Gumnam Hai Koi 3 books and stories free download online pdf in Gujarati

ગુમનામ હૈ કોઈ - 3

                      Hii Friends...Thank you for your precious ratings.. અત્યાર સુધી તમારા કોમેન્ટ બોક્સ સિવાય ના મેસેજીસ મને નહોતા મળતા પરંતુ માતૃભારતી ના લેટેસ્ટ વરઝ્ન માં એ પોસિબલ થયું છે જેથી મને મારી પહેલી સ્ટોરી થી લઈને અત્યાર સુધી ના મેસેજીસ હવે મળ્યા. એટલે બને ત્યાં સુધી તો મેં રીપ્લાય કરવાની કોશિશ કરી છે પણ ભૂલ થી કોઈ છૂટી જાય તો સોરી. અને આની માટે પણ તમે મને સજેશન્સ કે કોમ્પ્લિમેન્ટ્સ મેસેજ કરી શકો છો. જો તમે માતૃભારતી એપ માંથી રીડ કરતા હશો તો રીડ બુક ઓપ્સન ની જમણી બાજુ ના ઓપ્સન થી તમે મને મેસેજ કરી શકો છો.આભાર.

                હવે આગળ........


                   એ દિવસ ની ઘટના પછી ઇરિકા ખરાબ રીતે ડરી ગઈ હતી. પછી તો સાંજે એમને સેલિબ્રેશન કરવા જવાનું હતું એ પણ માંડી વાળ્યું. અને ઇરિકા ને તો બે દિવસ તાવ પણ આવી ગયો. પહેલા દિવસે તો અરમાન ઓફિસ માંથી રજા લઈને ઇરિકા ની સંભાળ કરવા માટે ઘરે રહ્યો. પરંતુ બીજા દિવસે તેને ઓફિસ ગયા વિના ચાલે તેવું નહોતું. તેથી ના ચાહવા છતાં તે બીજા દિવસે ઇરીકા ને ઘરે એકલી મૂકીને ઓફિસ જવા નીકળે છે. ઇરિકા અરમાન ને વિનંતી કરે છે કે પ્લીઝ મને મૂકીને ના જઈશ. મને એકલા ઘર માં બીક લાગે છે. 

                 અરમાન પોતાની કાર સ્ટાર્ટ કરતો હતો ત્યાંજ સામે ના ઘરમાં થી એક કામ કરવા વાળી બાઈ કપડાં સુકાવવા બહાર આવે છે. તેને જોઈને અરમાન તેની પાસે જાય છે અને .....


"અરે બહેન તમે એક દિવસ માટે મારી વાઈફ જોડે રહેશો? તેને તાવ આવ્યો છે. તેમજ તેને એકલા ઘર માં રહેતા પણ ડર લાગે છે. હું તમને એક દિવસ નું મહેનતાણું આપી દઈશ." 


"હા , સાહેબ બોલો ને તમે ક્યાં રહો છો? પહેલા ક્યારેય તમને આ સોસાયટી માં જોયા નથી. નવા રહેવા આવ્યા છો કે શું? અને બીમાર માણસ ની પાસે રહેવાનું શું મહેનતાણું લેવાનું? શું તમેય સાહેબ..."


" હા , અમે હજી ચાર પાંચ દિવસ પહેલા જ અહીંયા શિફ્ટ થયા છીએ. અને અમે સામે ના ઘર માં રહીએ છીએ." અરમાન આંગળી થી ઈશારો કરી કામ વાળી બાઈ ને તેનું ઘર બતાવે છે. અને એ જોતા જ......



"તમે ત્યાં રહો છો? માફ કરજો પણ હું એ ઘર માં કોઈ પણ સંજોગો માં નહિ જાઉં.એ ઘર તો શાપિત છે." એટલું કહી અરમાન બીજું કઈ કહે કે પૂછે એ પહેલા જ કામ વાળી બાઈ અંદર જતી રહે છે.અને અરમાન પણ તેની વાત ને અંધશ્રદ્ધા માની ને ઓફીસ જતો રહે છે. 


અરમાન ઇરિકા ને તાવ ની દવા આપી ને ગયો હતો જેની અસર હેઠળ અરમાન ગયો એના થોડા જ સમય માં ઇરિકા ગાઢ નિંદ્રા માં પોઢી ગઈ.અરમાન એ ઇરિકા ને કહ્યું હતું કે ફોન જોડે જ રાખજે હું ફોન કરીશ તને જેથી ઇરિકા તેનો ફોન તેની બેડ ની બાજુના ડ્રેસિંગ ટેબલ પર રાખી ને સુઈ ગઈ હતી. ઇરિકા એ ત્રણ ચાર કલાક થી પણ વધારે સુઈ લીધું હતું અને હજી પણ સુઈ જ રહી હતી ત્યાં અચાનક તેના ફોન માં "ગુમનામ હે કોઈ , બદનામ હે કોઈ" સોન્ગ વાગવાનું ચાલુ થાય છે. ઇરિકા હજી ઘસઘસાટ ઊંઘી રહી હતી જેથી સોન્ગ નો વોલ્યુમ વધી રહ્યો હતો અને જોડે જોડે હવે ફોન પણ વાઈબ્રેટ થવાનો ચાલુ થઇ ગયો હતો. 


            અવાજ ની તીવ્રતા વધતા ઇરિકા બેડ માંથી સફાળી બેઠી થઇ જાય છે અને જોવે છે કે આ ક્યાં વાગે છે? કારણકે એના ફોન માં આ સોન્ગ હતું જ નહિ કારણકે એને આ સોન્ગ જરાય નહોતું ગમતું. તે ગુસ્સા થી અને ચીડ થી આજુબાજુ જોવે છે. અને તેને ખ્યાલ આવે છે કે તેના જ ફોન માંથી સોન્ગ વાગી રહ્યું છે. તે ઝડપ થી તેનો ફોન લે છે અને ફોન ચાલુ કરવાની કોશિશ કરે છે. 


           પણ આ શું! તેનો ફોન ચાલુ જ નથી થઇ રહ્યો. અને સોન્ગ તો વાગે જ જાય છે .અને એ પણ પહેલા કરતા પણ વધુ તીવ્રતા થી. ઇરિકા ના ગુસ્સા માં હવે ડર ની લાગણી નો ઉમેરો થાય છે. ક્યારેય હેન્ગ ના થયો ફોન આજે ચાલુ જ નહોતો થઇ રહ્યો અને એ પણ જે સોન્ગ એના મોબાઈલ માં જ નથી એ સોન્ગ વાગી રહ્યું હતું અને એ પણ મોબાઈલ ના ફુલ વોલ્યુમ કરતા પણ ઘણા વધારે વોલ્યુમ માં. ઇરિકા પાંચ મિનિટ સુધી ફોન ચાલુ કરવાની કોશિશ કરી ચુકી. પણ હવે તેને ખરેખર ખુબ જ ડર લાગી રહ્યો હતો. 


              ફોન ચાલુ ના થતા તે ફોન હાથ મા પકડીને ડિસ્પ્લે સામે જોઈ રહી હતી. ત્યાં અચાનક જ ડિસ્પ્લે માં એક સ્ત્રી નો ભયાનક ચહેરો ઉપસી આવે છે અને એ સ્ત્રી જોર થી ચીસ પાડે છે. અને એ સાથે જ ઇરિકા ગભરાઇને ફોન નો બેડ પરથી નીચે ઘા કરીદે છે. અને આશ્ચર્ય ની વચ્ચે ફોન તૂટી ગયો હોવા છતાં ધીમા સુર માં ફરી થી વાગવા લાગે છે..... "ગુમનામ હે કોઈ , બદનામ હે કોઈ. કિસકો ખબર , કોન હે વો , અનજાન હે કોઈ......."



                   ઈરીકા દોડીને ઘર ની બહાર જતી રહે છે. અને ત્યાંજ ઓટલા ઉપર બેસી જાય છે પગ ઉપર લઇ ઢીચણ થી વાળી ને બંને હાથ થી પકડીને બેઠી હતી. અને પોતે પણ આખી પરસેવા થી નીતરી રહી હતી. 


              સાંજ ના ચાર વાગી રહ્યા હતા અને ઇરિકા અડધા કલાક થી ત્યાં જ બેસી રહી હતી. તેનું ગળું પણ સુકાઈ ગયું હતું પણ અંદર જવાની તો શું પણ નીચે પગ મુકવાની પણ હિંમત થતી નહોતી એની. એનું માથું પણ હવે ભારે થઇ રહ્યું હતું. તે તેના માથા ને ઢીચણ પર મૂકીને સુઈ જાય છે અને એને એક જોકું આવી જાય છે. 


            ત્યાં જ ઘર નો દરવાજો ખુલે છે અને અરમાન આવે છે. ઇરિકા ને આવી રીતે ઘર બહાર બેઠેલી જોઈને તેને અંદાજો આવી જાય છે કે જરૂર કૈક થયું હશે. અરમાન આવીને ઇરિકા ના ખંભે હાથ મૂકે છે. ઇરિકા ઝબકી ને જાગી જાય છે અને ડરી જાય છે. પરંતુ અરમાન ને ઉભેલો જોઈને તે જોર થી અરમાન ને પકડીને રડવા લાગે છે. 


                  અરમાન તેને શાંત પાડે છે અને પાણી લેવા અંદર જવા જાય છે પણ ઇરિકા તેને નથી જવા દેતી. અંતે અરમાન તેની બેગ માંથી પાણી ની બોટલ કાઢી ને ઇરિકા ને પીવડાવે છે અને ઇરિકા ને પૂછે છે કે શું થયું. ઇરિકા તેને બધું જણાવે છે. તેથી અરમાન કહે છે કે હા હું પણ તને આખો દિવસ ફોન કરવાની ટ્રાય કરતો હતો પણ તારો ફોન સ્વિચ ઓફ જ આવતો હતો. અને એટલે જ હું વહેલા આવી ગયો. 


                અરમાન અંદર ઘર માં જાય છે અને ઇરિકા પણ તેની પાછળ પાછળ ભયભીત પગલે જાય છે. અરમાન બેડ રૂમ માં જાય છે અને ઇરિકા ને બોલાવે છે. 


  "આ ફોન તો ચાલુ જ છે. અને સવારે જેમ ડ્રેસિંગ ટેબલ પર પડ્યો હતો એમ જ છે. તું તો કહેતી હતી કે ફોન તૂટી ગયો. પણ ફોન તો એકદમ સાજો સમો છે." 


"અરમાન હું સાચું કહું છું ફોન તૂટી ગયો હતો.અને સોન્ગ પણ વાગી રહ્યું હતું. તને મારી ઉપર વિશ્વાસ નથી? "ઇરિકા ગુસ્સા સાથે બોલે છે અને એ સાથે જ તેની આંખો માં ઝળઝળિયાં આવી જાય છે.

                    અરમાન તેની નજીક આવી તેની માફી માંગે છે અને પ્રેમ અને હૂંફ ભર્યું આલિંગન આપે છે. 

                   રાત નું જમવાનું બંને સાથે મળીને બનાવે છે અને એક બીજાને પ્રેમ થી જમાડે છે. પછી અરમાન ઇરિકા ને બેડ રૂમ માં લઇ જઈને દવા આપી ને સુવાડી દે છે. અને પોતે તેનું ઓફિસ માં અધૂરું રહેલું કામ ચાલુ કરે છે એના લેપટોપ માં. અને સાથે જ વિચારે છે જે ઇરિકા જોડે થયું એ ઇરિકા નો વહેમ હતો કે સત્ય! અને સવારે પેલા ઘર માં કામ કરતી બાઈ એ પણ કીધું જ હતું કે આ ઘર શાપિત છે.તો શું સાચે જ આ ઘર શાપિત છે? અને શાપિત છે તો કેમ? શું એટલે જ મકાન માલિકે તેને બજાર કિંમત કરતા ઓછા ભાવે વેચ્યું હતું આ ઘર? એક સાથે કેટલાય સવાલ તેના મગજ માં ઉદભવે છે. 


                     અંતે અરમાન પોતાને જ્યાં સુધી એવો અનુભવ ના થાય ત્યાં સુધી કોઈ પણ નિસ્કર્ષ પર પહોંચવાનું મુલ્તવી રાખે છે. અને લેપટોપ બંધ કરી સુઈ જાય છે. અડધી રાત થાય છે ત્યાં અરમાન ઉઠી જાય છે અને ક્યાંક થી અવાજ આવતો હોય તેવું લાગે છે. તે ઉભો થઇ ને બહાર આવે છે અને જોવે છે. 


               અવાજ બાથરૂમ માંથી આવી રહ્યો હતો. અરમાન બાથરૂમ ખોલી ને જોવે છે તો શાવર ચાલુ હતો. અને સામે ના મિરર પર પાણી ના છાંટા ઉડી રહ્યા હતા. અરમાન ગભરાઈ જાય છે કે અચાનક અડધી રાત્રે આમ શાવર કેમ ચાલુ થઇ ગયો? તે ફટાફટ શાવર બંધ કરી અને બહાર જાય છે. હજી બાથરૂમ નું બારણું બંધ કરી એક પગલું આગળ ભરે છે ત્યાં ફરી થી શાવર ચાલુ થઇ જાય છે. અને પાછો ફરી ને બારણું ખોલ્યું ત્યાં બંધ. આવું ત્રણ ચાર વખત થયું. અરમાન હવે ભયાનક રીતે ડરી ગયો હતો. તે બાથરૂમ માં જ ઉભો રહે છે જોવા માટે.  


                  અને આશ્ચર્ય વચ્ચે આ વખતે શાવર માંથી લોહી નો ફુવારો થાય છે. અરમાન આખો લોહી થી નીતરી જાય છે. તેના સિલ્કી વાળ માંથી અત્યારે લોહી ના ટીપા પડી રહ્યા હતા. જે ખુબ જ ભયાવહ દ્રશ્ય હતું. અરમાન બાથરૂમ માથી બહાર નીકળવા જાય છે પણ બારણું બહાર થી બંધ થઇ જાય છે. તેથી તે ઇરિકા ને બૂમ પાડે છે. ઇરિકા અરમાન ની બૂમ સાંભળી ને દોડતા દોડતા આવી પહોંચે છે. 


               તે બાથરૂમ નું બારણું ખોલે છે અને અંદર નું દ્રશ્ય જોઈને ચીસ પાડી ઉઠે છે. અરમાન અને ઇરિકા બંને એકબીજાને જોરથી વળગી પડે છે.અને એ સાથે જ ફરી થી બારણું ધડામ કરતુ બંધ થઇ જાય છે.હવે બંને હદ વગર ના ડરી ગયા હતા. ઇરિકા તો અરમાન ની છાતી માં માથું છુપાવી આંખો બંધ કરીદે છે. શાવર બંધ થાય છે અને સામેના મિરર માંથી લોહી ની બૂંદો એકત્રિત થઈને એક વાક્ય ની રચના થાય છે. અને એ વાક્ય બીજું કઈ નઈ પણ "ગુમનામ નામ હે કોઈ "જ હતું. 


                  અરમાને સાંભળ્યું હતું કે જયારે કોઈ આત્મા અતૃપ્ત હોય અને પોતાની અધૂરી ઈચ્છા પુરી કરવા માંગતો હોય ત્યારે જ તે આવી રીતે કરે.અને જયારે તેની અપૂર્ણ ઈચ્છા પુરી કરવામાં આવે ત્યારે જ તેને મોક્ષ ગતિ પ્રાપ્ત થાય. અરમાન અત્યાર સુધી આ વાત ને વાહિયાત ગણતો હતો પરંતુ આજે અનુભવ થતા વિશ્વાસ કરે છે અને ડરતા ડરતા પૂછે છે કે , "કોણ છો તમે? અને અમને કેમ પરેશાન કરો છો? તમે જે પણ હોય એ સામે આવીને જણાવો શું ઇચ્છો છો તમે? અમે તમારી મદદ કરીશું. "


                    એ સાથે જ મિરર માંથી "ગુમનામ હે કોઈ"અદ્રશ્ય થઇ જાય છે અને ઇરિકા નો મોબાઈલ નમ્બર ઉપસી આવે છે.અને બાથરૂમ નું બારણું પણ ખુલી જાય છે. અરમાન અને ઇરિકા એકબીજા ની સામે થોડી રાહત ના ભાવ થી જોવે છે અને ઈશારો કરી એકબીજાનો હાથ પકડી દોડે છે બેડરૂમ તરફ જ્યાં ઇરિકા નો મોબાઈલ પડ્યો હતો. 


                  બેડરૂમ માં આવીને ઝડપ થી અરમાન ઇરિકા નો મોબાઈલ લે છે અને ઇરિકા અરમાન ની બાજુમાં લપાઈ ને બેસી જાય છે. ઇરિકા ના ફોન માં એક તેર ડિજિટ ના નમ્બર માંથી એક વોઇસ મેસેજ આવેલો હતો. જેનો ટાઈમિંગ અત્યાર નો જ હતો. અરમાન મેસેજ ઓન કરે છે. અને મેસેજ કૈક આવો હતો........


 "અરમાન તે મને સામે આવવા નું કહ્યું છે ને. હું સામે આવીશ , બે દિવસ પછી અમાસ ની રાત છે જે દિવસે હું મારા અસલી સ્વરૂપ માં આવી શકીશ. અમાસ ની રાત્રે બાર વાગે ટેરેસ પર આવજો. અને હા તે મને મદદ કરવાનું કહ્યું હતું અને એટલે જ હું તને મારી આપવીતી જણાવવા તૈયાર થઇ છું. એક વાત યાદ રાખજો તમે બંને. જો તમે મારી મદદ નહિ કરો તો હું તમને ખરાબ માં ખરાબ મોતે મારીશ. અને જો સાચા દિલ થી મદદ કરશો તો બનતી મદદ પણ હું કરીશ તમને. "

                   કોઈ પણ લેખક ને વાર્તા લખવા માટે ખુબ જ મહેનત કરવી પડતી હોય છે. જેથી મહેરબાની કરીને સ્ટાર આપતા પહેલા લેખક ની મહેનત નો વિચાર અવશ્ય કરવો. જરૂરી નથી કે બધી જ સ્ટોરી માં તમને ગમતી વસ્તુ મળે. બને ત્યાં સુધી તો હું તમને થ્રિલર અને સસ્પેન્સ તથા ડર મહેસુસ કરાવવાની કોશિશ કરું જ છું પણ જો તો પણ ના પસંદ આવે તો સોરી. પણ મહેરબાની કરીને સ્ટોરી ના રેટિંગ્સ ના બગાડવા. તમને ના ગમે તો તમે મને કોમેન્ટ બોક્સ સિવાય પણ મેં જણાવ્યું તેમ મેસેજ કરીને મને જણાવી શકો છો. જેથી હું ધ્યાન રાખી શકું. અને જે રીડર્સ ને મારી બુક પસંદ આવે છે અને સારા રેટિંગ્સ આપે છે તેમને મારા ખુબ ખુબ ધન્યવાદ.




બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED