ગુમનામ હૈ કોઈ - 7 Anika દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ગુમનામ હૈ કોઈ - 7

                    Hello dear readers...how are you all?? All well!!...Thank you so much for liking my little novel so much. I never expected that I'll get too much love from you all through this novel...so thank you so much and keep loving me and my novel and also keep commenting and rating??



                     એ દિવસ પછી એક રાત્રે હું મારા રૂમ માં સૂતી હતી ત્યાં મારો મોબાઈલ રણક્યો. આજ સુધી ક્યારેય મેં મારા મોબાઈલ ની રિંગ આટલી રાત્રે સાંભળી જ નહોતી તેથી થોડી વાર તો મૂંઝવણ માં મુકાઈ ગઈ કે શું કરવું! પછી અચાનક ફોન લઈને ફોન કટ કરી નાખ્યો. પછી પાછળ થી મને ભાન થયું કે આતો પેલા છોકરા નો ફોન હશે તો?? હવે? ત્યાં જ થોડી વાર માં મેસેજ ટ્યુન વાગી. 

"વાત નહોતી કરવી તો નમ્બર કેમ આપ્યો? ?

"સોરી. મને જરાય ખબર નહોતી કે આ તમારો ફોન હશે.સોરી પ્લીઝ માફ કરીદો."

" ???હા હા હા....આઈ વૉઝ અગેઇન જોકિંગ."

"હેહે...? વેરી બેડ. આઈ ડોન્ટ વૉન્ટ ટૂ ટોક વિથ યુ. બાય. ગુડ નાઈટ."

"અરે....ના સોરી સોરી. તમને તો ખોટું લાગી ગયું. બાય ધ વે યુ આર સ્પીકિંગ ગુડ ઇંગલિશ."

"નાવ આઈ વૉઝ જોકિંગ...??...એન્ડ પ્લીઝ બટર પોલિશ તો બિલકુલ નઈ."

                  તે દિવસે પહેલી વાર મેં કોઈની સાથે વગર મતલબી આટલી બધી વાતો કરી અને મને દિલ થી ખુશી થઇ. ધીરે ધીરે અમે આગળ વધી રહ્યા હતા. હવે અમે સ્ટ્રેન્જર્સ માંથી ગુડ ફ્રેન્ડ્ઝ હતા. મલ્હારી માસી ને પણ આ વાત ની ગંધ આવી ગઈ હતી. પણ એમને મને કશું કહ્યું નહતું એ વાત ની શાંતિ હતી. એક દિવસ એને મને એક દિવસ માટે ફરવા લઇ જવાની માંગણી કરી પણ માસી એ પૈસા માગ્યા એટલે મેં ના પડી પણ એ ક્યાંક થી પૈસા ની વ્યવસ્થા કરી બાર લઇ ગયો. પાછળ થી મને ખબર પડી કે એ દિવસે એનો જન્મદિવસ હતો તેથી એ એટલો ખુશ હતો. મેં પહેલી વાર મુંબઈ જોયું. ખુબ એન્જોય કર્યું મેં એની સાથે. હું મારા દિલ પર પડેલા બધા ઘાવ ભૂલી ગઈ હતી. અચાનક મારી ખુશી ને મારી જ નજર લાગી ને માસી નો ફોન આવ્યો જે મને પણ ના ગમ્યું અને એને પણ. એ મને જવા દેવા રાજી જ નહોતો. પહેલી વાર એને મને પ્રપોઝ કર્યું. પણ હું ના પાડી ને નીકળી ગઈ.કારણકે હું તેના પવિત્ર મન ને મારુ અપવિત્ર જીસ્મ આપવા માંગતી નહોતી. એ રાત્રે હું ઘરે આવીને ખુબ રડી કે મારી સાથે જ કેમ આવું થાય છે. એ દિવસ પછી મેં એની સાથે વાત કરવાનું છોડી દીધું. ના મેસેજીસ ના કોલ્સ.... કઈ જ નઈ. 

                  ત્યાં મારી ખાસ કહી શકાય એવી એક જ મિત્ર હતી... મંદા. એને ન જણાવવા છતાં એ મારા મન ની વાત જાણી ગઈ અને એને મને કીધું કે હું ફરીથી એની જોડે વાત કરવાનું ચાલુ કરું. એના કહેવાથી બે મહિના પછી મેં તેના મેસેજીસ નો રિપ્લાય કર્યો. એ સાથે જ એને મને કોલ કર્યો. મેં તેને બધી મારી મૂંઝવણ જણાવી કે હું તેને લાયક નથી તેમજ અમારું જોડે કોઈ જ ભવિષ્ય નથી કારણકે માસી મને અહિયાંથી ક્યારેય જવા જ નહીં દે. અને કદાચ જો જવાદે તો શું તેનો પરિવાર તથા સમાજ સ્વીકાર કરશે મારો? તારી પત્ની ના રૂપ માં. 


                     જવાબ માં તેને મને કહ્યું કે એ બધું જ વ્યવસ્થિત કરી દેશે જો હું હા પાડું તો. અને મેં હા પાડી. મારા હા પાડવાથી તેની ખુશી નો પાર નહોતો. અમારા પ્લાન મુજબ પંદર દિવસ પછી હું જયારે બીજી છોકરીઓ સાથે મોલ માં શોપિંગ કરવા જાઉં ત્યારે એ ચેન્જિન્ગ રૂમ માં એક બુરખો પહેલેથી જ તૈયાર રાખશે. અને પોતે પણ બુરખા માં જ રહેશે જેથી કોઈ ને તેના પર શક ના જાય. 


                     આ વખતે ભગવાન અમારી સાથે હતા. બધું વ્યવસ્થિત પાર પડી ગયું. અમે ત્યાંથી ભાગીને સીધા ઍરપોર્ટ ગયા. જ્યાં અગાઉ થી જ તેને બધા મારા અગત્ય ના ડોક્યુમેન્ટ્સ તૈયાર કરાવી ને રાખ્યા હતા અને ફ્લાઈટ ની ટિકિટ પણ. જેથી અમે બોમ્બે થી સીધા બરોડા આવી ગયા તેના ઘરે. જ્યાં અપેક્ષિત રીતે જ અમારો અસ્વીકાર થયો. ત્યાર બાદ અમે નક્કી કર્યું કે અમે જાતે પગભર થઈશુ. બરોડા થી અમે રાજકોટ જતા રહ્યા. ત્યાં ભાડે મકાન લઈને મેં ટ્યુશન્સ ચાલુ કર્યા અને તેને જોબ એને સાથે સાથે ભણવાનું પણ. હું હજી અઢાર ની ના થઇ હોવાથી અમે લગ્ન કરી શકીએ તેમ નહોતા. જેથી છ મહિના અમે રાત દિવસ જોયા વિના ખાલી સ્ટ્રગલ જ કર્યું. જેથી તેનું પણ પરીક્ષા નું રિસલ્ટ સારું આવ્યું અને એક સારી કંપની માં નોકરી પણ તરત મળી ગઈ. હું અઢાર ની થઇ એના બીજા જ દિવસે અમે જન્મોજન્મ ના પવિત્ર બંધન માં બંધાઈ ગયા. એ રાત્રે અમે પહેલીવાર એકમેક ને સ્પર્શ કર્યો. અને એકમેક માં ખોવાઈ ગયા. એ રાત્રે તેને મને નવું નામ આપ્યું. સપના ને તો હું પાછળ છોડીને આવી જ હતી. અને મારિયા તો મારી મજબૂરી નું પરિણામ હતું. "સાન્વી" હવે મારુ વિવાહિત નામ હતું જે મને ખુબજ પસન્દ હતું કારણકે એ એસ થી શરુ થતું હતું સપના ની જેમ. 


                     અમે એકબીજા સાથે ખુબ જ ખુશ હતા. એની સાથે આવ્યા પછી મેં ક્યારેય પાછળ વળીને જોયું નહોતું. ચાર વર્ષ ની અથાક મહેનત બાદ એ હવે એની જ કમ્પની નો મેનજર બની ચુક્યો હતો. પરંતુ એ સાથેજ અમારે અહીંયા સુરત શિફ્ટ થવું પડ્યું. જે કદાચ કુદરત ને મંજુર નહોતું. 


               અમે અહીંયા આવીને સૌથી પહેલું કામ પોતાનું ઘર લેવાનું કર્યું. અને આ ઘર મને પહેલી જ નજર માં ગમી ગયું હતું. આ ઘર ને મેં અને તેને મળીને સજાવ્યું હતું. આ ઘર ના એક એક ખૂણા માં મારી અને એની ખુશી હતી. અને અહીંયા આવ્યા ને મહિના માં જ મને સારા દિવસો રહ્યા. સગુંવહાલું તો કોઈ હતું નહીં એટલે એ જ મારુ ધ્યાન રાખતો એક માં થી પણ વિશેષ. 


                    અને નવ મહિના પછી અમારા ઘરે આગમન થયું અમારી પ્રેમ અને સમર્પણ ની નિશાની....અમારી પરી. હું અને પરી એકદમ સ્વસ્થ હતા અને પરી ના પપ્પાનો તો આનંદ નો કોઈ પાર જ નહોતો. ધીમે ધીમે સમય પાંખ લગાવીને ઉડી રહ્યો હતો. પરી એના પપ્પાની જેમ જ ખુબ સુંદર હતી. ઓહ સોરી પરી તો એનું હુલામણું નામ હતું. એનું નામ પણ અમે અમારી પ્રેમ ની નિશાની પર થી જ રાખ્યું હતું. પરી એક વર્ષ ની થઇ ચુકી હતી અને તેના પપ્પા ને પણ કંપની માં નવી નવી સફળતા મળતી રહેતી હતી. પરી બે વર્ષ ની થતા અમે વર્લ્ડ ટૂર પર પણ જઈ આવ્યા. પરી ત્રણ વર્ષ ની થતા તેને સ્કૂલ માં મૂકી. જોકે મારો કે તેના પપ્પા નો તો જીવ ચાલતો જ નહોતો તેને એક પળ માટે પણ પોતાનાથી દૂર કરવા માટે. પણ ધીમે ધીમે ટેવાઈ ગયા. પરી સ્કૂલ માં પણ ખુબ જ સારી હતી અને ભણવામાં પણ એના પપ્પાની જેમ એકદમ હોશિયાર. ફર્સ્ટ સ્ટાન્ડર્ડ માં એ પૂરી સ્કૂલ માં ફર્સ્ટ આવી હતી. 


                    જેથી હું તેને બજાર માં લઇ ગઈ તેને ગિફ્ટ રૂપે નવું ફ્રોક તથા ટોય્ઝ ખરીદવા. જયારે હું પાછી આવી રહી હતી ત્યારે મને એવું લાગ્યું કે કોઈ અમારો પીછો કરી રહ્યું છે જેથી હું પરી ને લઈને ઝડપ થી ઘરે આવી ગઈ. અને મેં તરત જ ઘરે આવી ને પરી ના પપ્પા ને ફોન લગાડ્યો.....

"હેલો.... હેલો....ઈઈઈ..શશશ....."

"ધડામ".......અને એ અવાજ સાથે જ દરવાજો તોડી ને ચાર ગુંડા જેવા માણસો ઘર માં ઘુસી આવ્યા અને એ સાથે જ મારો મોબાઈલ નીચે પડી ગયો. 


"હેલો...હેલો સાન્વી , સાન્વી , શું થયું? હેલો? પરી?પરી?"


             હું હજી નીચે નમીને ફોન લેવા જાઉં એ પહેલા જ એકે ફોન પર પગ મૂકીને તોડી નાખ્યો. અને મને પણ એક ઝાપટ મારી તેથી હું પણ પડી ગઈ. એ જોઈ પરી દોડીને આવી ને મારી પાસે આવીને રડવા લાગી. તો એકે એને ખેંચી લીધી. 


"ખબરદાર જો એને કઈ કર્યું છે તો..." હું ચિલ્લાઈ ઉઠી. 

         ત્યાં તો બીજા એ આવીને છરી કાઢી. એ જ રીતે જે રીતે મારા ભાઈ ને મારવા કાઢી હતી. 

"હવે યાદ આવ્યું કઈ?????".....અને એ સાથે જ આખો હોલ તે ચારેય ના અટ્ટહાસ્ય થી ગુંજી ઉઠ્યો. 



                  શું થશે  આગળ?કોણ હતા આ લોકો? અને કેમ આવ્યા હતા?  શું અહીંયા થી જ બદલા ની આગ ની શરૂઆત થશે કે પછી બધું જ તબાહ થઇ જશે?  શું પરી અને સાન્વી બચશે? જાણવા માટે વાંચતા રહો ગુમનામ હે કોઈ.....


                    મારી આ નોવેલ ને વાચકો નો અણધાર્યો પ્રતિસાદ મળી રહ્યો છે જે મારી માટે સ્વ્પ્ન સમાન છે. તે માટે વાચકો નો દિલ થી આભાર.????આશા રાખું છું કે આગળ પણ આવો જ પ્રતિભાવ મળતો રહે.