્યેય સુધી પહોચવા મડી પડ્યા હોય તેમને

અંતે સફળતા મળે છે.

પાના ભરીએ તો પણ ખૂટે નહિ, અનેક પુસ્તકો ભરીને લખી શકાય એવl નિષ્ફળતl પછીની સફળતાના કિસ્સાઓ ઇતિહાસમાં અને અlપણી આસપાસ પણ પડ્યા જ છે.

એટલેકે નિષ્ફળતl એ જ સફળતાનો ગુરુમંત્ર છે ?? ચાવી છે ??


*દિલને પીગળાવી દેશે KFC ના માલિકની સ્ટોરી"*


અમેરિકાના કર્નલ હાર્લેન્ડ સેન્ડર્સ (Colonel Harland Sanders) નું નામ એટલું જાણીતું નથી.

પરંતુ દુનિયાભરમાં કે એફ સી રેસ્ટોરન્ટનું નામ જાણીતું છે.

જીંદગીમાં તેના જેવા દુઃખો તો બધાને પડતા હશે

પરંતુ મનોબળ જો દરેકને મળે તો ?

જીંદગીના ૬૫ વર્ષ સુધી એ માણસ રીબાયો છે.

કર્નલના પિતા એ પાંચ વર્ષનો હતો ને મૃત્યુ પામ્યા.

૧૬ વર્ષે તેણે ભણવાનું છોડી દીધું.

૧૭ વર્ષની ઉંમર થતા સુધીમાં તો જીંદગીની ૪ નોકરીઓ છૂટી ગઈ.


૧૮ વર્ષે લગ્ન થયા.

૧૮ થી ૨૨ વર્ષ રેલ્વેમાં કન્ડક્ટરની નોકરી કરી અને ત્યાં ફેલ ગયો.

એ પછી તે આરમીમાં જોડાયો ત્યાંથી ફેંકાઈ ગયો.

લો સ્કૂલમાં એડમિશન માટે અરજી કરી અને રીજેક્ટ થયો.

ઈન્સ્યોરન્સનો સેલ્સમેન બન્યો અને ત્યાં પણ ફેલ ગયો.

૧૯ વર્ષની ઉંમરે પિતા બન્યો

અને

૨૦ વર્ષની ઉંમરે તેની પત્ની તેની છોકરીને લઈને ઘર છોડીને ચાલી ગઈ.


કેવા સપનાઓ સાથે એક યુવાને જીંદગીની શરૃઆત કરી હશે !

એને પોતાના સપના નહીં હોય ?

એક પણ સપનું સાકાર ના થાય ત્યારે અંદરથી એ કેવો તૂટી ગયો હશે!

આર્મીમાં જોડાવા નીકળેલો છોકરો નાનકડી કોફીની દુકાનમાં વાસણ સાફ કરનારો અને રસોઈ કરનારો બની જાય છે.

દીકરીનું ખેંચાણ હોવાને લીધે પોતાની દીકરીને ઉપાડી જવા તેણે પ્રયત્ન કર્યો અને તેમાંય ફેલ ગયો.


પત્નીને તેણે મનાવી લીધી.

અને

૬૫ વર્ષની વયે રીયાયર્ડ થયો ત્યાં સુધી સામાન્ય પગાર સાથે નોકરી કરતો રહ્યો.

જે દિવસે નિવૃત્ત થયો તે દિવસે ૧૦૫ ડોલરનો ચેક મળ્યો પરંતુ એ પૈસા પોતે ન વાપરી શકે તે શરતે.

આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો અને એ એમાંય નિષ્ફળ ગયો.


જીંદગીના ૬૫માં વર્ષે એક પછી એક નિષ્ફળતાઓ જોયા પછી એક દિવસ ઝાડ નીચે બેસીને પોતાના મનની ઈચ્છાઓ એ લખવા બેઠો,

જીવનમાં તે શું-શું કરવા વિચારતો હતો ?

અને

તે શું-શું કરી શક્યો હોત ?

તે વિશે વિચારતા-વિચારતા તેને અચાનક ખ્યાલ આવ્યો કે,

એ કોઈ પણ વ્યક્તિ કરતા વધુ સારી રીતે એક વસ્તુ સારી રીતે કરી શકે તેમ છે અને તે છે રસોઈ.


૧૦૫ ડોલરના ચેકની સામે ૮૭ ડોલર ઉધાર લઈને પોતાના મસાલાથી અને પોતાની રીતથી તેણે ચિકન ખરીદીને ફ્રાય કર્યું.

એની આજુબાજુના ઘરોમાં એ ચિકન વેચાઈ ગયું.

અમેરિકાના ઓહાયો પાસે કેન્ટકી નામનું રાજ્ય છે અને તેણે કેન્ટકી ફ્રાય ચિકન (કેએફસી) નામની દુકાન ચાલુ કરી.


૬૫ વર્ષની ઉંમરે આપઘાત કરવા નીકળેલો માણસ ૮૮ વર્ષની ઉંમરે અબજોપતિ બન્યો.

જીવનમાં કશું પણ નવેસરથી શરૃ કરવા માટે ક્યારેય મોડું નથી થયું હોતું.

*મહત્વની વાત છે તમારો દ્રષ્ટિકોણ અને વર્તન.*

*નિરાશામાં ભાગી ન છૂટો.*

*કામ ગમે તેટલું અઘરું હોય તો પણ તમે તેમાં સફળ થઈ શકો છો.*

*જીંદગીના નવા ક્ષેત્રમાં નવેસરથી શરૃઆત કરીને નવા શિખરો સર કરવા માટે તમે ક્યારેય ઘરડા નથી હોતા.*


આજે KFC નું સામ્રાજ્ય ૧૨૦ દેશોમાં ફેલાયેલ છે.

સમગ્ર દુનિયામાં આના ૧૮૦૦૦ જેટલા રેસ્ટોરન્ટ્સ છે અને ૨૦ અરબ ડોલર કરતા પણ વધારે આની એક વર્ષની આવક છે.

ઘણા લોકોની સમસ્યા હોય છે કે,

તેમની આખી જિંદગી સંઘર્ષો કરવામાં જ વીતી ગઈ.

કર્નલ સેન્ડર્સની આ સ્ટોરી એ લોકો માટે વરદાન રૂપ સાબિત થઇ શકે છે.

લગભગ પોતાની લાઈફમાં ૧૦૦૯ વાર રીજેક્ટ થયેલ આ વ્યક્તિની સ્ટોરી આપણને શીખવાડે છે કે,

*નિરાશ ક્યારેય ન થવું.*

*અંતિમ શ્વાસ સુધી કોશિશ ચાલુ રાખો,*

*કિસ્મત બદલાતા વાર નથી લાગતી.*


આપણને શું શીખવા મળ્યું?


*સફળતા ઉંમર નથી જોતી.*

*બસ કામ પૂરી મહેનત અને ખંત થી કરવું.*

*જેથી ચોક્કસ સફળતા મળશે.*

*દરેક rejection નો અર્થ ending નથી.*

*પોતાના ટેલેન્ટ પર વિશ્વાસ રાખવો.*

*એ આ દુનિયામાં બધુ અપાવે છે…….

આ તો ચીકન ની વાત છે પણ આવા અનેક લોકો ના સંઘર્ષ ની વાતો આપણી આસપાસ છે.....

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED